सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

फ़रवरी 17, 2023 की पोस्ट दिखाई जा रही हैं

વાસુદેવ બળવંત ફડકે

 વાસુદેવ બળવંત ફડકે (૪ નવેમ્બર ૧૮૪૫ – ૧૭ ફેબ્રુઆરી ૧૮૮૩) ભારતીય સ્વતંત્રતા સંગ્રામના એક ક્રાંતિકારી હતા. તેઓ બ્રિટીશ રાજ દરમિયાન ખેડૂત વર્ગની દુર્દશાથી વ્યથિત હતા. તેમને દૃઢ વિશ્વાસ હતો કે સ્વરાજ જ ખેડૂતોને દયનીય સ્થિતિમાંથી ઉગારી શકે છે. તેમણે મહારાષ્ટ્રના કોળી, ભીલ અને ધાંગડ જાતિના લોકોને એકત્ર કરીને રામોશી નામનું એક સશસ્ત્ર ક્રાંતિકારી સંગઠન ઊભુ કર્યું હતું. આ સંગઠને બ્રિટીશ રાજને ઉખાડી ફેંકવા ધન પ્રાપ્તિ માટે સંપન્ન અંગ્રેજ વ્યવસાયીઓ પર છાપા મારવાનું શરૂ કર્યું