सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

अप्रैल 29, 2022 की पोस्ट दिखाई जा रही हैं

ગુજરાતનાં સાંસ્કૃતિક વારસાનાં સ્થળો : Cultural Heritage Sites of Gujarat

ગુજરાતનાં સાંસ્કૃતિક વારસાનાં સ્થળો : Cultural Heritage Sites of Gujarat ગુજરાત શિલ્પ - સ્થાપત્ય કલા ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે . અહીં ગુફા સ્થાપત્યો , મંદિરો , મસ્જિદો , કિલ્લાઓ , વાવ , તોરણો એમ બહુવિધ સ્થાપત્ય ક્ષેત્રો જોવા મળે છે . હવે ગુજરાતનાં સાસ્કૃતિક વારસાનાં સ્થળોનો પરિચય મેળવીએ .   ધોળાવીરા અને લોથલ :-Dholavira and Lothal  ધોળાવીરા અને લોથલ બન્ને સિંધુ સભ્યતાનાં નગર હતાં . ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલ છે . ધોળાવીરા તેની આદર્શ નગર રચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે . આજથી લગભગ 5000 વર્ષ પહેલાં આ નગરમાં ઘરેણાં બનાવવાનાં તથા મણકા બનાવવાનાં કેન્દ્રો જોવા મળે છે . લોથલ અમદાવાદ - ભાવનગર હાઈવે નજીક આવેલું એક પુરાતત્ત્વીય સ્થળ છે જે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યથી ધીકતું અને સુવિધાઓથી સજજ હડપ્પીયન સંસ્કૃતિનું બંદર હતું .   જૂનાગઢ :-Junagadh  જૂનાગઢમાં અશોકનો શિલાલેખ , ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ ઉપરકોટ , જૈન મંદિરો , દામોદર કુંડ , અડીકડીની વાવ , જૂનો રાજમહેલ , નવઘણ કૂવો , મહાબતખાનનો મકબરો , બહાઉદીન વજીરનો મકબરો વગેરે જોવાલાયક સ