सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

मई 10, 2022 की पोस्ट दिखाई जा रही हैं

શ્રીમતી ઍની બેસન્ટ :- Mrs. Anne Besant

શ્રીમતી ઍની બેસન્ટ :- Mrs. Anne Besant  શ્રીમતી ઍની બેસન્ટ નામનાં આયરિશ મહિલાએ ભારતમાં આવીને થિયૉસૉફિકલ સોસાયટીનું કાર્ય ઉપાડી લીધું ( ઈ.સ. 1893 ) . તેમની પ્રવૃત્તિઓથી ભારતમાં રાષ્ટ્રીય ચળવળને સારો એવો વેગ મળ્યો . તેઓની માન્યતા હતી કે , ભારતની વર્તમાન સમસ્યાનો ઉકેલ તેના પ્રાચીન આદર્શો અને સંસ્થાઓને પુનર્જીવિત કરવાથી મળી શકશે . ભારતીય સંસ્કૃતિ અને ધર્મનું પુનરુત્થાન ખુદ ભારતના લોકો દ્વારા જ થઈ શકશે અને આનાથી સમસ્ત વિશ્વનું કલ્યાણ થશે . તેમણે ભારતમાં રહીને ભારતના લોકોને તેમનાં ધર્મ અને તત્ત્વજ્ઞાનની મહાનતા વિશે સભાન કર્યા . કોઈપણ જાતના નાતજાતના કે ધર્મના ભેદભાવ વગર વિશ્વબંધુત્વનો આદર્શ સ્થાપવાના તેમના પ્રયાસો પ્રશંસનીય રહ્યા . પોતાના આવા ઉદેશોનો ફેલાવો ફરવા માટે તેમણે બનારસમાં સેન્ટ્રલ હિંદુ સ્કૂલ'ની સ્થાપના કરી , જે પાછળથી ‘ બનારસ હિંદુ યુનિવર્સિટી ' ના રૂપમાં ફેરવાઈ ગઈ ( 1916 ) .  શિક્ષણ ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ તેમણે મહત્ત્વનું કાર્ય કર્યું . તેમણે સમાજમાં ફેલાયેલાં અનિષ્ટોને દૂર કરવા પ્રયત્નો કર્યા અને વિધવા - વિવાહને પ્રોત્સાહન આપ્યું . 19 મી સદીમાં ભારતમાં જ્યારે હિંદુ ,

કુન્દ્રકુરિ વીરેસલિંગમ્ :- Kundrakuri Veerasalingam ( ઈ.સ. 1848-1919 )

કુન્દ્રકુરિ વીરેસલિંગમ્ :- Kundrakuri Veerasalingam (( ઈ.સ. 1848-1919 )  વીરેસલિંગનો જન્મ આંધ્રપ્રદેશના રાજમુન્દ્રી જિલ્લામાં થયો હતો . તેમના પર ભારતીય અને પાશ્ચાત્ય એમ બંને સંસ્કૃતિઓની ભારે અસર હતી અને તેઓ પોતે પણ બંને સંસ્કૃતિઓ તરફ સદ્ભાવના રાખતા હતા . તેઓ એક સારા લેખક હતા અને તેમની કૃતિઓએ તેલુગુ સાહિત્યને સમૃદ્ધ કર્યું હતું .   તેઓ પ્રખર સમાજસુધારક પણ હતા . તેથી સમાજસુધારણા માટે ‘ રાજમુન્દ્રી સોશિયલ રિફૉર્મ ઍસોસિયેશન'ની સ્થાપના કરી હતી . તેમણે બાળલગ્નો અને જ્ઞાતિવાદનો વિરોધ કર્યો હતો તેમજ વિધવા પુનઃલગ્ન અને સ્ત્રીશિક્ષણ ઉપર ભાર મૂક્યો હતો . તેમણે વિધવાઓનાં પુનર્વસન તથા ભ્રષ્ટાચારના ઉન્મૂલન માટે જોરદાર ઝુંબેશ ચલાવી હતી . તેમણે નિરાધાર લોકો , સ્ત્રીઓ તથા બાળકો માટે વિદ્યાલયો , સહાયતાકેન્દ્રો વગેરે ખોલીને સમાજસુધારણાનું કાર્ય કર્યું . આ માટે રાજમુન્દ્રીમાં તેમણે ‘ હિતકારિણી સભા’ની પણ સ્થાપના કરી હતી . ત્યારબાદ દક્ષિણના આવા પ્રખર સમાજસુધારક અને રાષ્ટ્રીય આંદોલન તથા આધુનિક શિક્ષણ પદ્ધતિના પુરસ્કર્તા કુન્દકુરિ વીરેસલિંગનું અવસાન થયું .