सीधे मुख्य सामग्री पर जाएं

શ્રીમતી ઍની બેસન્ટ :- Mrs. Anne Besant

શ્રીમતી ઍની બેસન્ટ :- Mrs. Anne Besant

 શ્રીમતી ઍની બેસન્ટ નામનાં આયરિશ મહિલાએ ભારતમાં આવીને થિયૉસૉફિકલ સોસાયટીનું કાર્ય ઉપાડી લીધું ( ઈ.સ. 1893 ) . તેમની પ્રવૃત્તિઓથી ભારતમાં રાષ્ટ્રીય ચળવળને સારો એવો વેગ મળ્યો . તેઓની માન્યતા હતી કે , ભારતની વર્તમાન સમસ્યાનો ઉકેલ તેના પ્રાચીન આદર્શો અને સંસ્થાઓને પુનર્જીવિત કરવાથી મળી શકશે . ભારતીય સંસ્કૃતિ અને ધર્મનું પુનરુત્થાન ખુદ ભારતના લોકો દ્વારા જ થઈ શકશે અને આનાથી સમસ્ત વિશ્વનું કલ્યાણ થશે . તેમણે ભારતમાં રહીને ભારતના લોકોને તેમનાં ધર્મ અને તત્ત્વજ્ઞાનની મહાનતા વિશે સભાન કર્યા . કોઈપણ જાતના નાતજાતના કે ધર્મના ભેદભાવ વગર વિશ્વબંધુત્વનો આદર્શ સ્થાપવાના તેમના પ્રયાસો પ્રશંસનીય રહ્યા . પોતાના આવા ઉદેશોનો ફેલાવો ફરવા માટે તેમણે બનારસમાં સેન્ટ્રલ હિંદુ સ્કૂલ'ની સ્થાપના કરી , જે પાછળથી ‘ બનારસ હિંદુ યુનિવર્સિટી ' ના રૂપમાં ફેરવાઈ ગઈ ( 1916 ) . 

શિક્ષણ ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ તેમણે મહત્ત્વનું કાર્ય કર્યું . તેમણે સમાજમાં ફેલાયેલાં અનિષ્ટોને દૂર કરવા પ્રયત્નો કર્યા અને વિધવા - વિવાહને પ્રોત્સાહન આપ્યું . 19 મી સદીમાં ભારતમાં જ્યારે હિંદુ , ખ્રિસ્તી , ઇસ્લામ વગેરે વિવિધ ધર્મો અને પંથો વચ્ચે વિવાદ અને કડવાશ વધતાં જતાં હતાં ત્યારે થિયૉસૉફિકલ સોસાયટીએ અને ઍની બેસન્ટે કોમવાદને દૂર કરવા પ્રયત્નો કર્યા . તેમણે ભારતમાં ‘ સ્કાઉટ ’ અને ‘ ગર્લ્સ ગાઇડ'ની પ્રવૃત્તિઓ શરૂ કરી હતી . આ ઉપરાંત ( ઈ.સ. 1916 ) ચેન્નાઈમાં ‘ હોમરૂલ લીગ'ની સ્થાપના કરી અને તેની મારફત ભારતની સ્વતંત્રતા માટે સક્રિય ચળવળ ઉપાડી . તેમણે પત્રકારિત્વના સ્વાતંત્ર્ય માટે તનતોડ મહેનત કરી . આમ , ઍની બેસન્ટે ભારતીય સંસ્કૃતિના ગૌરવની પુનઃ સ્થાપના કરીને તેમજ લોકોની રાષ્ટ્રીય ભાવના વિકસાવીને તેમણે ભારતીય સમાજ અને દેશની અમૂલ્ય સેવા કરી . ખાસ કરીને દક્ષિણ ભારતમાં સુધારણાના ક્ષેત્રે થિયૉસૉફિકલ સોસાયટીએ મહત્ત્વનું પ્રદાન કરેલ છે .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

ગુજરાતના જિલ્લાઓ :- Districts of Gujarat

ગુજરાતના જિલ્લાઓ :- Districts of Gujarat ________________________________________________                1. કચ્છ-Kutch મુખ્ય મથક:- ભુજ તાલુકાઓ:-(10) ભૂજ, મુન્દ્રા, લખપત, અંજાર, અબડાસા, ભચાઉ, રાપર, નખત્રાણા, માંડવી, ગાંધીધામ. ક્ષેત્રફળ:-45674 ચો. કિમી. સાક્ષરતા:-70.59. જાતિ પ્રમાણ:- 908 વસ્તી:- 2092371 વસ્તી ગીચતા:- 46 પ્રતિ ચો. કિમી. મહેલો :-             મહેલ ( ભૂજ )             વિજય વિલાસ પેલેસ ( માંડવી )             શરદબાગ પેલેસ ( ભૂજ )             આયના મહેલ ( ભૂજ )  સંગ્રહાલય:-             કચ્છ મ્યુઝિયમ            ભારતીય સંસ્કૃતિ મ્યુઝિયમ            એ.એ. વજીરનું મ્યુઝિયમ             મહારાવ મદનસિંહ મ્યુઝિયમ તળાવ / સરોવર :-      ...

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...