सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

अप्रैल 28, 2022 की पोस्ट दिखाई जा रही हैं

ભારતની પ્રાચીન વિદ્યાપીઠો : Ancient Universities of India

ભારતની પ્રાચીન વિદ્યાપીઠો :  ( 1 ) નાલંદા : Nalanda  બિહારના પટણા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે . ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્ત્વ ઘણું છે . આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ ચૌદ ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈનતીર્થ પણ બન્યું હતું . પાંચમી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવેલ . ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો હતો . ત્યાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા . નાલંદા વિશ્વ વિદ્યાલય હતું . ભારતીય સંસ્કૃતિનું આ એક તીર્થધામ હતું . દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા . મહાન મુસાફર યુઅન - શ્તાંગ પણ અહીં આવેલ . આજે તો આ મહાન વિશ્વ વિદ્યાલયનાં માત્ર ખંડેરો જ જોવા મળે છે . છતાં તે ખંડેરોમાં ફરતાં ફરતાં પણ દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી થઈ શકે છે . નાલંદામાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો . ઈસુની પાંચમીથી અગિયારમી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું . આ સમયે ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવાં ગ્રંથાલયો હતાં . તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલ ગ્

ગુજરાતની ગુફાઓ : Caves of Gujarat

ગુજરાતની ગુફાઓ   : Caves of Gujarat જૂનાગઢની ગુફાઓ : જૂનાગઢમાં ત્રણ ગુફા સમૂહ આવેલા છે .  ( 1 ) બાવાપ્યારાનો ગુફા સમૂહ :- આ ગુફા બાવાપ્યારાના મઠ પાસે આવેલ છે . આ ગુફાઓ ત્રણ હારમાં અને પરસ્પર કાટખૂણે જોડતી પથરાયેલી છે . પહેલી હારમાં ચાર , બીજી હારમાં સાત અને ત્રીજી હારમાં પાંચ ગુફાઓ મળી કુલ 16 ગુફાઓ છે . તે ઈસ્વીસનના આરંભની સદી દરમિયાન કંડારેલી હોવાની શક્યતા છે .  ( 2 ) ઉપરકોટની ગુફાઓ :-  આ ગુફાઓ બે મજલામાં આવેલ છે , નીચે ઉપર જવા સોપાન શ્રેણી છે . ઉપરકોટની ગુફાઓ ઈ.સ. બીજી સદીના ઉત્તરાર્ધથી ચોથી સદીના પૂર્વાર્ધ સુધીમાં કંડારેલી હોવી જોઈએ .  ખાપરા-કોડીયાની ગૂફાઓ:-  કુંડ ઉપરની ગુફાઓ : આ ગુફાઓ મજલાવાળી હશે તેમ પ્રાપ્ત થયેલા અવશેષો પરથી કહી શકાય . ગુફાઓને નુકસાન થયેલ છે . કુલ 20 સ્તંભ આવેલ છે . આ ગુફા ઈ.સ. ત્રીજી સદીમાં કંડારેલી હોવાની શક્યતા છે .    ખંભાલીડા ગુફા :-  રાજકોટથી 70 કિમી દૂર ગોંડલ પાસે આવેલા ખંભાલીડામાંથી આ ગુફાઓ ( ઈ.સ. 1959 માં ) શોધાઈ છે . તેમાં ત્રણ ગુફાઓ નોંધપાત્ર છે . વચ્ચેની ગુફામાં સ્તૂપયુક્ત ચૈત્યગૃહ , પ્રવેશ માર્ગોની ઉભય બાજુએ વૃક્ષને આશ્રયે ઊભેલા બૌદ્ધિસત્ત્વ અને કેટ