सीधे मुख्य सामग्री पर जाएं

ભારતની પ્રાચીન વિદ્યાપીઠો : Ancient Universities of India

ભારતની પ્રાચીન વિદ્યાપીઠો : 

( 1 ) નાલંદા : Nalanda

 બિહારના પટણા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે . ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્ત્વ ઘણું છે . આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ ચૌદ ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈનતીર્થ પણ બન્યું હતું . પાંચમી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવેલ . ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો હતો . ત્યાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા . નાલંદા વિશ્વ વિદ્યાલય હતું . ભારતીય સંસ્કૃતિનું આ એક તીર્થધામ હતું . દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા . મહાન મુસાફર યુઅન - શ્તાંગ પણ અહીં આવેલ . આજે તો આ મહાન વિશ્વ વિદ્યાલયનાં માત્ર ખંડેરો જ જોવા મળે છે . છતાં તે ખંડેરોમાં ફરતાં ફરતાં પણ દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી થઈ શકે છે . નાલંદામાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો . ઈસુની પાંચમીથી અગિયારમી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું . આ સમયે ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવાં ગ્રંથાલયો હતાં . તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલ ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ - વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા . આમાંનો માત્ર યુઅન - વાંગ જ 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો . 7 મી સદીમાં યુઅન - શ્માંગે મુલાકાત લીધી હતી . મહાવિદ્યાલયમાં સાત મોટા ખંડો હતા . વ્યાખ્યાન માટેના ત્રણસો ખંડો હતા . વિદ્યાર્થીઓના રહેવા માટેના ખાસ મઠો બાધવામાં આવ્યા હતા . વિદ્યાપીઠને નિર્વાહ માટે અનેક ગામો દાનમાં મળ્યાં હતાં . ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રો વિના મૂલ્યે પૂરાં પાડવામાં આવતાં . અહીંનો ગ્રંથાલયવાળો વિસ્તાર ધર્મગંજ ’ તરીકે ઓળખાતો હતો . ઈ.સ.ની પાંચમીથી અગિયારમી સદી સુધી નાલંદાની ખ્યાતિ અને સુપ્રસિદ્ધિ વિદ્યાકેન્દ્ર તરીકે રહી હતી . 

( 2 ) તક્ષશિલા : Taxila

વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ હતી . તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું . આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું . અહીં મોટાભાગના વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહી અભ્યાસ કરતા હતા . ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે અહીં આયુર્વેદના પાઠો શીખ્યા . દંતકથાનુસાર રઘુકુલમાં જન્મેલા રામના ભાઈ ભરતના પુત્ર તક્ષ ઉપરથી આ સ્થળનું નામ પડ્યું હોવાનું મનાય છે . 7 મા સૈકામાં એ મહત્ત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું . વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય તેનું શિક્ષણ આપવામાં આવતું . શિક્ષક પોતાની ઇચ્છા પ્રમાણે ગમે તેટલા વિદ્યાર્થીઓને ભણાવતા . છતાં સામાન્ય રીતે એક શિક્ષકની પાસે લગભગ વીસ વિદ્યાર્થીઓ ભણતા . વારાણસી , રાજગૃહ , મિથિલા અને ઉજ્જૈન જેવાં દૂરનાં નગરોમાંથી વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ માટે ઊમટતા .વારાણસીના રાજકુમારો અહીં જ શિક્ષણ લેતા હતા . કૌશલના રાજા પ્રસેનજિત , વ્યાકરણ શાસ્ત્રી પાણિનિ અને રાજનીતિજ્ઞ કૌટિલ્યે પણ અહીં શિક્ષણ લીધું હોવાનું મનાય છે . તક્ષશિલા ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું . સામાન્ય સ્થિતિના વિદ્યાર્થીઓ ગુરુના ઘરે રહીને ભણતા . અહીં વેદ , શસ્ત્રક્રિયા , ગજવિદ્યા , ધનુર્વિદ્યા , વ્યાકરણ , તત્ત્વજ્ઞાન , યુદ્ધવિદ્યા , ખગોળ , જ્યોતિષ વગેરેનું શિક્ષણ આપવામાં આવતું હતું . ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણકયે અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્યે અહીં શિક્ષણ લીધું હતું . પાંચમી સદીની શરૂઆતમાં ચીનના ફાહિયાને આ સ્થળની મુલાકાત લીધી હતી . 

( 3 ) વારાણસી ( કાશી ) : Varanasi (Kashi)

 વારાણસી યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે . ઈ.સ. પૂર્વે 7 મા સૈકામાં તે ભારતનું પ્રસિદ્ધ વિદ્યાકેન્દ્ર હતું . ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું . એના રાજા અજાતશત્રુ ઉપનિષદ કળામાં એક તત્ત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા . વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ અહીં હોવાનો ઉલ્લેખ મળે છે . ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે વારાણસી પર પસંદગી ઉતારી હતી . આદિ શંકરાચાર્ય જેવા સમર્થ તત્ત્વજ્ઞને તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે કાશી જવું પડ્યું હતું . ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિમાર્ગના પ્રવર્તક વલ્લભાચાર્યજીએ પણ પોતાના વૈષ્ણવ સંપ્રદાયોની પ્રતિષ્ઠા અહીં જ મેળવી . પંજાબનાં વિદ્વાન કુટુંબોએ સ્થળાંતર કરવું પડયું , ત્યારે તેઓ મુખ્યત્વે કાશી અને થોડા પ્રમાણમાં કશ્મીર જઈને વસ્યાં હતાં . અન્ય રાજાના રાજકુમારો પણ અહીં ઉચ્ચ શિક્ષણ માટે આવતા હતા . સમ્રાટ અશોકના અશ્રયથી વારાણસીનો સારનાથમઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો . 

( 4 ) વલભી : Valbhi

ઈસવીસનના સાતમા શતકમાં ગુજરાતનું આ વિદ્યાધામ અતિ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું . વલભીને વિશાળ અને અત્યંત પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક વંશના તત્કાલીન શાસકો અને નાગરિકોનો મોટો ફાળો હતો . 7 મી સદીમાં ભિખ્ખુ વિદ્યાર્થીઓ રહેતા હતા . વલભી ત્યારે બૌદ્ધ મતના હીનયાન પંથનું કેન્દ્ર હતું . સાતમા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધવિદ્વાનો સ્થિરમતિ અને ગુણમતિ વલભીના અગ્રણી આચાર્યો હતા . દૂરદૂરના ગંગા - યમુનાના મેદાન વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા . ચીની પ્રવાસી ઇત્સિંગે નોધ્યું છે કે વલભી પૂર્વભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી . વલભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું ( ઈ.સ. 480 થી ઈ.સ. 775 સુધી ) વલભીના શાસક મૈત્રક રાજવીઓ પણ વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આશ્રય દાતાઓ હતા . એ બાબતની નોંધ લેવી પડે કે મૈત્રક વંશના રાજવીઓ બૌદ્ધ ન હતા , સનાતની હતા , છતાં આ સંસ્થાને મદદ કરતા હતા . ઈ . સ . 775 માં આરબોએ આક્રમણ કર્યું અને મૈત્રકો પરાજિત થયા અને વિદ્યાપીઠ બંધ પડી , અહીં પ્રસિદ્ધ વિદ્વાનોનાં નામ દરવાજા પર લખવામાં આવતાં . વિદ્વાનો રાજસભામાં પોતાનું પાંડિત્ય દાખવીને રાજતંત્રમાં ઊંચા અધિકારો પ્રાપ્ત કરતા . આ જાણીતી વિદ્યાપીઠ હતી અને જ્ઞાનની આરાધના તથા તેમની વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પ્રણાલીને કારણે ભારતમાં જ નહિ , પરંતુ તે સમયના વિશ્વમાં તે પ્રસિદ્ધ થઈ હતી . આ વિદ્યાપીઠમાં દેશ - પરદેશથી અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ આવતા . સાચા અર્થમાં તે આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી . એમાં લગભગ પ્રત્યેક વિદ્યાશાખાઓનું શિક્ષણ અપાતું . આ બધી વિદ્યાપીઠમાં નિભાવ રાજાઓ અને શ્રેષ્ઠીઓએ આપેલા દાનમાંથી થતો તે હકીકત તે સમાજની પણ વિદ્યા પ્રત્યેની પ્રીતિ અને નિષ્ઠા દર્શાવે છે . ભારતીય વિદ્યા , કલાઓ અને જ્ઞાન - વિજ્ઞાનનું શિક્ષણ આપતી એ વિશ્વ વિખ્યાત યુનિવર્સિટીઓ હતી .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...

25 Top ayurvedic aushadhi:

( 1 )અરીઠા :  ઝાડ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે . સર્પ વિષ , સોમલ , વચ્છનાગ , અફીણ , મોરથથં વગેરેની ઝેરી અસરને દૂર કરવા ઉપયોગી બને છે .. → તેનો ઉપયોગ માથ ધોવા , શરીર ધોવા , ઘરેણા સાફ કરવા લોકો વાપરે છે .    ( 2 ) અશ્વગંધા : ( Withania Somnifera )  છોડ થાય છે . 3 ક્ષય , નબળાઈ , ગાંઠ વગેરે રોગોમાં ઉપયોગી . → મુત્રલ ઔષધ છે . → ડાયાબીટીસ , લોહીના નીચા દબાણમાં , શક્તિવર્ધક તરીકે ઉપયોગી .  ( 3 )આદૂ : ( Zingiber Officincele )  છોડ બે ફૂટ ઊંચો થાય છે . આદૂને સૂકવી છોલીને સૂંઠ તૈયાર થાય છે . બંગાળ , ચેન્નાઈ , જમૈકાબેટ , ધ્રાંગધ્રા વગેરે સ્થળોથી સૂંઠ આવે છે . ખોરાકના પાચનમાં અજીર્ણમાં , વાયુના વિકારોમાં , અમૃતતૂલ્ય કામ છે . આહૂની ખેતી થાય છે .   ( 4 ) આંબળા : ( Embelica Officinalis )   > ઝાડ ( વૃક્ષ ) થાય છે . 4 દિવાળી ( કારતક ) માં ફળ આવે , પોષ – મહિના સુધી બજારમાં ફળ પણ મળે છે . તેને ધાત્રી પણ કહે છે . 0 ચ્યવનપ્રાશ બનાવવા ઉપયોગી છે . → ત્રિફળા ( હરડે + બહેડા + આંબળા ) માં આંબળા વપરાય છે .   ( 5 ) આમલી : ( Tamrindus Indica )  તેનું ઝાડ ( વૃક્ષ ) ...