सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

વ્યક્તિ વિશેષ लेबल वाली पोस्ट दिखाई जा रही हैं

લોકમાન્ય ટિળક :- Lokmanya Tilak

 લોકમાન્ય ટિળક ( 1856–1920 )  લોકમાન્ય ટિળક તરીકે જાણીતા બાળ ગંગાધર ટિળક જહાલવાદના મુખ્ય પુરસ્કર્તા હતા . તેમનો જન્મ ( 23 મી જુલાઈ , 1856 ) મહારાષ્ટ્રમાં રત્નગિરિમાં થયો હતો . તેમણે બી.એ. , એલએલ.બી.ની ડિગ્રીઓ મેળવી હતી . તેમણે તેમના વિચારોનો ફેલાવો કરવા ‘ ધી મરાઠા ’ ( અંગ્રેજી ) અને ‘ કેસરી ' ( મરાઠી ) નામનાં બે વર્તમાનપત્રો શરૂ કર્યાં હતાં . મુંબઈ કૉંગ્રેસ અધિવેશનમાં તેમણે પ્રથમ વખત ( ઈ.સ. 1890 ) ભાગ લીધો હતો . તેઓ રાષ્ટ્રીય ચળવળને માત્ર બુદ્ધિજીવીઓની નાનકડા વર્ગ પૂરતી મર્યાદિત રાખવાને બદલે લોકવ્યાપી બનાવવા માગતા હતા , જેથી જાગૃત થતી વિરાટ જનતાનું બળ સરકારની સાન ઠેકાણે લાવી શકે .  આ માટે તેમણે મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવ અને છત્રપતિ શિવાજી મહારાજાના ઉત્સવો ઊજવવાનું ચાલુ કર્યું , અને તે દ્વારા લોકોને એકઠા કરી સરકારના જુલમો વિશે તેમને સભાન કરવાનો પ્રયત્ન કર્યો . તેમણે ‘ સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે ’ અને ‘ સ્વરાજ પ્રાપ્તિ વગર આપણું જીવન અને ધર્મ નકામાં છે ' તેવાં સૂત્રો આપ્યાં ( 1906 ) . સરકારની આકરી ટીકા કરવા બદલ તેમને છ વર્ષની કેદની આકરી સજા કરવામાં આવી . તેમને માંડલેની જેલમા

શ્રીમતી ઍની બેસન્ટ :- Mrs. Anne Besant

શ્રીમતી ઍની બેસન્ટ :- Mrs. Anne Besant  શ્રીમતી ઍની બેસન્ટ નામનાં આયરિશ મહિલાએ ભારતમાં આવીને થિયૉસૉફિકલ સોસાયટીનું કાર્ય ઉપાડી લીધું ( ઈ.સ. 1893 ) . તેમની પ્રવૃત્તિઓથી ભારતમાં રાષ્ટ્રીય ચળવળને સારો એવો વેગ મળ્યો . તેઓની માન્યતા હતી કે , ભારતની વર્તમાન સમસ્યાનો ઉકેલ તેના પ્રાચીન આદર્શો અને સંસ્થાઓને પુનર્જીવિત કરવાથી મળી શકશે . ભારતીય સંસ્કૃતિ અને ધર્મનું પુનરુત્થાન ખુદ ભારતના લોકો દ્વારા જ થઈ શકશે અને આનાથી સમસ્ત વિશ્વનું કલ્યાણ થશે . તેમણે ભારતમાં રહીને ભારતના લોકોને તેમનાં ધર્મ અને તત્ત્વજ્ઞાનની મહાનતા વિશે સભાન કર્યા . કોઈપણ જાતના નાતજાતના કે ધર્મના ભેદભાવ વગર વિશ્વબંધુત્વનો આદર્શ સ્થાપવાના તેમના પ્રયાસો પ્રશંસનીય રહ્યા . પોતાના આવા ઉદેશોનો ફેલાવો ફરવા માટે તેમણે બનારસમાં સેન્ટ્રલ હિંદુ સ્કૂલ'ની સ્થાપના કરી , જે પાછળથી ‘ બનારસ હિંદુ યુનિવર્સિટી ' ના રૂપમાં ફેરવાઈ ગઈ ( 1916 ) .  શિક્ષણ ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ તેમણે મહત્ત્વનું કાર્ય કર્યું . તેમણે સમાજમાં ફેલાયેલાં અનિષ્ટોને દૂર કરવા પ્રયત્નો કર્યા અને વિધવા - વિવાહને પ્રોત્સાહન આપ્યું . 19 મી સદીમાં ભારતમાં જ્યારે હિંદુ ,

કુન્દ્રકુરિ વીરેસલિંગમ્ :- Kundrakuri Veerasalingam ( ઈ.સ. 1848-1919 )

કુન્દ્રકુરિ વીરેસલિંગમ્ :- Kundrakuri Veerasalingam (( ઈ.સ. 1848-1919 )  વીરેસલિંગનો જન્મ આંધ્રપ્રદેશના રાજમુન્દ્રી જિલ્લામાં થયો હતો . તેમના પર ભારતીય અને પાશ્ચાત્ય એમ બંને સંસ્કૃતિઓની ભારે અસર હતી અને તેઓ પોતે પણ બંને સંસ્કૃતિઓ તરફ સદ્ભાવના રાખતા હતા . તેઓ એક સારા લેખક હતા અને તેમની કૃતિઓએ તેલુગુ સાહિત્યને સમૃદ્ધ કર્યું હતું .   તેઓ પ્રખર સમાજસુધારક પણ હતા . તેથી સમાજસુધારણા માટે ‘ રાજમુન્દ્રી સોશિયલ રિફૉર્મ ઍસોસિયેશન'ની સ્થાપના કરી હતી . તેમણે બાળલગ્નો અને જ્ઞાતિવાદનો વિરોધ કર્યો હતો તેમજ વિધવા પુનઃલગ્ન અને સ્ત્રીશિક્ષણ ઉપર ભાર મૂક્યો હતો . તેમણે વિધવાઓનાં પુનર્વસન તથા ભ્રષ્ટાચારના ઉન્મૂલન માટે જોરદાર ઝુંબેશ ચલાવી હતી . તેમણે નિરાધાર લોકો , સ્ત્રીઓ તથા બાળકો માટે વિદ્યાલયો , સહાયતાકેન્દ્રો વગેરે ખોલીને સમાજસુધારણાનું કાર્ય કર્યું . આ માટે રાજમુન્દ્રીમાં તેમણે ‘ હિતકારિણી સભા’ની પણ સ્થાપના કરી હતી . ત્યારબાદ દક્ષિણના આવા પ્રખર સમાજસુધારક અને રાષ્ટ્રીય આંદોલન તથા આધુનિક શિક્ષણ પદ્ધતિના પુરસ્કર્તા કુન્દકુરિ વીરેસલિંગનું અવસાન થયું .

નારાયણ ગુરુ :- Narayan Guru.

નારાયણ ગુરુ :- Narayan Guru. પછાત જાતિઓ અને પીડિત જાતિઓના ઉત્કર્ષ માટે આજીવન સેવા કરનાર તથા માનવધર્મ અને માનવમાત્રની સમાનતાનો સંદેશ આપનાર નારાયણ ગુરુનો જન્મ કેરલના એમ્પર્ગ ગામમાં ( ઈ.સ. 1856 ) થયો હતો . માતા - પિતાની પવિત્રતા અને આદર્શોના સંસ્કાર નારાયણ ગુરુને વારસામાં મળ્યા . નારાયણ ગુરુએ લોકોને ‘ એક જ જ્ઞાતિ , એક જ ધર્મ અને એક જ ઈશ્વરમાં માનવાનો ' ઉપદેશ આપ્યો . તેમણે લોકોને ઊંચ - નીચના ભેદભાવ , જ્ઞાતિભેદ વગેરે નાબૂદ કરવા અનુરોધ કર્યો . નારાયણ ગુરુ કિશોરવયથી જ અધ્યાત્મવૃત્તિવાળા હતા . ઘર છોડી , સખત સાધના કરીને સમાજના નીચલા સ્તરના લોકોની સેવાના ક્ષેત્રે તેઓ સક્રિય બન્યા હતા . તેમણે તમામ લોકોને શિક્ષણ લેવા અનુરોધ કર્યો . તેઓ નિરક્ષરતાને વહેમો અને અનિષ્ટોનું મૂળ માનતા . તેમણે અસ્પૃશ્યોને ભણતા કર્યા . તેમણે સમાન હક અપાવી સામાન્ય માનવજીવન જીવતા કર્યા . તેઓ કન્યાકેળવણી માટે ખાસ જાગૃત અને પ્રયત્નશીલ હતા . તેમણે ‘ શ્રી નારાયણ ધર્મ પરિપાલન યોગમ્ ' નામની સંસ્થાની સ્થાપના ( ઈ.સ. 1903 ) કરી . તેઓ મુક્તિ માટે શિક્ષણ , એકતા માટે સંગઠન અને ગરીબી નાબૂદી તથા આર્થિક આબાદી અર્થે ઉદ્યોગોના વિકાસન

સ્વામી વિવેકાનંદ :-Swami Vivekanand

સ્વામી વિવેકાનંદ :- Swami Vivekananda ( 1863-1902 )   રામકૃષ્ણ પરમહંસના સરળ તથા પ્રબળ વ્યક્તિત્વને કારણે બંગાળના જે અનેક નવયુવાનો તેમના તરફ આકર્ષાયા હતા તેમાં સૌથી તેજસ્વી હતા કોલકાતા યુનિવર્સિટીના યુવાન ગ્રેજ્યુએટ નરેન્દ્રનાથ દત્ત જે પાછળથી સ્વામી વિવેકાનંદના નામે પ્રસિદ્ધ થયા . વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી , 1863 માં કોલકાતામાં વિશ્વનાથ દત્તને ત્યાં ભુવનેશ્વરી દેવીની કૂખે થયો હતો . તેમણે ભારતીય દર્શનની સાથે સ્ટુઅર્ટ મિલ , હરબર્ટ સ્પેંસર , શૈલી , હંગેલ અને વર્ડ્સવર્થની રચનાઓનો પણ અભ્યાસ કર્યો હતો . તેમના સમયના ધાર્મિક અને બૌદ્ધિક નેતાઓ સાથે તેમની મુલાકાત થયેલી . નવેમ્બર , 1880 માં રામકૃષ્ણ સાથે તેમની પ્રથમ મુલાકાત થઈ અને તરત જ તેઓ રામકૃષ્ણના ભક્ત બની ગયા . રામકૃષ્ણ એક જ એવી વ્યક્તિ હતા કે જેણે વિવેકાનંદના આ પ્રશ્નનો ઉત્તર આપ્યો . પ્રશ્ન હતો , “ શું આપે ઈશ્વરને જોયા છે ? ઉત્તર ‘ હા’માં આપ્યો .  સ્વામી વિવેકાનંદે ( 1891 ) કોઈની પણ સાથે લીધા વિના કહ્યા વિના ભારતની યાત્રા કરી , યાત્રામાં તેમને ભારતની ગરીબી , ભૂખમરો , દયનીય દશાનો પ્રત્યક્ષ અનુભવ થયો . બે વર્ષ સુધી તેઓ ભારતમાં જુદા જુદા ભા

સ્વામી દયાનંદ સરસ્વતી :- Swami Dayanand Saraswati.

સ્વામી દયાનંદ સરસ્વતી :- Swami Dayanand Saraswati.( 1824-1883 ) અને આર્યસમાજ  આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાતમાં મોરબી નજીક ટંકારા ગામમાં ( ઈ.સ. 1824 ) સનાતની બ્રાહ્મણ કુટુંબમાં થયો . તેમનું બાળપણનું નામ મૂળશંકર હતું . એક વખત શિવરાત્રિના પર્વ પર એક ઉંદરને શિવલિંગ ઉપરથી ખાદ્ય સામગ્રી લઈ જતાં જોઈને તેમને સ્વામી દયાનંદ સરસ્વતી લાગ્યું કે જો ભગવાન પોતાનું રક્ષણ ન કરી શકતો હોય તો તે બીજાનું રક્ષણ કેવી રીતે કરી શકે ? આગળ જતા તે સત્યની શોધ કરવા કૃતનિશ્ચયી બન્યા . મૂર્તિપૂજા અને કર્મકાંડમાં તેમને અવિશ્વાસ ઊભો થયો . તેમણે સત્યની શોધમાં ગૃહત્યાગ કર્યો . 15 વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કર્યો , સ્વામી પૂર્ણાનંદ પાસે સંન્યાસની દીક્ષા લીધી ત્યારબાદ તેઓ સ્વામી દયાનંદ તરીકે ઓળખાવા લાગ્યા . તેમણે મથુરામાં સ્વામી વિજાનંદ પાસે શિક્ષણ મેળવ્યું . તેમણે દિલ્હી અને પંજાબમાં દેશાટન કરી મુંબઈમાં આર્યસમાજની સ્થાપના કરી ( 1875 ) , તેમાં તેમણે ફક્ત દસ નિયમો અને વેદો તરફ પાછા ફરો ' જેવાં સૂત્રો આપ્યાં . જોધપુર રાજ્યની મુલાકાત વેળાએ તેમના વિરોધીઓએ ભોજનમાં કાચનો ભૂકો કે ઝેર

મહાત્મા ગાંધી :- Mahatma Gandhi

મહાત્મા ગાંધી :- Mahatma Gandhi પૂરું નામ :- મોહનદાસ કરમચંદ ગાંધી   જન્મદિન :- 02/10/1869   જન્મસ્થળ :- પોરબંદર માતા :- પુતળીબાઈ   પત્ની :- કસ્તુરબા ચાર પુત્રો :- હરિલાલ, મણીલાલ, રામદાસ, દેવદાસ. શિક્ષણ :- મેટ્રિક્યુલેશન રાજકોટ, ભાવનગરની શામળદાસ આર્ટ્સ કોલેજ. ઉપનામો :- બાપુ, શાંતિદૂત, રાષ્ટ્રપિતા, મહાત્મા. ઈ.સ. 1891 :- બેરિસ્ટર થઈને ભારત આવ્યા. ઈ.સ. 1893 :- શેઠ અબ્દુલ્લાની પેઢીના વકીલ તરીકે દક્ષિણ આફ્રિકા ગયા .   ઈ.સ. 1894 :- ડર્બન ખાતે નાતાલ ભારતીય કોંગ્રેસની સ્થાપના કરી. આફ્રિકામાં આશ્રમો :- ટોલ્સ્ટૉય ફાર્મ અને ફિનિકસ આશ્રમ  ભારતમાં આશ્રમો :- અમદાવાદ ખાતે ઈ.સ. 1915 માં કોચરબ આશ્રમ  ઈ.સ. 1917 માં સાબરમતી આશ્રમ. એસોસિએશન :- ગાંધીજીએ અમદાવાદ ટેકસટાઈલ લેબર એસોસિએશનની સ્થાપના કરી . 9 જાન્યુઆરી , 1915 પ્રવાસી ભારતીય દિવસ:- સ્વદેશ આગમન , ' કેસર - એ - હિંદ ' પુરસ્કારથી સન્માનિત થયા .   આધ્યાત્મિક ગુરુ :- શ્રીમદ્ રાજચંદ્ર.   રાજકીય ગુરુ :- ગોપાલકૃષ્ણ ગોખલે. વૈચારિક ગુરુ :- લિયો ટોલ્સટૉય.    સાહિત્યિક ગુરુ :- જહોન રસ્કિન.   અંગત સચિવ :- મહાદેવભાઈ દેસાઈ. આધ્યાત્મિક વારસદાર :- વ

મદન મોહન માલવિયાનું જીવનચરિત્ર

મદન મોહન માલવિયાનું જીવનચરિત્ર  મહામના મદન મોહન માલવીય બનારસ હિંદુ યુનિવર્સિટીના સ્થાપક જ નહીં પરંતુ આ યુગના આદર્શ પુરૂષ પણ હતા.  તેઓ ભારતના પ્રથમ અને છેલ્લી વ્યક્તિ હતા જેમને મહામનાનું સન્માનિત પદવી આપવામાં આવ્યું હતું.  પત્રકારત્વ, હિમાયત, સમાજ સુધારણા, માતૃભાષા અને ભારત માતાની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરનાર આ મહાપુરુષ દ્વારા સ્થપાયેલી યુનિવર્સિટીમાં આવા વિદ્યાર્થીઓને શિક્ષિત કરવા અને દેશની સેવા માટે તૈયાર કરવાનું તેમનું વિઝન હતું. દેશનું માથું ગૌરવ કરતાં ઊંચું કરી શકે છે  માલવિયાજી સત્ય, બ્રહ્મચર્ય, વ્યાયામ, દેશભક્તિ અને આત્મત્યાગમાં અનન્ય હતા.  તે આ બધી પ્રથાઓનો ઉપદેશ તો આપતા જ નહીં. પણ પોતે પણ તેનું પાલન કરતા.  તેઓ તેમના વ્યવહારમાં હંમેશા નરમ બોલતા હતા.  કર્મ જ તેનું જીવન હતું.  ઘણી સંસ્થાઓના પિતા અને સફળ નિર્દેશક તરીકે, તેમણે પોતાની કાનૂની વ્યવસ્થાને સરળ રીતે સંપાદિત કરતી વખતે ક્યારેય ગુસ્સે અથવા કઠોર ભાષાનો ઉપયોગ કર્યો નથી.   પ્રારંભિક જીવન  માલવિયાજીનો જન્મ પ્રયાગમાં થયો હતો, જેને સ્વતંત્ર ભારતમાં અલ્હાબાદ કહેવામાં આવે છે, 25 ડિસેમ્બર 1861ના રોજ પં. બ્રજનાથ અને મૂનાદેવીને ત

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિન્દુ હોવાનું માનવામાં આવે છે.  બાળપણ અને પ્રારંભિક જીવન  જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલેનો જન્મ 1827મ

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનરુજ્જીવનના પ્રણ

સિદ્ધરાજ જયસિંહ( ઈ.સ. 1094-1143)

>>સિદ્ધરાજ જયસિંહ ( ઈ.સ. 1094-1143 )  >> જન્મ : પાલનપુર સિદ્ધરાજ જયસિંહ ઈ.સ.  >> 1094 માં ગાદી પર આવ્યા .   >> સિદ્ધરાજ જયસિંહ સોલંકી વંશનો સૌથી પ્રતાપી અને લોકપ્રિય રાજવી છે .   >> પિતા : કર્ણદવ સોલંકી  >> માતા : મીનળદેવી   >> પુત્રી : દેવળદેવી ( દેવળદેવી કાચનદેવી તરીકે પણ ઓળખાય છે જેને સિદ્ધરાજે દત્તક લીધી હતી . )  >> રાજ્યની ફરજો અંગે તાલીમ આપનાર : શાંતનુ મંત્રી  >> સિદ્ધરાજ જયસિંહની સિદ્ધીઓ  >> સોરઠ વિજય  >> સિદ્ધરાજ જયસિંહ જ્યારે માળવા ગયેલા ત્યારે જૂનાગઠજૂનાગઠના રાજવી રા' ખેંગારે પાટણ જઈ પૂર્વનો દરવાજો તોડી નાખ્યો ઉપરાંત ત્યાં રાણકદેવી રા'ખેંગાર તેને પરણીને લઈ ગયો .  >> આથી જયસિંહે માળવાથી પાછા ફરી અંતે રા'ખેંગારના  જનાગઢ પર આક્રમણ કર્યું . લાંબા સમય સુધી લડત ચાલી રા ખેંગાર ના ભત્રીજા દેશળ તથા વિશળ ફુટી જતા સોલંકી સેનાએ ઉપરકોટમાં પ્રવેશ કર્યો અને રાખેંગાર નો યુદ્ધમાં મૃત્યુ થયું અને રાણકદેવીને સાથે લીધા પરંતુ તે રસ્તામાં જ વઢવાણ પાસે સતી થયા .  >> જયસિંહે સોરઠમાં દંડનાયક તરીકે સજ્જનમંત્રીન

મહારાજા સૂરજમલ

🌷મહારાજા સૂરજમલનો જન્મ 13 ફેબ્રુઆરી , 1707 ના રોજ ભરતપુર ( રાજસ્થાન ) ખાતે થયો હતો . 🌷 શ્રી સૂરજમલે 18 મી સદીમાં શાસન કર્યુ હતું . તેઓ જાટ સરદાર શ્રી બદનસિંહના પુત્ર હતા .  🌷તેઓ એક નેતા , મહાન સેનાની , એક મહાન રાજદ્વારી અને તેમના સમયના મહાન રાજનેતા હતા . 🌷તેમની રાજકીય સમજ , સ્થિર બુદ્ધિ અને સ્પષ્ટ દૃષ્ટિકોણને કારણે આધુનિક લેખકો દ્વારા તેમનું વર્ણન જાટ લોકોના પ્લેટો ’ અને ‘ જાટ ઓડીસિયસ ’ તરીકે કરવામાં આવ્યું છે .  🌷તેમણે અનેક સમુદાયોને એક કર્યા અને તેમની વચ્ચે એકતા સ્થાપી હતી 🌷તેમણે કોઈપણ સમુદાય કે જાતિને ધ્યાનમાં લીધા ધર્મોના રાજાઓ દ્વારા બાંધવામાં આવેલા ઐતિહાસિક સ્મારકોની દેખરેખ રાખી અને  યોગ્યતા અનુસાર ઉચ્ચ હોદ્દા પર નિયુક્ત કર્યા હતા . 🌷તેઓ માનતા હતા કે માનવતા એ જ માણસનો ધર્મ ’છે .  🌷મહારાજા સૂરજમલે ‘ એક રાષ્ટ્ર પોતાનું જીવન ભારત’ની કલ્પના કરી હતી અને રાષ્ટ્રીય એકતા સ્થાપિત કરવા માટે હતું  . 🌷તેઓ ખેડૂતોને સમાજનો સૌથી મહત્વપૂર્ણ વર્ગ માનતા હતા અને તેમનું ખૂબ સન્માન કરતા હતા . 🌷તેમણે વ્યક્તિગત રીતે ખેડૂતોની સમસ્યાઓ સાંભળી અને ઉકેલ માટે સુધારાની શરૂઆત કરી હતી . 🌷 જયપુર રજવાડ