सीधे मुख्य सामग्री पर जाएं

સ્વામી વિવેકાનંદ :-Swami Vivekanand

સ્વામી વિવેકાનંદ :- Swami Vivekananda ( 1863-1902 ) 

રામકૃષ્ણ પરમહંસના સરળ તથા પ્રબળ વ્યક્તિત્વને કારણે બંગાળના જે અનેક નવયુવાનો તેમના તરફ આકર્ષાયા હતા તેમાં સૌથી તેજસ્વી હતા કોલકાતા યુનિવર્સિટીના યુવાન ગ્રેજ્યુએટ નરેન્દ્રનાથ દત્ત જે પાછળથી સ્વામી વિવેકાનંદના નામે પ્રસિદ્ધ થયા . વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી , 1863 માં કોલકાતામાં વિશ્વનાથ દત્તને ત્યાં ભુવનેશ્વરી દેવીની કૂખે થયો હતો . તેમણે ભારતીય દર્શનની સાથે સ્ટુઅર્ટ મિલ , હરબર્ટ સ્પેંસર , શૈલી , હંગેલ અને વર્ડ્સવર્થની રચનાઓનો પણ અભ્યાસ કર્યો હતો . તેમના સમયના ધાર્મિક અને બૌદ્ધિક નેતાઓ સાથે તેમની મુલાકાત થયેલી . નવેમ્બર , 1880 માં રામકૃષ્ણ સાથે તેમની પ્રથમ મુલાકાત થઈ અને તરત જ તેઓ રામકૃષ્ણના ભક્ત બની ગયા . રામકૃષ્ણ એક જ એવી વ્યક્તિ હતા કે જેણે વિવેકાનંદના આ પ્રશ્નનો ઉત્તર આપ્યો . પ્રશ્ન હતો , “ શું આપે ઈશ્વરને જોયા છે ? ઉત્તર ‘ હા’માં આપ્યો .

 સ્વામી વિવેકાનંદે ( 1891 ) કોઈની પણ સાથે લીધા વિના કહ્યા વિના ભારતની યાત્રા કરી , યાત્રામાં તેમને ભારતની ગરીબી , ભૂખમરો , દયનીય દશાનો પ્રત્યક્ષ અનુભવ થયો . બે વર્ષ સુધી તેઓ ભારતમાં જુદા જુદા ભાગોમાં ફરતા રહ્યા . આથી ભારતના પ્રશ્નોથી તેઓ જાણકાર બન્યા . ત્યારબાદ ( 1893 ) શિકાગોમાં ભરાયેલ સર્વધર્મ સંમેલનમાં ભાગ લીધો . વિશ્વધર્મપરિષદના સભ્યોને ‘ ભાઈઓ અને બહેનો ’ ( Brothers and Sisters ) શબ્દો દ્વારા સંબોધન કરીને સૌને મુગ્ધ કર્યા અને ત્યારથી સમગ્ર વિશ્વનું ધ્યાન તેમના તરફ અને જે દેશમાંથી તે આધ્યાત્મિક સંદેશો લાવ્યા હતા તે ભારત તરફ કેન્દ્રિત થયું . વિશ્વના દેશોએ હવે ભારતને કોઈ નવી જ દૃષ્ટિથી જોવાનું શરૂ કર્યું . તેનો યશ સ્વામી વિવેકાનંદને ફાળે જાય છે . તેઓ સાચે જ નૂતન ભારતના સંદેશવાહક ' હતા . તેમણે વિદ્વત્તા , છટાદાર વકતૃત્વશક્તિ , આધ્યાત્મિક તેજ અને અદ્ભુત વ્યક્તિત્વનો પરિચય કરાવ્યો . આથી વિશ્વધર્મ - પરિષદમાં હાજર રહેલા સભ્યો તથા અમેરિકાના લોકો તેમની ઉપર મુગ્ધ થઈ ગયા . તે પછી સ્વામી વિવેકાનંદે વિવિધ દેશો , ગ્રીસ , તુર્કસ્તાન , મિસર , ચીન તેમજ જાપાનના પ્રવાસ દરમિયાન પાશ્ચાત્ય સંસ્કૃતિ તેમજ પોર્વાત્ય સંસ્કૃતિનાં અનેક પાસાંઓનો અનુભવ મેળવ્યો અને પાશ્ચાત્ય સંસ્કૃતિનાં કેટલાંક ઉમદા તત્ત્વોનો સ્વીકાર કર્યો તથા તેમનો ભારતીય સંસ્કૃતિનાં ઉમદા તત્ત્વો સાથે મેળ બેસાડીને તેમણે પૂર્વ અને પશ્ચિમનો સમન્વય કરવાનો નોંધપાત્ર પ્રયત્ન કર્યો . આ દેશમાં તેમણે ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કર્યો . સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસની ઉદાર ધર્મભાવના તથા સેવાભાવનાનો પ્રચાર કરવા માટે ‘ રામકૃષ્ણ મિશન ' નામની સંસ્થાની સ્થાપના કરી .

 ઉપદેશ

 સ્વામી વિવેકાનંદે ભારતના લોકોને તેમના પ્રાચીન આધ્યાત્મિક વારસાને સમજવાનો તથા અપનાવવાનો ઉપદેશ આપ્યો . તેઓ વહેમ , અંધશ્રદ્ધા અને મંત્રતંત્રને દુર્બળતાનું સ્વરૂપ માનતા . તેમણે લોકોને નિર્બળતા અને આળસથી મુક્ત થવા અનુરોધ કર્યો અને પ્રગતિના પંથે આત્મવિશ્વાસ સાથે પ્રયાણ કરવાનો બોધ આપ્યો , તેમણે તે સમયનાં પ્રચલિત સામાજિક દૂષણો તથા ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો . તેમણે સમાજસેવા અને સમાજસુધારાનો ઉપદેશ આપ્યો . તેમણે શિક્ષિત યુવાનોને પોતાના દેશમાં બંધુજનોની અજ્ઞાનતા અને ગરીબાઈ દૂર કરવાનો અનુરોધ કર્યો . આમ તેમનો ધર્મ ભારતીય રાષ્ટ્રીયતાને જગાડનારો ધર્મ બન્યો . તેમણે ભારતની યુવા પેઢીમાં ભારતના ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય વિશે શ્રદ્ધા જાગ્રત કરી તથા તેમનામાં સ્વાભિમાનની ભાવના નિરૂપી તેઓ સ્પષ્ટ માનતા હતા કે , જે ધર્મ કે ઈશ્વર વિધવાનાં આંસુ લૂછી શકે નહિ અથવા નિરાધાર બાળકોના મુખમાં રીટીનો ટુકડો મૂકી શકે નહિ , તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી તેઓ કહેતા કે , ‘ ‘ પહેલાં અન્ન પછી ધર્મ ' તેઓ મનુષ્યમાત્રમાં ઈશ્વરનાં દર્શન કરતા હતા . તેમના મત મુજબ માનવસેવા એ જ પ્રભુસેવા છે ” તેઓ યુવાનોને કહેતા કે તિ , ગવ્રત , વ્યવનિયોધતા ( “ ઊઠો , જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો . ” ) તેમની વાણીમાં ડહાપણનું ઊંડાણ , અનુભવનો નિચોડ અને શબ્દોની તાજગી ( Roses in December ) જોવા મળે છે . આ સંદર્ભે રવીન્દ્રનાથ ટાગોરે તેમને ‘ ‘ હિંદની સર્જન પ્રતિભા ’ ગણાવતાં લખ્યું છે કે , “ જો કોઈ ભારતને સમજવા ઇચ્છે છે તો તેણે સ્વામી વિવેકાનંદને વાંચવા ( સમજવા ) જોઈએ . " સુભાષચંદ્ર બોઝે નોંધ્યું છે કે , “ તેમનામાં બુદ્ધનું હૃદય અને શંકરાચાર્યની બુદ્ધિ હતી તથા તેઓ આધુનિક ભારતના નિર્માતા હતા ' ' ગાંધીજીએ કહ્યું છે કે , “ સ્વામી વિવેકાનંદ માટે કોઈ પરિચયની જરૂર નથી , તેમના નામમાં જ પ્રેરણા છે ’ અમેરિકા પ્રવાસ બાદ સ્વામી વિવેકાનંદ ‘ તોફાની હિંદુ ’ ના નામથી પ્રસિદ્ધ થયા . ટૂંકમાં ભારતના નવજાગરણમાં વિવેકાનંદનો સિંહફાળો રહેલો છે . ગણનની પ્રવૃત્તિઓ

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

G20 "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty

G20 का पूरा नाम "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty) है, यह एक अंतरराष्ट्रीय मंच है जिसमें 19 अलग-अलग देश और यूरोपीय संघ शामिल हैं। इसका उद्देश्य वैश्विक आर्थिक स्थिरता और सहयोग को बढ़ावा देना है। G20 के सदस्यों में संयुक्त राज्य अमेरिका, चीन, जापान, जर्मनी, और अन्य मुख्य अर्थशास्त्री देश शामिल हैं। वे वार्षिक रूप से मिलकर विभिन्न आर्थिक और वित्तीय मुद्दों को चर्चा करते हैं, साथ ही अन्य वैश्विक चुनौतियों पर समय-समय पर चर्चा करते हैं। G20 का इतिहास यह है कि इसकी स्थापना 1999 में की गई थी, लेकिन इसका प्रमुख महत्व 2008 की वैश्विक आर्थिक मंदी के समय प्रमुख आर्थिक देशों के नेताओं के बीच की विशेष बैठक के रूप में बढ़ गया। इसके बाद, G20 ने विश्व आर्थिक संकट के समय आर्थिक नीतियों को समन्वयित करने का महत्वपूर्ण काम किया है और यह आगामी वर्षों में भी आर्थिक मुद्दों पर सहयोग करने का दायित्व निभाता है।

शिक्षक दिवस /teacher's Day

शिक्षक दिवस एक महत्वपूर्ण उपलब्धि है जो शिक्षा के क्षेत्र में काम करने वाले शिक्षकों को समर्पित करने के लिए मनाया जाता है। यह दिन विभिन्न देशों में विभिन्न तिथियों पर मनाया जा सकता है, लेकिन आमतौर पर भारत में 5 सितंबर को मनाया जाता है। इस दिन छात्र अपने शिक्षकों के प्रति आभार और समर्पण व्यक्त करते हैं और शिक्षकों को सम्मान देते हैं। शिक्षक दिवस शिक्षा के महत्व को जागरूक करने का भी अवसर प्रदान करता है।

सोनालिका ट्रैक्टर्स / sonalika tractor

सोनालिका ट्रैक्टर्स एक भारतीय ट्रैक्टर निर्माता कंपनी है जो भारत में ट्रैक्टर्स और कृषि मशीनरी का निर्माण करती है। यह कंपनी 1969 में स्थापित हुई थी और हरियाणा राज्य के हिसार जिले में स्थित है। सोनालिका ट्रैक्टर्स भारत के लिए मुख्य ट्रैक्टर निर्माता में से एक है और उनके ट्रैक्टर्स काफी पॉपुलर हैं, खासकर उन्होंने भारत की कृषि सेक्टर में महत्वपूर्ण भूमिका निभाई है। सोनालिका ट्रैक्टर्स ने अनेक प्रकार के मॉडल उत्पन्न किए हैं, जो विभिन्न कामकाजों और आवश्यकताओं को ध्यान में रखकर डिज़ाइन किए गए हैं। इनमें से कुछ मॉडल जो सोनालिका ने अपनी समय के दौरान उत्पन्न किए हैं, शामिल हो सकते हैं: 1. सोनालिका DI 750 III: यह ट्रैक्टर कृषि के लिए है और बड़े क्षेत्रों में काम के लिए उपयोग किया जाता है। 2. सोनालिका RX सीरीज: इस सीरीज में विभिन्न मॉडल्स हैं जो कृषि और अन्य कामकाजों के लिए उपयोगी हैं। 3. सोनालिका GT सीरीज: यह सीरीज अधिकतर वनस्पति उद्यानों में काम के लिए बनाई गई है। ध्यान दें कि ये मॉडल्स टाइम से टाइम अपग्रेड किए जाते हैं और नए मॉडल जोड़े जाते हैं, इसलिए नवीनतम जानकारी के लिए कंपनी की आधिकारिक वे