सीधे मुख्य सामग्री पर जाएं

સ્વામી દયાનંદ સરસ્વતી :- Swami Dayanand Saraswati.

સ્વામી દયાનંદ સરસ્વતી :- Swami Dayanand Saraswati.( 1824-1883 ) અને આર્યસમાજ

 આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાતમાં મોરબી નજીક ટંકારા ગામમાં ( ઈ.સ. 1824 ) સનાતની બ્રાહ્મણ કુટુંબમાં થયો . તેમનું બાળપણનું નામ મૂળશંકર હતું . એક વખત શિવરાત્રિના પર્વ પર એક ઉંદરને શિવલિંગ ઉપરથી ખાદ્ય સામગ્રી લઈ જતાં જોઈને તેમને સ્વામી દયાનંદ સરસ્વતી લાગ્યું કે જો ભગવાન પોતાનું રક્ષણ ન કરી શકતો હોય તો તે બીજાનું રક્ષણ કેવી રીતે કરી શકે ? આગળ જતા તે સત્યની શોધ કરવા કૃતનિશ્ચયી બન્યા . મૂર્તિપૂજા અને કર્મકાંડમાં તેમને અવિશ્વાસ ઊભો થયો . તેમણે સત્યની શોધમાં ગૃહત્યાગ કર્યો . 15 વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કર્યો , સ્વામી પૂર્ણાનંદ પાસે સંન્યાસની દીક્ષા લીધી ત્યારબાદ તેઓ સ્વામી દયાનંદ તરીકે ઓળખાવા લાગ્યા . તેમણે મથુરામાં સ્વામી વિજાનંદ પાસે શિક્ષણ મેળવ્યું . તેમણે દિલ્હી અને પંજાબમાં દેશાટન કરી મુંબઈમાં આર્યસમાજની સ્થાપના કરી ( 1875 ) , તેમાં તેમણે ફક્ત દસ નિયમો અને વેદો તરફ પાછા ફરો ' જેવાં સૂત્રો આપ્યાં . જોધપુર રાજ્યની મુલાકાત વેળાએ તેમના વિરોધીઓએ ભોજનમાં કાચનો ભૂકો કે ઝેર ભેળવીને ખવડાવતાં તેમનું દેહાવસાન ( 30 ઓકટોબર , 1883 - દિવાળીના દિવસે થયું . 

ઉપદેશ 

તેમની પ્રખર વિદ્વત્તા અને ચિંતને તેમને ભારતની બધી જ સમસ્યાઓનો ઉકેલ વેદધર્મમાં શોધવા પ્રેર્યા અને તેમણે ‘ વૈદ તરફ પાછા વળો ’ નું સૂત્ર આપ્યું . તેમને વેદોમાં ભારતીય ધર્મ અને ભારતીય સંસ્કૃતિનાં દર્શન થયાં . 
તેમના ઉપદેશનો સાર આ પ્રમાણે હતો . પરમેશ્વરના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન વૈદમાં સમાયેલું છે . તેથી વેદનું અધ્યયન તે જ સાચું અધ્યયન છે . વેદ - અધ્યયન કરવાનો અધિકાર દરેક મનુષ્યનો છે . મનુષ્ય જીવનની દરેક સમસ્યાનો ઉકેલ વેદમાં પડલો છે . વૈદિક સમયમાં માનવસંસ્કૃતિ પૂર્ણાવસ્થાએ પહોંચી હતી અને વર્ણાશ્રમ ધર્મમાં સમાજરચનાનાં બધાં જ શ્રેષ્ઠ તત્ત્વો રહેલાં છે . છતાં ચાર વર્ણનો આધાર જન્મ નહિ પણ ગુણકર્મ હોવો જોઈએ . જેનામાં જે વર્ણના ગુણ હોય તેને તે વર્ણનો અધિકાર મળવો જોઈએ . આર્યના વૈદિક ધર્મના દરવાજા બધા ધર્મના લોકો માટે ખુલ્લા હોવા જોઈએ તેમજ શુદ્ધીકરણથી કોઈપણ વ્યક્તિને આ ધર્મમાં પ્રવેશ મળવો જોઈએ . સ્વામી દયાનંદ સરસ્વતીએ ‘ સત્યાર્થપ્રકાશ ' નામના તેમના ગ્રંથમાં આ બધા સિદ્ધાંતોની વિસ્તૃત રજૂઆત કરી છે . સ્વામી દયાનંદે તે સમયના પ્રચલિત ધર્મોમાં પેસી ગયેલા સડાઓ , વહેમો તથા અંધશ્રદ્ધાયુક્ત માન્યતાઓનું સ્પષ્ટ રીતે ખંડન કર્યું . તેમણે વેદોમાંથી આધાર આપીને મૂર્તિપૂજાનો સખત વિરોધ કર્યો . તેમણે બાળવિવાહ તથા શાતિપ્રથાનો પણ વિરોધ કર્યો . કન્યાકેળવણી , વિધવાવિવાહ જેવા અત્યંત પ્રગતિશીલ સુધારાની તેમણે તરફેણ કરી . 

આર્યસમાજની પ્રવૃત્તિઓ 

સ્વામી દયાનંદ સરસ્વતીએ પોતાના વિચારોનો ફેલાવો કરવા માટે આર્યસમાજની સ્થાપના કરી . આ સંસ્થા દ્વારા હિંદુઓને સંગઠિત કરવા તથા પશ્ચિમની સંસ્કૃતિના પ્રહારો સામે હિંદુ ધર્મનું રક્ષણ કરવા તેમણે પ્રયત્નો કર્યા . તેમણે ધર્માંતર કરાયેલા હિંદુઓને હિંદુ ધર્મમાં ફરી લાવવાની ' શુદ્ધિ ચળવળ ' શરૂ કરી . આ ઉપરાંત , આર્યસમાજે બાળલગ્ન વિરોધ , વિધવાવિવાહને ઉત્તેજન , કન્યાકેળવણી , દલિતોદ્ધાર વગેરેની ઝુંબેશ આરંભીને સમાજ - સુધારણાની પ્રવૃત્તિઓ હાથ ધરી . તેમણે દરિદ્રનારાયણની સેવાનો આદર્શ રજૂ કર્યો . જન્મથી કોઈ મનુષ્ય હીન કે અછૂત નથી તેવો સંદેશો આપીને તેમણે માનવની સમાનતાનો આદર્શ પણ લોકો સમક્ષ રજૂ કર્યો . તેઓના પ્રભાવના કારણે તેમના અનુયાયીઓમાં સંયમ , ત્યાગ , લોકસેવા અને ધર્મનિષ્ઠાના ગુણો કેળવાયા હતા .
સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પછી લાલા હંસરાજ , પંડિત ગુરુદત્ત , સ્વામી શ્રદ્ધાનંદ અને લાલા લજપતરાય જેવા નિષ્ઠાવાન નેતાઓએ આ સંસ્થાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી . લાલા હંસરાજે ઈ.સ. 1889 માં લાહોરમાં ‘ દયાનંદ એંગ્લો - વૈદિક કૉલેજ'ની સ્થાપના કરી . સ્વામી શ્રદ્ધાનંદે ઈ.સ. 1902 માં હરદ્વાર પાસે ‘ કાંગડી ગુકુળ સ્થાપ્યું . આર્ય - સમાજે ભારતીય સંસ્કૃતિ અનુસાર કાંગડીના ગુરુકુળ મારફત ઉચ્ચ કેળવણી તથા કન્યાકેળવણીનો ફેલાવો કરવાનું અતિ મહત્ત્વનું કાર્ય કર્યું . આ ઉપરાંત સ્ત્રીઓની તેમજ દલિત વર્ગોની સ્થિતિ સુધારવામાં પણ તેઓએ ઘણું નોંધપાત્ર કાર્ય કર્યું હતું . હિન્દીને રાષ્ટ્રભાષાનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...

બકસરનું યુદ્ધ

બકસરનું યુદ્ધ          અંગ્રેજોએ મિરજાફ ૨ ને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદાં જુદાં બહાનાં નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકા ૨ો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીરજાફરને ખસેડી મીર કાસીમને બંગાળનો નવાબ બનાવ્યો . કંપની માટે મીર કાસીમ તો મીર જાફર કરતાં વધુ મહત્ત્વાકાંક્ષી સાબિત થયો . તેથી મીર કાસીમનો કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસીમને ઉથલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો . મીર કાસીમ અવધના નવાબના શરણે ગયો . આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહઆલમ આવ્યો હતો . આથી , ત્રણેયે સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું .      બકસર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું ( 22 ઑક્ટોબર , 1764 ) . જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ , બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી .