सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

अप्रैल 10, 2022 की पोस्ट दिखाई जा रही हैं

anmol samndh

બે ભાઈઓ હતા રામભાઇ અને લક્ષ્મણભાઈ. બન્ને બાજુ બાજુના ખેતરોમાં રહેતા હતા. છેલ્લા ૪૦ વર્ષોથી સાથે ખેતી કરતા, એક બીજાના સાધનો અને ઓજાર વાપરતા, પોતાના સામાન અને મજૂરોની પણ આપ લે અચકાયા વગર કરતા.  એક બીજા સાથે આટલું સંપીને રહેતા હતા છતાં પણ એક દિવસ એક નાની ગેરસમજને કારણે બન્ને વચ્ચે ઝઘડો થયો અને તે ઝઘડાએ એક મોટું સ્વરૂપ લીધું. અંતમાં બન્નેએ એક બીજાને ના કહેવાના શબ્દો કહ્યા. તેના કારણે ઘણા અઠવાડિયા સુધી બન્ને વચ્ચે બોલવાનો પણ સંબંધ ન રહ્યો. એક દિવસ સવારે કોઈએ રામભાઇનો દરવાજો ખટખટાવ્યો. રામભાઈએ દરવાજો ખોલ્યો. તેણે એક સુથારને પોતાના ઓજારો સાથે ઊભેલો જોયો. “મને થોડા દિવસ માટે કામની જરૂરત છે.” સુથારએ કહ્યું. “તમારી પાસે મારા લાયક કોઈ કામ છે? શું હું તમારી મદદ કરી શકું છું?”  “હા,”  રામભાઈએ કહ્યું. “મારી પાસે તારા માટે કામ છે. ખેતરના છેડે આવેલા પાણીના નાળાની પેલી બાજુ જો. તે મારો પડોશી છે. હકીકતમાં તે મારો નાનો ભાઈ છે. ગયા અઠવાડિયે ત્યાં એક ઘાસનો મોટો કયારો હતો. બે દિવસ પહેલાં જ તેણે બુલડોઝરની મદદથી બે ખેતરની વચ્ચે તે નાળુ ખોદ્યું છે. તેણે જાણી જોઈને મને હેરાન કરવા માટે આમ કર્યું છે, પણ હું તેનાથ