सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

cultural haritage of gujarat लेबल वाली पोस्ट दिखाई जा रही हैं

ગુજરાતનાં લોકનૃત્યોલોકનૃત્યો : Folk dances of Gujarat

ગુજરાતનાં લોકનૃત્યોલોકનૃત્યો : Folk dances of Gujarat   ગુજરાતની ઉત્સવપ્રિય પ્રજાની વિવિધ કોમો અને જાતિઓમાં રૂઢિઓ , રીતરિવાજો અને પરંપરાઓ મુજબનાં લોકનૃત્યો જોવા મળે છે . આવાં નૃત્યોમાં આદિવાસી લોકનૃત્યો , ગરબા , રાસ તથા અન્ય લોકનૃત્યો ગણાવી શકાય . તહેવારો , લગ્નપ્રસંગો , મેળા વગેરે પ્રસંગોએ આવાં નૃત્યો જોવા મળે છે .  આદિવાસી નૃત્યો : Tribal dances  ગુજરાતના આદિવાસીઓમાં હોળી અને બીજા તહેવારો , લગ્નો , દેવી દેવતાઓને ખુશ કરવા માટે અને મેળાઓમાં નૃત્યો જોવા મળે છે . મોટા ભાગનાં નૃત્યો વર્તુળાકારે ફરતાં ફરતાં , ઢોલ અને રૂઢિ મુજબનાં મંજીરાં , થારી , તૂર , પાવરી , તંબૂરા વગેરે વાજિંત્રો સાથે સ્થાનિક બોલીમાં ગાવાની સાથે જોવા મળે છે . આવાં નૃત્યોમાં ‘ ચાળો ’ તરીકે જાણીતા નૃત્યમાં મોર , ખિસકોલી , ચકલી જેવાં પક્ષીઓની નકલ હોય છે . ડાંગમાં પણ આવો ‘ માળીનો ચાળો ’ તથા ‘ ઠાકર્યા ચાળો ’ નૃત્ય જોવા મળે છે . જ્યારે ભીલ અને કોળી જાતિઓમાં શ્રમહારી ટીપણી નૃત્યમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને જમીન ઉપર અથડાવી તાલ દ્વારા સમૂહ નૃત્ય કરવામાં આવે છે .   ગરબા : Garba  ગરબો શબ્દ ‘ ગર્ભ - દીપ ’ ઉપરથી બન્યો છે

નૃત્યકલા-Choreography

નૃત્યકલા-Choreography      નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ ‘ નૃત્ ' ( નૃત્ય કરવું ) ઉપરથી થઈ છે . નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે . નૃત્યકલાના આદિદેવ ભગવાન શિવ - નટરાજ મનાય છે . નટરાજ શિવે પૃથ્વીવાસીઓને નૃત્યકલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વ પ્રથમ લાવ્યા હોવાની માન્યતા છે . ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં ભરતનાટ્યમ્ , કુચીપુડી , કથક , કથકલી ઓડિસી અને મણિપુરી એ મુખ્ય પ્રકારો છે .  ભરતનાટ્યમ્-Bharatnatyam  ભરતનાટ્યમ્નું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે . ભરતમુનિએ રચેલ ‘ નાટ્યશાસ્ત્ર ’ અને નંદીકેશ્વર રચિત ‘ અભિનવદર્પણ ’ આ બંને ગ્રંથો ભરતનાટચના આધાર - સ્રોત છે . મૃણાલિની સારાભાઈ , ગોપીકૃષ્ણ ઉપરાંત ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ વૈજ્યંતીમાલા અને હેમામાલિની પણ આ પ્રાચીન પરંપરાનો વારસો જાળવનારાઓમાં ગણાય છે  કુચીપુડી નૃત્યશૈલી :Kuchipudi dance style  આ નૃત્યની રચના 15 મી સદીના સમયમાં થઈ છે . મુખ્યત્વે સ્ત્રી સૌદર્યના વર્ણન ઉપર આધારિત અને સ્ત્રીઓ અને પુરુષો બન્ને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવા