सीधे मुख्य सामग्री पर जाएं

ગુજરાતનાં લોકનૃત્યોલોકનૃત્યો : Folk dances of Gujarat

ગુજરાતનાં લોકનૃત્યોલોકનૃત્યો : Folk dances of Gujarat 

 ગુજરાતની ઉત્સવપ્રિય પ્રજાની વિવિધ કોમો અને જાતિઓમાં રૂઢિઓ , રીતરિવાજો અને પરંપરાઓ મુજબનાં લોકનૃત્યો જોવા મળે છે . આવાં નૃત્યોમાં આદિવાસી લોકનૃત્યો , ગરબા , રાસ તથા અન્ય લોકનૃત્યો ગણાવી શકાય . તહેવારો , લગ્નપ્રસંગો , મેળા વગેરે પ્રસંગોએ આવાં નૃત્યો જોવા મળે છે . 

આદિવાસી નૃત્યો : Tribal dances

 ગુજરાતના આદિવાસીઓમાં હોળી અને બીજા તહેવારો , લગ્નો , દેવી દેવતાઓને ખુશ કરવા માટે અને મેળાઓમાં નૃત્યો જોવા મળે છે . મોટા ભાગનાં નૃત્યો વર્તુળાકારે ફરતાં ફરતાં , ઢોલ અને રૂઢિ મુજબનાં મંજીરાં , થારી , તૂર , પાવરી , તંબૂરા વગેરે વાજિંત્રો સાથે સ્થાનિક બોલીમાં ગાવાની સાથે જોવા મળે છે . આવાં નૃત્યોમાં ‘ ચાળો ’ તરીકે જાણીતા નૃત્યમાં મોર , ખિસકોલી , ચકલી જેવાં પક્ષીઓની નકલ હોય છે . ડાંગમાં પણ આવો ‘ માળીનો ચાળો ’ તથા ‘ ઠાકર્યા ચાળો ’ નૃત્ય જોવા મળે છે . જ્યારે ભીલ અને કોળી જાતિઓમાં શ્રમહારી ટીપણી નૃત્યમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને જમીન ઉપર અથડાવી તાલ દ્વારા સમૂહ નૃત્ય કરવામાં આવે છે .

 ગરબા : Garba

 ગરબો શબ્દ ‘ ગર્ભ - દીપ ’ ઉપરથી બન્યો છે . ઘડાને કોરાવીને તેમાં દીવો મૂકવો અને એની ચોમેર કે તેને માથે મૂકી ગોળાકારે નૃત્ય કરવું તે ગરબો . સમગ્ર ગુજરાત રાજ્યમાં નવરાત્રી - આસો સુદ -1 થી આસો સુદ -9 ( ક્યાંક સુદ -10 કે શરદપૂનમ ) દરમ્યાન ગરબા રમાય છે . આદ્યશક્તિ મા જગદંબાની પૂજા અને આરાધનાના આ પવિત્ર પર્વે ગરવી ગુજરાતણો માતાજીના ગરબા ગાય છે . સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી હોય અને તેને ફરતાં વર્તુળાકારે મોટે ભાગે તાળીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા ગવાય છે . સામાન્ય રીતે ગરબામાં ગરબા ગવડાવનાર અને ઝીલનારાં અને ઢોલના તાલે ગીત , સ્વર અને તાલ મેળવી એક તાળી , બે તાળી અને ત્રણ તાળી અને ચપટી સાથે હાથના હિલોળા સાથે ગરબા ગાય છે . ગુજરાતમાં ગરબા ઉપરાંત ગવાતી ગરબીનો સંબંધ મહદ્ અંશે શ્રીકૃષ્ણ ભક્તિ સાથેનો છે . ગુજરાતી કવિ દયારામે ગોપીભાવે શ્રીકૃષ્ણપ્રેમની રંગભરી ગરબીઓ રચી ગુજરાતી સ્ત્રીઓના કંઠને ગુંજતો કરી દીધો . 

રાસ : Ras

 રાસ એટલે ગોળાકારે ફરતાં ફરતાં નૃત્ય સાથે ગાવું તે . આપણે ત્યાં શ્રીકૃષ્ણ ભગવાને ભક્ત નરસિંહ મહેતાનેમહેતાનેરાસલીલા બતાવી હતી તેવી કથા છે . ગુજરાતમાં મોટેભાગે નવરાત્રી તથા જન્માષ્ટમી જેવા તહેવારોએ રાસ રમાય છે . દાંડિયા રાસ એ રાસનો એક પ્રકાર છે , પરંતુ ગાગર કે હાંડો લઈને પણ રાસ કરાતા હોય છે . વૈષ્ણવ સંપ્રદાયની અસર વધતાં રાસ વધુ લોકપ્રિય બન્યા છે . રાસ રમવા સ્ત્રીઓ ભરત ભરેલાં ચણિયા - ચોળી અને પુરુષો કેડિયા - ધોતીનો પરંપરાગત પોશાક પહેરે છે .

  ગોફ ગૂંથન નૃત્ય : Goof knit dance

ગુજરાતના આ નૃત્યમાં ઢોલ વગેરેના સંગીતના તાલે , માંડવો , થાંભલો કે વૃક્ષ સાથે દોરી બાંધી તેના છેડા નીચે સમૂહમાં ઊભેલા નાચનારા પકડીને ( એક હાથમાં છેડો અને બીજા હાથમાં દાંડિયો ) વેલ આકારે એક અંદર અને એક બહાર એમ ગોળ ફરતા જઈ ગૂંથણી બાંધે છે અને છોડે છે .

 સીદીઓનું ધમાલ નૃત્ય : The roar of the CDs

 મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલના જાંબુરમાં વસેલા સીદી લોકોનું આ નૃત્ય છે . મશીરા ( નાળિયેરના કોચલામાં કોડીઓ ભરી તેના ઉ ૫૨ કપડું બાંધી ) તાલબદ્ધ ખખડાવવાની સાથે મોરપીંછનું ઝૂંડ અને નાનાં નાનાં ઢોલકાં સાથે ગોળાકારે ફરીને ગવાતું આ નૃત્ય છે . હો - હોના આરોહ અવરોહ સાથે ગવાતા આ નૃત્યમાં પહાડો અને જંગલમાં ઘેરા પડછંદો ઉઠતા હોય તેવું લાગે છે . પશુ પક્ષીઓના અવાજની નકલ કરતા સમૂહમાં નૃત્ય કરે છે .

 મેરાયો નૃત્ય: Merayo dance

 બનાસકાંઠાના વાવ વિસ્તારમાં સરખડ કે ઝુંઝાળી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવાં ઝુમખાંનો મેરાયો ગૂંથી ઢોલના અવાજ સાથે તલવારના દાવપેચ જેવું નૃત્ય મેરાયો નૃત્ય તરીકે જાણીતું છે . 

પઢાર નૃત્ય : Padhar dance

સુરેન્દ્રનગર વગેરે વિસ્તારમાં પઢાર જાતિના લોકો દ્વારા થતા પઢાર નૃત્યમાં દાંડિયા કે મંજીરા સાથે લય અને તાલ સાથે શરીરને જમીન સરસું લઈ બેઠા થવાનું હોય છે . સાગરનાં મોજાં કે એ મોજાં ઉપર હિલોળા લેતા વહાણ જેવું દૃશ્ય ખડું કરે છે . 

કોળીઓ અને મેરનાં નૃત્યો : Koli and Mer dances

સૌરાષ્ટ્રના કોળીઓના કોળીનૃત્યમાં તેઓ માથે મધરાસિયો ( માથે બાંધવાનું રંગીન કપડું ) , આંટીયાળી ગોળ પાઘડી અને તેને છેડે આભલાં ભરેલું લીલા પટ્ટાનું બાંધણું અને કેડે રંગીન ભેટ પહેરીને આ નૃત્ય કરે છે . તે જ રીતે સૌરાષ્ટ્રના મેર તથા ભરવાડજાતિના નૃત્યો પણ જાણીતાં છે . 

આમ , આ પ્રકરણમાં આપણે કરેલ અગાઉની ચર્ચા મુજબ ભારતની સંસ્કૃતિ સર્વ વ્યાપક અને સર્વ સમાવેશક હોવાનું જોવા મળેલ છે . પ્રાચીન કાળથી શરૂ કરી સાંપ્રત સમય સુધી વિવિધ જાતિઓના આગમન અને થયેલાં પરિવર્તનો મુજબ હસ્તકળા , ગૃહ કારીગરી અને ચિત્રકળા તેમજ નૃત્યકળા સહિતની વિવિધ લલિતકલાઓ વિકસી છે . એ ભારતના વૈવિધ્યપૂર્ણ વારસાના દર્શન કરાવે છે અને વિશ્વમાં ભારતની અમીટ છાપ છોડે છે .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...

25 Top ayurvedic aushadhi:

( 1 )અરીઠા :  ઝાડ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે . સર્પ વિષ , સોમલ , વચ્છનાગ , અફીણ , મોરથથં વગેરેની ઝેરી અસરને દૂર કરવા ઉપયોગી બને છે .. → તેનો ઉપયોગ માથ ધોવા , શરીર ધોવા , ઘરેણા સાફ કરવા લોકો વાપરે છે .    ( 2 ) અશ્વગંધા : ( Withania Somnifera )  છોડ થાય છે . 3 ક્ષય , નબળાઈ , ગાંઠ વગેરે રોગોમાં ઉપયોગી . → મુત્રલ ઔષધ છે . → ડાયાબીટીસ , લોહીના નીચા દબાણમાં , શક્તિવર્ધક તરીકે ઉપયોગી .  ( 3 )આદૂ : ( Zingiber Officincele )  છોડ બે ફૂટ ઊંચો થાય છે . આદૂને સૂકવી છોલીને સૂંઠ તૈયાર થાય છે . બંગાળ , ચેન્નાઈ , જમૈકાબેટ , ધ્રાંગધ્રા વગેરે સ્થળોથી સૂંઠ આવે છે . ખોરાકના પાચનમાં અજીર્ણમાં , વાયુના વિકારોમાં , અમૃતતૂલ્ય કામ છે . આહૂની ખેતી થાય છે .   ( 4 ) આંબળા : ( Embelica Officinalis )   > ઝાડ ( વૃક્ષ ) થાય છે . 4 દિવાળી ( કારતક ) માં ફળ આવે , પોષ – મહિના સુધી બજારમાં ફળ પણ મળે છે . તેને ધાત્રી પણ કહે છે . 0 ચ્યવનપ્રાશ બનાવવા ઉપયોગી છે . → ત્રિફળા ( હરડે + બહેડા + આંબળા ) માં આંબળા વપરાય છે .   ( 5 ) આમલી : ( Tamrindus Indica )  તેનું ઝાડ ( વૃક્ષ ) ...