सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

अप्रैल 21, 2022 की पोस्ट दिखाई जा रही हैं

અંબાજીનો મેળો

  અંબાજીનો મેળો   🌷બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો . 🌷 અહીં આવેલું અંબાજી .  🌷યાત્રાધામ તરીકેની આગવી ઓળખ ધરાવતું અનોખું ધામ . અંબાજી એટલે શક્તિપીઠ . 🌷 અરવલ્લીની અદ્ભુત ગિરિમાળાઓ વચ્ચે આવેલું શ્રદ્ધાનું કેન્દ્ર . 🌷 અહીંથી સરસ્વતી નદીનું ઉદ્ગમસ્થાન નજીકના અંતરે . વેદોમાં જેનો ઉલ્લેખ છે તેવી પવિત્ર નદી અને શક્તિપીઠ  🌷 વિશ્વની એકાવન શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ અંબાજી . 🌷અસુરોનો વધ કરનારી શક્તિ આરાસુરી અંબાજી , 🌷 વર્ષના કોઈ પણ દિવસે અહીં બહોળા પ્રમાણમાં ભક્તો દર્શનાર્થે આવેલા જ હોય છે . 🌷 મા અંબાનું મંદિર કાયમ ભક્તોથી ભરચક જોવા મળે છે  🌷 અહીં વર્ષમાં ચાર મેળા ભરાય છે . 🌷 કારતક , ચૈત્ર , ભાદરવો અને આસો મહિનામાં પૂનમના દિવસે મેળો ભરાય છે . 🌷 બધાય મેળા પ્રસિદ્ધ હોવા છતાંય ભાદરવી પૂનમનો મેળો વિશ્વપ્રસિદ્ધ છે .  🌷વિશ્વપ્રસિદ્ધ આ મેળામાં લાખો ભક્તો દર્શનાર્થે આવે છે  🌷ભાદરવા મહિનાની તેરસ , ચૌદસ અને પૂનમનાં દર્શનનું અહીં અનોખું મહત્ત્વ છે . 🌷આ દિવસો દરમિયાન દર્શન કરી શકાય તે રીતે લાખો ભક્તો પગપાળા અહીં પહોંચે છે . 🌷મા અંબાના આ મંદિર સાથે કેટલીયે માન્યતાઓ જોડાયેલી છે . કહેવાય છે કે

પલ્લીનો મેળો ( રૂપાલ )

 પલ્લીનો મેળો ( રૂપાલ )  🌷ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના છેવાડે ઉત્તર તરફના ગામ રૂપાલમાં શ્રી વરદાયિની માતાનું દર્શનીય દેવસ્થાન આવેલું છે .  🌷ત્યાં નવદુર્ગા પૈકી “ દ્વિતીયમ્ બ્રહ્મચારિણી’’થી જેનો ઉલ્લેખ કરાયો છે તે દેવીનું પવિત્ર સ્થાન ગણાય છે .  🌷આ પ્રાચીન તીર્થ અંબાજી , બહુચરાજી અને મહાકાળી માતાનાં મંદિરો કરતાં પણ પ્રાચીન છે .  🌷આ સ્થાન અત્યંત પ્રભાવશાળી છે .  🌷માતાજીએ જુદા જુદા સમયે પોતાના ભક્તોને ચમત્કાર બતાવેલા હોવાથી અને ભક્તોની મન - ચિંતિત કામનાઓ પૂર્ણ કરેલી હોવાથી આખાયે ગુજરાતમાં સુપ્રસિદ્ધ છે .  🌷અહીં દેશ - પરદેશથી યાત્રાળુઓ માતાજીનાં દર્શન કરવા આવે છે .  🌷વરદાયિની માતાના મંદિર માટે એવું કહેવાય છે કે આદ્યશક્તિ મા નવદુર્ગા પોતાનાં નવ સ્વરૂપો પૈકી દ્વિતીય સ્વરૂપ બ્રહ્મચારિણી હંસવાહિની સ્વરૂપે સ્વયં બિરાજમાન છે .  🌷ત્રેતાયુગમાં ભગવાન રામચંદ્ર વનમાં ગયા હતા ત્યારે શૃંગ ઋષિના આદેશથી વરદાયિની માતાજીએ પ્રસન્ન થઈ અમોઘ દિવ્ય બાણ આપ્યું હતું , જેનો લંકાના રાજા રાવણ સામે યુદ્ધમાં ઉપયોગ કરી રાવણનો શ્રીરામે વધ કર્યો હતો .  🌷દ્વાપરયુગમાં પાંડવોએ ગુપ્તવાસ દરમિયાનમાતાજીનાં દર્શન કર

નકળંગનો મેળો

નકળંગનો મેળો  ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં મેળાનું ખૂબ જ મહત્ત્વ છે . લોકો પોતાના રોજિંદા જીવનથી કંટાળી ન જાય અને લોકો એકબીજાને મળી આનંદ માણે એ માટે આપણી સંસ્કૃતિમાં મેળાનું આયોજન કરવામાં આવે છે . ફક્ત એટલા પૂરતું જ નહીં , પણ દરેક મેળા સાથે કોઈક ને કોઈક ધાર્મિક સ્થળ જોડાયેલું હોય છે તથા તેમાં કથાઓ અને વિશેષતાઓ પણ રહેલી હોય છે . આપણે અહીં એક મેળાની વાત કરવા જઈ રહ્યા છીએ . તે ભાવનગર જિલ્લામાં કોળિયાક ગામની વાત છે . અહીં ભાદરવી અમાસે ભરાતો નકળંગનો મેળો દરિયાકિનારે નકળંગ મહાદેવના મંદિરે ભરાય છે . જાણે કે દરિયો સાક્ષાત્ મહાદેવના ચરણસ્પર્શ કરવા માટે ઉત્સાહિત હોય તેમ તેનાં પાણી મંદિર સુધી દોડી આવે છે . આસપાસનાં ગામના લોકો મેળાના દિવસે ઊમટી પડે છે . ભાદરવી અમાસે યોજાતા આ મેળાનું પૌરાણિક મહત્ત્વ અદ્વિતીય છે . મહાભારતમાં કૌરવો અને પાંડવોનું યુદ્ધ પૂર્ણ થયું ત્યારે પાંડવો તેમની માતા કુંતીજી પાસે ગયા . કુંતીજીએ સમગ્ર હકીકત જાણીને કહ્યું કે ‘ ભાઈઓ સાથેના યુદ્ધના કારણે તમે હવે હિમાળો ગાળો અર્થાત્ હવે હિમાલયમાં સમાધિષ્ટ થાઓ . માતાની આજ્ઞા અનુસાર પાંડવો હિમાલય પહોંચ્યા , પરંતુ પર્વતાધિરાજ હિમાલયે પણ તે

અનાથોની માતાનો મેળો – ખંભોળજ

અનાથોની માતાનો મેળો – ખંભોળજ  રોમન કેથોલિક સંપ્રદાયનો આ એક ધાર્મિક મેળો છે , જે અનાથોની માતાના મેળાના નામે ઓળખાય છે . આણંદ જિલ્લાના ખંભોળજ ગામે આ મેળો લગભગ છેલ્લાં સિત્તોતેર વર્ષથી ભરાય છે . ઈસુને બાળકો ખૂબ જ પ્રિય હતાં . તેઓ એમ કહેતા કે , બાળકોને મારી પાસે આવવા દો , કેમકે સ્વર્ગનું રાજન તેઓનું છે . ઈસુની માતાનું નામ મિરયમ હતું , જે અનાથોની માતા તરીકે ખંભોળજ મુકામ સ્થાપિત છે . દર વરસે દિવાળીના દિવસે આ મેળો ભરાય છે . તે દિવસે દેવળને શણગારવામાં આવે છે તેમજ બહારથી આવતા ભક્તજનો માટે વિશાળ મંડપ બાંધવામાં આવે છે . મેળામાં ધાર્મિક ક્રિયાને વધુ મહત્ત્વ આપવામાં આવે છે . મેળાના સમય દરમ્યાન ચર્ચમાં વિધિ થાય છે , જેને માસ કહેવામાં આવે છે . ધર્મના વડા કે ધર્મગુરુઓ ચર્ચમાં ધાર્મિક વિધિ કરે છે . ભક્તજનોથી દેવળ ઊભરાય છે . આબાલવૃદ્ધ અને બાળકો પણ તેમાં સામેલ હોય છે . પ્રાર્થનાવિધિ વખતે ધર્મગુરુ ઉપદેશ આવે છે , જેને ભક્તજનો શાંતિથી સાંભળે છે , ખ્રિસ્તપ્રસાદ લે છે , અને યથાશક્તિ દાન કરે છે . ગામ ગામના લોકો નાતજાતના ભેદ સિવાય આવે છે અને માતાના આશીર્વાદ મેળવે છે . ઘણા શ્રદ્ધાળુઓ પગપાળા પણ આવે છે . કેટલાક પોત

તરણેતરનો મેળો

તરણેતરનો મેળો  ઐતિહાસિક , પૌરાણિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતો જગપ્રસિદ્ધતરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલાં ત્રિનેત્રેશ્વર મહાદેવની પવિત્ર જગ્યામાં ભરાય છે . ભગવાન વિષ્ણુએ ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી અને તેમને ૧૦૦૧ કમળનાં પુષ્પો ચઢાવવાનાં હતાં . મૂર્તિ ઉપર કમળ ચઢાવતાં ૧૦૦૦ કમળ થયાં અને એક કમળ ખૂટ્યું ત્યારે તેમણે પોતાનું નેત્ર શિવજી ઉપર ચઢાવ્યું તેથી તે ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાયા . ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર ફરતે કુંડ આવેલા છે ત્યાં ગંગાજીને લાવવા માટે પાંચ ઋષિઓએ ભેગા થઈને પૂજા કરી હતી , તેથી માણસો પિતૃઓના અસ્થિવિસર્જન તેમજ ધાર્મિક કાર્યો કરવા ઋષિપાંચમના દિવસે અહીં આવતા થયા . તરણેતરના મેળામાં ભરત ભરેલાં બટનિયાં મોતી , આભલાં અને ફૂમતાથી શણગારેલી છત્રીઓ આકર્ષણનું કેન્દ્ર છે . ત્રણ દિવસ સુધી ચાલતો આ તરણેતરનો મેળો યુવા પ્રેમીઓ માટે મિલનનું સ્થળ ગણાય છે . અહીં પ્રખ્યાત બનેવી બજાર આવેલું છે , જ્યાં બનેવીના પૈસાથી ખરીદી કરવામાં આવે છે . અહીં જુદી જુદી ગ્રામીણ રમતો પણ રમવામાં આવે છે તેમજ પશુ પ્રદર્શન પણ યોજવામાં આવે છે . આમ આ મેળો લોકોમાં આનંદનો સંચાર કરે છે

માધવપુરનો ઐતિહાસિક મેળો

શ્રી માધવરાજી - રુક્મિણીજીનો વિવાહ પ્રસંગ એટલે માધવપુરનો ઐતિહાસિક મેળા  માધવરાયજી મંદિર અને આજુબાજુ આવેલા પૌરાણિક અને પરમ પવિત્ર એવા ધાર્મિક તીર્થસ્થાનને લીધે માધવપુર ( ઘેડ ) એક જીવંત તીર્થધામ છે . ત્રિલોકનાં શ્રેષ્ઠ પવિત્ર તીર્થધામોમાંનું એક છે . ખુદ ભગવાને પણ નારદજીને કહેલું કે આ પૃથ્વી ઉપર માધવપુર નામે મારું તીર્થ ક્ષેત્ર છે . તે ક્ષેત્રમાં યાત્રા કરવાથી ગૌહત્યા , બ્રહ્મહત્યા , બાળહત્યા અને પિતૃહત્યાના પાપમાંથી મુક્તિ થાય છે . ગમે તેવા પાપી મનુષ્ય પણ શ્રી માધવ પ્રભુનાં દર્શનથી શુદ્ધ થાય છે . તેના મન , કર્મ કે વચનથી સાત જન્મનાં કરેલાં પાપોનો નાશ થાય છે . ગ્રામદેવતા , શ્રી માધવરાયજી , શ્રી ત્રિકમરાયજી , શ્રી ગોપાલરાયજી અને ક્મિણીજીની દેદીપ્યમાન ભવ્ય મૂર્તિઓનાં દર્શન કરી જીવન ધન્ય બને છે . કુંદીતપુરથી રાજા લીમકની પુત્રી રુક્મિણીનું હરણ કરી ભગવાન શ્રીકૃષ્ણ લગ્ન કરવા માટે કુમારિકા ભૂમિ શોધતાં શોધતાં માધવપુર આવ્યા . મધુવનમાં રુક્મિણીનું શાસ્ત્રોક્ત વિધિથી પાણિ ગ્રહણ કરી માધવપુર નામનું નગર વસાવ્યું , જેનો સ્કંદપુરાણમાં ઉલ્લેખ જોવા મળે છે . શ્રીકૃષ્ણ - રુક્મિણીવિવાહ માધવપુરમાં થયાનો ઉલ્લેખ

ચૈત્રી પૂનમનો મેળો ( બહુચરાજી )

ચૈત્રી પૂનમનો મેળો ( બહુચરાજી )  ગુજરાત રાજ્યમાં મહેસાણા જિલ્લામાં મહેસાણાથી ૩૫ કિમી અને અમદાવાદથી ૧૧૦ કિમીના અંતરે ચુંવાળ પંથકમાં બેચરાજી ( બહુચરાજી ) મુકામે ચૈત્ર મહિનાની પૂનમના રોજ ચૈત્રી પૂનમનો મેળો ભરાય છે . ચૈત્રી પૂનમ - માતાજીના પ્રાગટ્યના દિવસે બહુચરાજીમાં વર્ષોથી પરંપરાગત મેળો ભરાય છે . પૂનમનો મેળો ત્રણ દિવસ ચાલે છે , તેરસથી પૂનમ સુધી . પૂનમના દિવસે પગપાળા સંઘો દ્વારા અને વાહનોમાં માના ભાવિક ભક્તો લાખોની સંખ્યામાં મા બહુચરનાં દર્શને આવી પહોંચે છે . મેળાની શરૂઆત પૂનમના દિવસે સવારની આરતીથી થાય છે , સાંજની સંધ્યા આરતી બાદ રાત્રે સાડા નવ વાગ્યે માતાજીની પાલખી બહુચરાજી મંદિરથી નીકળી શંખલપુર મંદિરે જાય છે , ત્યાંથી રાત્રે બે વાગ્યે બહુચરાજી મંદિરે પરત ફરી આરતી કરી આ ઉત્સવની પૂર્ણાહુતિ થાય છે . બહુચરાજી વ્યંડળ સમાજની ગુરુગાદી અને સમાજનું મુખ્ય કેન્દ્ર હોવાના કારણે ચૈત્રી પૂનમના મેળામાં ભારતભરમાંથી વ્યંડળો ઊમટી પડે છે . માસી અને માતાજીના ઉપનામથી ઓળખાતા વ્યંડળો બહુચરના પ્રખર ભક્તો ગણાય છે . બહુચરાજી ગુજરાતની ત્રણ શક્તિપીઠમાંનું સિદ્ધશક્તિપીઠ છે . અહીં દક્ષ રાજાની પુત્રી મા ભગવતી ( પાર્

ઐઠોર ગણપતિદાદાનો મેળો

ઐઠોર ગણપતિદાદાનો મેળો  ગણપતિદાદાનું પૌરાણિક મંદિર , એક દુર્લભ યાત્રાધામ ઐઠોર આદિકાળથી માનવી પોતાના જીવનની સફળતા માટે વિઘ્નોના પરિતાપમાંથી બચવા વરુણ , અગ્નિ , ગણેશ તેમજ પ્રકૃતિનાં અન્ય તત્ત્વોની પૂજા કરતો આવ્યો છે . આજે પણ સમગ્ર માનવસમુદાય આવી ધાર્મિક માન્યતાઓના બળે દેવ - દેવતાઓને પોતાના રક્ષણદાતા માને છે . દેવતાઓને રીઝવવા યજ્ઞો આજે પણ કરે છે . ભાગવત પુરાણોમાં ભૂત , પિશાચ , ડાકિની , રાક્ષસ , યક્ષ અને આત્મક ગ્રહ આપણા વિઘ્નકર્તાઓ તરીકે સ્વીકાર્ય બનેલાં છે . આ તમામ વિઘ્નકર્તા ગણોને કાબૂમાં લેવાનું કાર્ય કરનાર દેવ એટલે ગણપતિ . ગણપતિ વિઘ્ન હરનાર દેવનું સૌમ્ય સ્વરૂપ છે , જ્યારે વિનાયક એ પીડા કે ઉપાધિ લાવનાર છે જે તેમનું રૌદ્ર સ્વરૂપ છે . ઐઠોર ગામની પવિત્ર ધરતી ઉપર પુષ્પાવતી નદીના કાંઠા પર રેણુમાંથી બનાવેલું ડાબી સૂઢવાળા વિઘ્નહર્તા ગણપતિદાદાનું ભવ્ય સ્થાન ઐઠોર ગામની શોભામાં અભિવૃદ્ધિ કરી ઇતિહાસમાં બેનમૂન સ્થાન પામ્યું છે . આ સ્થળે સૌપ્રથમ મંદિર કોણે બંધાવ્યું તેના ચોક્કસ ઉલ્લેખ મળતા નથી , પણ ૧૩ મી સદીમાં હિન્દુસ્તાનમાં ચઢાઈ કરી આવનાર ધર્માંધ શાસક અલ્લાદીન ખિલજીએ આક્રમણ દરમ્યાન આ મંદિરની સ્થાપત

ચિત્ર - વિચિત્રનો મેળો

ચિત્ર - વિચિત્રનો મેળો  ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માથી ૫૦ કિ.મી. દૂર ગુણભાંખરી ગામે ચિત્ર વિચિત્રનો મેળો ભરાયો હતો . ત્રણ નદીઓના સંગમ કિનારે આવેલા મહાદેવના મંદિરે મોટો મેળો ભરાયો હતો . આ મેળામાં હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈ - બહેનો ઊમટી પડ્યાં હતાં . હોળી પછીના ચૌદમા દિવસે એટલે કે ફાગણ વદ ચૌદસે ભરાતો ચિત્ર - વિચિત્રનો મેળો તેના નામ પ્રમાણે વિચિત્ર છે . સાબરકાંઠા જિલ્લાની અતિ પછાત ભલીભોળી આદિવાસી પ્રજાએ આગવી લોકશૈલી અને સંસ્કૃતિ માટે મોખરાનું સ્થાન હસ્તગત કર્યું છે . મહાભારત - રામાયણમાં સર્જાયેલી ઘટનાઓનાં સ્થળો સમસ્ત ભારતમાં ઠેકઠેકાણે પથરાયેલાં પડ્યાં છે . સાબરકાંઠામાં આવું એક સ્થળ છે , જેની સાથે મહાભારતના ચિત્રવર્ય અને વિચિત્રવીર્યના પુત્રોનાં નામ સંકળાયેલાં છે . પૌરાણિક કાળથી એવી માન્યતા છે કે , હસ્તિનાપુર ( આજનું દિલ્હી ) ના શાસનકર્તા શાંતનુને બે પુત્રો હતા , ચિત્રવર્ય અને વિચિત્રવર્ય , જે તેઓનાં માતા સત્યવતી ( જે મત્સ્યગંધા તરીકે પણ જાણીતાં હતાં ) અને રાજા શાંતનુના જયેષ્ઠ પુત્ર દેવવ્રત ( મહાભારતના ભીષ્મ ) વચ્ચેના સંબંધો અંગે ખોટી માન્યતા ધરાવતા હતા . પાછળથી પોતાની ભૂલ તેઓ