सीधे मुख्य सामग्री पर जाएं

માધવપુરનો ઐતિહાસિક મેળો

શ્રી માધવરાજી - રુક્મિણીજીનો વિવાહ પ્રસંગ એટલે માધવપુરનો ઐતિહાસિક મેળા

 માધવરાયજી મંદિર અને આજુબાજુ આવેલા પૌરાણિક અને પરમ પવિત્ર એવા ધાર્મિક તીર્થસ્થાનને લીધે માધવપુર ( ઘેડ ) એક જીવંત તીર્થધામ છે . ત્રિલોકનાં શ્રેષ્ઠ પવિત્ર તીર્થધામોમાંનું એક છે . ખુદ ભગવાને પણ નારદજીને કહેલું કે આ પૃથ્વી ઉપર માધવપુર નામે મારું તીર્થ ક્ષેત્ર છે . તે ક્ષેત્રમાં યાત્રા કરવાથી ગૌહત્યા , બ્રહ્મહત્યા , બાળહત્યા અને પિતૃહત્યાના પાપમાંથી મુક્તિ થાય છે . ગમે તેવા પાપી મનુષ્ય પણ શ્રી માધવ પ્રભુનાં દર્શનથી શુદ્ધ થાય છે . તેના મન , કર્મ કે વચનથી સાત જન્મનાં કરેલાં પાપોનો નાશ થાય છે . ગ્રામદેવતા , શ્રી માધવરાયજી , શ્રી ત્રિકમરાયજી , શ્રી ગોપાલરાયજી અને ક્મિણીજીની દેદીપ્યમાન ભવ્ય મૂર્તિઓનાં દર્શન કરી જીવન ધન્ય બને છે . કુંદીતપુરથી રાજા લીમકની પુત્રી રુક્મિણીનું હરણ કરી ભગવાન શ્રીકૃષ્ણ લગ્ન કરવા માટે કુમારિકા ભૂમિ શોધતાં શોધતાં માધવપુર આવ્યા . મધુવનમાં રુક્મિણીનું શાસ્ત્રોક્ત વિધિથી પાણિ ગ્રહણ કરી માધવપુર નામનું નગર વસાવ્યું , જેનો સ્કંદપુરાણમાં ઉલ્લેખ જોવા મળે છે .
શ્રીકૃષ્ણ - રુક્મિણીવિવાહ માધવપુરમાં થયાનો ઉલ્લેખ શ્રીમદ્ ભાગવતમાં પણ છે . વિક્રમ સંવત ૧૫૪૧ માં ભીમ કેશવદાસ નામના કવિએ સિદ્ધપુરમાં રહીને શ્રીમદ્ ભાગવતનું નિર્માણ આખ્યાન પદ્ધતિએ ‘ હરિલીલા ષોડશકલા ’ ’ શીર્ષકથી કર્યું . તેમાં પણ શ્રીકૃષ્ણ - રુક્િમણીવિવાહ માધવપુરમાં થયાનું ગાયું છે કે . ' દ્વારવતી ભણી સાંચરયા કેશવ બલભદ્રવીર , પુ હુતા તે માધવપુરી નગરી વસઈ સાગરતીર , તિહાં મહાનદી મધુમતીમ , અતિ ઉછવ રૂપીણીવનમાંહી , હાથ મેલાવું હરિતણું , હુઈ રુક્મિણીવિવાહ ” આથી શ્રીનો લગ્નોત્સવ દર વર્ષે ચૈત્ર સુદ ( ૯ ) રામનવમીથી ચૈત્ર સુદ ૧૩ પાંચ દિવસ સુધી ખૂબ જ ધામધૂમપૂર્વક ઊજવાય છે . શ્રી ટ્રિક્મણીને રામનવમીને દિવસે જ તેમને પિયર રુક્મિણી મઠ ( મધુવનમાં બેઠકજીની બાજુમાં ) ત્યાંના પૂજારીજી પધરાવી જાય છે . રામનવમીથી રોજ રાત્રે વાજતેગાજતે પાંચ બંદૂકની સલામી ( Guard of honour ) સાથે શ્રીનાં ફુલેકાં નીકળે છે . તેમાં કીર્તન બોલાય છે અને પાલખી આગળ દાંડિયારાસ રમાય છે . બ્રહ્મકુંડે જાય છે . ત્યાં શ્રીને ભોગ ધરાવાય છે . આરતી થાય છે અને પરત નિજ મંદિરે પધારે છે . આમ , ત્રણ દિવસ ફુલેકું નીકળે છે . બારસને દિવસે મંદિરના ચોકમાં કડછ ગામથી કડછા મેરા લોકો ઘોડા ઉપર વાજતેગાજતે મામેરું લઈને આવે છે અને મંદિરના ચોકમાં ઘોડાનાં કૌવત દેખાડવામાં આવે છે , જ્યાં મંદિર ટ્રસ્ટ તરફથી દરેક ઘોડેસવારને શ્રીની પ્રસાદીરૂપે ઉપરણો અને પ્રસાદ આપવામાં આવે છે અને દરેક લોકોને શરબત આપવામાં આવે છે . અને ૩ થી ૪ ની વચ્ચે એન્ટિક રથમાં શ્રીકૃષ્ણ ભગવાન ૨ થમાં બિરાજીને વનમાં લગ્ન માટે સિધાવે છે . રથની આગળ કીર્તન થાય છે અને દાંડિયારાસ રમાય છે . ગામની બહાર નીકળીને રિક્મણીના હરણના પ્રતીકરૂપે રથને મેળા વચ્ચે દોડાવવામાં આવે છે . આગળ પોલીસવાન પાઇલોટિંગ કરે છે . મધુવનમાં પહોંચતાં શ્રી કૃષ્ણનું પોંખણું થાય છે . શ્રીને પોંખવા તથા કન્યાદાન માટે અગાઉથી જ પુષ્ટિ સંપ્રદાયના વૈષ્ણવો તૈયાર હોય છે . ચોરી - માયરામાં વૈદિક વિધિથી શ્રી માધવરાયજીના ફૂલગોર જનકભાઈ પુરોહિત ગોત્રોચાર કરી ગોધુલિક સમયે કન્યાદાન થાય છે . ત્યાં પછી શ્રી માધવ - રુક્મિણીજીને ચોરીમાં પધરાવવામાં આવે છે . ત્યાં અગ્નિની સાક્ષીએ પંચયજ્ઞ , સપ્તપદી , જવ - તલ હોમવા વગેરે વિધિ કરી ચોરીફેરા સંપન્ન થાય છે . કૃષ્ણ - રુક્મિણીને કંસાર આપવામાં આવે છે . લોકો શ્રીના ચરણસ્પર્શ કરી ધન્યતા અનુભવે છે . આ લગ્નોત્સવ ( માધવ - રુક્મિણી ) અલૌકિક હોય છે . આ મેળા માટેનો એક દુહો બહુ પ્રચલિત છે . ‘ માધવપુરનો માંડવો , આવે જાદવકુળની જાન , પરણે રાણી રુક્મિણી , જ્યાં વર દુલ્હા ભગવાન ”

રથની આગળ કીર્તન થાય છે અને દાંડિયારાસ રમાય છે . ગામની બહાર નીકળીને રુક્મિણીના હરણના પ્રતીકરૂપે રથને મેળા વચ્ચે દોડાવવામાં આવે છે . આગળ પોલીસવાન પાઇલોટિંગ કરે છે . મધુવનમાં પહોંચતાં શ્રી કૃષ્ણનું પોંખણું થાય છે . શ્રીને પોંખવા તથા કન્યાદાન માટે અગાઉથી જ પુષ્ટિ સંપ્રદાયના વૈષ્ણવો તૈયાર હોય છે . ચોરી - માયરામાં વૈદિક વિધિથી શ્રી માધવરાયજીના ફૂલગોર જનકભાઈ પુરોહિત ગોત્રોચાર કરી ગોધુલિક સમયે કન્યાદાન થાય છે .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

G20 "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty

G20 का पूरा नाम "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty) है, यह एक अंतरराष्ट्रीय मंच है जिसमें 19 अलग-अलग देश और यूरोपीय संघ शामिल हैं। इसका उद्देश्य वैश्विक आर्थिक स्थिरता और सहयोग को बढ़ावा देना है। G20 के सदस्यों में संयुक्त राज्य अमेरिका, चीन, जापान, जर्मनी, और अन्य मुख्य अर्थशास्त्री देश शामिल हैं। वे वार्षिक रूप से मिलकर विभिन्न आर्थिक और वित्तीय मुद्दों को चर्चा करते हैं, साथ ही अन्य वैश्विक चुनौतियों पर समय-समय पर चर्चा करते हैं। G20 का इतिहास यह है कि इसकी स्थापना 1999 में की गई थी, लेकिन इसका प्रमुख महत्व 2008 की वैश्विक आर्थिक मंदी के समय प्रमुख आर्थिक देशों के नेताओं के बीच की विशेष बैठक के रूप में बढ़ गया। इसके बाद, G20 ने विश्व आर्थिक संकट के समय आर्थिक नीतियों को समन्वयित करने का महत्वपूर्ण काम किया है और यह आगामी वर्षों में भी आर्थिक मुद्दों पर सहयोग करने का दायित्व निभाता है।

शिक्षक दिवस /teacher's Day

शिक्षक दिवस एक महत्वपूर्ण उपलब्धि है जो शिक्षा के क्षेत्र में काम करने वाले शिक्षकों को समर्पित करने के लिए मनाया जाता है। यह दिन विभिन्न देशों में विभिन्न तिथियों पर मनाया जा सकता है, लेकिन आमतौर पर भारत में 5 सितंबर को मनाया जाता है। इस दिन छात्र अपने शिक्षकों के प्रति आभार और समर्पण व्यक्त करते हैं और शिक्षकों को सम्मान देते हैं। शिक्षक दिवस शिक्षा के महत्व को जागरूक करने का भी अवसर प्रदान करता है।

सोनालिका ट्रैक्टर्स / sonalika tractor

सोनालिका ट्रैक्टर्स एक भारतीय ट्रैक्टर निर्माता कंपनी है जो भारत में ट्रैक्टर्स और कृषि मशीनरी का निर्माण करती है। यह कंपनी 1969 में स्थापित हुई थी और हरियाणा राज्य के हिसार जिले में स्थित है। सोनालिका ट्रैक्टर्स भारत के लिए मुख्य ट्रैक्टर निर्माता में से एक है और उनके ट्रैक्टर्स काफी पॉपुलर हैं, खासकर उन्होंने भारत की कृषि सेक्टर में महत्वपूर्ण भूमिका निभाई है। सोनालिका ट्रैक्टर्स ने अनेक प्रकार के मॉडल उत्पन्न किए हैं, जो विभिन्न कामकाजों और आवश्यकताओं को ध्यान में रखकर डिज़ाइन किए गए हैं। इनमें से कुछ मॉडल जो सोनालिका ने अपनी समय के दौरान उत्पन्न किए हैं, शामिल हो सकते हैं: 1. सोनालिका DI 750 III: यह ट्रैक्टर कृषि के लिए है और बड़े क्षेत्रों में काम के लिए उपयोग किया जाता है। 2. सोनालिका RX सीरीज: इस सीरीज में विभिन्न मॉडल्स हैं जो कृषि और अन्य कामकाजों के लिए उपयोगी हैं। 3. सोनालिका GT सीरीज: यह सीरीज अधिकतर वनस्पति उद्यानों में काम के लिए बनाई गई है। ध्यान दें कि ये मॉडल्स टाइम से टाइम अपग्रेड किए जाते हैं और नए मॉडल जोड़े जाते हैं, इसलिए नवीनतम जानकारी के लिए कंपनी की आधिकारिक वे