सीधे मुख्य सामग्री पर जाएं

ચૈત્રી પૂનમનો મેળો ( બહુચરાજી )

ચૈત્રી પૂનમનો મેળો ( બહુચરાજી ) 

ગુજરાત રાજ્યમાં મહેસાણા જિલ્લામાં મહેસાણાથી ૩૫ કિમી અને અમદાવાદથી ૧૧૦ કિમીના અંતરે ચુંવાળ પંથકમાં બેચરાજી ( બહુચરાજી ) મુકામે ચૈત્ર મહિનાની પૂનમના રોજ ચૈત્રી પૂનમનો મેળો ભરાય છે . ચૈત્રી પૂનમ - માતાજીના પ્રાગટ્યના દિવસે બહુચરાજીમાં વર્ષોથી પરંપરાગત મેળો ભરાય છે . પૂનમનો મેળો ત્રણ દિવસ ચાલે છે , તેરસથી પૂનમ સુધી . પૂનમના દિવસે પગપાળા સંઘો દ્વારા અને વાહનોમાં માના ભાવિક ભક્તો લાખોની સંખ્યામાં મા બહુચરનાં દર્શને આવી પહોંચે છે . મેળાની શરૂઆત પૂનમના દિવસે સવારની આરતીથી થાય છે , સાંજની સંધ્યા આરતી બાદ રાત્રે સાડા નવ વાગ્યે માતાજીની પાલખી બહુચરાજી મંદિરથી નીકળી શંખલપુર મંદિરે જાય છે , ત્યાંથી રાત્રે બે વાગ્યે બહુચરાજી મંદિરે પરત ફરી આરતી કરી આ ઉત્સવની પૂર્ણાહુતિ થાય છે . બહુચરાજી વ્યંડળ સમાજની ગુરુગાદી અને સમાજનું મુખ્ય કેન્દ્ર હોવાના કારણે ચૈત્રી પૂનમના મેળામાં ભારતભરમાંથી વ્યંડળો ઊમટી પડે છે . માસી અને માતાજીના ઉપનામથી ઓળખાતા વ્યંડળો બહુચરના પ્રખર ભક્તો ગણાય છે . બહુચરાજી ગુજરાતની ત્રણ શક્તિપીઠમાંનું સિદ્ધશક્તિપીઠ છે . અહીં દક્ષ રાજાની પુત્રી મા ભગવતી ( પાર્વતી ) ના હાથ પડેલા એવું માનવામાં આવે છે . આદ્યશક્તિ ત્રિપુરાસુંદરીનું બાલ સ્વરૂપ એટલે મા બહુચર . ચાચરના ચોકવાળી મા બહુચરા . મંદિરનો ઇતિહાસ જોઈએ તો મુખ્ય મંદિર , મંદિર ફરતે કિલ્લો અનેમુખ્ય દ્વાર તે સમયના કડીના સૂબા શ્રીમંત માનાજીરાવ ગાયકવાડે સંવત ૧૮૩૯ માં બંધાવેલાં , તેમણે મંદિરના ખર્ચ માટે ત્રણ ગામ આપ્યાં . આ ઉપરાંત દર વર્ષે ૧૦,૫૦૦ રૂપિયા આપતા . વચ્ચેનું મંદિર મરાઠા નાના ફડનવીશે બનાવ્યું હતું . વરખડી મંદિર સંત કપિલદેવે બનાવ્યું , પછી કાલરીના રાજા તેજમલસિંહે પુનરુદ્ધાર કર્યો . મંદિર પરિસર આદ્ય સ્થાન , મધ્ય સ્થાન અને મુખ્ય મંદિર એમ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે . મુખ્ય મંદિરમાં સ્ફટિકનું બનેલું સોનાથી મઢેલું બાલમંત્ર આવેલું છે , તેની પૂજા થાય છે અને દેશવિદેશમાંથી આવતા માતાના ભક્તો તેનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે . મા બહુચર જુદાં જુદાં સ્વરૂપે પ્રગટ થયાં હતાં એવો ઇતિહાસ છે . દંડાશૂર રાક્ષસના રાજ્યની રાજધાની રાજપુરા ( હાલનું દેત્રોજ ) હતી . માએ છોકરીનું રૂપ ધારણ કરી દંડાશૂરનો વધ કરેલો . આ ઉપરાંત ભગવાન કપિલમુનિ અને કર્દમમુનિની પ્રાર્થનાથી દર્શન આપ્યાં હતાં . એક કથા અનુસાર વખડીના ઝાડ નીચે ભરવાડના છોકરાઓએ નાના તાંબાના વાસણમાં ભાતની પ્રસાદી માતાજીને અર્પી , તે સમયે ત્યાંથી રાજાએ બધા સૈનિકો માટે પ્રસાદ માગ્યો , માતાજીના ચમત્કારથી બધા સૈનિકોને ભાતનો પ્રસાદ આપ્યો તો પણ ખૂટ્યો નહીં . કાલરીના રાજા સોલંકી વજેસિંહની પુત્રી તેજમલબા મંદિરની બાજુમાં આવેલા માનસરોવર કુંડના કાંઠે બેઠાં હતાં ત્યારે તેમણે જોયું , કુંડમાં ઉતારેલી કૂતરીએ કૂતરાનું રૂપ ધારણ કર્યું . ત્યાર બાદ પોતાની ઘોડી પાણીમાં ઊતરતાં ઘોડો બની પછી પોતે કુંડમાં સ્નાન કરવાથી તેજમલબામાંથી તેજમલસિંહ બનાવી માતાજીએ પોતાના તેજસ્વી સ્વરૂપનાં દર્શન આપેલાં એવી લોકકથા પ્રચલિત છે . આ જગ્યાએ ઘણા ચમત્કારો પણ થાય છે . કડીના સૂબા શ્રીમંત માનાજીરાવ ગાયકવાડને માની કૃપાથી પીઠના રોગમાંથી મુક્તિ મળેલી . અલાઉદ્દીન ખિલજીના સૈનિકો કૂકડાને મારીને ખાઈ ગયા , માતાજીએ સૈનિકોના પેટમાં જીવતા કૂકડા બોલાવ્યા હતા . ભક્ત જડુરામ ભટ્ટના પુત્રનાં લગ્નમાં માતાજી પોતે પધાર્યાં હતાં . માતાજીએ વલ્લભ ભટ્ટને દર્શન આપ્યાં અને તેર વર્ષની ઉંમરે વલ્લભ ભટ્ટે મા સરસ્વતીના આશીર્વાદથી ‘ આંનદનો ગરબો ’ લખ્યો . કહેવાય છે કે રોજ આનંદનો ગરબો ગાવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે . મા બહુચર ઘણી બધી જ્ઞાતિની કુળદેવી હોવાથી હિંદુ ધર્મમાં ૧૬ સંસ્કારોમાં એક એવી ચૌલ ક્રિયા ( બાબરી ) ની વિધિ માટે દરેક જ્ઞાતિના લોકો અહીં આવે છે . ભગવાન કૃષ્ણની બાબરી પણ અહીં ઉતારી હોવાનો ઉલ્લેખ મળે છે . પુત્રપ્રાપ્તિ માટે , રોગમાંથી મુક્તિ માટે ભક્તો માતાજીની જુદી જુદી બાધા માનતા રાખે છે , મા તેમની માનતા પૂર્ણ કરે છે . અહીં ભક્તો માતાજીને ચાંદીની આંખ તથા જીભ ચડાવે છે . ચૈત્રી પૂનમના દિવસે લાખોની સંખ્યામાં આવતા પગપાળા સંઘો માટે માના ભક્તો સેવાકેમ્પોનું આયોજન કરે છે . આ ઉપરાંત તાલુકા વહીવટી તંત્ર દ્વારા મેળામાં પ્રાથમિક આરોગ્ય સહિત યાત્રાળુઓને કોઈ પણ મુશ્કેલી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે .

મા બહુચર ઘણી બધી જ્ઞાતિની કુળદેવી હોવાથી હિંદુ ધર્મમાં ૧૬ સંસ્કારોમાં એક એવી ચૌલ ક્રિયા ( બાબરી ) ની વિધિ માટે દરેક જ્ઞાતિના લોકો અહીં આવે છે . ભગવાન કૃષ્ણની બાબરી પણ અહીં ઉતારી હોવાનો ઉલ્લેખ મળે છે . પુત્રપ્રાપ્તિ માટે , રોગમાંથી મુક્તિ માટે ભક્તો માતાજીની જુદી જુદી બાધા - માનતા રાખે છે , મા તેમની માનતા પૂર્ણ કરે છે . અહીં ભક્તો માતાજીને ચાંદીની આંખ તથા જીભ ચડાવે છે .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...

બકસરનું યુદ્ધ

બકસરનું યુદ્ધ          અંગ્રેજોએ મિરજાફ ૨ ને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદાં જુદાં બહાનાં નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકા ૨ો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીરજાફરને ખસેડી મીર કાસીમને બંગાળનો નવાબ બનાવ્યો . કંપની માટે મીર કાસીમ તો મીર જાફર કરતાં વધુ મહત્ત્વાકાંક્ષી સાબિત થયો . તેથી મીર કાસીમનો કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસીમને ઉથલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો . મીર કાસીમ અવધના નવાબના શરણે ગયો . આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહઆલમ આવ્યો હતો . આથી , ત્રણેયે સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું .      બકસર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું ( 22 ઑક્ટોબર , 1764 ) . જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ , બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી .