सीधे मुख्य सामग्री पर जाएं

પલ્લીનો મેળો ( રૂપાલ )

 પલ્લીનો મેળો ( રૂપાલ ) 

🌷ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના છેવાડે ઉત્તર તરફના ગામ રૂપાલમાં શ્રી વરદાયિની માતાનું દર્શનીય દેવસ્થાન આવેલું છે .

 🌷ત્યાં નવદુર્ગા પૈકી “ દ્વિતીયમ્ બ્રહ્મચારિણી’’થી જેનો ઉલ્લેખ કરાયો છે તે દેવીનું પવિત્ર સ્થાન ગણાય છે .

 🌷આ પ્રાચીન તીર્થ અંબાજી , બહુચરાજી અને મહાકાળી માતાનાં મંદિરો કરતાં પણ પ્રાચીન છે .

 🌷આ સ્થાન અત્યંત પ્રભાવશાળી છે . 

🌷માતાજીએ જુદા જુદા સમયે પોતાના ભક્તોને ચમત્કાર બતાવેલા હોવાથી અને ભક્તોની મન - ચિંતિત કામનાઓ પૂર્ણ કરેલી હોવાથી આખાયે ગુજરાતમાં સુપ્રસિદ્ધ છે . 

🌷અહીં દેશ - પરદેશથી યાત્રાળુઓ માતાજીનાં દર્શન કરવા આવે છે . 

🌷વરદાયિની માતાના મંદિર માટે એવું કહેવાય છે કે આદ્યશક્તિ મા નવદુર્ગા પોતાનાં નવ સ્વરૂપો પૈકી દ્વિતીય સ્વરૂપ બ્રહ્મચારિણી હંસવાહિની સ્વરૂપે સ્વયં બિરાજમાન છે . 

🌷ત્રેતાયુગમાં ભગવાન રામચંદ્ર વનમાં ગયા હતા ત્યારે શૃંગ ઋષિના આદેશથી વરદાયિની માતાજીએ પ્રસન્ન થઈ અમોઘ દિવ્ય બાણ આપ્યું હતું , જેનો લંકાના રાજા રાવણ સામે યુદ્ધમાં ઉપયોગ કરી રાવણનો શ્રીરામે વધ કર્યો હતો . 

🌷દ્વાપરયુગમાં પાંડવોએ ગુપ્તવાસ દરમિયાનમાતાજીનાં દર્શન કરી ત્યાં આવેલા વરખડીના ઝાડ ઉપર પોતાનાં શસ્ત્રો સંતાડી જુદાં - જુદાં વસ્ત્રો ધારણ કરી વનવાસ પૂર્ણ કરી માતાજીના આશીર્વાદ મેળવી મહાભારતના યુદ્ધમાં કૌરવો સામે વિજય મેળવ્યો હતો .

 🌷ત્યાર બાદ આસો સુદ નોમના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ , પાંડવો અને દ્રૌપદી માતાજીની સોનાની પલ્લી બનાવી તેના પર પાંચ કુંડની સ્થાપના કરી ગામમાં પલ્લીયાત્રા કાઢી પંચબલિ યજ્ઞ કર્યો હતો . 

🌷આ તો થઈ પૌરાણિક કથા , પણ કળિયુગની કથા કંઈક અલગ છે . 

🌷કળિયુગમાં પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહને માળવાના રાજા યશો વર્માએ અવગણના કરતાં તેની સાથે વેર બંધાતાં એમણે યશો વર્માનો વધ ન કરે ત્યાં સુધી અન્ન ન લેવાની પ્રતિજ્ઞા કરી હતી .

🌷 સિદ્ધરાજ જયસિંહે સેના સાથે માળવા પર ચઢાઈ કરી , ભૂખથી રાજા પીડાવા લાગ્યા . એ અરસામાં તેમનો પડાવ રૂપાલમાં માતાજીના મંદિર નજીક હતો .

 🌷રાજા અવિચારી પ્રતિજ્ઞાથી ચિંતિત અવસ્થામાં નિદ્રાધીન થયા ત્યારે માતાજીએ સ્વપ્નમાં દર્શન આપી કહ્યું કે સવારે ઊઠી ગાયના છાણનો કિલ્લો બનાવી તેમાં અડદના લોટનું શત્રુનું પૂતળુ બનાવી તેનો વધ કરી અન્ન ગ્રહણ કરજે . 

🌷આ રીતે તારી પ્રતિજ્ઞા પૂર્ણ થશે . આમ પ્રતિજ્ઞા પૂર્ણ કરી રાજાએ યુદ્ધમાં યશો વર્માનો વધ કર્યો .

🌷 ત્યાર બાદ સિદ્ધરાજ જયસિંહે રૂપાલ ગામે આવી માતાજીની પૂજા કરી નવેસરથી મંદિર બનાવી માતાજીની મૂર્તિ બનાવડાવી . તેની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી , 

🌷જે વડના ઝાડ નીચે હોઈ વડેચી તરીકે પણ ઓળખાય છે . 

🌷આવા પવિત્ર માતાજીના સ્થાને શ્રદ્ધાળુઓ દૂરદૂરથી આવી ઘીનો ભોગ ધરાવી માતાજી સમક્ષ માનતા – બાધા પૂર્ણ કરે છે . 

🌷આ પવિત્ર સ્થાને દર વર્ષે નવરાત્રિના નવમા દિવસે વરદાયિની માતાજીની નિશ્રામાં પલ્લીનો મેળો ભરાય છે . 

🌷આ મેળામાં પલ્લીનાં દર્શનાર્થે આશરે દસ લાખ જેટલા ભાવિક ભક્તો ઊમટી પડે છે . 

🌷પલ્લી દરમિયાન પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરવાની જૂની પરંપરા આજે પણ યથાવત્ છે . 

🌷અંદાજે આ પલ્લી પર ચાર લાખ કિલો ઘીનો અભિષેક થાય છે . 

🌷મેળાના દિવસે આવેલા ભક્તોને ગામના સૌ કોઈ લોકો પોતાના ઘરે મહેમાન બનાવી જમાડવાની પ્રથા પ્રચલિત છે . 

🌷કોઈ પણ જાતના જ્ઞાતિભેદ સિવાય આ પરંપરા જોવા મળે છે . 

🌷મેળામાં આવવા - જવા માટે ગાંધીનગર , અમદાવાદ , કલોલ , મહેસાણા , કડી ડેપોમાંથી સ્પેશિયલ બસો મૂકવામાં આવે છે . 

🌷પલ્લી પરના ઘીની વિશેષતા એ છે કે આ ઘીનો કપડાં પર ડાઘ રહેતો નથી . 

🌷અભિષેકનું ઘી બીજા ઉપયોગમાં લેવાતું નથી . 

🌷ભાવિક ભક્તો માતાજીનાં દર્શનથી પાવન થાય છે . 

🌷રામચંદ્ર વનમાં ગયા હતા ત્યારે શૃંગ ઋષિના આદેશથી વરદાયિની માતાજીએ પ્રસન્ન થઈ અમોઘ દિવ્ય બાણ આપ્યું હતું , 

🌷જેનો લંકાના રાજા રાવણ સામે યુદ્ધમાં ઉપયોગ કરી રાવણનો શ્રીરામે વધ કર્યો હતો . 

🌷દ્વાપરયુગમાં પાંડવોએ ગુપ્તવાસ દરમિયાન માતાજીનાં દર્શન કરી ત્યાં આવેલા વરખડીના ઝાડ ઉપર પોતાનાં શસ્રો સંતાડી જુદાં - જુદાં વસ્ત્રો ધારણ કરી વનવાસ પૂર્ણ કરી માતાજીના આશીર્વાદ મેળવી મહાભારતના યુદ્ધમાં કૌરવો સામે વિજય મેળવ્યો હતો .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

G20 "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty

G20 का पूरा नाम "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty) है, यह एक अंतरराष्ट्रीय मंच है जिसमें 19 अलग-अलग देश और यूरोपीय संघ शामिल हैं। इसका उद्देश्य वैश्विक आर्थिक स्थिरता और सहयोग को बढ़ावा देना है। G20 के सदस्यों में संयुक्त राज्य अमेरिका, चीन, जापान, जर्मनी, और अन्य मुख्य अर्थशास्त्री देश शामिल हैं। वे वार्षिक रूप से मिलकर विभिन्न आर्थिक और वित्तीय मुद्दों को चर्चा करते हैं, साथ ही अन्य वैश्विक चुनौतियों पर समय-समय पर चर्चा करते हैं। G20 का इतिहास यह है कि इसकी स्थापना 1999 में की गई थी, लेकिन इसका प्रमुख महत्व 2008 की वैश्विक आर्थिक मंदी के समय प्रमुख आर्थिक देशों के नेताओं के बीच की विशेष बैठक के रूप में बढ़ गया। इसके बाद, G20 ने विश्व आर्थिक संकट के समय आर्थिक नीतियों को समन्वयित करने का महत्वपूर्ण काम किया है और यह आगामी वर्षों में भी आर्थिक मुद्दों पर सहयोग करने का दायित्व निभाता है।

शिक्षक दिवस /teacher's Day

शिक्षक दिवस एक महत्वपूर्ण उपलब्धि है जो शिक्षा के क्षेत्र में काम करने वाले शिक्षकों को समर्पित करने के लिए मनाया जाता है। यह दिन विभिन्न देशों में विभिन्न तिथियों पर मनाया जा सकता है, लेकिन आमतौर पर भारत में 5 सितंबर को मनाया जाता है। इस दिन छात्र अपने शिक्षकों के प्रति आभार और समर्पण व्यक्त करते हैं और शिक्षकों को सम्मान देते हैं। शिक्षक दिवस शिक्षा के महत्व को जागरूक करने का भी अवसर प्रदान करता है।

सोनालिका ट्रैक्टर्स / sonalika tractor

सोनालिका ट्रैक्टर्स एक भारतीय ट्रैक्टर निर्माता कंपनी है जो भारत में ट्रैक्टर्स और कृषि मशीनरी का निर्माण करती है। यह कंपनी 1969 में स्थापित हुई थी और हरियाणा राज्य के हिसार जिले में स्थित है। सोनालिका ट्रैक्टर्स भारत के लिए मुख्य ट्रैक्टर निर्माता में से एक है और उनके ट्रैक्टर्स काफी पॉपुलर हैं, खासकर उन्होंने भारत की कृषि सेक्टर में महत्वपूर्ण भूमिका निभाई है। सोनालिका ट्रैक्टर्स ने अनेक प्रकार के मॉडल उत्पन्न किए हैं, जो विभिन्न कामकाजों और आवश्यकताओं को ध्यान में रखकर डिज़ाइन किए गए हैं। इनमें से कुछ मॉडल जो सोनालिका ने अपनी समय के दौरान उत्पन्न किए हैं, शामिल हो सकते हैं: 1. सोनालिका DI 750 III: यह ट्रैक्टर कृषि के लिए है और बड़े क्षेत्रों में काम के लिए उपयोग किया जाता है। 2. सोनालिका RX सीरीज: इस सीरीज में विभिन्न मॉडल्स हैं जो कृषि और अन्य कामकाजों के लिए उपयोगी हैं। 3. सोनालिका GT सीरीज: यह सीरीज अधिकतर वनस्पति उद्यानों में काम के लिए बनाई गई है। ध्यान दें कि ये मॉडल्स टाइम से टाइम अपग्रेड किए जाते हैं और नए मॉडल जोड़े जाते हैं, इसलिए नवीनतम जानकारी के लिए कंपनी की आधिकारिक वे