सीधे मुख्य सामग्री पर जाएं

અંબાજીનો મેળો

 અંબાજીનો મેળો 

🌷બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો .

🌷 અહીં આવેલું અંબાજી . 

🌷યાત્રાધામ તરીકેની આગવી ઓળખ ધરાવતું અનોખું ધામ . અંબાજી એટલે શક્તિપીઠ .

🌷 અરવલ્લીની અદ્ભુત ગિરિમાળાઓ વચ્ચે આવેલું શ્રદ્ધાનું કેન્દ્ર .

🌷 અહીંથી સરસ્વતી નદીનું ઉદ્ગમસ્થાન નજીકના અંતરે . વેદોમાં જેનો ઉલ્લેખ છે તેવી પવિત્ર નદી અને શક્તિપીઠ 

🌷 વિશ્વની એકાવન શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ અંબાજી .

🌷અસુરોનો વધ કરનારી શક્તિ આરાસુરી અંબાજી ,

🌷 વર્ષના કોઈ પણ દિવસે અહીં બહોળા પ્રમાણમાં ભક્તો દર્શનાર્થે આવેલા જ હોય છે .

🌷 મા અંબાનું મંદિર કાયમ ભક્તોથી ભરચક જોવા મળે છે 

🌷 અહીં વર્ષમાં ચાર મેળા ભરાય છે .

🌷 કારતક , ચૈત્ર , ભાદરવો અને આસો મહિનામાં પૂનમના દિવસે મેળો ભરાય છે .

🌷 બધાય મેળા પ્રસિદ્ધ હોવા છતાંય ભાદરવી પૂનમનો મેળો વિશ્વપ્રસિદ્ધ છે . 

🌷વિશ્વપ્રસિદ્ધ આ મેળામાં લાખો ભક્તો દર્શનાર્થે આવે છે 

🌷ભાદરવા મહિનાની તેરસ , ચૌદસ અને પૂનમનાં દર્શનનું અહીં અનોખું મહત્ત્વ છે .

🌷આ દિવસો દરમિયાન દર્શન કરી શકાય તે રીતે લાખો ભક્તો પગપાળા અહીં પહોંચે છે .

🌷મા અંબાના આ મંદિર સાથે કેટલીયે માન્યતાઓ જોડાયેલી છે . કહેવાય છે કે મા અંબાએ શક્તિનું રૂપ ધારણ કર્યું .

🌷 નવ દિવસ અને નવ રાત્રિના યુદ્ધ પછી મહિષાસુરનો વધ કર્યો . 

🌷રાક્ષસનો વધ કર્યો તે દિવસે મા અંબાએ ‘ ગબ્બરના ગોખ’માં જ પોતાનું સ્થાનક બનાવ્યું . 

🌷અહીં માઈીભક્તો મોટા અવાજે સ્તુતિનું પઠન કરી માતાજીને રીઝવે છે . 

🌷ગબ્બરના ગોખનીસામે ‘ શક્રાદય ’ સ્તુતિના પાઠ કરવાનું અનોખું મહત્ત્વ છે . 

🌷અહીં મા અંબાને ખાસ શણગારોથી શોભાયમાન કરવામાં આવે છે . 

🌷માતાજીના શણગાર વખતે બ્રાહ્મણો ‘ સપ્તશતી’નું ગાન કરે છે .

🌷 ભાદરવી પૂનમના મેળામાં માત્ર ગુજરાત જ નહીં , સમગ્ર દેશ અને દુનિયામાંથી ભક્તો દર્શન માટે આવે છે . 

🌷મા અંબાના પ્રાગટ્ય દિવસ તરીકે પોષી પૂનમની પણ ખાસ ઉજવણી કરી ‘ પ્રાગટ્ય દિવસ'ની ભક્તિમય ઉજવણી થાય છે .

🌷 ચૈત્રી અને શરદ પૂર્ણિમાએ પણ પૂજા , પાઠ અને યજ્ઞનું આયોજન નિયમિત કરવામાં આવે છે .

🌷 આ દિવસે અહીં મેળો ભરાય છે . 

🌷આ દિવસે માઈભક્તો અને દર્શને આવેલા વિવિધ સંઘો દ્વારા માતાજીને રીઝવવા અને આ માટે ભવાઈ , ગરબાનું આયોજન કરવામાં આવે છે . 

🌷મા અંબાના મંદિરમાં માતાજીના ભક્તોનો રાસ રજૂ કરવાનો ઉત્સાહ અનેરો હોય છે . 

🌷અંબાજીના આ વૈશ્વિક લોકમેળામાં પચીસ લાખ કરતાં વધારે ભક્તો દર્શનનો લાભ મેળવે છે .

🌷 લાખો ભક્તો ... હજારો સંઘ ... અંબાજી પહોંચવાના બધા જ રસ્તા પદયાત્રિકોથી ભરચક જોવા મળે છે . 

🌷યાત્રિકોને બધી સગવડ મળી રહે તે માટે આગોતરી વ્યવસ્થા કરવામાં આવે છે . 

🌷રાજ્ય સરકાર અને બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ખોરાક , પાણી અને સ્વાસ્થ્યને લગતી બાબતોનું ચોક્કસ આયોજન કરવામાં આવે છે . 

🌷લાખોની સંખ્યામાં આવતા ભક્તોનું અને સ્થાનિક પર્યાવરણનું સંવર્ધન થઈ શકે તે માટે ખાસ આયોજન કરી તેને અમલી બનાવાય છે . 

🌷મા અંબાના પવિત્ર સ્થાનમાં મૂર્તિની નહીં , પરંતુ ‘ શક્તિયંત્ર’ની પૂજા થાય છે . 

🌷લાખો ભક્તોની ઉપસ્થિતિમાં ‘ આરતી ’ વખતે ભકતોને પણ દીવા આપી આરતી વખતે દરેકને આરતીમાં જોડવામાં આવે છે . 

🌷એકસાથે લાખો દીવાની આરતીએ વિશ્વવિક્રમ નોંધાવ્યો છે .

🌷 અદ્ભુત ... ઐતિહાસિક અને અનોખી શ્રદ્ધા સાથેનો ભાદરવી પૂનમનો મેળો આજે અંબાજીની વૈશ્વિક ઓળખ બન્યો છે . 

🌷જિલ્લાના આ મેળાએ સમગ્ર પર્ણાશા પ્રદેશ તરીકે ઓળખાતા જિલ્લાને અનોખી ઓળખ આપી છે . 

🌷અંબાજીના મેળા ઉપરાંત આ જિલ્લામાં બાલારામનો મેળો , ઢીમા ધરણીધરનો મેળો , મગરવાડા કે કટાવધામના મેળાની સાથે સેંભર અને ડીસાસ્થિત સિદ્ધાંબિકાનો મેળો પણ ભરાય છે . 

🌷આવા અનેક નાના - મોટા મેળાઓ ધરાવતો બનાસકાંઠા જિલ્લો ‘ ભાદરવી પૂનમના મેળા ’ માટેની આગવી ઓળખ અને ગૌરવ ધરાવે છે .

🌷વિશ્વપ્રસિદ્ધ આ મેળામાં લાખો ભક્તો દર્શનાર્થે આવે છે 

🌷ભાદરવા મહિનાની તેરસ , ચૌદસ અને પૂનમનાં દર્શનનું અહીં અનોખું મહત્ત્વ છે . આ દિવસો દરમિયાન દર્શન કરી શકાય તે રીતે લાખો ભક્તો પગપાળા અહીં પહોંચે છે . મા અંબાના આ મંદિર સાથે કેટલીયે માન્યતાઓ જોડાયેલી છે .

🌷 કહેવાય છે કે મા અંબાએ શક્તિનું રૂપ ધારણ કર્યું . નવ દિવસ અને નવ રાત્રિના યુદ્ધ પછી મહિષાસુરનો વધ કર્યો. 

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...

બકસરનું યુદ્ધ

બકસરનું યુદ્ધ          અંગ્રેજોએ મિરજાફ ૨ ને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદાં જુદાં બહાનાં નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકા ૨ો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીરજાફરને ખસેડી મીર કાસીમને બંગાળનો નવાબ બનાવ્યો . કંપની માટે મીર કાસીમ તો મીર જાફર કરતાં વધુ મહત્ત્વાકાંક્ષી સાબિત થયો . તેથી મીર કાસીમનો કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસીમને ઉથલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો . મીર કાસીમ અવધના નવાબના શરણે ગયો . આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહઆલમ આવ્યો હતો . આથી , ત્રણેયે સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું .      બકસર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું ( 22 ઑક્ટોબર , 1764 ) . જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ , બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી .