તરણેતરનો મેળો
ઐતિહાસિક , પૌરાણિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતો જગપ્રસિદ્ધતરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલાં ત્રિનેત્રેશ્વર મહાદેવની પવિત્ર જગ્યામાં ભરાય છે . ભગવાન વિષ્ણુએ ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી અને તેમને ૧૦૦૧ કમળનાં પુષ્પો ચઢાવવાનાં હતાં . મૂર્તિ ઉપર કમળ ચઢાવતાં ૧૦૦૦ કમળ થયાં અને એક કમળ ખૂટ્યું ત્યારે તેમણે પોતાનું નેત્ર શિવજી ઉપર ચઢાવ્યું તેથી તે ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાયા . ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર ફરતે કુંડ આવેલા છે ત્યાં ગંગાજીને લાવવા માટે પાંચ ઋષિઓએ ભેગા થઈને પૂજા કરી હતી , તેથી માણસો પિતૃઓના અસ્થિવિસર્જન તેમજ ધાર્મિક કાર્યો કરવા ઋષિપાંચમના દિવસે અહીં આવતા થયા . તરણેતરના મેળામાં ભરત ભરેલાં બટનિયાં મોતી , આભલાં અને ફૂમતાથી શણગારેલી છત્રીઓ આકર્ષણનું કેન્દ્ર છે . ત્રણ દિવસ સુધી ચાલતો આ તરણેતરનો મેળો યુવા પ્રેમીઓ માટે મિલનનું સ્થળ ગણાય છે . અહીં પ્રખ્યાત બનેવી બજાર આવેલું છે , જ્યાં બનેવીના પૈસાથી ખરીદી કરવામાં આવે છે . અહીં જુદી જુદી ગ્રામીણ રમતો પણ રમવામાં આવે છે તેમજ પશુ પ્રદર્શન પણ યોજવામાં આવે છે . આમ આ મેળો લોકોમાં આનંદનો સંચાર કરે છે અને જીવનને મઘમઘતું બનાવે છે .
टिप्पणियाँ
एक टिप्पणी भेजें