सीधे मुख्य सामग्री पर जाएं

નકળંગનો મેળો

નકળંગનો મેળો 

ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં મેળાનું ખૂબ જ મહત્ત્વ છે . લોકો પોતાના રોજિંદા જીવનથી કંટાળી ન જાય અને લોકો એકબીજાને મળી આનંદ માણે એ માટે આપણી સંસ્કૃતિમાં મેળાનું આયોજન કરવામાં આવે છે . ફક્ત એટલા પૂરતું જ નહીં , પણ દરેક મેળા સાથે કોઈક ને કોઈક ધાર્મિક સ્થળ જોડાયેલું હોય છે તથા તેમાં કથાઓ અને વિશેષતાઓ પણ રહેલી હોય છે . આપણે અહીં એક મેળાની વાત કરવા જઈ રહ્યા છીએ . તે ભાવનગર જિલ્લામાં કોળિયાક ગામની વાત છે . અહીં ભાદરવી અમાસે ભરાતો નકળંગનો મેળો દરિયાકિનારે નકળંગ મહાદેવના મંદિરે ભરાય છે . જાણે કે દરિયો સાક્ષાત્ મહાદેવના ચરણસ્પર્શ કરવા માટે ઉત્સાહિત હોય તેમ તેનાં પાણી મંદિર સુધી દોડી આવે છે . આસપાસનાં ગામના લોકો મેળાના દિવસે ઊમટી પડે છે . ભાદરવી અમાસે યોજાતા આ મેળાનું પૌરાણિક મહત્ત્વ અદ્વિતીય છે . મહાભારતમાં કૌરવો અને પાંડવોનું યુદ્ધ પૂર્ણ થયું ત્યારે પાંડવો તેમની માતા કુંતીજી પાસે ગયા . કુંતીજીએ સમગ્ર હકીકત જાણીને કહ્યું કે ‘ ભાઈઓ સાથેના યુદ્ધના કારણે તમે હવે હિમાળો ગાળો અર્થાત્ હવે હિમાલયમાં સમાધિષ્ટ થાઓ . માતાની આજ્ઞા અનુસાર પાંડવો હિમાલય પહોંચ્યા , પરંતુ પર્વતાધિરાજ હિમાલયે પણ તેઓને કુળ બંધુઓના વિનાશી સમજી પાપી ગણ્યા તેથી હિમાલયે તેઓને સમાવવાની ના પાડી . પ્રાયશ્ચિત્તરૂપે પાંડવોએ હિમાલયને વિનંતી કરી કે અમારે બીજે ક્યાં જવું ? હિમાલયે તેમને ઉપાય બતાવ્યો ! પર્વતાધિરાજ હિમાલયની આજ્ઞાથી પાંડવો પોતાનાં પાપ નિષ્કલંક કરવા કાળી ધજા લઈ ચાલી નીકળ્યા . હિમાલયના કહેવા અનુસાર જ્યાં આ કાળી ધજા સફેદ થઈ જાય ત્યાં તેઓનાં પાપનો નાશ થયો તેમ સમજવું . પાડવો ફરતાં ફરતાં ભાવનગરના હાથલ ગામ પાસે પહોચ્યા ત્યાં અડધી ધજા સફેદ થઈ ગઈ . પાંડવોને સંકેત મળી ગયો કે તેઓ યોગ્ય જગ્યાએ પહોંચ્યા છે . ત્યાંથી તેઓ આગળ કોળિયાક પાસે પહોંચ્યા . ત્યાં પહોંચતાં જ આખી ધજા સફેદ થઈ ગઈ . અમાસ હોવાથી પાણી દરિયામાં થોડું દૂર હતું . પાંડવોએ ત્યાં જ દરિયામાં થોડે અંતરે અંદર ચાલીને નિષ્કલંક મહાદેવની સ્થાપના કરી , તેમની પૂજા કરી . તેઓ ભાઈઓના વિનાશથી નિષ્કલંક થયા . ત્યાં આજે પણ પાંચ હજાર વર્ષ પહેલાં પાંડવો દ્વારા સ્થાપિત પાંચ શિવલિંગ હયાત છે , જ્યાં આજે પણ ભાવનગરના મહારાજશ્રીના હાથે પૂજન થયેલી સફેદ ધજા જ ચડાવવામાં આવે છે.ભાદરવી અમાસે મંદિર ઉપર ધજા ચડાવવા માટે વહેલી સવારે દરિયામાં ઓટ આવતાં બે - ત્રણ કલાક માટે દરિયો મંદિર સુધી જવાનો રસ્તો કરી આપે છે . આખા દિવસ દરમ્યાન બે વાર દર્શન થઈ શકે છે . નકળંગના આ મંદિરમાં ઋષિપાંચમે નહાવાનું ખૂબ જ મહત્ત્વ છે . અહીં ભાદરવા મહિનામાં પિતૃતર્પણનો મહિમા ખૂબ જ છે . ગુજરાતભરમાંથી અને બહારથી પણ લોકો શ્રદ્ધાપૂર્વક અહીં નકળંગ મહાદેવનાં દર્શન કરવા આવે છે . આ રીતે નકળંગના મેળાનું મહત્ત્વ અદ્વિતીય છે .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

G20 "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty

G20 का पूरा नाम "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty) है, यह एक अंतरराष्ट्रीय मंच है जिसमें 19 अलग-अलग देश और यूरोपीय संघ शामिल हैं। इसका उद्देश्य वैश्विक आर्थिक स्थिरता और सहयोग को बढ़ावा देना है। G20 के सदस्यों में संयुक्त राज्य अमेरिका, चीन, जापान, जर्मनी, और अन्य मुख्य अर्थशास्त्री देश शामिल हैं। वे वार्षिक रूप से मिलकर विभिन्न आर्थिक और वित्तीय मुद्दों को चर्चा करते हैं, साथ ही अन्य वैश्विक चुनौतियों पर समय-समय पर चर्चा करते हैं। G20 का इतिहास यह है कि इसकी स्थापना 1999 में की गई थी, लेकिन इसका प्रमुख महत्व 2008 की वैश्विक आर्थिक मंदी के समय प्रमुख आर्थिक देशों के नेताओं के बीच की विशेष बैठक के रूप में बढ़ गया। इसके बाद, G20 ने विश्व आर्थिक संकट के समय आर्थिक नीतियों को समन्वयित करने का महत्वपूर्ण काम किया है और यह आगामी वर्षों में भी आर्थिक मुद्दों पर सहयोग करने का दायित्व निभाता है।

शिक्षक दिवस /teacher's Day

शिक्षक दिवस एक महत्वपूर्ण उपलब्धि है जो शिक्षा के क्षेत्र में काम करने वाले शिक्षकों को समर्पित करने के लिए मनाया जाता है। यह दिन विभिन्न देशों में विभिन्न तिथियों पर मनाया जा सकता है, लेकिन आमतौर पर भारत में 5 सितंबर को मनाया जाता है। इस दिन छात्र अपने शिक्षकों के प्रति आभार और समर्पण व्यक्त करते हैं और शिक्षकों को सम्मान देते हैं। शिक्षक दिवस शिक्षा के महत्व को जागरूक करने का भी अवसर प्रदान करता है।

सोनालिका ट्रैक्टर्स / sonalika tractor

सोनालिका ट्रैक्टर्स एक भारतीय ट्रैक्टर निर्माता कंपनी है जो भारत में ट्रैक्टर्स और कृषि मशीनरी का निर्माण करती है। यह कंपनी 1969 में स्थापित हुई थी और हरियाणा राज्य के हिसार जिले में स्थित है। सोनालिका ट्रैक्टर्स भारत के लिए मुख्य ट्रैक्टर निर्माता में से एक है और उनके ट्रैक्टर्स काफी पॉपुलर हैं, खासकर उन्होंने भारत की कृषि सेक्टर में महत्वपूर्ण भूमिका निभाई है। सोनालिका ट्रैक्टर्स ने अनेक प्रकार के मॉडल उत्पन्न किए हैं, जो विभिन्न कामकाजों और आवश्यकताओं को ध्यान में रखकर डिज़ाइन किए गए हैं। इनमें से कुछ मॉडल जो सोनालिका ने अपनी समय के दौरान उत्पन्न किए हैं, शामिल हो सकते हैं: 1. सोनालिका DI 750 III: यह ट्रैक्टर कृषि के लिए है और बड़े क्षेत्रों में काम के लिए उपयोग किया जाता है। 2. सोनालिका RX सीरीज: इस सीरीज में विभिन्न मॉडल्स हैं जो कृषि और अन्य कामकाजों के लिए उपयोगी हैं। 3. सोनालिका GT सीरीज: यह सीरीज अधिकतर वनस्पति उद्यानों में काम के लिए बनाई गई है। ध्यान दें कि ये मॉडल्स टाइम से टाइम अपग्रेड किए जाते हैं और नए मॉडल जोड़े जाते हैं, इसलिए नवीनतम जानकारी के लिए कंपनी की आधिकारिक वे