सीधे मुख्य सामग्री पर जाएं

ઐઠોર ગણપતિદાદાનો મેળો

ઐઠોર ગણપતિદાદાનો મેળો

 ગણપતિદાદાનું પૌરાણિક મંદિર , એક દુર્લભ યાત્રાધામ ઐઠોર આદિકાળથી માનવી પોતાના જીવનની સફળતા માટે વિઘ્નોના પરિતાપમાંથી બચવા વરુણ , અગ્નિ , ગણેશ તેમજ પ્રકૃતિનાં અન્ય તત્ત્વોની પૂજા કરતો આવ્યો છે . આજે પણ સમગ્ર માનવસમુદાય આવી ધાર્મિક માન્યતાઓના બળે દેવ - દેવતાઓને પોતાના રક્ષણદાતા માને છે . દેવતાઓને રીઝવવા યજ્ઞો આજે પણ કરે છે . ભાગવત પુરાણોમાં ભૂત , પિશાચ , ડાકિની , રાક્ષસ , યક્ષ અને આત્મક ગ્રહ આપણા વિઘ્નકર્તાઓ તરીકે સ્વીકાર્ય બનેલાં છે . આ તમામ વિઘ્નકર્તા ગણોને કાબૂમાં લેવાનું કાર્ય કરનાર દેવ એટલે ગણપતિ . ગણપતિ વિઘ્ન હરનાર દેવનું સૌમ્ય સ્વરૂપ છે , જ્યારે વિનાયક એ પીડા કે ઉપાધિ લાવનાર છે જે તેમનું રૌદ્ર સ્વરૂપ છે . ઐઠોર ગામની પવિત્ર ધરતી ઉપર પુષ્પાવતી નદીના કાંઠા પર રેણુમાંથી બનાવેલું ડાબી સૂઢવાળા વિઘ્નહર્તા ગણપતિદાદાનું ભવ્ય સ્થાન ઐઠોર ગામની શોભામાં અભિવૃદ્ધિ કરી ઇતિહાસમાં બેનમૂન સ્થાન પામ્યું છે . આ સ્થળે સૌપ્રથમ મંદિર કોણે બંધાવ્યું તેના ચોક્કસ ઉલ્લેખ મળતા નથી , પણ ૧૩ મી સદીમાં હિન્દુસ્તાનમાં ચઢાઈ કરી આવનાર ધર્માંધ શાસક અલ્લાદીન ખિલજીએ આક્રમણ દરમ્યાન આ મંદિરની સ્થાપત્યકળાને ખંડિત કરી નુકસાનપહોંચાડેલું . ભારતીય ભાતીગળ સંસ્કૃતિનું અનોખું અને અદકેરું મહત્ત્વ છે . મેળાઓનું જ્યાં માનવમહેરામણ ઊમટે , જ્યાં માનવોનાં મન મળે , હૈયે હૈયું મળે અને વિચારોની આપ - લે થાય , સંસ્કાર - સરિતાનાં વહેણ વહેતાં થાય , ધાર્મિકતા કેળવાય અને એટલા જ માટે થયું આ સુંદર મેળાઓનું સર્જન . આવો જ એક સુંદર મેળો એટલે ઐઠોરમાં દર વર્ષે ચૈત્ર માસની સુદ ત્રીજથી પાંચમ સુધી ત્રણ દિવસનો યોજાતો મેળો એટલે ગણપતિદાદાનો ચોથનો મેળો . શુકનફળનો વરતારો કાઢવાના મેળા તરીકે પ્રખ્યાત ભવ્ય ભાતીગળ ધાર્મિક લોકમેળો એટલે ગણપતિદાદાનો ચોથનો મેળો , જ્યાં શુકન - વરતારામાં આવનારા વર્ષનાં લેખાં - જોખાંની જાહેરાત થાય . ફૂલો , અનાજની ખરવાડ અને બત્રીસીના શુકનનું મહત્ત્વ ખૂબ જ રમ્ય પ્રભાવશાળી દેશ્ય રહે છે . નાયકભાઈઓ સારા શુકન લઈ , ભૂંગળ જેવા વાજિંત્રના સૂર રેલાવતા તેમના આગમનની દુહાઈ આપતા ગામચોરે આગમન કરે છે . ચૈત્ર સુદ ત્રીજના દિવસે બાંધેલા ઘૂઘરા સુદ - છઠ્ઠના દિવસે બપોરે છૂટે છે . ત્યાં સુધી ગામમાં કેટલીક બાબતોનો અણુજો પળાય છે . આ દિવસોમાં રાત્રિના સમયે ભવાઈ ગણપતિનો વેશ , કજોડાં , જૂઠણ જેવા વેશ શુદ્ધ માર્મિકતાથી ભજવાય છે . આગામી વર્ષફળનો વરતારો એ આ ધાર્મિક મેળાનું આગવું આકર્ષણ છે . ચોથના દિવસે નમતી બપોરે ગામચોકમાં સભા બેસે છે . નાયકભાઈઓ કથા માંડે છે . ચોક્કસ સમયે કથા પૂરી કરી સભા સારા શુકન લઈને ગણપતિદાદાના જયઘોષ સાથે ગણપતિ મંદિર તરફ પ્રસ્થાન કરે છે . વચ્ચેથી તલાટી જૈન વણિકને સભામાં સાથે લેવામાં આવે છે , જે વંશ પરંપરાગત આ હોદ્દો નિભાવે છે . આ સમયે રસ્તાની બંને બાજુ ઊભરાતી હકડેઠઠ માનવમેદની ગણપતિદાદાના જયઘોષમાં તાલ પુરાવે છે . તલાટીને લઈને સભા ગણપતિ મહારાજ કી જય .... ના સતત ગગનભેદી જયઘોષ કરતી ગણપતિ મંદિરે પહોંચી દાદાનાં દર્શન કરે છે . માળીભાઈઓ તરફથી આવેલી વિવિધ પ્રકારની છાબડીઓમાં લાવેલાં ફૂલો , ફૂલોના હાર , કઠેડી , ચંદરવો , તોરણ ગણપતિદાદાને ચઢાવવામાં આવે છે . બધા ( દાદાની મૂર્તિ સન્મુખનો ચોક ) ખરવાડમાં બેસે છે . સભામાં આવેલાં ફૂલોના પ્રકાર , રંગ , જથ્થો અને સંખ્યા , સમય વગેરે બાબતોને ધ્યાનમાં લઈ , તે ઉપરથી શુકન એટલે આગામી વર્ષફળનો વરતારો કાઢવામાં આવે છે . આ શુકન એ આ ધાર્મિક મેળાનું ખાસ મહત્ત્વનું આકર્ષણ છે , જે જોવા જાણવા અને માણવા માટે લોકો દૂર - દૂરથી મેળામાં આવે છે અને દાદાનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે . એટલું જ નહીં , દર મહિનાની વદ - ચોથ ( સંકટચોથ ) ના દિવસે ઐઠોર ગણપતિદાદાનો સુંદર મેળો ભરાય છે . લોકો શુદ્ધ ભાવથી , શુદ્ધ આશયથી દાદાની ટેક , બાધા કે આખડી રાખે છે . સંકલ્પના પૂરી થતાં દાદાના મંદિરે આવી તેમાંથી છુટકારો મેળવી ધન્યતા અનુભવે છે . આ છે ઐઠોરના ગજાનંદ ગણપતિદાદાનું આગવું અદમ્યતાભર્યું મહત્ત્વ . જય ગણપતિ દાદા ....

ભારતીય ભાતીગળ સંસ્કૃતિનું અનોખું અને અદકેરું મહત્ત્વ છે . મેળાઓનું જ્યાં માનવમહેરામણ ઊમટે , જ્યાં માનવોનાં મન મળે , હૈયે - હૈયું મળે અને વિચારોની આપ - લે થાય , સંસ્કાર - સરિતાનાં વહેણ વહેતાં થાય , ધાર્મિકતા કેળવાય અને એટલા જ માટે થયું આ સુંદર મેળાઓનું સર્જન . આવો જ એક સુંદર મેળો એટલે ઐઠોરમાં દર વર્ષે ચૈત્ર માસની સુદ ત્રીજથી પાંચમ સુધી ત્રણ દિવસનો યોજાતો મેળો એટલે ગણપતિદાદાનો ચોથનો મેળો .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

G20 "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty

G20 का पूरा नाम "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty) है, यह एक अंतरराष्ट्रीय मंच है जिसमें 19 अलग-अलग देश और यूरोपीय संघ शामिल हैं। इसका उद्देश्य वैश्विक आर्थिक स्थिरता और सहयोग को बढ़ावा देना है। G20 के सदस्यों में संयुक्त राज्य अमेरिका, चीन, जापान, जर्मनी, और अन्य मुख्य अर्थशास्त्री देश शामिल हैं। वे वार्षिक रूप से मिलकर विभिन्न आर्थिक और वित्तीय मुद्दों को चर्चा करते हैं, साथ ही अन्य वैश्विक चुनौतियों पर समय-समय पर चर्चा करते हैं। G20 का इतिहास यह है कि इसकी स्थापना 1999 में की गई थी, लेकिन इसका प्रमुख महत्व 2008 की वैश्विक आर्थिक मंदी के समय प्रमुख आर्थिक देशों के नेताओं के बीच की विशेष बैठक के रूप में बढ़ गया। इसके बाद, G20 ने विश्व आर्थिक संकट के समय आर्थिक नीतियों को समन्वयित करने का महत्वपूर्ण काम किया है और यह आगामी वर्षों में भी आर्थिक मुद्दों पर सहयोग करने का दायित्व निभाता है।

शिक्षक दिवस /teacher's Day

शिक्षक दिवस एक महत्वपूर्ण उपलब्धि है जो शिक्षा के क्षेत्र में काम करने वाले शिक्षकों को समर्पित करने के लिए मनाया जाता है। यह दिन विभिन्न देशों में विभिन्न तिथियों पर मनाया जा सकता है, लेकिन आमतौर पर भारत में 5 सितंबर को मनाया जाता है। इस दिन छात्र अपने शिक्षकों के प्रति आभार और समर्पण व्यक्त करते हैं और शिक्षकों को सम्मान देते हैं। शिक्षक दिवस शिक्षा के महत्व को जागरूक करने का भी अवसर प्रदान करता है।

सोनालिका ट्रैक्टर्स / sonalika tractor

सोनालिका ट्रैक्टर्स एक भारतीय ट्रैक्टर निर्माता कंपनी है जो भारत में ट्रैक्टर्स और कृषि मशीनरी का निर्माण करती है। यह कंपनी 1969 में स्थापित हुई थी और हरियाणा राज्य के हिसार जिले में स्थित है। सोनालिका ट्रैक्टर्स भारत के लिए मुख्य ट्रैक्टर निर्माता में से एक है और उनके ट्रैक्टर्स काफी पॉपुलर हैं, खासकर उन्होंने भारत की कृषि सेक्टर में महत्वपूर्ण भूमिका निभाई है। सोनालिका ट्रैक्टर्स ने अनेक प्रकार के मॉडल उत्पन्न किए हैं, जो विभिन्न कामकाजों और आवश्यकताओं को ध्यान में रखकर डिज़ाइन किए गए हैं। इनमें से कुछ मॉडल जो सोनालिका ने अपनी समय के दौरान उत्पन्न किए हैं, शामिल हो सकते हैं: 1. सोनालिका DI 750 III: यह ट्रैक्टर कृषि के लिए है और बड़े क्षेत्रों में काम के लिए उपयोग किया जाता है। 2. सोनालिका RX सीरीज: इस सीरीज में विभिन्न मॉडल्स हैं जो कृषि और अन्य कामकाजों के लिए उपयोगी हैं। 3. सोनालिका GT सीरीज: यह सीरीज अधिकतर वनस्पति उद्यानों में काम के लिए बनाई गई है। ध्यान दें कि ये मॉडल्स टाइम से टाइम अपग्रेड किए जाते हैं और नए मॉडल जोड़े जाते हैं, इसलिए नवीनतम जानकारी के लिए कंपनी की आधिकारिक वे