सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

मार्च 31, 2022 की पोस्ट दिखाई जा रही हैं

ગુજરાત વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ

રાણકીવાવ   🌷રાણકીવાવનો 22 જૂન 2014 ના રોજ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ ગુજરાતમાં પાટણ જિલ્લાના પાટણ શહેરમાં આવેલી છે .  🌷અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાના રાણી ઉદયમતીએ પ્રજા માટે પાણીની વ્યવસ્થા કરવા માટે આ વાવનું નિર્માણ કરાવ્યું હતું   🌷રાણકીવાવનું નિર્માણ 11 મી સદીમાં ભીમદેવ પહેલાના નિધન બાદ થયું હતું .    🌷રાણકીવાવમાં કુલ 7 માળ છે . વાવની લંબાઈ 64 મીટર , પહોળાઈ 20 મીટર અને ઊંડાઈ 27 મીટર છે . તેમજ આ વાવ મારૂ – ગુર્જર સ્થાપત્ય શૈલીમાં બનાવવામાં આવી છે .    🌷આ વાવમાં દેવી દેવતાઓ તેમજ અપ્સરાની મૂર્તિઓ કંડારવામાં આવી છે .  🌷ભારતમાં આવેલી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં રાણકીવાવનો 31 મો ક્રમ છે . 🌷ભારતીય રિઝર્વ બેંક દ્વારા 100 રૂપિયાના મૂલ્યની નવી ચલણી નોટમાં રાણકીવાવનું ચિત્ર મૂકવામાં આવ્યું છે .    🌷રાણકીવાવનો ઉલ્લેખ ઈ.સ. 1304 માં જૈન મુનિ મરુંગાસૂરી દ્વારા રચિત પ્રબંધ ચિંતામણિમાં જોવા મળે છે .  🌷રાણકીવાવને ઈ.સ. 2016 માં Cleanest Iconic Place નો એવોર્ડ મળ્યો હતો . 

ગુજરાત વર્લ્ડ હેરિટેજ ધોળાવીરા

ધોળાવીરા  🌷ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદિરબેટમાં આવેલું છે .    🌷સૌપ્રથમ ઈ.સ .1967 માં ધોળાવીરામાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળ્યાં હતા . »   🌷ઈ.સ.1967-68ના વર્ષ દરમિયાન જગપતિ જોષીએ ધોળાવીરાનું આરંભિક મોજણી કાર્ય હાથ ધરતા આ સ્થળે વિશાળ હડપ્પીય નગર હોવાનું શોધી શકાયું .   🌷ઈ.સ .1991 ના સમય ગાળામાં વ્યવસ્થિત રીતે ભારત સરકારના પુરાતત્ત્વીય સર્વેક્ષણના શ્રી રવીન્દ્રસિંહ બિષ્ટ અને તેમના સાથીદારોએ ઉત્ખનન કાર્યનો આરંભ કર્યો . ધોળાવીરા ત્રણ વિભાગમાં વહેંચાયેલ નગર છે .   🌷ધોળાવીરાનો વિસ્તાર 775 મીટર પૂર્વ - પશ્ચિમ અને 600 મીટર ઉત્તર - દક્ષિણ છે .    🌷ધોળાવીરામાં નગર આયોજન સંરક્ષણની દૃષ્ટિએ ચારે દિશાએ નગરના ચાર દરવાજા હતા .  🌷ધોળાવીરાને સ્થાનિક લોકો કોટડા તરીકે ઓળખે છે   🌷ધોળાવીરામાંથી વિશ્વનું સૌથી જૂનું 10 અક્ષરનું સાઈનબોર્ડ મળી આવ્યું છે .  🌷અહીંથી વરસાદી પાણીના પ્રબંધની એટલે કે રેઈનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ મળી આવી છે .  🌷આજથી 4000 વર્ષો પૂર્વે હડપ્પીય સભ્યતાના આ સ્થળે વરસાદી પાણીના પ્રબંધનની આવી અદ્ભુત યોજના અમલમાં હોવાનું જોવા મળે છે .    🌷ધોળાવીરાનું વિશાળ સ્નાનાગાર અને

25 Top ayurvedic aushadhi:

( 1 )અરીઠા :  ઝાડ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે . સર્પ વિષ , સોમલ , વચ્છનાગ , અફીણ , મોરથથં વગેરેની ઝેરી અસરને દૂર કરવા ઉપયોગી બને છે .. → તેનો ઉપયોગ માથ ધોવા , શરીર ધોવા , ઘરેણા સાફ કરવા લોકો વાપરે છે .    ( 2 ) અશ્વગંધા : ( Withania Somnifera )  છોડ થાય છે . 3 ક્ષય , નબળાઈ , ગાંઠ વગેરે રોગોમાં ઉપયોગી . → મુત્રલ ઔષધ છે . → ડાયાબીટીસ , લોહીના નીચા દબાણમાં , શક્તિવર્ધક તરીકે ઉપયોગી .  ( 3 )આદૂ : ( Zingiber Officincele )  છોડ બે ફૂટ ઊંચો થાય છે . આદૂને સૂકવી છોલીને સૂંઠ તૈયાર થાય છે . બંગાળ , ચેન્નાઈ , જમૈકાબેટ , ધ્રાંગધ્રા વગેરે સ્થળોથી સૂંઠ આવે છે . ખોરાકના પાચનમાં અજીર્ણમાં , વાયુના વિકારોમાં , અમૃતતૂલ્ય કામ છે . આહૂની ખેતી થાય છે .   ( 4 ) આંબળા : ( Embelica Officinalis )   > ઝાડ ( વૃક્ષ ) થાય છે . 4 દિવાળી ( કારતક ) માં ફળ આવે , પોષ – મહિના સુધી બજારમાં ફળ પણ મળે છે . તેને ધાત્રી પણ કહે છે . 0 ચ્યવનપ્રાશ બનાવવા ઉપયોગી છે . → ત્રિફળા ( હરડે + બહેડા + આંબળા ) માં આંબળા વપરાય છે .   ( 5 ) આમલી : ( Tamrindus Indica )  તેનું ઝાડ ( વૃક્ષ ) થાય છે . O વધારે ઝાડામાં ચોખાના ઓસામણ સાથે આંબલીન

બાળકના સ્વાસ્થ્ય માટે નોંધપાત્ર બાબતો .

બાળકના સ્વાસ્થ્ય માટે નોંધપાત્ર બાબતો. 🏌️લાંબો સમય ઉધરસ થાય / ઝીણો તાવ આવે / વજનમાં ઘટાડો જણાય તો ડૉક્ટરને મળી ટી.બી.ની તપાસ કરાવો.  🏌️બાળકને ડસ્ટ / ધુમાડો | ધૂળ / હવામાનમાં ફેરફાર વગેરેની એલર્જી થાય છે કે નહીં તેની નોંધ રાખો . જો શંકા પડે તો ડૉક્ટરનો સંપર્ક કરવો . 🏌️શક્ય બને ત્યાં સુધી બાળકને ઈન્જેક્શન અપાવવાનું ટાળો . કોઈક ડૉક્ટર ઈન્જેક્શન આપવાનું જણાવે તો પણ ઈન્જેક્શન ન અપાવવાનો આગ્રહ રાખો .  🏌️બાળકના વિકાસની અને રોજેરોજ શરીરના દરેક અંગની નિરીક્ષણ કરી નોંધ રાખો . 🏌️બાળકને વધુને વધુ શારીરિક શ્રમ થાય તે રીતે રમવો જ જોઈએ .  🏌️ઘરનો તાજો ગરમ ખોરાક ખાવા અને ખવડાવવાનો જ આગ્રહ રાખો .  🏌️એક સરખો ખોરાક ખાવાને બદલે ફરતો ખોરાક રાખવો જોઈએ .  🏌️બાફેલો , શેકેલો , તળેલો , કાચો તેમજ લીલાં શાકભાજી , કઠોળ , તેલિબીયાં , દૂધ , અનાજ , ફળો વગેરે . 🏌️ફૂડ પેકેટથી બાળકને બચાવો .  🏌️ઠંડા પીણા , આઈસ્ક્રીમ શક્યતઃ ઓછા.