ધોળાવીરા
🌷ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદિરબેટમાં આવેલું છે .
🌷સૌપ્રથમ ઈ.સ .1967 માં ધોળાવીરામાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળ્યાં હતા . »
🌷ઈ.સ.1967-68ના વર્ષ દરમિયાન જગપતિ જોષીએ ધોળાવીરાનું આરંભિક મોજણી કાર્ય હાથ ધરતા આ સ્થળે વિશાળ હડપ્પીય નગર હોવાનું શોધી શકાયું .
🌷ઈ.સ .1991 ના સમય ગાળામાં વ્યવસ્થિત રીતે ભારત સરકારના પુરાતત્ત્વીય સર્વેક્ષણના શ્રી રવીન્દ્રસિંહ બિષ્ટ અને તેમના સાથીદારોએ ઉત્ખનન કાર્યનો આરંભ કર્યો . ધોળાવીરા ત્રણ વિભાગમાં વહેંચાયેલ નગર છે .
🌷ધોળાવીરાનો વિસ્તાર 775 મીટર પૂર્વ - પશ્ચિમ અને 600 મીટર ઉત્તર - દક્ષિણ છે .
🌷ધોળાવીરામાં નગર આયોજન સંરક્ષણની દૃષ્ટિએ ચારે દિશાએ નગરના ચાર દરવાજા હતા .
🌷ધોળાવીરાને સ્થાનિક લોકો કોટડા તરીકે ઓળખે છે
🌷ધોળાવીરામાંથી વિશ્વનું સૌથી જૂનું 10 અક્ષરનું સાઈનબોર્ડ મળી આવ્યું છે .
🌷અહીંથી વરસાદી પાણીના પ્રબંધની એટલે કે રેઈનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ મળી આવી છે .
🌷આજથી 4000 વર્ષો પૂર્વે હડપ્પીય સભ્યતાના આ સ્થળે વરસાદી પાણીના પ્રબંધનની આવી અદ્ભુત યોજના અમલમાં હોવાનું જોવા મળે છે .
🌷ધોળાવીરાનું વિશાળ સ્નાનાગાર અને ગટરવ્યવસ્થા તેની વિશેષતા છે .
🌷ધોળાવીરા લૂણી નદીના કિનારે આવેલ છે . વાગડ કચ્છના મોટા રણ અને નાના રણ વચ્ચેનો પ્રદેશ વાગડ તરીકે
टिप्पणियाँ
एक टिप्पणी भेजें