सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

मई 20, 2022 की पोस्ट दिखाई जा रही हैं

લોકમાન્ય ટિળક :- Lokmanya Tilak

 લોકમાન્ય ટિળક ( 1856–1920 )  લોકમાન્ય ટિળક તરીકે જાણીતા બાળ ગંગાધર ટિળક જહાલવાદના મુખ્ય પુરસ્કર્તા હતા . તેમનો જન્મ ( 23 મી જુલાઈ , 1856 ) મહારાષ્ટ્રમાં રત્નગિરિમાં થયો હતો . તેમણે બી.એ. , એલએલ.બી.ની ડિગ્રીઓ મેળવી હતી . તેમણે તેમના વિચારોનો ફેલાવો કરવા ‘ ધી મરાઠા ’ ( અંગ્રેજી ) અને ‘ કેસરી ' ( મરાઠી ) નામનાં બે વર્તમાનપત્રો શરૂ કર્યાં હતાં . મુંબઈ કૉંગ્રેસ અધિવેશનમાં તેમણે પ્રથમ વખત ( ઈ.સ. 1890 ) ભાગ લીધો હતો . તેઓ રાષ્ટ્રીય ચળવળને માત્ર બુદ્ધિજીવીઓની નાનકડા વર્ગ પૂરતી મર્યાદિત રાખવાને બદલે લોકવ્યાપી બનાવવા માગતા હતા , જેથી જાગૃત થતી વિરાટ જનતાનું બળ સરકારની સાન ઠેકાણે લાવી શકે .  આ માટે તેમણે મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવ અને છત્રપતિ શિવાજી મહારાજાના ઉત્સવો ઊજવવાનું ચાલુ કર્યું , અને તે દ્વારા લોકોને એકઠા કરી સરકારના જુલમો વિશે તેમને સભાન કરવાનો પ્રયત્ન કર્યો . તેમણે ‘ સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે ’ અને ‘ સ્વરાજ પ્રાપ્તિ વગર આપણું જીવન અને ધર્મ નકામાં છે ' તેવાં સૂત્રો આપ્યાં ( 1906 ) . સરકારની આકરી ટીકા કરવા બદલ તેમને છ વર્ષની કેદની આકરી સજા કરવામાં આવી . તેમને માંડલેની જેલમા