सीधे मुख्य सामग्री पर जाएं

લોકમાન્ય ટિળક :- Lokmanya Tilak

 લોકમાન્ય ટિળક ( 1856–1920 ) 

લોકમાન્ય ટિળક તરીકે જાણીતા બાળ ગંગાધર ટિળક જહાલવાદના મુખ્ય પુરસ્કર્તા હતા . તેમનો જન્મ ( 23 મી જુલાઈ , 1856 ) મહારાષ્ટ્રમાં રત્નગિરિમાં થયો હતો . તેમણે બી.એ. , એલએલ.બી.ની ડિગ્રીઓ મેળવી હતી . તેમણે તેમના વિચારોનો ફેલાવો કરવા ‘ ધી મરાઠા ’ ( અંગ્રેજી ) અને ‘ કેસરી ' ( મરાઠી ) નામનાં બે વર્તમાનપત્રો શરૂ કર્યાં હતાં . મુંબઈ કૉંગ્રેસ અધિવેશનમાં તેમણે પ્રથમ વખત ( ઈ.સ. 1890 ) ભાગ લીધો હતો . તેઓ રાષ્ટ્રીય ચળવળને માત્ર બુદ્ધિજીવીઓની નાનકડા વર્ગ પૂરતી મર્યાદિત રાખવાને બદલે લોકવ્યાપી બનાવવા માગતા હતા , જેથી જાગૃત થતી વિરાટ જનતાનું બળ સરકારની સાન ઠેકાણે લાવી શકે .


 આ માટે તેમણે મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવ અને છત્રપતિ શિવાજી મહારાજાના ઉત્સવો ઊજવવાનું ચાલુ કર્યું , અને તે દ્વારા લોકોને એકઠા કરી સરકારના જુલમો વિશે તેમને સભાન કરવાનો પ્રયત્ન કર્યો . તેમણે ‘ સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે ’ અને ‘ સ્વરાજ પ્રાપ્તિ વગર આપણું જીવન અને ધર્મ નકામાં છે ' તેવાં સૂત્રો આપ્યાં ( 1906 ) . સરકારની આકરી ટીકા કરવા બદલ તેમને છ વર્ષની કેદની આકરી સજા કરવામાં આવી . તેમને માંડલેની જેલમાં મોકલવામાં આવ્યા . તેમણે હોમરૂલ લીગની સ્થાપના ( ઈ.સ. 1916 ) તેમજ તેની ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવી .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

ગુજરાતના જિલ્લાઓ :- Districts of Gujarat

ગુજરાતના જિલ્લાઓ :- Districts of Gujarat ________________________________________________                1. કચ્છ-Kutch મુખ્ય મથક:- ભુજ તાલુકાઓ:-(10) ભૂજ, મુન્દ્રા, લખપત, અંજાર, અબડાસા, ભચાઉ, રાપર, નખત્રાણા, માંડવી, ગાંધીધામ. ક્ષેત્રફળ:-45674 ચો. કિમી. સાક્ષરતા:-70.59. જાતિ પ્રમાણ:- 908 વસ્તી:- 2092371 વસ્તી ગીચતા:- 46 પ્રતિ ચો. કિમી. મહેલો :-             મહેલ ( ભૂજ )             વિજય વિલાસ પેલેસ ( માંડવી )             શરદબાગ પેલેસ ( ભૂજ )             આયના મહેલ ( ભૂજ )  સંગ્રહાલય:-             કચ્છ મ્યુઝિયમ            ભારતીય સંસ્કૃતિ મ્યુઝિયમ            એ.એ. વજીરનું મ્યુઝિયમ             મહારાવ મદનસિંહ મ્યુઝિયમ તળાવ / સરોવર :-      ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...