सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

अप्रैल 4, 2022 की पोस्ट दिखाई जा रही हैं

રશિયાની બૉલ્શેવિક ક્રાંતિ 1917

રશિયાની બૉલ્શેવિક ક્રાંતિ 1917  ઈ.સ. 1917 માં રશિયામાં ક્રાંતિ થઈ તે વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે . રાજકીય પરિબળોમાં રશિયાની પ્રજા ઝારશાહીના દમન નીચે કચડાતી હતી . રશિયામાં વંશપરંપરાગત આવનાર બધા જ ઝાર રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા . ઝારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતા . પ્રજા ઉપર આ રાજાઓની આપખુદ ઝારશાહી એટલી બધી કઠોર હતી કે જો કોઈ વ્યક્તિ અધિકારની માગણી કરે તો તેની ઉપર અત્યાચાર , દમન અને જુલ્મ ગુજારવામાં આવતો અથવા તો સાઈબિરિયાની હાડ થીજવી દે તેવી કાતિલ ઠંડીમાં મોકલવાની સજા કરવામાં આવતી . આ અનિયંત્રિત અને અત્યાચારી રાજાશાહી પ્રજા માટે દુઃખ , ગરીબાઈ અને યાતનાઓનું કારણ બની ગઈ . રશિયાના ખેડૂતો , ખેતદાસો , મજૂરો પુષ્કળ કામ કરવા છતાં પણ તેમને પૂરતું વળતર મળતું ન હતું . તેમની સ્થિતિ કંગાળ બની હતી .  ફાધર ગૅપોન નામના પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ સરઘસ આકારે લોકો ઝારના નિવાસસ્થાન વિન્ટરપેલેસ ગયા ( 22 મી જાન્યુઆરી , 1905 રવિવાર ) . આ તમામ લોકો નિઃશસ્ત્ર હતા . કેટલાકના હાથમાં ઝારની છબી હતી અને તેમાં ‘ રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો ' જેવાં સૂત્રો લખેલા હતા . આ નિર્દ