सीधे मुख्य सामग्री पर जाएं

રશિયાની બૉલ્શેવિક ક્રાંતિ 1917

રશિયાની બૉલ્શેવિક ક્રાંતિ 1917

 ઈ.સ. 1917 માં રશિયામાં ક્રાંતિ થઈ તે વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે . રાજકીય પરિબળોમાં રશિયાની પ્રજા ઝારશાહીના દમન નીચે કચડાતી હતી . રશિયામાં વંશપરંપરાગત આવનાર બધા જ ઝાર રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા . ઝારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતા . પ્રજા ઉપર આ રાજાઓની આપખુદ ઝારશાહી એટલી બધી કઠોર હતી કે જો કોઈ વ્યક્તિ અધિકારની માગણી કરે તો તેની ઉપર અત્યાચાર , દમન અને જુલ્મ ગુજારવામાં આવતો અથવા તો સાઈબિરિયાની હાડ થીજવી દે તેવી કાતિલ ઠંડીમાં મોકલવાની સજા કરવામાં આવતી . આ અનિયંત્રિત અને અત્યાચારી રાજાશાહી પ્રજા માટે દુઃખ , ગરીબાઈ અને યાતનાઓનું કારણ બની ગઈ . રશિયાના ખેડૂતો , ખેતદાસો , મજૂરો પુષ્કળ કામ કરવા છતાં પણ તેમને પૂરતું વળતર મળતું ન હતું . તેમની સ્થિતિ કંગાળ બની હતી . 

ફાધર ગૅપોન નામના પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ સરઘસ આકારે લોકો ઝારના નિવાસસ્થાન વિન્ટરપેલેસ ગયા ( 22 મી જાન્યુઆરી , 1905 રવિવાર ) . આ તમામ લોકો નિઃશસ્ત્ર હતા . કેટલાકના હાથમાં ઝારની છબી હતી અને તેમાં ‘ રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો ' જેવાં સૂત્રો લખેલા હતા . આ નિર્દોષ લોકો પર ઝારના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો . તેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા અને જ્યાં ઝારનો મહેલ હતો તે સેન્ટ પિટ્સબર્ગનો બરફ લોહીથી લાલ થઈ ગયો , આ દિવસને ઇતિહાસમાં ‘ લોહિયાળ રવિવાર ’ તરીકે ઓળખવામાં આવે છે . આ અરસામાં રશિયા - જાપાન યુદ્ધ ( 1904-05 ) માં રશિયાને નાનકડા રાષ્ટ્ર જાપાને વિશાળકાય યુરોપિયન રાષ્ટ્ર રશિયાને આપેલી હારથી ઝારશાહીની નબળાઈઓ છતી થતાં રશિયાની મોટાભાગની પ્રજા ઉશ્કેરાઈ . રશિયન પ્રજાનો રોષ પારખી તેને શાંત કરવા વર્ષોથી નહિ બોલાવેલી ડુમા ( DUMA ધારાસભા ) બોલાવવાની જાહેરાત કરી . સમયાંતરે ચાર ડુમા બોલાવવામાં આવી ; પરંતુ તે પ્રજાને સંતોષ પમાડે તેવાં પગલાં ભરે તે પહેલાં બરખાસ્ત કરવામાં આવી .

8 મી માર્ચ , 1917 ના દિવસે પેટ્રોગાર્ડના કચડાયેલા કામદારોએ હડતાળ પાડી ત્યારે આ ઘટનાને દબાવી દેવા માટે ઝારે લશ્કર મોકલ્યું ; પરંતુ લશ્કરે ગોળીબાર કરવાની ના પાડી . પરિણામે ક્રાંતિનો આરંભ થયો . ઝારશાહીના પતન બાદ કેરેન્સ્કીના નેતૃત્ત્વ મેન્શેવિક પક્ષ ( લઘુમતી ) ના હાથમાં સત્તા આવી . ઝારશાહીનું પતન થતાં એક માત્ર લેનિન સિવાય રશિયાના તમામ લોકો ખુશ હતા ; પરંતુ લેનિન કાર્લમાર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો . જ્યારે મેન્શેવિક પક્ષમાં મધ્યમવર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા . પરિણામે તેણે બૉલ્શેવિકોને મેન્શેવિકોના વિરુદ્ધ ઉશ્કેરી નવેમ્બર 1917 માં આખરી ક્રાંતિ કરી સત્તા હસ્તગત કરી જે સમાજવાદી બૉલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાઈ . 

આમ , ઝારશાહીનો 300 વર્ષ જૂનો તખ્તો હવે ઉખડી ગયો . 300 વર્ષના ઇતિહાસમાં રશિયા પ્રથમ વખત ઝાર વિનાનું બન્યું .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

ગુજરાતના જિલ્લાઓ :- Districts of Gujarat

ગુજરાતના જિલ્લાઓ :- Districts of Gujarat ________________________________________________                1. કચ્છ-Kutch મુખ્ય મથક:- ભુજ તાલુકાઓ:-(10) ભૂજ, મુન્દ્રા, લખપત, અંજાર, અબડાસા, ભચાઉ, રાપર, નખત્રાણા, માંડવી, ગાંધીધામ. ક્ષેત્રફળ:-45674 ચો. કિમી. સાક્ષરતા:-70.59. જાતિ પ્રમાણ:- 908 વસ્તી:- 2092371 વસ્તી ગીચતા:- 46 પ્રતિ ચો. કિમી. મહેલો :-             મહેલ ( ભૂજ )             વિજય વિલાસ પેલેસ ( માંડવી )             શરદબાગ પેલેસ ( ભૂજ )             આયના મહેલ ( ભૂજ )  સંગ્રહાલય:-             કચ્છ મ્યુઝિયમ            ભારતીય સંસ્કૃતિ મ્યુઝિયમ            એ.એ. વજીરનું મ્યુઝિયમ             મહારાવ મદનસિંહ મ્યુઝિયમ તળાવ / સરોવર :-      ...

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...