सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

अप्रैल 27, 2022 की पोस्ट दिखाई जा रही हैं

ગુજરાતનાં લોકનૃત્યોલોકનૃત્યો : Folk dances of Gujarat

ગુજરાતનાં લોકનૃત્યોલોકનૃત્યો : Folk dances of Gujarat   ગુજરાતની ઉત્સવપ્રિય પ્રજાની વિવિધ કોમો અને જાતિઓમાં રૂઢિઓ , રીતરિવાજો અને પરંપરાઓ મુજબનાં લોકનૃત્યો જોવા મળે છે . આવાં નૃત્યોમાં આદિવાસી લોકનૃત્યો , ગરબા , રાસ તથા અન્ય લોકનૃત્યો ગણાવી શકાય . તહેવારો , લગ્નપ્રસંગો , મેળા વગેરે પ્રસંગોએ આવાં નૃત્યો જોવા મળે છે .  આદિવાસી નૃત્યો : Tribal dances  ગુજરાતના આદિવાસીઓમાં હોળી અને બીજા તહેવારો , લગ્નો , દેવી દેવતાઓને ખુશ કરવા માટે અને મેળાઓમાં નૃત્યો જોવા મળે છે . મોટા ભાગનાં નૃત્યો વર્તુળાકારે ફરતાં ફરતાં , ઢોલ અને રૂઢિ મુજબનાં મંજીરાં , થારી , તૂર , પાવરી , તંબૂરા વગેરે વાજિંત્રો સાથે સ્થાનિક બોલીમાં ગાવાની સાથે જોવા મળે છે . આવાં નૃત્યોમાં ‘ ચાળો ’ તરીકે જાણીતા નૃત્યમાં મોર , ખિસકોલી , ચકલી જેવાં પક્ષીઓની નકલ હોય છે . ડાંગમાં પણ આવો ‘ માળીનો ચાળો ’ તથા ‘ ઠાકર્યા ચાળો ’ નૃત્ય જોવા મળે છે . જ્યારે ભીલ અને કોળી જાતિઓમાં શ્રમહારી ટીપણી નૃત્યમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને જમીન ઉપર અથડાવી તાલ દ્વારા સમૂહ નૃત્ય કરવામાં આવે છે .   ગરબા : Garba  ગરબો શબ્દ ‘ ગર્ભ - દીપ ’ ઉપરથી બન્યો છે

નૃત્યકલા-Choreography

નૃત્યકલા-Choreography      નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ ‘ નૃત્ ' ( નૃત્ય કરવું ) ઉપરથી થઈ છે . નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે . નૃત્યકલાના આદિદેવ ભગવાન શિવ - નટરાજ મનાય છે . નટરાજ શિવે પૃથ્વીવાસીઓને નૃત્યકલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વ પ્રથમ લાવ્યા હોવાની માન્યતા છે . ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં ભરતનાટ્યમ્ , કુચીપુડી , કથક , કથકલી ઓડિસી અને મણિપુરી એ મુખ્ય પ્રકારો છે .  ભરતનાટ્યમ્-Bharatnatyam  ભરતનાટ્યમ્નું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે . ભરતમુનિએ રચેલ ‘ નાટ્યશાસ્ત્ર ’ અને નંદીકેશ્વર રચિત ‘ અભિનવદર્પણ ’ આ બંને ગ્રંથો ભરતનાટચના આધાર - સ્રોત છે . મૃણાલિની સારાભાઈ , ગોપીકૃષ્ણ ઉપરાંત ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ વૈજ્યંતીમાલા અને હેમામાલિની પણ આ પ્રાચીન પરંપરાનો વારસો જાળવનારાઓમાં ગણાય છે  કુચીપુડી નૃત્યશૈલી :Kuchipudi dance style  આ નૃત્યની રચના 15 મી સદીના સમયમાં થઈ છે . મુખ્યત્વે સ્ત્રી સૌદર્યના વર્ણન ઉપર આધારિત અને સ્ત્રીઓ અને પુરુષો બન્ને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવા

ગુજરાતના મેળાઓ-Fairs of Gujarat

ગુજરાતના મેળાઓ-Fairs of Gujarat 1. મોઢેરા નો મેળો. મોઢેરા (મહેસાણા) શ્રાવણ વદ અમાસ 2. બહુચરાજીનો મેળો બહુચરાજી (મહેસાણા) ચૈત્ર સુદ પૂનમ 3. શામળાજીનો કાળિયા ઠાકોર નો મેળો શામળાજી (અરવલ્લી) કારતક સુદ અગિયારસથી પૂનમ 4. ભાદરવી પૂનમનો મેળો અંબાજી (બનાસકાંઠા) ભાદરવા સુદ પૂનમ 5. ભવનાથનો મેળો ગિરનાર (જુનાગઢ) મહા વદ ૯ થી ૧૨ 6. તરણેતરનો મેળો તરણેતર (સુરેન્દ્રનગર) ભાદરવા સુદ ચોથ થી છઠ 7. ભડીયાદ નો મેળો ભડીયાદ (અમદાવાદ) રજબ માસ ની તારીખ 9 10 11 8. નકળંગ નો મેળો કોળીયાક (ભાવનગર) ભાદરવા વદ અમાસ 9. માધવપુરનો મેળો માધવપુર (પોરબંદર) ચૈત્ર સુદ નોમ થી તેરસ 10. વૌઠાનો મેળો ધોળકા (અમદાવાદ) કારતક સુદ પૂનમ 11. મીરાદાતારનો મેળો ઉનાવા (મહેસાણા) રજન માસની તારીખ 16 થી 22 12. ડાંગ દરબાર નો મેળો આહવા (ડાંગ) ફાગણ સુદ પૂનમ 13. ગોળ ગધેડાનો મેળો ગરબાડા (દાહોદ) હોળી પછીના  પાંચમા કે સાતમા દિવસે 14. કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથ (ગીર) કાર્તિક સુદ પૂનમ 15. ભોંગોરીયાનો મેળો કવાટ (છોટાઉદેપુર) હોળીથી રંગપાંચમ સુધી

વાવાઝોડું ( ચક્રવાત ) : Hurricane

વાવાઝોડું ( ચક્રવાત ) : Hurricane વાતાવરણમાં રચાતા વિક્ષોભથી ભારતીય ઉપમહાદ્વીપમાં ચક્રવાત , સંયુક્ત રાજ્ય અમેરિકામાં હરિકેન અને ટોર્નેડો , ચીન અને જાપાનના કિનારે ટાઈફૂન અત્યંત વિનાશક રીતે ત્રાટકે છે . આ પ્રચંડ વાતાવરણીય તોફાનો હવાના દબાણની અસમતુલાથી સર્જાય છે . આ વાતાવરણીય તોફાની પવનો જે વિસ્તારમાંથી પસાર થાય છે ત્યાં મોટા પ્રમાણમાં વિનાશ વેરે છે . ભારતના પૂર્વકનારે અને કચ્છ - સૌરાષ્ટ્રના કિનારે તેની પણ વિધ્વંસક અસરો અનુભવાય છે .  શું  કરવું:- ◾આવનાર તોફાનોના ચોક્કસ સમય જાણવા માટે ટી.વી. - રેડિયોના સમાચાર જોતા રહો .  ◾જેમની પાસે રેડિયો હોય તેમણે સાથે વધારાની બૅટરી હાથવગી રાખવી .  ◾ મોબાઇલ ફોન ચાર્જ કરી લેવા . વળી પાવરબેંક જેવાં સાધનો હોય તો તેને પણ અગાઉથી ચાર્જ કરી સાથે રાખવા .  ◾ રેડિયો દ્વારા મળતી સૂચનાઓ , ચેતવણીઓ ધ્યાનથી સાંભળો અને તેનો અમલ કરો .  ◾ અફવાઓથી દૂર રહો .  ◾ વધારાનો ખોરાક , સૂકો નાસ્તો , પીવાના પાણીનો જરૂર મુજબ સંગ્રહ કરો .  ◾ બાળકો અને વૃદ્ધો માટે જરૂરી એવા ખોરાક અને દવાની પણ જોગવાઈ રાખો .  ◾ બચાવતંત્ર દ્વારા તમને ઘર છોડી દેવાનું કહેવામાં આવે તો તે સૂચનાનું તાત્કાલિક પા

પૂર સમયે રાખવાની સાચવેતીઓ-Flood protection

પૂર સમયે રાખવાની સાચવેતીઓ-Flood protection પૂર.- પુરનું સામાન્ય રીતે આપણે એવો અર્થ કરીએ છીએ કે વિશાળ વિસ્તારમાં સતત કેટલાય દિવસો સુધી પાણીમાં ડૂબેલું રહેવું. મોટે ભાગે લોકો પૂર ની ઘટના ને નદી સાથે જોડે છે જ્યારે નદીનું પાણી કિનારાના ભાગ ઉપરથી નજીકના જમીન વિસ્તારોને ડુબાડી દે છે. પૂરે કુદરતી ઘટના છે અને એકધારા ભારે વરસાદ નું પરિણામ છે માનવ પ્રવૃત્તિઓની જળ-પરિવાહ જમીનનો ઢોળાવ વગેરે બાબતોને અવગણીને કરાયેલો બાંધકામથી પુર વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે અને મોટા પ્રમાણમાં જાનમાલની હાનિ કરે છે. શું કરવું:- ➖ સલામત સ્થળે પોતાની કિંમતી તથા અંગત જરૂરિયાત વસ્તુ લઈ લેવો. ➖ પાણી, સુકો નાસ્તો, મીણબત્તી, ફાનસ, પ્લાસ્ટિકની ડબ્બીમાં ભેજ ના લાગે તે રીતે દીવાસળીની પેટી સાથે રાખવી. ➖ બાળકોને ભૂખ્યા રાખશો નહીં. ➖પૂર ઓસર્યા બાદ પાણી ઉકાળીને વાપરવું. ➖રેડિયો, ફોન, અચૂક સાથે રાખવા. ➖સાપથી સાવધાન રહેવું તે કોરી અને સૂકી જગ્યામાં હોઈ શકે છે. તેને દૂર રાખવા વાંસ ની લાકડી સાથે રાખવી. શું ન કરવું:- ➖ પુરના પાણીથી બનાવેલો ખોરાક ખાશો નહીં. ➖ સલામત રીતે બહાર જતા પહેલા માર્ગો અને પરિસ્થિતિની ચોક્કસ માહિતી લીધા વિના બહાર ની

ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાન-National Park of Gujarat

રાષ્ટ્રીય ઉદ્યાન 1.ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. સ્થાપના 1975. વિસ્તાર :258.71 ચો. કિમી. જીલ્લો -જુનાગઢ. મુખ્ય પ્રાણીઓ: સિંહ, દીપડા, ચીતલ, ઝરખ, સાબર, ચિંકારા, મગર. 2. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન. સ્થાપના 1976. વિસ્તાર :34.08. ચો. કિમી. જીલ્લો :ભાવનગર. મુખ્ય પ્રાણીઓ: કાળિયાર, વરુ, ખડમોર, ઘોરાડ. 3. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન . સ્થાપના: 1979. વિસ્તાર:23.99 ચો. કિમી. જીલ્લો :નવસારી. મુખ્ય પ્રાણીઓ: દિપડા, ઝરખ, ચિત્તલ, ચોશિંગા. 4. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન . સ્થાપના: 1982. વિસ્તાર: 162.89 ચો. કિમી. જીલ્લો: કચ્છ નો અખાત, જામનગર. મુખ્ય પ્રાણીઓ: સમુદ્રી ઘોડા, કોરલ, જેલી ફિશ, ઑકટોપસ, ઑયસ્ટર, ડૉલ્ફિન, ડુગાંગ.