सीधे मुख्य सामग्री पर जाएं

નૃત્યકલા-Choreography

નૃત્યકલા-Choreography
   
 નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ ‘ નૃત્ ' ( નૃત્ય કરવું ) ઉપરથી થઈ છે . નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે . નૃત્યકલાના આદિદેવ ભગવાન શિવ - નટરાજ મનાય છે . નટરાજ શિવે પૃથ્વીવાસીઓને નૃત્યકલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વ પ્રથમ લાવ્યા હોવાની માન્યતા છે . ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં ભરતનાટ્યમ્ , કુચીપુડી , કથક , કથકલી ઓડિસી અને મણિપુરી એ મુખ્ય પ્રકારો છે . 

ભરતનાટ્યમ્-Bharatnatyam

 ભરતનાટ્યમ્નું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે . ભરતમુનિએ રચેલ ‘ નાટ્યશાસ્ત્ર ’ અને નંદીકેશ્વર રચિત ‘ અભિનવદર્પણ ’ આ બંને ગ્રંથો ભરતનાટચના આધાર - સ્રોત છે . મૃણાલિની સારાભાઈ , ગોપીકૃષ્ણ ઉપરાંત ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ વૈજ્યંતીમાલા અને હેમામાલિની પણ આ પ્રાચીન પરંપરાનો વારસો જાળવનારાઓમાં ગણાય છે 

કુચીપુડી નૃત્યશૈલી :Kuchipudi dance style

 આ નૃત્યની રચના 15 મી સદીના સમયમાં થઈ છે . મુખ્યત્વે સ્ત્રી સૌદર્યના વર્ણન ઉપર આધારિત અને સ્ત્રીઓ અને પુરુષો બન્ને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે . આ નૃત્ય આંધ્રમાં વિશેષ પ્રચલિત છે . ગુરુ પ્રહ્લાદ શર્મા , રાજારેડ્ડી , યામિની રેડ્ડી , શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકોએ આ શૈલીના પ્રાચીન વારસાને વિખ્યાત બનાવ્યો છે . 

કથકલી : Kathakali

કથકલી એ કેરલ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે . કથકલી શબ્દ પૌરાણિક મહાકાવ્યો , મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો પાછળથી કથકલી કહેવાયાં . કથકલીની વેશભૂષા ઘેરદાર સુંદર કપડાંવાળી હોય છે , અને તેનાં પાત્રોને ઓળખાવા માટે તેમના ચહેરા ઉપરના વિશિષ્ટ ચિતરામણ ( મુખાકૃતિ ) ને સમજવું પડે છે . આ નૃત્યમાં નટ કલાત્મક મુકુટ ધારણ કરી રજૂઆત સમયે એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી સજીવ કરે છે . કેરળના કવિ શ્રી વલ્લથોળ ( સ્થાપિત કલામંડળમાં કથકલી ) , કલામંડલમ્ કૃષ્ણપ્રસાદ , શિવારમન વગેરેએ આ શૈલીને દેશ - વિદેશમાં નામના અપાવી છે .

 કથક નૃત્ય : Kathak dance

‘ કથન કરે સો કથક કહાવે ' વાક્ય પરથી કથક ઉતરી આવ્યું છે . મહાભારતમાં શ્રીકૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ આધારિત કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગારભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયો છે . તેમાં એક પગ પર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે . આ નૃત્યમાં સ્ત્રીઓ ચુડીદાર પાયજામોપાયજામોઅને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે . પંડિત શ્રી બિરજૂ મહારાજ , સિતારા દેવી અને કુમુદિની લાખિયા વગેરેએ આ કલાને જીવંત રાખી છે . 

મણિપુરી નૃત્ય : Manipuri dance

મણિપુરની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે નૃત્ય કરે છે . મણિપુરી નૃત્યશૈલી મુખ્યત્વે શ્રીકૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે . મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે . આ નૃત્ય વખતે રેશમનો બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે તથા નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો ‘ કુમીન ’ પહેરવામાં આવે છે . ગુરુ આમોબીસિંગ આતોમ્બોસિંગ , ગુરુ બિપિન સિન્હા , નયના ઝવેરી , નિર્મલ મહેતા વગેરેએ આ નૃત્યને દેશ વિદેશમાં નામના અપાવી છે.

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

ગુજરાતના જિલ્લાઓ :- Districts of Gujarat

ગુજરાતના જિલ્લાઓ :- Districts of Gujarat ________________________________________________                1. કચ્છ-Kutch મુખ્ય મથક:- ભુજ તાલુકાઓ:-(10) ભૂજ, મુન્દ્રા, લખપત, અંજાર, અબડાસા, ભચાઉ, રાપર, નખત્રાણા, માંડવી, ગાંધીધામ. ક્ષેત્રફળ:-45674 ચો. કિમી. સાક્ષરતા:-70.59. જાતિ પ્રમાણ:- 908 વસ્તી:- 2092371 વસ્તી ગીચતા:- 46 પ્રતિ ચો. કિમી. મહેલો :-             મહેલ ( ભૂજ )             વિજય વિલાસ પેલેસ ( માંડવી )             શરદબાગ પેલેસ ( ભૂજ )             આયના મહેલ ( ભૂજ )  સંગ્રહાલય:-             કચ્છ મ્યુઝિયમ            ભારતીય સંસ્કૃતિ મ્યુઝિયમ            એ.એ. વજીરનું મ્યુઝિયમ             મહારાવ મદનસિંહ મ્યુઝિયમ તળાવ / સરોવર :-      ...

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...