सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

अप्रैल 15, 2022 की पोस्ट दिखाई जा रही हैं

વૌઠાનો મેળો

વૌઠાનો મેળો  દોસ્તો , તમને મેળો ગમે છે ને ? હા ગમતો જ હશે . મેળો એટલે રંગબેરંગી ફુગ્ગાઓ અને રમકડાંનો જ હોય એવું નથી . તમે એવા મેળાઓ જોયા હશે , જેમાં રમકડાં , ઘરવપરાશની વસ્તુઓ સાથોસાથ માટી કે ચિનાઈ માટીમાંથી બનેલી વસ્તુઓ મળતી હશે , કેમ ખરું ને ? ચાલો ત્યારે , આજે હું એક એવા મેળાની તમને મુલાકાત કરાવું જે ઇતિહાસને રજૂ કરે છે , શ્રજ્ઞા ટકાવી રાખે છે , અને પશુઓની લે - વેચ થતી હોય ... તમને તો નવાઈ લાગી હશે ખરું ને ? કે પશુઓનો મેળો પણ મેળો , તો હા , હું આજે તમને જે મેળાનો પરિચય કરાવવાનો છું તે પશુઓનો મેળો છે જેમાં ખાસ કરીને ઊંટ અને ગધેડાની લે - વેચ થતી હોય છે . અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાથી આઠ કિ.મી દૂર આવેલા વૌઠા ગામ ખાતે કારતક સુદ પૂર્ણિમાના દિવસથી “ વૌઠાનો મેળો ભરાય છે . આ મેળાની વિશેષતા એ છે કે આ મેળો સપ્ત સંગમસ્થાને એટલે કે સાત નદીઓના સંગમસ્થાને યોજાય છે . આમ , તો આ વૌઠાના મેળો જ્યાં યોજાય છે ત્યાં સાબરમતી અને વાત્રક એમ મુખ્ય બે નદીઓ જ મળે છે , પરંતુ તે પૂર્વે સાબરમતી નદીમાં હાથમતી નદી અને વાત્રક નદીમાં ખારી , મેશ્વો માંજમ અને શેઢી નદીઓ મળે છે . આમ , આ બધી નદીઓ ભેગીમળી સાત નદીઓનો સંગમ

ચૂલનો મેળો

ચૂલનો મેળો   પહેલાં અગિયારસના દિવસે દાહોદ જિલ્લાનાં ઘણાં સ્થળે આમલી અગિયારસનો મેળા ભરાય છે , તો વળી હોળીના બીજા દિવસે એટલે કે ધુળેટીના દિવસે ગરબાડા તાલુકાના ગાંગરડી અને ઝાલોદ તાલુકાના રણિયાર ગામે ચૂલનો હોળીમોટો મેળો ભરાય છે . આદિવાસીઓ માટે મેળો એવું અમૃતરૂપ છે કે જેના નામ માત્રથી આદિવાસીઓમાં આનંદ છવાઈ જાય છે . પંચમહાલ , ભરૂચ અને વડોદરા જિલ્લાના આદિવાસીઓ હોળીને બીજે દિવસે ચૂલનો મેળો માણે છે . બપોર સુધીમાં લોકો ધીમે ધીમે એકઠા થાય છે . આ મેળાની વિશેષતા એ છે કે , તેમાં એકાદ ફૂટ પહોળો અને પાંચથી છ ફૂટ લંબાઈનો એક ખાડો ખોદવામાં આવે છે . આ ખાડામાં બાવળનાં લાકડાંના મોટા કોલસા સળગાવીને અંગારા પાડવામાં આવે છે . આ પ્રસંગે આદિવાસી સ્ત્રી - પુરુષો હાથમાં પાણીનો લોટો લઈ ઉઘાડા પગે લાગી નાળિયેર ફોડે છે . પોતાના ઇષ્ટદેવમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખીને તેમના નામનું સ્મરણ કરતાં કરતાં આદિવાસીઓ અંગારા ઉપર ચાલીને સહેજ પણ દાઝ્યા વિના સલામત રીતે બહાર નીકળી જાય છે . આ પ્રસંગે લોકો પોતાનાં બાળકો અને ઢોર - ઢાંખરના રક્ષણ માટે અગ્નિદેવની બાધા ( માનતા ) રાખે છે . કેટલાક પુરુષો અને નાની વયના છોકરાઓ શરીરે હળદર ચોળે છે , આંખ