सीधे मुख्य सामग्री पर जाएं

વૌઠાનો મેળો

વૌઠાનો મેળો 
દોસ્તો , તમને મેળો ગમે છે ને ? હા ગમતો જ હશે . મેળો એટલે રંગબેરંગી ફુગ્ગાઓ અને રમકડાંનો જ હોય એવું નથી . તમે એવા મેળાઓ જોયા હશે , જેમાં રમકડાં , ઘરવપરાશની વસ્તુઓ સાથોસાથ માટી કે ચિનાઈ માટીમાંથી બનેલી વસ્તુઓ મળતી હશે , કેમ ખરું ને ? ચાલો ત્યારે , આજે હું એક એવા મેળાની તમને મુલાકાત કરાવું જે ઇતિહાસને રજૂ કરે છે , શ્રજ્ઞા ટકાવી રાખે છે , અને પશુઓની લે - વેચ થતી હોય ... તમને તો નવાઈ લાગી હશે ખરું ને ? કે પશુઓનો મેળો પણ મેળો , તો હા , હું આજે તમને જે મેળાનો પરિચય કરાવવાનો છું તે પશુઓનો મેળો છે જેમાં ખાસ કરીને ઊંટ અને ગધેડાની લે - વેચ થતી હોય છે . અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાથી આઠ કિ.મી દૂર આવેલા વૌઠા ગામ ખાતે કારતક સુદ પૂર્ણિમાના દિવસથી “ વૌઠાનો મેળો ભરાય છે . આ મેળાની વિશેષતા એ છે કે આ મેળો સપ્ત સંગમસ્થાને એટલે કે સાત નદીઓના સંગમસ્થાને યોજાય છે . આમ , તો આ વૌઠાના મેળો જ્યાં યોજાય છે ત્યાં સાબરમતી અને વાત્રક એમ મુખ્ય બે નદીઓ જ મળે છે , પરંતુ તે પૂર્વે સાબરમતી નદીમાં હાથમતી નદી અને વાત્રક નદીમાં ખારી , મેશ્વો માંજમ અને શેઢી નદીઓ મળે છે . આમ , આ બધી નદીઓ ભેગીમળી સાત નદીઓનો સંગમ થાય છે . ભાલપ્રદેશ અને નળાકાંઠાના લોકો તેમજ ઠાકોર , રાણા , દરબાર , કાછિયા પટેલ અને રાજપૂત કોમના લોકો પાલ એટલે કે “ છાવણી ’ ’ નાખી બે - ત્રણ દિવસ રહે છે , અને સાત નદીઓના પવિત્ર સંગમમાં સ્નાન કરે છે . અહીં ભરાતા મેળામાં આ સાત નદીઓના સંગમસ્થાને પૂર્ણિમાના દિવસે સ્નાન કરવાનું અનેરું મહત્ત્વ છે . ઇતિહાસની દષ્ટિએ માનવામાં આવે છે કે મહાભારતના સમયે પાંડવોએ એક વર્ષનો ગુપ્તવાસ વિરાટ નગરી ધોળકામાં વિતાવ્યો હતો , જે દરમિયાન કારતક સુદ અગિયારસથી પૂનમ સુધીના સમયગાળામાં ત્રિકાળજ્ઞાની સહદેવની સલાહથી સાત નદીઓનું સંગમસ્થાન ધરાવતા વાઠા ખાતે યુધિષ્ઠિરનું રાજતિલક કરવામાં આવ્યું હતું , જેથી હસ્તિનાપુરની ગાદી પ્રાપ્ત કરી શકાય . આ શુભ મુહૂર્તને સાચવી લેવા માટે પાંડવો દ્વારા આ સ્થાને રેતીનું સિંહાસન બનાવવામાં આવ્યું હતું , જેની ઉપર મહારાજ યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક પણ કરવામાં આવ્યો હતો . અહીં શિવલિંગની પણ સ્થાપના કરવામાં આવી હતી . આ તો થઈ ઇતિહાસની વાત પણ હવે જાણીએ આ વૌઠાના મેળાનું આકર્ષણ ... વાઠાનો મેળો અતિહાસિક મહત્ત્વ ધરાવે છે , એની સાથોસાથ ઊંટની પણ મોટી ગુજરી ભરાય છે જેના ખરીદ અને વેચાણ માટે રાજ્ય અને રાજ્ય બહારથી વેપારીઓ આવે છે . આ મેળાનું બીજું આકર્ષણ તે ગધેડાનું બજાર છે . અહીં સારામાં સારા અને ઊંચી જાતના ગધેડા વેચાણ માટે આવે છે . અહીં ગધેડાના ગળે અને પીઠ પર લાલ , પીળો , ગુલાબી અને કેસરી રંગ લગગવવામાં આવે છે , જે મેળાની પ્રતીતિ કરાવે છે . હવે આ વૌઠાના મેળાની શ્રદ્ધા વિશે વાત કરીએ અહીં આ મેળામાં અસંખ્ય શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઊમટી પડે છે અને મેળો ચાલે એટલા દિવસ તંબુ બાંધીને આ સાત નદીઓના સંગમના તટે રહે છે અહીં તંબુ બાંધીને રહેતા પરિવારજનો રેતીમાં ખાડો કરીને પુનમના દિવસે દીવો મૂકે છે , જેને ' વાવ ' ગોપાવી તરીકે ઓળખવામાં આવે છે માન્યતા પ્રમાણે જે લોકોએ માનતા માની હોય તે પરિવાર પૂનમે તંબુની બહાર નદીની રેતીમાં ખાડો કરીને દીવો મૂકે છે . આમ , આ મેળાનું ઐતિહાસિક અને શ્રદ્ધાની દૃષ્ટિએ ખુબ જ મહત્ત્વ છે તો બાળદોસ્તો તમને આ મેળા વિશે જાણીને નવાઈ પણ લાગી હશે ને ? અને વળી આનંદ પણ થયો હશે . તો જરૂર આ મેળાની મુલાકાત લઈ અનુભવ કરો જ કરો .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...

બકસરનું યુદ્ધ

બકસરનું યુદ્ધ          અંગ્રેજોએ મિરજાફ ૨ ને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદાં જુદાં બહાનાં નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકા ૨ો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીરજાફરને ખસેડી મીર કાસીમને બંગાળનો નવાબ બનાવ્યો . કંપની માટે મીર કાસીમ તો મીર જાફર કરતાં વધુ મહત્ત્વાકાંક્ષી સાબિત થયો . તેથી મીર કાસીમનો કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસીમને ઉથલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો . મીર કાસીમ અવધના નવાબના શરણે ગયો . આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહઆલમ આવ્યો હતો . આથી , ત્રણેયે સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું .      બકસર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું ( 22 ઑક્ટોબર , 1764 ) . જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ , બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી .