सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

Fairs of Gujarat लेबल वाली पोस्ट दिखाई जा रही हैं

ગુજરાતના મેળાઓ-Fairs of Gujarat

ગુજરાતના મેળાઓ-Fairs of Gujarat 1. મોઢેરા નો મેળો. મોઢેરા (મહેસાણા) શ્રાવણ વદ અમાસ 2. બહુચરાજીનો મેળો બહુચરાજી (મહેસાણા) ચૈત્ર સુદ પૂનમ 3. શામળાજીનો કાળિયા ઠાકોર નો મેળો શામળાજી (અરવલ્લી) કારતક સુદ અગિયારસથી પૂનમ 4. ભાદરવી પૂનમનો મેળો અંબાજી (બનાસકાંઠા) ભાદરવા સુદ પૂનમ 5. ભવનાથનો મેળો ગિરનાર (જુનાગઢ) મહા વદ ૯ થી ૧૨ 6. તરણેતરનો મેળો તરણેતર (સુરેન્દ્રનગર) ભાદરવા સુદ ચોથ થી છઠ 7. ભડીયાદ નો મેળો ભડીયાદ (અમદાવાદ) રજબ માસ ની તારીખ 9 10 11 8. નકળંગ નો મેળો કોળીયાક (ભાવનગર) ભાદરવા વદ અમાસ 9. માધવપુરનો મેળો માધવપુર (પોરબંદર) ચૈત્ર સુદ નોમ થી તેરસ 10. વૌઠાનો મેળો ધોળકા (અમદાવાદ) કારતક સુદ પૂનમ 11. મીરાદાતારનો મેળો ઉનાવા (મહેસાણા) રજન માસની તારીખ 16 થી 22 12. ડાંગ દરબાર નો મેળો આહવા (ડાંગ) ફાગણ સુદ પૂનમ 13. ગોળ ગધેડાનો મેળો ગરબાડા (દાહોદ) હોળી પછીના  પાંચમા કે સાતમા દિવસે 14. કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથ (ગીર) કાર્તિક સુદ પૂનમ 15. ભોંગોરીયાનો મેળો કવાટ (છોટાઉદેપુર) હોળીથી રંગપાંચમ સુધી

અંબાજીનો મેળો

  અંબાજીનો મેળો   🌷બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો . 🌷 અહીં આવેલું અંબાજી .  🌷યાત્રાધામ તરીકેની આગવી ઓળખ ધરાવતું અનોખું ધામ . અંબાજી એટલે શક્તિપીઠ . 🌷 અરવલ્લીની અદ્ભુત ગિરિમાળાઓ વચ્ચે આવેલું શ્રદ્ધાનું કેન્દ્ર . 🌷 અહીંથી સરસ્વતી નદીનું ઉદ્ગમસ્થાન નજીકના અંતરે . વેદોમાં જેનો ઉલ્લેખ છે તેવી પવિત્ર નદી અને શક્તિપીઠ  🌷 વિશ્વની એકાવન શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ અંબાજી . 🌷અસુરોનો વધ કરનારી શક્તિ આરાસુરી અંબાજી , 🌷 વર્ષના કોઈ પણ દિવસે અહીં બહોળા પ્રમાણમાં ભક્તો દર્શનાર્થે આવેલા જ હોય છે . 🌷 મા અંબાનું મંદિર કાયમ ભક્તોથી ભરચક જોવા મળે છે  🌷 અહીં વર્ષમાં ચાર મેળા ભરાય છે . 🌷 કારતક , ચૈત્ર , ભાદરવો અને આસો મહિનામાં પૂનમના દિવસે મેળો ભરાય છે . 🌷 બધાય મેળા પ્રસિદ્ધ હોવા છતાંય ભાદરવી પૂનમનો મેળો વિશ્વપ્રસિદ્ધ છે .  🌷વિશ્વપ્રસિદ્ધ આ મેળામાં લાખો ભક્તો દર્શનાર્થે આવે છે  🌷ભાદરવા મહિનાની તેરસ , ચૌદસ અને પૂનમનાં દર્શનનું અહીં અનોખું મહત્ત્વ છે . 🌷આ દિવસો દરમિયાન દર્શન કરી શકાય તે રીતે લાખો ભક્તો પગપાળા અહીં પહોંચે છે . 🌷મા અંબાના આ મંદિર સાથે કેટલીયે માન્યતાઓ જોડાયેલી છે . કહેવાય છે કે

પલ્લીનો મેળો ( રૂપાલ )

 પલ્લીનો મેળો ( રૂપાલ )  🌷ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના છેવાડે ઉત્તર તરફના ગામ રૂપાલમાં શ્રી વરદાયિની માતાનું દર્શનીય દેવસ્થાન આવેલું છે .  🌷ત્યાં નવદુર્ગા પૈકી “ દ્વિતીયમ્ બ્રહ્મચારિણી’’થી જેનો ઉલ્લેખ કરાયો છે તે દેવીનું પવિત્ર સ્થાન ગણાય છે .  🌷આ પ્રાચીન તીર્થ અંબાજી , બહુચરાજી અને મહાકાળી માતાનાં મંદિરો કરતાં પણ પ્રાચીન છે .  🌷આ સ્થાન અત્યંત પ્રભાવશાળી છે .  🌷માતાજીએ જુદા જુદા સમયે પોતાના ભક્તોને ચમત્કાર બતાવેલા હોવાથી અને ભક્તોની મન - ચિંતિત કામનાઓ પૂર્ણ કરેલી હોવાથી આખાયે ગુજરાતમાં સુપ્રસિદ્ધ છે .  🌷અહીં દેશ - પરદેશથી યાત્રાળુઓ માતાજીનાં દર્શન કરવા આવે છે .  🌷વરદાયિની માતાના મંદિર માટે એવું કહેવાય છે કે આદ્યશક્તિ મા નવદુર્ગા પોતાનાં નવ સ્વરૂપો પૈકી દ્વિતીય સ્વરૂપ બ્રહ્મચારિણી હંસવાહિની સ્વરૂપે સ્વયં બિરાજમાન છે .  🌷ત્રેતાયુગમાં ભગવાન રામચંદ્ર વનમાં ગયા હતા ત્યારે શૃંગ ઋષિના આદેશથી વરદાયિની માતાજીએ પ્રસન્ન થઈ અમોઘ દિવ્ય બાણ આપ્યું હતું , જેનો લંકાના રાજા રાવણ સામે યુદ્ધમાં ઉપયોગ કરી રાવણનો શ્રીરામે વધ કર્યો હતો .  🌷દ્વાપરયુગમાં પાંડવોએ ગુપ્તવાસ દરમિયાનમાતાજીનાં દર્શન કર

નકળંગનો મેળો

નકળંગનો મેળો  ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં મેળાનું ખૂબ જ મહત્ત્વ છે . લોકો પોતાના રોજિંદા જીવનથી કંટાળી ન જાય અને લોકો એકબીજાને મળી આનંદ માણે એ માટે આપણી સંસ્કૃતિમાં મેળાનું આયોજન કરવામાં આવે છે . ફક્ત એટલા પૂરતું જ નહીં , પણ દરેક મેળા સાથે કોઈક ને કોઈક ધાર્મિક સ્થળ જોડાયેલું હોય છે તથા તેમાં કથાઓ અને વિશેષતાઓ પણ રહેલી હોય છે . આપણે અહીં એક મેળાની વાત કરવા જઈ રહ્યા છીએ . તે ભાવનગર જિલ્લામાં કોળિયાક ગામની વાત છે . અહીં ભાદરવી અમાસે ભરાતો નકળંગનો મેળો દરિયાકિનારે નકળંગ મહાદેવના મંદિરે ભરાય છે . જાણે કે દરિયો સાક્ષાત્ મહાદેવના ચરણસ્પર્શ કરવા માટે ઉત્સાહિત હોય તેમ તેનાં પાણી મંદિર સુધી દોડી આવે છે . આસપાસનાં ગામના લોકો મેળાના દિવસે ઊમટી પડે છે . ભાદરવી અમાસે યોજાતા આ મેળાનું પૌરાણિક મહત્ત્વ અદ્વિતીય છે . મહાભારતમાં કૌરવો અને પાંડવોનું યુદ્ધ પૂર્ણ થયું ત્યારે પાંડવો તેમની માતા કુંતીજી પાસે ગયા . કુંતીજીએ સમગ્ર હકીકત જાણીને કહ્યું કે ‘ ભાઈઓ સાથેના યુદ્ધના કારણે તમે હવે હિમાળો ગાળો અર્થાત્ હવે હિમાલયમાં સમાધિષ્ટ થાઓ . માતાની આજ્ઞા અનુસાર પાંડવો હિમાલય પહોંચ્યા , પરંતુ પર્વતાધિરાજ હિમાલયે પણ તે

અનાથોની માતાનો મેળો – ખંભોળજ

અનાથોની માતાનો મેળો – ખંભોળજ  રોમન કેથોલિક સંપ્રદાયનો આ એક ધાર્મિક મેળો છે , જે અનાથોની માતાના મેળાના નામે ઓળખાય છે . આણંદ જિલ્લાના ખંભોળજ ગામે આ મેળો લગભગ છેલ્લાં સિત્તોતેર વર્ષથી ભરાય છે . ઈસુને બાળકો ખૂબ જ પ્રિય હતાં . તેઓ એમ કહેતા કે , બાળકોને મારી પાસે આવવા દો , કેમકે સ્વર્ગનું રાજન તેઓનું છે . ઈસુની માતાનું નામ મિરયમ હતું , જે અનાથોની માતા તરીકે ખંભોળજ મુકામ સ્થાપિત છે . દર વરસે દિવાળીના દિવસે આ મેળો ભરાય છે . તે દિવસે દેવળને શણગારવામાં આવે છે તેમજ બહારથી આવતા ભક્તજનો માટે વિશાળ મંડપ બાંધવામાં આવે છે . મેળામાં ધાર્મિક ક્રિયાને વધુ મહત્ત્વ આપવામાં આવે છે . મેળાના સમય દરમ્યાન ચર્ચમાં વિધિ થાય છે , જેને માસ કહેવામાં આવે છે . ધર્મના વડા કે ધર્મગુરુઓ ચર્ચમાં ધાર્મિક વિધિ કરે છે . ભક્તજનોથી દેવળ ઊભરાય છે . આબાલવૃદ્ધ અને બાળકો પણ તેમાં સામેલ હોય છે . પ્રાર્થનાવિધિ વખતે ધર્મગુરુ ઉપદેશ આવે છે , જેને ભક્તજનો શાંતિથી સાંભળે છે , ખ્રિસ્તપ્રસાદ લે છે , અને યથાશક્તિ દાન કરે છે . ગામ ગામના લોકો નાતજાતના ભેદ સિવાય આવે છે અને માતાના આશીર્વાદ મેળવે છે . ઘણા શ્રદ્ધાળુઓ પગપાળા પણ આવે છે . કેટલાક પોત

તરણેતરનો મેળો

તરણેતરનો મેળો  ઐતિહાસિક , પૌરાણિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતો જગપ્રસિદ્ધતરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલાં ત્રિનેત્રેશ્વર મહાદેવની પવિત્ર જગ્યામાં ભરાય છે . ભગવાન વિષ્ણુએ ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી અને તેમને ૧૦૦૧ કમળનાં પુષ્પો ચઢાવવાનાં હતાં . મૂર્તિ ઉપર કમળ ચઢાવતાં ૧૦૦૦ કમળ થયાં અને એક કમળ ખૂટ્યું ત્યારે તેમણે પોતાનું નેત્ર શિવજી ઉપર ચઢાવ્યું તેથી તે ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાયા . ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર ફરતે કુંડ આવેલા છે ત્યાં ગંગાજીને લાવવા માટે પાંચ ઋષિઓએ ભેગા થઈને પૂજા કરી હતી , તેથી માણસો પિતૃઓના અસ્થિવિસર્જન તેમજ ધાર્મિક કાર્યો કરવા ઋષિપાંચમના દિવસે અહીં આવતા થયા . તરણેતરના મેળામાં ભરત ભરેલાં બટનિયાં મોતી , આભલાં અને ફૂમતાથી શણગારેલી છત્રીઓ આકર્ષણનું કેન્દ્ર છે . ત્રણ દિવસ સુધી ચાલતો આ તરણેતરનો મેળો યુવા પ્રેમીઓ માટે મિલનનું સ્થળ ગણાય છે . અહીં પ્રખ્યાત બનેવી બજાર આવેલું છે , જ્યાં બનેવીના પૈસાથી ખરીદી કરવામાં આવે છે . અહીં જુદી જુદી ગ્રામીણ રમતો પણ રમવામાં આવે છે તેમજ પશુ પ્રદર્શન પણ યોજવામાં આવે છે . આમ આ મેળો લોકોમાં આનંદનો સંચાર કરે છે

માધવપુરનો ઐતિહાસિક મેળો

શ્રી માધવરાજી - રુક્મિણીજીનો વિવાહ પ્રસંગ એટલે માધવપુરનો ઐતિહાસિક મેળા  માધવરાયજી મંદિર અને આજુબાજુ આવેલા પૌરાણિક અને પરમ પવિત્ર એવા ધાર્મિક તીર્થસ્થાનને લીધે માધવપુર ( ઘેડ ) એક જીવંત તીર્થધામ છે . ત્રિલોકનાં શ્રેષ્ઠ પવિત્ર તીર્થધામોમાંનું એક છે . ખુદ ભગવાને પણ નારદજીને કહેલું કે આ પૃથ્વી ઉપર માધવપુર નામે મારું તીર્થ ક્ષેત્ર છે . તે ક્ષેત્રમાં યાત્રા કરવાથી ગૌહત્યા , બ્રહ્મહત્યા , બાળહત્યા અને પિતૃહત્યાના પાપમાંથી મુક્તિ થાય છે . ગમે તેવા પાપી મનુષ્ય પણ શ્રી માધવ પ્રભુનાં દર્શનથી શુદ્ધ થાય છે . તેના મન , કર્મ કે વચનથી સાત જન્મનાં કરેલાં પાપોનો નાશ થાય છે . ગ્રામદેવતા , શ્રી માધવરાયજી , શ્રી ત્રિકમરાયજી , શ્રી ગોપાલરાયજી અને ક્મિણીજીની દેદીપ્યમાન ભવ્ય મૂર્તિઓનાં દર્શન કરી જીવન ધન્ય બને છે . કુંદીતપુરથી રાજા લીમકની પુત્રી રુક્મિણીનું હરણ કરી ભગવાન શ્રીકૃષ્ણ લગ્ન કરવા માટે કુમારિકા ભૂમિ શોધતાં શોધતાં માધવપુર આવ્યા . મધુવનમાં રુક્મિણીનું શાસ્ત્રોક્ત વિધિથી પાણિ ગ્રહણ કરી માધવપુર નામનું નગર વસાવ્યું , જેનો સ્કંદપુરાણમાં ઉલ્લેખ જોવા મળે છે . શ્રીકૃષ્ણ - રુક્મિણીવિવાહ માધવપુરમાં થયાનો ઉલ્લેખ

ચૈત્રી પૂનમનો મેળો ( બહુચરાજી )

ચૈત્રી પૂનમનો મેળો ( બહુચરાજી )  ગુજરાત રાજ્યમાં મહેસાણા જિલ્લામાં મહેસાણાથી ૩૫ કિમી અને અમદાવાદથી ૧૧૦ કિમીના અંતરે ચુંવાળ પંથકમાં બેચરાજી ( બહુચરાજી ) મુકામે ચૈત્ર મહિનાની પૂનમના રોજ ચૈત્રી પૂનમનો મેળો ભરાય છે . ચૈત્રી પૂનમ - માતાજીના પ્રાગટ્યના દિવસે બહુચરાજીમાં વર્ષોથી પરંપરાગત મેળો ભરાય છે . પૂનમનો મેળો ત્રણ દિવસ ચાલે છે , તેરસથી પૂનમ સુધી . પૂનમના દિવસે પગપાળા સંઘો દ્વારા અને વાહનોમાં માના ભાવિક ભક્તો લાખોની સંખ્યામાં મા બહુચરનાં દર્શને આવી પહોંચે છે . મેળાની શરૂઆત પૂનમના દિવસે સવારની આરતીથી થાય છે , સાંજની સંધ્યા આરતી બાદ રાત્રે સાડા નવ વાગ્યે માતાજીની પાલખી બહુચરાજી મંદિરથી નીકળી શંખલપુર મંદિરે જાય છે , ત્યાંથી રાત્રે બે વાગ્યે બહુચરાજી મંદિરે પરત ફરી આરતી કરી આ ઉત્સવની પૂર્ણાહુતિ થાય છે . બહુચરાજી વ્યંડળ સમાજની ગુરુગાદી અને સમાજનું મુખ્ય કેન્દ્ર હોવાના કારણે ચૈત્રી પૂનમના મેળામાં ભારતભરમાંથી વ્યંડળો ઊમટી પડે છે . માસી અને માતાજીના ઉપનામથી ઓળખાતા વ્યંડળો બહુચરના પ્રખર ભક્તો ગણાય છે . બહુચરાજી ગુજરાતની ત્રણ શક્તિપીઠમાંનું સિદ્ધશક્તિપીઠ છે . અહીં દક્ષ રાજાની પુત્રી મા ભગવતી ( પાર્

ઐઠોર ગણપતિદાદાનો મેળો

ઐઠોર ગણપતિદાદાનો મેળો  ગણપતિદાદાનું પૌરાણિક મંદિર , એક દુર્લભ યાત્રાધામ ઐઠોર આદિકાળથી માનવી પોતાના જીવનની સફળતા માટે વિઘ્નોના પરિતાપમાંથી બચવા વરુણ , અગ્નિ , ગણેશ તેમજ પ્રકૃતિનાં અન્ય તત્ત્વોની પૂજા કરતો આવ્યો છે . આજે પણ સમગ્ર માનવસમુદાય આવી ધાર્મિક માન્યતાઓના બળે દેવ - દેવતાઓને પોતાના રક્ષણદાતા માને છે . દેવતાઓને રીઝવવા યજ્ઞો આજે પણ કરે છે . ભાગવત પુરાણોમાં ભૂત , પિશાચ , ડાકિની , રાક્ષસ , યક્ષ અને આત્મક ગ્રહ આપણા વિઘ્નકર્તાઓ તરીકે સ્વીકાર્ય બનેલાં છે . આ તમામ વિઘ્નકર્તા ગણોને કાબૂમાં લેવાનું કાર્ય કરનાર દેવ એટલે ગણપતિ . ગણપતિ વિઘ્ન હરનાર દેવનું સૌમ્ય સ્વરૂપ છે , જ્યારે વિનાયક એ પીડા કે ઉપાધિ લાવનાર છે જે તેમનું રૌદ્ર સ્વરૂપ છે . ઐઠોર ગામની પવિત્ર ધરતી ઉપર પુષ્પાવતી નદીના કાંઠા પર રેણુમાંથી બનાવેલું ડાબી સૂઢવાળા વિઘ્નહર્તા ગણપતિદાદાનું ભવ્ય સ્થાન ઐઠોર ગામની શોભામાં અભિવૃદ્ધિ કરી ઇતિહાસમાં બેનમૂન સ્થાન પામ્યું છે . આ સ્થળે સૌપ્રથમ મંદિર કોણે બંધાવ્યું તેના ચોક્કસ ઉલ્લેખ મળતા નથી , પણ ૧૩ મી સદીમાં હિન્દુસ્તાનમાં ચઢાઈ કરી આવનાર ધર્માંધ શાસક અલ્લાદીન ખિલજીએ આક્રમણ દરમ્યાન આ મંદિરની સ્થાપત

ચિત્ર - વિચિત્રનો મેળો

ચિત્ર - વિચિત્રનો મેળો  ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માથી ૫૦ કિ.મી. દૂર ગુણભાંખરી ગામે ચિત્ર વિચિત્રનો મેળો ભરાયો હતો . ત્રણ નદીઓના સંગમ કિનારે આવેલા મહાદેવના મંદિરે મોટો મેળો ભરાયો હતો . આ મેળામાં હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈ - બહેનો ઊમટી પડ્યાં હતાં . હોળી પછીના ચૌદમા દિવસે એટલે કે ફાગણ વદ ચૌદસે ભરાતો ચિત્ર - વિચિત્રનો મેળો તેના નામ પ્રમાણે વિચિત્ર છે . સાબરકાંઠા જિલ્લાની અતિ પછાત ભલીભોળી આદિવાસી પ્રજાએ આગવી લોકશૈલી અને સંસ્કૃતિ માટે મોખરાનું સ્થાન હસ્તગત કર્યું છે . મહાભારત - રામાયણમાં સર્જાયેલી ઘટનાઓનાં સ્થળો સમસ્ત ભારતમાં ઠેકઠેકાણે પથરાયેલાં પડ્યાં છે . સાબરકાંઠામાં આવું એક સ્થળ છે , જેની સાથે મહાભારતના ચિત્રવર્ય અને વિચિત્રવીર્યના પુત્રોનાં નામ સંકળાયેલાં છે . પૌરાણિક કાળથી એવી માન્યતા છે કે , હસ્તિનાપુર ( આજનું દિલ્હી ) ના શાસનકર્તા શાંતનુને બે પુત્રો હતા , ચિત્રવર્ય અને વિચિત્રવર્ય , જે તેઓનાં માતા સત્યવતી ( જે મત્સ્યગંધા તરીકે પણ જાણીતાં હતાં ) અને રાજા શાંતનુના જયેષ્ઠ પુત્ર દેવવ્રત ( મહાભારતના ભીષ્મ ) વચ્ચેના સંબંધો અંગે ખોટી માન્યતા ધરાવતા હતા . પાછળથી પોતાની ભૂલ તેઓ

ડાંગ દરબાર - એક આકર્ષણ

ડાંગ દરબાર - એક આકર્ષણ  આપણે આ એક ડાંગ દરબાર - એક આકર્ષણના કાલ્પનિક પ્રવાસમાં ડાંગ દરબારની મુલાકાતે જઈએ . ગત ફાગણ માસ - હોળીમાં આ ડાંગ દરબારનો અનેરો ઉત્સવ ઊજવાયો હતો . ડાંગની સંસ્કૃતિ એક વૈશિષ્યપૂર્ણ અને ઐતિહાસિક મહત્તા ધરાવનારી સંસ્કૃતિ છે , જેના વિશે જાણવામાં તથા માણવામાં આપને ખૂબ જ રસ પડશે . અન્ય જિલ્લાઓમાં ઊજવાતા ઉત્સવો અને મેળાઓની જેમ જ ડાંગ જિલ્લાના આહવામથકે ડાંગ દરબારની ઉજવણી એ વિશિષ્ટ આકર્ષણનું કેન્દ્રબિન્દુ છે . આ ઉત્સવ આદિવાસી અને ડાંગી પ્રજા ખૂબ જ ઉત્સાહથી મન મૂકીને ઊજવે છે . જંગલોમાં પર્વતોની વચ્ચે , કુદરતના ખોળે વસેલા આદિવાસીઓની જીવનશૈલી અને રીતરિવાજો અનોખાં હોય છે . તેના મેળાઓ પણ અદ્ભુત અને વિચિત્ર કહી શકાય તેવા હોય છે . આપણે તો માણવો છે ડાંગ દરબારને . લોકકલા અને લોકસંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધતામાં એકતા ધરાવતી ‘ આપણા દેશની અનોખી સંસ્કૃતિએ આખા વિશ્વમાં ( Whole world ) અચરજ ફેલાવ્યું છે ત્યારે આપણી પરંપરાગત લોકસંસ્કૃતિનું જતન કરવાની આપણા સૌની સહિયારી જવાબદારી છે . ગુજરાતમાં ગણીગાંઠી જગ્યાએ આવા મેળાઓ ભરાય છે , જેમાં ડાંગ દરબારનું સ્થાન અગ્રેસર કહી શકાય . ડાંગ દરબારનો ઇતિહાસ

હજરત સૈયદ અલી મીરા દાતારનો ઉર્સ મુબારક

હજરત સૈયદ અલી મીરા દાતારનો ઉર્સ મુબારક  ગુજરાતના મહેસાણા જિલ્લાનાં ઊંઝા તાલુકામાં ઊંઝાથી પાંચ કિલોમીટરના અંતરે ઉનાવા ગામમાં આવેલી હજરત સૈયદ અલી મીરા દાતારની દરગાહ ભાવિકોમાં અનેરી આસ્થાનું પ્રતીક બનેલી છે . ઇસ્લામિક કૅલેન્ડર વર્ષ પ્રમાણે પ્રથમ માસ મોહરમના ૨૯ મા દિવસની રાત્રિએ ચાંદ દેખાતાં આ દરગાહનો ઉર્સ શરૂ થાય છે . આ ઉર્સ મુબા ૨ ક પંદર દિવસ સુધી ખૂબ જ ધામધૂમથી ઊજવાય છે . ગુજરાતમાં ઘણાં ધાર્મિક સ્થળો એવાં છે કે જ્યાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાના મનની મુરાદ પૂરી કરવા ઊમટી પડે છે અને તેમાંની એક જગ્યા એટલે હજરત સૈયદ અલી મીરા દાતારનો દરબાર . હજરત સૈયદ અલી મીરા દાતારનો જન્મ અમદાવાદના ખાનપુર વિસ્તારના સૈયદવાડામાં થયો હતો . મીરા દાતારનો જન્મ રમઝાન માસની ચાંદરાતે થયો હતો . જ્યારે તેઓ મહોરમના ૨૯ મા દિવસે શહીદ થવા તેમની આ શહીદીના માનમાં હજરત સૈયદ અલી મીરા દાતારનો ઉર્સ મુબારક ઊજવવામાં આવે છે . તેમને ‘ મીરા દાતાર ’ ’ તરીકે ઓળખવામાં આવે છે , કારણ કે ‘ મીરા’નો અર્થ થાય છે ‘ બહાદુર ’ અને ‘ દાતાર’નો અર્થ થાય છે ‘ આપનાર ’ . ઉર્સ દરમિયાન ચાલતી વિવિધ વિધિઓ , જેમકે કુરાન શરીફનું પઠન , ગુંસલ , નિશાન ચ

ક્વાંટ ગૈરનો મેળો

ક્વાંટ – ગૈરનો મેળો  પુરાતન કાળથી ક્વાંટ આદિવાસીઓનું કેન્દ્રસ્થળ છે . રાઠવા સમાજના હૃદયમાં વસેલુ ક્વાંટ વડોદરાથી લગભગ ૧૦૦ કિમી અંતરે ઉત્તર - પૂર્વ દિશામાં , પંચમહાલના એક છેડા તરફ તથા મધ્યપ્રદેશની એક સરહદ પર રહેલા છોટાઉદેપુર જિલ્લામાં આવેલું છે . આ મેળો અત્રે હોળીના પાંચમા દિવસે એટલે કે રંગપાંચમના દિવસે ભરાય છે , જેને “ ગૈરનો મેળો ” તરીકે ઓળખાય છે . આજુબાજુનાં પચાસ ગામમાંથી , મધ્યપ્રદેશમાંથી અને રાજસ્થાનમાંથી આદિવાસીઓ અહીં આ મેળોનો આનંદ માણવા આવે છે . સાથોસાથ અનેક દેશોમાંથી ઘણા લોકો આ આદિવાસી સંસ્કૃતિનું રસ - પાન કરવા તેમજ ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા આવે છે . આ સ્થળ પર રાઠવા સમાજના લોકો પૃથ્વી પર પોતાની હયાતીની ખુશી માણવા માટે કોઈ પણ પૂર્વતૈયારી વગર એકઠા થાય છે . અહીં આ સમાજનાં પુરુષો તથા સ્ત્રીઓ રંગબેરંગી , ભપકાદાર , વિશિષ્ટ પ્રકારની પરંપરાગત વેશભૂષામાં ખૂબ જ ઉત્સાહિત અને આનંદિત જોવા મળે છે . તેઓ મેળામાં નાચવા - ગાવા લગ્નની વાતચીત કરવા , સામાનની અદલાબદલી કરવા , વર્ષ દરમિયાનમાં આનંદના સમાચારની વહેંચણી એકબીજા સાથે કરવા એકત્ર થતા હોય છે . દરેક ગામમાંથી સ્ત્રી - પુરુષો અલગ - અલગ જૂથમાં મેળા

ડાકોરનો ફાગણી પૂનમનો મેળો

ડાકોરનો ફાગણી પૂનમનો મેળો  સંસ્કૃતમાં એક સરસ પંક્તિ છે ‘ ઉત્સવ પ્રિયા ખલુ માનવા ’ ’ એટલે કે બધા માણસોને ઉત્સવ પ્રિય હોય છે . એમાંય ગુજરાતીઓ તો ખૂબ જ આનંદી સ્વભાવના હોય છે . ઉત્સવો તેમની એક આગવી ઓળખ બની ગયા છે . આજે આપણે આવા જ એક ઉત્સવની વાત કરીશું , જે ડાકોરમાં ફાગણી પૂનમના દિવસે મેળા સ્વરૂપે ઊજવાય છે . પુરાતન કાળમાં ડાકોરની આસપાસનો આખો વિસ્તાર ખાખરિયા વન તરીકે ઓળખાતો હતો . ગાઢ જંગલવાળો આખો વનવિસ્તાર રળિયામણો હોવાથી ઋષિમુનિઓ તપ કરવા અહીં આવતા . એક દંતકથા મુજબ ડંકઋષિ નામના એક ઋષિ અહીં તપ કરતા હતા . એક દિવસ તેમના તપથી પ્રસન્ન થઈ ભગવાન શંકર પ્રગટ થયા અને ડંકઋષિને વરદાન માંગવા કહ્યું . ડંકઋષિએ તો વરદાનમાં સ્વયં ભગવાનને જ માંગી લીધાં . તેમણે ભગવાનને કહ્યું , “ ભગવાન તમે અહીં મારી પાસે જ રહો . ’ આથી ભગવાન પોતનું વચન પાળવા પોતાની હયાતી સ્વરૂપે એક શિવલિંગ અહીં મૂકતા ગયા , જે ડંકનાથ મહાદેવના નામે પ્રસિદ્ધ થયું , જેને કારણે આ આખોય વનવિસ્તારવનવિસ્તારડંકપુર નામે ઓળખાવા લાગ્યો . હાલનું આ ડાકોર શ્રીકૃષ્ણના પરમ ભક્ત વિજયાનંદ બોડાણાને આભારી છે . બીજી એક દંતકથા મુજબ ભક્ત બોડાણા પોતાના હાથમાં તુલસીનાં ક

ગોળ - ગધેડાનો મેળો

ગોળ - ગધેડાનો મેળો  દાહોદ વિસ્તારના આદિવાસીઓમાં ચૂલના મેળાની જેમ અતિ પ્રસિદ્ધ એવો ‘ ગોળ - ગધેડા’નો મેળો ભરાય છે . આ મેળો પણ તેની આગવી વિશિષ્ટતા ધરાવતો મેળો છે . હોળી પછીના પાંચમા , સાતમા કે બારમા દિવસે ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે જાહેર મેદાનમાં ‘ ગોળ - ગેધેડા’નો મેળો ભરાય છે . આ મેળામાં આજુબાજુના વિસ્તારમાંથી હજારો સ્ત્રી - પુરુષ ઢોલ વગાડતાં વગાડતાં અને આનંદથી નાચતાં - ગાતાં આવે છે . પૌરાણિક યુગના સ્વયંવરની યાદ તાજી કરાવતો આ ગોળ - ગધેડાનો આદિવાસી સિવાયના અન્ય સમાજે પણ એકાદ વખત તો જોવા જેવો છે . મેળાના મેદાનની મધ્યમમાં ૨૦ થી ૨૫ ફૂટ ઊંચો લાકડાનો સમક્ષિતિજ લાંબો સ્તંભ ઊભો કરવામાં આવે છે . તેના ઉપર વીંધ પાડી માણસ ઊભો રહી શકે તેવી રીતે ચાર - પાંચ ફૂટનાં બે આડાં લાકડાંના કટકા બેસાડવામાં આવે છે . તે થાંભલાની ટોચ પર ગોળની પોટલી લટકાવવામાં આવે છે . દૂરથી જોતાં આનો આકાર ઈશુના ક્રૉસ સ્તંભ જેવો લાગે છે . આ સ્તંભની આજુબાજુ યુવાન કુંવારી કન્યાઓ હાથમાં વાંસની સોટીઓ લઈને ઢોલના તાલે ગીતો ગાતી ગોળાકારમાં નૃત્ય કરે છે . બે - ત્રણ જુવાનડા કન્યાઓના આ ટોળાની વચમાં થઈને થાંભલે ચડે છે . થાંભલે ચઢનાર યુવાનને

વરાણા નો મેળો

વરાણા નો મેળો  ગુજરાતની ધરોહર એટલે ‘ મેળો ’ કે જ્યાં લોકો બધીયે ચિંતાઓ કોરાણે મૂકીને આનંદિવભોર બનીને એકબીજાને મળતા હોય અને હૈયામાં આધ્યાત્મિકતાની સરવાણી વહી રહી હોય છે . આવા જ ગુજરાતના ભાતીગળ મેળામાંના એક મેળા ‘ વરાણાનો મેળો ’ ’ વિશે જાણીએ . પાટણ જિલ્લાનો વઢિયાર પંથક કાઠિયાવાડની લઘુ આવૃત્તિ કહેવાય છે . સમી તાલુકાના રણની કાંધીએ વસેલા પંથકમાં “ વરાણા ” સદીઓ પુરાણા આઈ ખોડિયારના તીર્થધામની મોટા ઓળખ છે . વરાણા ખાતે પ્રતિ વર્ષ મહા સુદ આઠમે ભાતાગળ લોકમેળો યોજાય છે . આ મેળામાં ઢિયાર , ઝાલાવાડ , ચુંવાળ , રાધનપુર અને સાંતલપુર ગામના લોકો મોટી સંખ્યામાં ઊમટી પડે છે . આમ તો આ મેળો મહા સુદ બીજ - ત્રીજથી શરૂ થઈ પૂનમ સુધી ચાલુ રહે છે . સાતમથી નોમના દિવસે આ લોકમેળો પુરબહારમાં જામે છે . મેળા દરમિયાન આશરે પાંચથી સાત લાખ ભાવિકો દર્શન માટે પધારે છે . મેળામાં વિઢિયાર સહિત અન્ય પંથકના લોકજીવનની ઝાંખી જોવા મળે છે . અહીં ભાવિકો આઈશ્રી ખોડિયા ૨ ને તલ અને સાકરની બનેલી સાંનીનું નૈવેદ્ય ધરાવે છે . આઠમના દિવસે ભક્તો લાંબી કતારોમાં શિસ્તબદ્ધ રીતે ઊભા રહી માનાં દર્શન માટે ઉત્સુક બને છે . આજના આધુનિક યુગમાં વાહનોની બો

ભવનાથનો મેળો

ભવનાથનો મેળો  જૂનાગઢ પાસે ગરવા ગિરિનારાયણની ગોદમાં ભગવાન ભવનાથ મહાદેવનું અદ્ભુત નૈગિક વનરાજી હરિયાળી ગિરિકંદરા વચ્ચે સ્વયંભૂ શિવમંદિર આવેલું છે . અનંતકાળથી મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે મહા વદ અગિયારસથી અમાવસ્યા સુધી ભવનાથ મહાદેવના સાંનિધ્યમાં ધાર્મિક - સાંસ્કૃતિક “ ભવનાથના મેળો’’નું ભવ્ય આયોજન થાય છે . આમ જ કાર્તિક સુદ અગિયારસથી પૂનમ ગિરિનારાયણ ( ગિરનાર ) ની ૩૩ કિ.મી અંતરની અતિકપરી પુણ્યનું ભાથું બાંધવા પગપાળા લીલી પરિક્રમા યોજાય છે . દેવપોઢી અગિયારસ ( દેવદિવાળી ) એ સવારે ૪ વાગ્યે શાસ્ત્રોક્ત પૂજન - અર્ચના સાથે શરૂ થતી આ પરિક્રમા ૧૦ કિ.મી.નું અંતર કાપી “ જીણાબાવાની મઢી''ના ઉતાર ( પડાવ ) એ પહોંચી ત્યાં તમામ યાત્રિકો રોકાય , પોતાનું ભોજન બનાવે અને મધ્યરાત્રિ સુધી ધૂન - ભજનનો ભવ્ય કાર્યક્રમ યોજાય છે . બીજા દિવસજ ‘ ‘ મારવેલા’’ના બનાવે કિ.મી. ૧૦ પડાવ કરી ભોજન - ભજન ને રાત્રિરોકાણ કરી ત્રીજા દિવસે પગપાળા ચાલી ૧૧ કિ.મી ‘ ‘ બોરદેવી’’ના ઉતારે રાત્રિરોકાણ કરી સવારે ભવનાથનું ૧૨ કિ.મી.ની પદયાત્રા શરૂ કરવાની . કોઈ રાત્રે થાકી જાય તે બીજા દિવસે ભવનાથ પહોંચી પોતાની યાત્રા સંપન્ન કરે છે .

ગાય - ગૌહરીનો મેળો

ગાય - ગૌહરીનો મેળો  દર વર્ષે દિવાળી પછી બેસતા વર્ષ અને ભાઈબીજના દિવસે ભરાતા આ મેળાનો ઇતિહાસ ૩૦૦ વર્ષથી પણ પ્રાચીન છે . ગુજરાતના દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે આ મેળો ભરાય છે . આમાં મુખ્ય ભીલ જાતિના લોકો ભાગ લે છે . આખા વર્ષ દરમિયાન આપણા રોજિંદા જીવનમાં પશુઓનો ઉપયોગ કરીએ છીએ તો એક આખા દિવસ માટે પશુઓને શણગારીને ઉત્સવ મનાવવામાં આવે છે . આખા વર્ષ દરમિયાન આપણાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો ગાયોના ટોળાની સામે સૂઈ જઈને પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે . આ મેળામાં તમામ ગાય - બળદને જુદા - જુદા રંગોથી રંગીને તેમને મોરપિચ્છથી શણગારવામાં આવે છે . ત્યાર બાદ ગામના સરપંચ ગાયની પૂજા કરીને આ મેળાની શરૂઆત કરાવે છે અને પ્રાચીન લોકમાન્યતા અનુસાર જે વ્યક્તિ કોઈ માનતા માને છે તે પૂરી કરવા માટે આ મેળામાં અચૂક ભાગ લે છે . આ મેળામાં ગાય સાથે બળદોની પણ પૂજા થાય છે . એક પાઇપ જેવા સાધનમાં દારૂગોળો ભરીને ફોડવામાં આવે છે અને તેના ધડાકાના અવાજથી ગાય અને બળદનાં ટોળાં દોડવા લાગે છે . આ મેળામાં ગામની આસપાસના ગ્રામજનો પણ ભાગ લે છે .

સિદ્ધપુરનો મેળો

 સિદ્ધપુરનો મેળો  ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાનું સિદ્ધપુર નગર એ સરસ્વતી નદીના કિનારે વસેલું છે . લોકમાતા કુંવારિકા સરસ્વતી નદીના કિનારે દર વર્ષે કાર્તિકી પૂનમે કાત્યોકનો મેળો ભરાય છે . કાત્યોકનો મેળો રાત્રિના સમયે રોશનીથી ઝળહળી ઊઠે છે . સરસ્વતી નદીમાં શ્રદ્ધાળુઓ તર્પણવિધિ કરી ધન્યતા અનુભવે છે . આ મેળામાં ગોઠવાતાં ઊંટબજાર , શેરડીબજાર , મનોરંજનને લગતી જુદી - જુદી ચીજોની દુકાનો , બાળકોને મનોરંજન આપતાં સાધનો , અશ્વબજાર તેમજ અલગ - અલગ દુકાનો આકર્ષણ જમાવે છે . વિશ્વપ્રસિદ્ધ માતૃગયા તીર્થ સિદ્ધપુર બિંદુ સરોવર ખાતે ભારતભરનું એકમાત્ર ભગવાન કાર્તિકેયનું મંદિર આવેલું છે , જે કારતક માસમાં સુદ અગિયારસથી પૂનમ સુધી વર્ષમાં એક જ વાર ખૂલતું હોવાથી કાત્યોકનો લોકમેળો માણવા આવતા લાખો શ્રદ્ધાળુઓ ભગવાન કાર્તિકેયનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે . સિદ્ધપુરના બિંદુ સરોવર ખાતે ઉત્તરક્રિયા , માતૃતર્પણ , દશા શ્રાદ્ધ , અસ્થિવિસર્જન , એકાદશી શ્રાદ્ધ , નારાયણ બલિ જેવાં અનુષ્ઠાનો માટે શ્રદ્ધાળુઓ આવે છે . આ મેળામાં હૈયેહૈયું દળાય એટલી લોકોની ભીડજોવા મળે છે . આ મેળામાં ઊંટ અને અશ્વોની લે - વેચ માટે અલગ બજાર ભરાય છે . આ મે

વૌઠાનો મેળો

વૌઠાનો મેળો  દોસ્તો , તમને મેળો ગમે છે ને ? હા ગમતો જ હશે . મેળો એટલે રંગબેરંગી ફુગ્ગાઓ અને રમકડાંનો જ હોય એવું નથી . તમે એવા મેળાઓ જોયા હશે , જેમાં રમકડાં , ઘરવપરાશની વસ્તુઓ સાથોસાથ માટી કે ચિનાઈ માટીમાંથી બનેલી વસ્તુઓ મળતી હશે , કેમ ખરું ને ? ચાલો ત્યારે , આજે હું એક એવા મેળાની તમને મુલાકાત કરાવું જે ઇતિહાસને રજૂ કરે છે , શ્રજ્ઞા ટકાવી રાખે છે , અને પશુઓની લે - વેચ થતી હોય ... તમને તો નવાઈ લાગી હશે ખરું ને ? કે પશુઓનો મેળો પણ મેળો , તો હા , હું આજે તમને જે મેળાનો પરિચય કરાવવાનો છું તે પશુઓનો મેળો છે જેમાં ખાસ કરીને ઊંટ અને ગધેડાની લે - વેચ થતી હોય છે . અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાથી આઠ કિ.મી દૂર આવેલા વૌઠા ગામ ખાતે કારતક સુદ પૂર્ણિમાના દિવસથી “ વૌઠાનો મેળો ભરાય છે . આ મેળાની વિશેષતા એ છે કે આ મેળો સપ્ત સંગમસ્થાને એટલે કે સાત નદીઓના સંગમસ્થાને યોજાય છે . આમ , તો આ વૌઠાના મેળો જ્યાં યોજાય છે ત્યાં સાબરમતી અને વાત્રક એમ મુખ્ય બે નદીઓ જ મળે છે , પરંતુ તે પૂર્વે સાબરમતી નદીમાં હાથમતી નદી અને વાત્રક નદીમાં ખારી , મેશ્વો માંજમ અને શેઢી નદીઓ મળે છે . આમ , આ બધી નદીઓ ભેગીમળી સાત નદીઓનો સંગમ