सीधे मुख्य सामग्री पर जाएं

ડાકોરનો ફાગણી પૂનમનો મેળો

ડાકોરનો ફાગણી પૂનમનો મેળો

 સંસ્કૃતમાં એક સરસ પંક્તિ છે ‘ ઉત્સવ પ્રિયા ખલુ માનવા ’ ’ એટલે કે બધા માણસોને ઉત્સવ પ્રિય હોય છે . એમાંય ગુજરાતીઓ તો ખૂબ જ આનંદી સ્વભાવના હોય છે . ઉત્સવો તેમની એક આગવી ઓળખ બની ગયા છે . આજે આપણે આવા જ એક ઉત્સવની વાત કરીશું , જે ડાકોરમાં ફાગણી પૂનમના દિવસે મેળા સ્વરૂપે ઊજવાય છે . પુરાતન કાળમાં ડાકોરની આસપાસનો આખો વિસ્તાર ખાખરિયા વન તરીકે ઓળખાતો હતો . ગાઢ જંગલવાળો આખો વનવિસ્તાર રળિયામણો હોવાથી ઋષિમુનિઓ તપ કરવા અહીં આવતા . એક દંતકથા મુજબ ડંકઋષિ નામના એક ઋષિ અહીં તપ કરતા હતા . એક દિવસ તેમના તપથી પ્રસન્ન થઈ ભગવાન શંકર પ્રગટ થયા અને ડંકઋષિને વરદાન માંગવા કહ્યું . ડંકઋષિએ તો વરદાનમાં સ્વયં ભગવાનને જ માંગી લીધાં . તેમણે ભગવાનને કહ્યું , “ ભગવાન તમે અહીં મારી પાસે જ રહો . ’ આથી ભગવાન પોતનું વચન પાળવા પોતાની હયાતી સ્વરૂપે એક શિવલિંગ અહીં મૂકતા ગયા , જે ડંકનાથ મહાદેવના નામે પ્રસિદ્ધ થયું , જેને કારણે આ આખોય વનવિસ્તારવનવિસ્તારડંકપુર નામે ઓળખાવા લાગ્યો . હાલનું આ ડાકોર શ્રીકૃષ્ણના પરમ ભક્ત વિજયાનંદ બોડાણાને આભારી છે . બીજી એક દંતકથા મુજબ ભક્ત બોડાણા પોતાના હાથમાં તુલસીનાં કૂંડાં લઈને દર છ મહિને ભગવાનનાં દર્શન કરવા ડાકોરથી દ્વારિકા પગપાળા જતા . ૭૨ વર્ષની ઉંમર સુધી આ સિલસિલો ચાલુ રાખ્યો . પછી ભગવાને બોડાણાને કહ્યું કે હવે તમારે અહીં આવવાની જરૂર નથી . તમે ગાડું લઈને આવજો , હું તમારી સાથે ડાકોર આવીશ . એટલે બોડાણાજી ગાડું લઈને દ્વારિકા ગયા . ત્યાં ગૂગળી બ્રાહ્મણોએ તેમના ગાડાને અટકાવ્યું . અને તેમની ભગવાનને સાથે લઈ જવાની વાત પર હસી ઉડાવી . બ્રાહ્મણોએ મંદિરના દરવાજાઓને તાળાં મારી દીધાં . ભગવાને બધાં તાળાં તોડી નાંખી ઊંઘી રહેલા બોડાણાને જગાડી પોતાને ડાકોર લઈ જવા કહ્યું . બોડાણાની સાથે ભગવાન ગાડામાં બેસી ડાકોર આવવા નીકળ્યાં . પછી થાકેલા બોડાણાને આરામ કરવાનું કહી ભગવાને ગાડું હંકાર્યું . બીજા દિવસે સવારે ઉમરેઠથી થોડે દૂર સીમળજ ગામ આગળ બિલેશ્વર પાસે લીમડાના વૃક્ષ પાસે ભગવાને ગાડું ઊભું કર્યું . ભગવાને તે લીમડાની ડાળને પકડતાં તેમના સ્પર્શથી તે મીઠી થઈ ગઈ હતી . દ્વારિકાના ગૂગળીઓ બોડાણાનો પીછો કરતાં ડાકોર આવી પહોચ્યા . આથી ભગવાને પોતાની મૂર્તિ ગોમતી તળાવમાં સંતાડવા બોડાણાને કહ્યું . બોડાણાએ મૂર્તિ તળાવમાં સંતાડી દીધી . ગૂગળીઓની સાથે આવેલા સૈનિકોમાંથી એકે બોડાણાની તરફ ભાલાનો પ્રહાર કર્યો . માથામાં સખત થા વાગવાથી બોડાણા મૃત્યુ પામ્યા , પણ ગૂગળીઓ તો હઠ લઈને બેઠા કે મૂર્તિ લઈને જ જઈશું . છેવટે નક્કી થયું કે બોડાણાની પત્ની ગંગાબાઈ મૂર્તિની ભારોભાર સોનું ગૂગળીઓને આપે તો તેઓ મૂર્તિ ડાકોરમાં રહેવા દેશે . ગંગાબાઈ પાસે તો સોનાની એક વાળી સિવાય કંઈ નહોતું . આથી તોલાતી વખતે ભગવાન ગંગાબાઈની સવા વાલ વજનની વાળી જેટલા વજનમાં હલકા થયા . એટલે શરત મુજબ ગૂગળીઓએ મૂર્તિ ડાકોરમાં જ રાખવી પડી . નિઃસ્વાર્થ ભક્તિવાળા માણસોના હૃદયકમળમાં ભગવાનનો વાસ થાય છે . એ ભક્ત બોડાણા અને ગંગાબાઈએ સિદ્ધ કરી બતાવ્યું . તેમના પ્રતાપે ડાકોર તીર્થધામ બની ગયું . દૂર દૂરથી ભગવાનનાં દર્શને લોકો આવવા લાગ્યા . ડાકોરની વસ્તી વધવા લાગી . ડાકોરવાસીઓ અનન્ય ભક્તિભાવથી રોજ વિધિ વિધ પ્રકારના ઉત્સવ કરવા લાગ્યા . ઠેર ઠેરથી ભક્તોની ભજનમંડળીઓ યાત્રાધામમાં આવવા લાગી . થોડા સમયમાં જ ડાકોર દૂર દૂરના પ્રદેશ સુધી સુપ્રસિદ્ધ થઈ ગયું . ડાકોરનું રણછોડરાયજીનું હાલનું આ મંદિર ઈ . સ . ૧૭૭૨ માં એક લાખ રૂપિયાના ખર્ચે શ્રી ગોપાલ જગન્નાથ તામ્બવેકરે બંધાવ્યું હતું . તેમાં બારબારરાશિ પ્રમાણે દરેક બાજુ બાર બાર પગથિયાં છે . આઠ ગુંબજ અને ચોવીસ મિનારા છે . ઊંચામાં ઊંચો મિનારો નેવું ફૂટનો છે . તેના ચોવીસે મિનારા સોનાના વરખથી મઢેલા છે . તેમાં કાળા રેતાળ પથ્થરની સવા ત્રણ ફૂટ ઊંચી અને દોઢ પહોળી પ્રતિમા છે . મુખ્ય ઘુમ્મટની અંદરની દીવાલો પર તૈલી ચિત્રો છે , જે શ્રીકૃષ્ણના જીવનચરિત્રને દર્શાવે છે . ખેડા જિલ્લાના આ પવિત્ર અને પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમના મેળાનું અનેરું મહત્ત્વ છે . દર વરસે દેશવિદેશથી લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી ડાકોરના ઠાકોરનાં દર્શન કરવા આવતા હોય છે . ઘણા બધા તો પગપાળા આવે છે . આ ભાવિક ભક્તોની સેવાનો લહાવો લેવા સંખ્યાબંધ સ્વયંસેવકો દ્વારા રસ્તામાં ઠેર ઠેર વિસામા ઊભા કરવામાં આવે છે . અહીં તેમની નિશુલ્ક નિઃસ્વાર્થભાવે પૂરા ભાવપૂર્વક ભોજન - પાણી , દવા - માલિશ વગેરે સેવા કરવામાં આવે છે . જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ રસ્તાની આજુબાજુ ઠેર ઠેર શૌચાલયો , સારવાર કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવે છે . શ્રદ્ધાળુઓના ધસારાને પહોંચી વળવા વધારાની બસોની અને અલાયદા બસસ્ટોપની પણ સુવિધા કરવામાં આવે છે . જિલ્લા પોલીસ વહીવટી તંત્ર પણ સુરક્ષાને ધ્યાને લઈને બાજનજરે ખડે પગે રહે છે . મેળાના દિવસે આખું ડાકોર દર્શનાર્થીઓથી ઊભરાય જાય છે . ગલીએ ગલીએ ‘ જય રણછોડ માખણચોર’ના નારા ગુંજી ઊઠે છે . એટલું જ નહિ , પણ ઠેર ઠેર વિવિધ પ્રકારની વસ્તુઓ , રમકડાં અને ખાણી - પીણીની ચીજવસ્તુઓના સ્ટોલના લીધે મેળાની જમાવટ જાય છે . આસો સુદ પૂનમ શરદ પૂનમ કે જેને માણેકઠાળી પૂનમ કહે છે ત્યારે પણ અહીં ડાકોરમાં મેળો ભરાય છે એથી તેને માણેકઠારી પૂનમનો મેળો પણ કહે છે . મેળાનું સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડાકોર ઉત્સવ ગોલોત્સવનું આયોજન કરવામાં આવે છે તે છે . જ્યાં સતત બે દિવસ સાંજના સમયથી મોડી રાત સુધી સમગ્ર જિલ્લાના શ્રેષ્ઠ કળાકારો દ્વારા ઉત્તમોત્તમ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ગુજરાતની લોકકળા રજૂ કરવામાં આવે છે અને ડાકોરના ઇતિહાસની ઝાંખી કરાવવામાં આવે છે , જે દરેક માટે એક યાદગાર ઉત્સવ બની રહે છે . રણછોડરાયજીનાં પાવન દર્શનની સાથે સાથે મેળાનો ભરપૂર આનંદ લૂંટવાનો લહાવો દરેકે એક વાર તો લેવો જ જોઈએ . .

ડાકોરનું રણછોડરાયજીનું હાલનું આ મંદિર ઈ . સ . ૧૭૭૨ માં એક લાખ રૂપિયાના ખર્ચે શ્રી ગોપાલ જગન્નાથ તામ્બવેકરે બંધાવ્યું હતું . તેમાં બાર રાશિ પ્રમાણે દરેક બાજુ બાર બાર પગથિયાં છે . આઠ ગુંબજ અને ચોવીસ મિનારા છે . ઊંચામાં ઊંચો મિનારો નેવું ફૂટનો છે . તેના ચોવીસે મિનારા સોનાના વરખથી મઢેલા છે . તેમાં કાળા રેતાળ પથ્થરની સવા ત્રણ ફૂટ ઊંચી અને દોઢ પહોળી પ્રતિમા છે .

પૂનમના મેળાનું અનેરું મહત્ત્વ છે . દર વરસે દેશવિદેશથી લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી ડાકોરના ઠાકોરનાં દર્શન કરવા આવતા હોય છે . ઘણા બધા તો પગપાળા આવે છે . આ ભાવિક ભક્તોની સેવાનો લહાવો લેવા સંખ્યાબંધ સ્વયંસેવકો દ્વારા રસ્તામાં ઠેર ઠેર વિસામા ઊભા કરવામાં આવે છે . અહીં તેમની નિશુલ્ક નિઃસ્વાર્થભાવે પૂરા ભાવપૂર્વક ભોજન - પાણી , દવા – માલિશ વગેરે સેવા કરવામાં આવે છે .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...

બકસરનું યુદ્ધ

બકસરનું યુદ્ધ          અંગ્રેજોએ મિરજાફ ૨ ને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદાં જુદાં બહાનાં નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકા ૨ો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીરજાફરને ખસેડી મીર કાસીમને બંગાળનો નવાબ બનાવ્યો . કંપની માટે મીર કાસીમ તો મીર જાફર કરતાં વધુ મહત્ત્વાકાંક્ષી સાબિત થયો . તેથી મીર કાસીમનો કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસીમને ઉથલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો . મીર કાસીમ અવધના નવાબના શરણે ગયો . આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહઆલમ આવ્યો હતો . આથી , ત્રણેયે સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું .      બકસર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું ( 22 ઑક્ટોબર , 1764 ) . જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ , બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી .