सीधे मुख्य सामग्री पर जाएं

ડાંગ દરબાર - એક આકર્ષણ

ડાંગ દરબાર - એક આકર્ષણ 

આપણે આ એક ડાંગ દરબાર - એક આકર્ષણના કાલ્પનિક પ્રવાસમાં ડાંગ દરબારની મુલાકાતે જઈએ . ગત ફાગણ માસ - હોળીમાં આ ડાંગ દરબારનો અનેરો ઉત્સવ ઊજવાયો હતો . ડાંગની સંસ્કૃતિ એક વૈશિષ્યપૂર્ણ અને ઐતિહાસિક મહત્તા ધરાવનારી સંસ્કૃતિ છે , જેના વિશે જાણવામાં તથા માણવામાં આપને ખૂબ જ રસ પડશે . અન્ય જિલ્લાઓમાં ઊજવાતા ઉત્સવો અને મેળાઓની જેમ જ ડાંગ જિલ્લાના આહવામથકે ડાંગ દરબારની ઉજવણી એ વિશિષ્ટ આકર્ષણનું કેન્દ્રબિન્દુ છે . આ ઉત્સવ આદિવાસી અને ડાંગી પ્રજા ખૂબ જ ઉત્સાહથી મન મૂકીને ઊજવે છે . જંગલોમાં પર્વતોની વચ્ચે , કુદરતના ખોળે વસેલા આદિવાસીઓની જીવનશૈલી અને રીતરિવાજો અનોખાં હોય છે . તેના મેળાઓ પણ અદ્ભુત અને વિચિત્ર કહી શકાય તેવા હોય છે . આપણે તો માણવો છે ડાંગ દરબારને . લોકકલા અને લોકસંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધતામાં એકતા ધરાવતી ‘ આપણા દેશની અનોખી સંસ્કૃતિએ આખા વિશ્વમાં ( Whole world ) અચરજ ફેલાવ્યું છે ત્યારે આપણી પરંપરાગત લોકસંસ્કૃતિનું જતન કરવાની આપણા સૌની સહિયારી જવાબદારી છે . ગુજરાતમાં ગણીગાંઠી જગ્યાએ આવા મેળાઓ ભરાય છે , જેમાં ડાંગ દરબારનું સ્થાન અગ્રેસર કહી શકાય . ડાંગ દરબારનો ઇતિહાસ તપાસતાં જણાય છે કે ડાંગ પ્રદેશમાં હોળીના પર્વનું મોટું માહાત્મ્ય છે . ડાંગ દરબારનો સાંસ્કૃતિક મેળો દર વર્ષે હોળીના દિવસો દરમ્યાન ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે યોજાય છે .

સને ૧૯૪૨ સુધી ડાંગ જિલ્લાનો વહીવટ ભીલ રાજાઓ અને નાયકો જ કરતા હતા . એ જ વર્ષમાં ડાંગના જંગલના પટ્ટાઓ બ્રિટિશરોને આપવામાં આવ્યા હતા . ભીલ રાજાઓ અને નાયકોને પટ્ટાના હક બદલ અને પછી વાર્ષિક વર્ષાસન સ્વરૂપે આપવાની થતી રકમ દર વર્ષે ભીલ રાજાઓ , નાયકો , ભાઈબંધો , પોલીસ પટેલો અને કારભારીઓને ડાંગ દરબાર ભરીને અર્પણ કરવામાં આવતી . દરબાર યોજવા પાછળનો બ્રિટિશરોને હેતુ ડાંગી રાજાઓ , નાયકો તથા લોકો એક જ જગ્યાએ એકઠા થાય તે હતો . આહવાની આજુબાજુનાં ગામોના લાખો આદિવાસીઓ આ સાત દિવસની અવિધ માટે ચાલતાં ડાંગ દરબારમાં એકત્ર થતા . લગભગ ૩૦૦ જેટલાં ગામોમાંથી આદિવાસી પ્રજા ખાસ ડાંગ દરબારમાં આવતી . આ દરબાર તેમની ફરિયાદો સાંભળી તેનો નિકાલ કરતો . વર્તમાન સમયમાં પણ આ ક્રમ ચાલુ છે , પરંતુ આજે ડાંગના આદિવાસી રાજાઓ બેસે છે જરૂર , પણ ફરિયાદોનું નિવારણ જિલ્લા કલેક્ટર જ કરે છે . ડાંગ દરબારમાં ડાંગી રાજાઓ , નાયકો તેમજ ભાઈબંધો રંગબેરંગી પોશાકમાં સુસજ્જ થઈને આવે છે જે લોકાર્પણનું કેન્દ્ર બને છે . સમગ્ર ડાંગી પ્રજા આદિવાસી સંસ્કૃતિની સુરાવલિઓના મધુર અને કર્ણપ્રિય સંગીતમાં મુગ્ધ થઈને સમગ્ર દરબારને ઉલ્લાસમય વાતાવરણમાં પરિવર્તિત કરી દે છે . અહીના આદિવાસીઓ તેમની વિશિષ્ટતા અનુસાર તેમના હસ્તકલાના નમૂનાઓ અને સજાવટની વસ્તુઓ નાશિક , સુરત કે પશ્ચિમના દેશોમાંથી આવતા પ્રવાસીઓ શોખથી ખરીદે છે . વિવિધ જૂથો પોતાની નૃત્યકલા , વાદ્યકલા અને સંગીતકળાનું પ્રદર્શન કરે છે . આ મેળાની શરૂઆત વડીલોની હાજરીમાં બોનફાયર પ્રગટાવીને કરવામાં આવે છે . પછી કહાલિયા ’ અને ‘ તાડપુર ’ જેવાં વાઘોના સૂરોથી વાતાવરણ મધુર અને આહ્લાદક બને છે . ડાંગ દરબારમાં દેશ - વિદેશના સહેલાણીઓ આદિવાસી સંસ્કૃતિને જાણવા અને માણવા માટે આવે છે . ઉત્સવપ્રિય ડાંગી આદિવાસી પ્રજા માટે મહત્ત્વનો ઉત્સવ “ ડાંગ દરબાર ” જ છે . ડાંગના ગૌરવપૂર્ણ ઇતિહાસની ઝાંખી કરાવતી ડાંગની આ ધરોહર તથા સંસ્કૃતિ તથા આ પ્રદેશની અઢળક વનસંપદાના જતન માટે જીવ ગુમાવનારા ડાંગી આદિવાસીઓને તેમના પરિવારજનો તથા પ્રજાજનોની બલિદાન અને શૌર્યની ગાથાને કેમ ભૂલી શકાય ? અંગ્રેજો સામે ટક્કર ઝીલનારા આદિજાતિના આ શૂરવીરોને યાદ કરી બિરસા મુંડાને સ્મરણાંજલિ આપવી ઘટે . આ ડાંગ દરબારના રંગ - ઉપવન ખાતે યોજાતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝલક ન માણીએ તો ડાંગ દરબારનો પ્રવાસ અધૂરો ગણાય . આ કાર્યક્રમમાં ખાસ કરીને મહારાષ્ટ્રના લાવણી નૃત્ય , રાજસ્થાનનું તેરા નાલ , ડાંગનું પાવરી નૃત્ય અને ડાંગી નત્ય સાથે રાસ - ગરબાની રમઝટ દિલને ડોલાવી મૂકે તેવી હોય છે . આ પ્રસંગે જુદી જુદી યોજના હેઠળ લાભાર્થીઓને રિવોલ્ડિંગ ફંડમાંથી ચેકોનું વિતરણ પણ કરવામાં આવે છે . ઘણા રાજવીઓનું શાલ ઓઢાડી અને મોમેન્ટો આપી ડાંગ દરબારમાં જાહેર સન્માન કરવામાં આવે છે .

ડાંગના ગૌરવપૂર્ણ ઇતિહાસની ઝાંખી કરાવતી ડાંગની આ ધરોહર તથા સંસ્કૃતિ તથા આ પ્રદેશની અઢળક વનસંપદાના જતન માટે જીવ ગુમાવનારા ડાંગી આદિવાસીઓને તેમના પરિવારજનો તથા પ્રજાજનોની બલિદાન અને શૌર્યની ગાથાને કેમ ભૂલી શકાય ? અંગ્રેજો સામે ટક્કર ઝીલનારા આદિજાતિના આ શૂરવીરોને યાદ કરી બિરસા મુંડાને સ્મરણાંજલિ આપવી ઘટે .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...

25 Top ayurvedic aushadhi:

( 1 )અરીઠા :  ઝાડ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે . સર્પ વિષ , સોમલ , વચ્છનાગ , અફીણ , મોરથથં વગેરેની ઝેરી અસરને દૂર કરવા ઉપયોગી બને છે .. → તેનો ઉપયોગ માથ ધોવા , શરીર ધોવા , ઘરેણા સાફ કરવા લોકો વાપરે છે .    ( 2 ) અશ્વગંધા : ( Withania Somnifera )  છોડ થાય છે . 3 ક્ષય , નબળાઈ , ગાંઠ વગેરે રોગોમાં ઉપયોગી . → મુત્રલ ઔષધ છે . → ડાયાબીટીસ , લોહીના નીચા દબાણમાં , શક્તિવર્ધક તરીકે ઉપયોગી .  ( 3 )આદૂ : ( Zingiber Officincele )  છોડ બે ફૂટ ઊંચો થાય છે . આદૂને સૂકવી છોલીને સૂંઠ તૈયાર થાય છે . બંગાળ , ચેન્નાઈ , જમૈકાબેટ , ધ્રાંગધ્રા વગેરે સ્થળોથી સૂંઠ આવે છે . ખોરાકના પાચનમાં અજીર્ણમાં , વાયુના વિકારોમાં , અમૃતતૂલ્ય કામ છે . આહૂની ખેતી થાય છે .   ( 4 ) આંબળા : ( Embelica Officinalis )   > ઝાડ ( વૃક્ષ ) થાય છે . 4 દિવાળી ( કારતક ) માં ફળ આવે , પોષ – મહિના સુધી બજારમાં ફળ પણ મળે છે . તેને ધાત્રી પણ કહે છે . 0 ચ્યવનપ્રાશ બનાવવા ઉપયોગી છે . → ત્રિફળા ( હરડે + બહેડા + આંબળા ) માં આંબળા વપરાય છે .   ( 5 ) આમલી : ( Tamrindus Indica )  તેનું ઝાડ ( વૃક્ષ ) ...