सीधे मुख्य सामग्री पर जाएं

ક્વાંટ ગૈરનો મેળો

ક્વાંટ – ગૈરનો મેળો 

પુરાતન કાળથી ક્વાંટ આદિવાસીઓનું કેન્દ્રસ્થળ છે . રાઠવા સમાજના હૃદયમાં વસેલુ ક્વાંટ વડોદરાથી લગભગ ૧૦૦ કિમી અંતરે ઉત્તર - પૂર્વ દિશામાં , પંચમહાલના એક છેડા તરફ તથા મધ્યપ્રદેશની એક સરહદ પર રહેલા છોટાઉદેપુર જિલ્લામાં આવેલું છે . આ મેળો અત્રે હોળીના પાંચમા દિવસે એટલે કે રંગપાંચમના દિવસે ભરાય છે , જેને “ ગૈરનો મેળો ” તરીકે ઓળખાય છે . આજુબાજુનાં પચાસ ગામમાંથી , મધ્યપ્રદેશમાંથી અને રાજસ્થાનમાંથી આદિવાસીઓ અહીં આ મેળોનો આનંદ માણવા આવે છે . સાથોસાથ અનેક દેશોમાંથી ઘણા લોકો આ આદિવાસી સંસ્કૃતિનું રસ - પાન કરવા તેમજ ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા આવે છે . આ સ્થળ પર રાઠવા સમાજના લોકો પૃથ્વી પર પોતાની હયાતીની ખુશી માણવા માટે કોઈ પણ પૂર્વતૈયારી વગર એકઠા થાય છે . અહીં આ સમાજનાં પુરુષો તથા સ્ત્રીઓ રંગબેરંગી , ભપકાદાર , વિશિષ્ટ પ્રકારની પરંપરાગત વેશભૂષામાં ખૂબ જ ઉત્સાહિત અને આનંદિત જોવા મળે છે . તેઓ મેળામાં નાચવા - ગાવા લગ્નની વાતચીત કરવા , સામાનની અદલાબદલી કરવા , વર્ષ દરમિયાનમાં આનંદના સમાચારની વહેંચણી એકબીજા સાથે કરવા એકત્ર થતા હોય છે .

દરેક ગામમાંથી સ્ત્રી - પુરુષો અલગ - અલગ જૂથમાં મેળામાં આવે છે . દરેક જૂથમાં સ્ત્રીઓ એકસરખા જ રંગની અને એકસરખું જ ચિત્રણ કરેલી ઓઢણી , ચણિયો અને ચોલી પહેરે છે અને તે જ પ્રમાણે પુરુષો પણ એકસરખા જ રંગનું શર્ટ , ધોતી અને પાઘડી પહેરે છે . આ ઉપરાંત દરેક સ્ત્રી - પુરુષો ચાંદીનાં આભૂષણોથી શોભાયમાન થયેલાં જોવા મળે છે . દરેક જૂથમાં એક પુરુષ “ ગેરિયો ’ ’ બનેલો જોવા મળે છે . આ ગેરિયો મેળામાં સંપૂર્ણ આદિવાસીના પોશાકમાં એટલે કે ઝાડનાં પાંદડાંમાંથી બનાવેલો પોશાકમાં જોવા મળે છે , જેના હાથમાં તીર - કામઠું અને કમરે શાકભાજી - તુંબડુ લટકાવેલાં હોય છે . દરેક પુરુષોના આખા શરીર પર કાળા રંગનાં અને સફેદ રંગનાં ટપકાં કરેલાં હોય છે . સાથોસાથ વાંસની ટોપી , તેના ૫૨ મોરનાં પીછાં અને બળદના ગળામાં બાંધવામાં આવતા ઘૂઘરાનો કંદોરો બનાવી કેડ પર પહેર્યો હોય છે . ત્યાર બાદ ઢોલ પર વાગતા નાદ સાથે તાલ મેળવી યુવતીઓને રીઝવવા લોકનૃત્ય કરે છે . આમ નૃત્ય સમયે એકસરખા તાલબદ્ધ વાગતા ઘૂઘરાનો અવાજ કર્ણપ્રય હોય છે . આ મેળામાં જો કોઈ પુરુષ અને સ્ત્રી એકબીજાને ગમી જાય તો તેઓને લગ્નસંબંધમાં બાંધી દેવામાં આવે છે , જે સામાજિક જીવનને ધબકતું રાખે છે . મેળા દરમિયાન રાઠવા આદિવાસીઓ માટીમાંથી બનાવેલા ઘોડા અને દૈવી આકૃતિઓને ગામની બહાર આવેલા દેવ - સ્થાનક મૂકી આવે છે . આ રીતે દેવ ખુશ થાય છે તેવી તેઓની માન્યતા છે . દરેક મેળાની જેમ આ મેળામાં પણ સંગીત - નૃત્યનું ખાસ મહત્ત્વ છે . પાવા , ઢોલ , તૂર , પીહો , પીહોટો જેવાં સંગીતનાં સાધનો સાથે મેળાનું દશ્ય આકર્ષક બને છે . મેળામાં સામેલ આદિવાસીઓનો રંગબેરંગી પોશાક અને સુંદર ઘરેણાં તેમને અન્યથી જુદા પાડે છે . રાઠવા આદિવાસીઓ તીરંદાજીમાં કુશળ હોય છે . રાઠવાઓ વનરાજીથી છવાયેલાં જંગલોમાં ઘાસ , વાંસ , પાંદડા અને માટીમાંથી બનાવેલાં ઘરોમાં રહે છે . હવે તો તેઓ માટીમાંથી બનાવેલી ટાઇલ્સનો ઉપયોગ કરતા થયા છે . આ લોકો માટીની દીવાલો પર પીઠોરા પેઇન્ટિંગ પણ કરે છે . આ પીઠોરા પેઇન્ટિંગ કરી તેઓ માને છે કે આ ચિત્રણ દ્વારા ઈશ્વર તેમનાં ઘરમાં વસ્યા છે . આજકાલ મોટાં મોટાં શહેરોમાં પણ ઘણી વ્યક્તિઓ પોતાના ઘરમાં આવું પીઠોરા પેઇન્ટિંગ કરાવે છે તથા આ જ આદિવાસીઓનું લોકનૃત્ય કે જેને આપણે ‘ ટીમલી ’ તરીકે ઓળખીએ છીએ , તેના વગર આપણો કોઈ પણ પ્રસંગ અધૂરો જ લાગે છે . આમ , આદિવાસીઓનાં સુંદર પીઠોરા પેઇન્ટિંગ , લોકનૃત્ય વગેરે કેટલીયે સંસ્કૃતિને આપણે આપણા જીવનમાં અપનાવી છે . ક્વાંટનો મેળો અન્ય આદિવાસી મેળા કરતાં ભિન્ન , પરંતુ સંસ્કૃતિને જાળવનારો અને ઉજાગર કરનારો મેળો છે .

આ ગેરિયો મેળામાં સંપૂર્ણ આદિવાસીના પોશાકમાં એટલે કે ઝાડનાં પાંદડાંમાંથી બનાવેલો પોશાકમાં જોવા મળે છે , જેના હાથમાં તીર - કામઠું અને કમરે શાકભાજી - તુંબડુ લટકાવેલાં હોય છે . દરેક પુરુષોના આખા શરીર પર કાળા રંગનાં અને સફેદ રંગનાં ટપકાં કરેલાં હોય છે . સાથોસાથ વાંસની ટોપી , તેના પર મોરનાં પીછાં અને બળદના ગળામાં બાંધવામાં આવતા ઘૂઘરાનો કંદોરો બનાવી કેડ પર પહેર્યો હોય છે .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

G20 "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty

G20 का पूरा नाम "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty) है, यह एक अंतरराष्ट्रीय मंच है जिसमें 19 अलग-अलग देश और यूरोपीय संघ शामिल हैं। इसका उद्देश्य वैश्विक आर्थिक स्थिरता और सहयोग को बढ़ावा देना है। G20 के सदस्यों में संयुक्त राज्य अमेरिका, चीन, जापान, जर्मनी, और अन्य मुख्य अर्थशास्त्री देश शामिल हैं। वे वार्षिक रूप से मिलकर विभिन्न आर्थिक और वित्तीय मुद्दों को चर्चा करते हैं, साथ ही अन्य वैश्विक चुनौतियों पर समय-समय पर चर्चा करते हैं। G20 का इतिहास यह है कि इसकी स्थापना 1999 में की गई थी, लेकिन इसका प्रमुख महत्व 2008 की वैश्विक आर्थिक मंदी के समय प्रमुख आर्थिक देशों के नेताओं के बीच की विशेष बैठक के रूप में बढ़ गया। इसके बाद, G20 ने विश्व आर्थिक संकट के समय आर्थिक नीतियों को समन्वयित करने का महत्वपूर्ण काम किया है और यह आगामी वर्षों में भी आर्थिक मुद्दों पर सहयोग करने का दायित्व निभाता है।

शिक्षक दिवस /teacher's Day

शिक्षक दिवस एक महत्वपूर्ण उपलब्धि है जो शिक्षा के क्षेत्र में काम करने वाले शिक्षकों को समर्पित करने के लिए मनाया जाता है। यह दिन विभिन्न देशों में विभिन्न तिथियों पर मनाया जा सकता है, लेकिन आमतौर पर भारत में 5 सितंबर को मनाया जाता है। इस दिन छात्र अपने शिक्षकों के प्रति आभार और समर्पण व्यक्त करते हैं और शिक्षकों को सम्मान देते हैं। शिक्षक दिवस शिक्षा के महत्व को जागरूक करने का भी अवसर प्रदान करता है।

सोनालिका ट्रैक्टर्स / sonalika tractor

सोनालिका ट्रैक्टर्स एक भारतीय ट्रैक्टर निर्माता कंपनी है जो भारत में ट्रैक्टर्स और कृषि मशीनरी का निर्माण करती है। यह कंपनी 1969 में स्थापित हुई थी और हरियाणा राज्य के हिसार जिले में स्थित है। सोनालिका ट्रैक्टर्स भारत के लिए मुख्य ट्रैक्टर निर्माता में से एक है और उनके ट्रैक्टर्स काफी पॉपुलर हैं, खासकर उन्होंने भारत की कृषि सेक्टर में महत्वपूर्ण भूमिका निभाई है। सोनालिका ट्रैक्टर्स ने अनेक प्रकार के मॉडल उत्पन्न किए हैं, जो विभिन्न कामकाजों और आवश्यकताओं को ध्यान में रखकर डिज़ाइन किए गए हैं। इनमें से कुछ मॉडल जो सोनालिका ने अपनी समय के दौरान उत्पन्न किए हैं, शामिल हो सकते हैं: 1. सोनालिका DI 750 III: यह ट्रैक्टर कृषि के लिए है और बड़े क्षेत्रों में काम के लिए उपयोग किया जाता है। 2. सोनालिका RX सीरीज: इस सीरीज में विभिन्न मॉडल्स हैं जो कृषि और अन्य कामकाजों के लिए उपयोगी हैं। 3. सोनालिका GT सीरीज: यह सीरीज अधिकतर वनस्पति उद्यानों में काम के लिए बनाई गई है। ध्यान दें कि ये मॉडल्स टाइम से टाइम अपग्रेड किए जाते हैं और नए मॉडल जोड़े जाते हैं, इसलिए नवीनतम जानकारी के लिए कंपनी की आधिकारिक वे