सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

अप्रैल 14, 2022 की पोस्ट दिखाई जा रही हैं

શામળાજીનો મેળો

શામળાજીનો મેળો  હું તો ગઈ’તી મેળે ... ’ , ‘ હાલો રે હાલો મેળે જઈએ ... ’ , મેળા સાથે સંકળાયેલી આપણી સંસ્કૃતિનાં દર્શન કરાવતાં કેટલાંય ગીત અને ગરબા ગુજરાતમાં છે .  ‘ મેળો ' શબ્દ કોને પડતાં જ દુહા , છંદ , રાસ , નૃત્યો , ગ્રામવૈભવ , ધર્મસંસ્કૃતિ , લોકવારસો , પરંપરા , શ્રદ્ધા , ઉત્સાહ , અનેકવિધ દશ્યો નજરે ખડાં થઈ જાય છે .  જ્યારે મનોરંજનનાં અન્ય કોઈ માધ્યમો નહોતા ત્યારે મેળો લોકજીવનમાં મોજ - મસ્તી અને પરંપરાનું જતન કરતું એકમાત્ર સાધન હતું .  લોકસંસ્કૃતિના ધબકાર સમાન લોકમેળાઓનું સૌંદર્ય અને આકર્ષણ ઝંખવાયું નથી .  ગુજરાતમાં વર્ષ દરમિયાન નાનામોટા મળીને આશરે ૧૫૨૧ જેટલા મેળા ભરાય છે. આ મેળાઓ મુખ્યત્વે દેવી - દેવતાઓ , સંતો , મહંતો અને પીરના મેળાઓ હોય છે .  એટલે કે મોટા ભાગના મેળાઓ ધર્મોત્સવ માટે ઊજવાતા મેળાઓ છે .  આજે મનોરંજનનાં અનેક સાધનો હોવા છતાં લોકોના મનમાંથી લોકમેળાઓ અને લોકઉત્સવોનું આકર્ષણ જરા પણ ઘટ્યું નથી .  કેટલાક મેળાઓનાં નામ પણ તમે કદાચ સાંભળ્યાં નહીં હોય .  ગુજરાત અને રાજસ્થાનની સીમારેખા સાબરકાંઠા જિલ્લામાં ભિલોડા તાલુકામાં મેશ્વો નદીના કિનારે પવિત્ર યાત્રાધામ શામળાજી આવેલું છે .