सीधे मुख्य सामग्री पर जाएं

શામળાજીનો મેળો

શામળાજીનો મેળો

 હું તો ગઈ’તી મેળે ... ’ , ‘ હાલો રે હાલો મેળે જઈએ ... ’ , મેળા સાથે સંકળાયેલી આપણી સંસ્કૃતિનાં દર્શન કરાવતાં કેટલાંય ગીત અને ગરબા ગુજરાતમાં છે . 

‘ મેળો ' શબ્દ કોને પડતાં જ દુહા , છંદ , રાસ , નૃત્યો , ગ્રામવૈભવ , ધર્મસંસ્કૃતિ , લોકવારસો , પરંપરા , શ્રદ્ધા , ઉત્સાહ , અનેકવિધ દશ્યો નજરે ખડાં થઈ જાય છે . 

જ્યારે મનોરંજનનાં અન્ય કોઈ માધ્યમો નહોતા ત્યારે મેળો લોકજીવનમાં મોજ - મસ્તી અને પરંપરાનું જતન કરતું એકમાત્ર સાધન હતું . 

લોકસંસ્કૃતિના ધબકાર સમાન લોકમેળાઓનું સૌંદર્ય અને આકર્ષણ ઝંખવાયું નથી . 

ગુજરાતમાં વર્ષ દરમિયાન નાનામોટા મળીને આશરે ૧૫૨૧ જેટલા મેળા ભરાય છે.

આ મેળાઓ મુખ્યત્વે દેવી - દેવતાઓ , સંતો , મહંતો અને પીરના મેળાઓ હોય છે . 

એટલે કે મોટા ભાગના મેળાઓ ધર્મોત્સવ માટે ઊજવાતા મેળાઓ છે . 

આજે મનોરંજનનાં અનેક સાધનો હોવા છતાં લોકોના મનમાંથી લોકમેળાઓ અને લોકઉત્સવોનું આકર્ષણ જરા પણ ઘટ્યું નથી . 

કેટલાક મેળાઓનાં નામ પણ તમે કદાચ સાંભળ્યાં નહીં હોય .

 ગુજરાત અને રાજસ્થાનની સીમારેખા સાબરકાંઠા જિલ્લામાં ભિલોડા તાલુકામાં મેશ્વો નદીના કિનારે પવિત્ર યાત્રાધામ શામળાજી આવેલું છે . 

શામળાજી પાસેથી નૅશનલ હાઈવે પસાર થાય છે . શામળાજી મુખ્યત્વે વૈષ્ણવોનું ધાર્મિક સ્થળ છે . 

તે પુરાણોમાં ગદાધાર ક્ષેત્ર તરીકે પ્રખ્યાત છે . 

આ મંદિર હિન્દુ સ્થાપત્યનો અતિ સુંદર નમૂનો છે .

આશરે ૧૫૦૦ વર્ષ પહેલાંના અવશેષો ધરાવતી અરવલ્લી , સાબરકાંઠા જિલ્લા સહિત રાજ્યની સુપ્રસિદ્ધ એક ભવ્ય નગરી તીર્થભૂમિ શામળાજી યાત્રાધામમાં કળિયાદેવ માટે કારતક માસમાં યોજાતો આ ભાતીગળ લોકમેળો એક નવલું નજરાણું બની રહે છે . 

પૌરાણિક કથા પ્રમાણે સંવત ૧૭૨૮ માં શામળાજ પર આક્રમણ થયું . ઈડરના મહારાજા અને બીજા ઠાકોરોએ વીરતાથી તેઓને સામનો કર્યો , શામળાજીના મંદિરમાં લશ્કર પ્રવેશ્યું . મૂર્તિઓ તોડવા માંડી . અંદર દાખલ થઈને ગુડજીનું નાક છું એ સાથે જ ચમત્કાર સર્જાયો . ગરુડજના છૂંદાયેલા નાકમાંથી અસંખ્ય ભમરા પ્રગટ્યા .

લશ્કરના સૈનિકો પર ભમરા તૂટી પડ્યા . તેમનાં અંગો પર ચોંટીને ડંખ દેવા લાગ્યા . ડંખની પીડાથી સૈનિકો ચિત્કારી ઊઠ્યા . ચીસ પાડીને જીવ બચાવવા મંદિરમાંથી ભાગ્યા  

સૈન્યબળવિહોણા આ રાજપૂતો અને ઠાકોરોએ તીર્થની મૂર્તિઓ પર્વતોની કંદરામાં છુપાવી દીધી . 

કરાકતુજ તળાવમાંથી એક આદિવાસી યુવાનને હળ ચલાવતાં જે મૂર્તિ હાથ લાગી એ જ કાળિયો ઠાકર .

 એ જ ભગવાન શામળાજીના મેળાની ઉજવણી દર વર્ષે કારતક પૂનમે કરવામાં આવે છે . 

બે સપ્તાહ સુધી ચાલનારો આ મેળો નવેમ્બર મહિનામાં યોજાય છે . ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં લગભગ બે અઠવાડિયાં સુધી ઊજવાતા આ ભવ્ય મેળાનું આયોજન પ્રસિદ્ધ શામળાજીના મંદિર ખાતે કરવામાં આવે છે . શામળાજ મંદિર વૈષ્ણવ સંપ્રદાયના ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર છે . ૧૦ મી કે ૧૧ મી સદીમાં નિર્માણ પામેલું આ મંદિર સ્થાપત્ય કળા - કારીગરીનો ઉત્તમ નમૂનો છો . શામળાજીનું જે મુખ્ય મંદિર છે તે ભગવાન કૃષ્ણના નામ શામળશા શેઠ પરથી પડ્યું છે તેવું માનવામાં આવે છે તેમજ એવું પણ માનવામાં આવે છે કે ભગવાનની મૂર્તિ શ્યામ રંગની છે એટલે તેમને શામળિયા પણ કહેવામાં આવે છે . મંદિરનો ઉલ્લેખ પદ્મપુરાણમાં જોવા મળે છે . મેળાની મોસમ આવતાં , અંતરમાં આનંદનો અબીલ - ગુલાલ ઊડવા માંડે છે . મેળો માનવહૃદયના ઉલ્લાસનું મોંઘેરું પર્વ છે . ધાર્મિક સ્થળોએ , નદીકિનારે ૐ નદીઓના સંગમસ્થાન પર યોજાતા મેળાઓમાં દેવદર્શનની સાથે - સાથે સાંસંબંધીઓનું મિલન થાય છે પિતૃઓનું તર્પણ કરાય છે બાધા - આખડીઓની શ્રદ્ધાને બળ મળે છે . લોકનૃત્યોની રમઝટ જામે છે . કુંવારાં યુવાન હૈયાંઓને જોડીદાર અને હટાણા માટેનાં હાટ મળી જાય છે . મેળામાં આદિવાસી સંસ્કૃતિનો જાણે કે બગીચો ખીલી ઊઠે છે . નૃત્યની સાથે ગીતના સૂર અને લોકવાદ્યોના તાલ ભળે છે પછી આદિવાસી યુવા હૈયાં હેલે ન ચઢે તો જ નવાઈ ! શામળાજીમાં ભરાતો ખૂબ પ્રાચીન મેળો ગણાય છે . બે અઠવાડિયાં સુધી ચાલતો અને એક હજાર વર્ષ જૂનો મનાતો આ મેળો સમયગાળાની દૃષ્ટિએ અને લોકસમૂહની રીતે ગુજરાતના સૌથી મોટા મેળા પૈકીનો એક ગણાય છે . શામળાજીના મેળાની કેટલીક વિશિષ્ટતામાં કાર્તકી અગિયારસના દિવસથી ડુંગરી ભીલો કાળિયા ઠાકરને મળવા નાચતાં - ગાતાં - વાજિંત્રો વગાડતાં બોલે છેઃ ‘ હાલ કસૂરી હાલ રે .. રણઝણિયું રે પંજળિયું વાગે શામળાજીના મેળે ... રણઝળિયું રે પંજળિયું વાગે ,
ડોસા દોટો કાઢે ... રણઝણિયું રે પંજળિયું વાગે , માર્ટિયાર મૂછો મરડે ... રણઝણિયું રે પંજણિયું વાગે , ડોસીઓ ડોળા કાઢે ... રણઝણિયું રે પેજળિયું વાગે " આ રીતે ગાતાં - નાચાતાં અને શામળા બાવીસી ' " નો જયજયકાર કરતા માનવમહેરામણ મેળો મહાલવા માટે ઊમટી પડે છે . આ પવિત્ર જગ્યામાં નાગધરાના જળનું સ્નાન અને શામળિયાનાં દર્શનનું ખૂબ જ મહત્ત્વ છે શામળિયાની ધોળી ધજાઓ લઈ અનેક મંડળીઓ ભજનની રમઝટ બોલાવતી નદીના પટમાં રાવટી નાખે છે . અહીં ચગડોળ - ચકરડી , હાટ - બાટ ભરાય છે અને લોકો આનંદ - ઉલ્લાસથી મેળો મહલે છે . મુખ્ય મંદિર પાસે મેશ્વો નદીમાં મોટો ઘૂનો છે તેમાં કારતક સુદ ચૌદસના રોજ નાહવાથી ભૂતનો વળગાડ હોય તો હટી જાય તેવી માન્યતા પ્રવર્તે છે . કારતક સુદ પૂનમે અહીં શામળાજીના મેળા તરીકે મોટો મેળો ભરાય છે તેમજ માહી પૂનમ અને શ્રાવણી પૂનમે પણ મેળો ભરાય છે . આ મેળામાં પશુઓની લે - વેચ થાય છે . યાત્રાળુઓના ઉતારા માટે ધર્મશાળાની સગવડ છે અરવલ્લી તથા સાબરકાંઠા જિલ્લામાં ‘ હાલ રે છોરી હાલને શામળાજીના મે .... ! ’ પ્રચલિત લોકગીત સૌ કોઈના હોઠે રમી રહ્યું છે . અરવલ્લી સાબરકાંઠા જિલ્લા સહિત રાજયના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા શામળાજીમાં કાળિયાદેવ માટે કારતક માસમાં યોજાતો ભાતીગળ લોકમેળો એક નવલું નજરાણું બની રહે છે . કારતક માસ બેસતાં જ આ પંથકમાં હાલ રે ... છોરી હાલ ને ... શામળાજીના મેળે રણઝણિયું રે પંજણિયું વાગે ... આ પ્રચલિત ગીત સૌ કોઈના હોઠે રમતું થઈ જાય છે આ લોકમેળાનું આગવું આકર્ષણ વર્ષો પછી આજે પણ અકબંધ રહેવા પામ્યું છે . દર વર્ષે કારતક માસમાં કારતક સુદ અગિયારસથી માંડી કારતક સુદ પૂનમ સુધીનો પાંચ દિવસીય ભવ્ય ભાતીગળ લોકમેળો યોજાય છે . આમ તો તે પછી કારતક વદ અગિયારસ અને છેક અમાસ સુધી આ મેળાનો પ્રવાહ ચાલુ જ રહે છે . કારતક માસ બેસતાં આ પંથકમાં ખાસ કરીને યુવા વર્ગમાં જાણે એક નવી જ ચેતનાનો સંચાર થતો હોય છે અને કાર્તિકી પૂર્ણિમાના મેળાને માણવા માટેનો એક નોખો થનગનાટ પણ નજરે ચઢવા માંડે છે આદિવાસીઓ જેને પોતાના ઇષ્ટદેવ માને છે એવા શામળાજીના કાળિયા ઠાકરનું હેતથી સ્મરણ કરી પોતાની આગવી અને ૧૩ નોખી સંસ્કૃતિની પરંપરા મુજબ આ લોકમેળો મહાલવા આબાલવૃદ્ધ સૌ કોઈ ઊમટી પડે છે અને સૌ કોઈના હોઠ પર ' હાલ રે છોરી હાલ ને શામળાજીના મેળે રણઝણિયુ રે પેંજળિયુ વાગે ... આ ગીતનું સ્મરણ થતું જોવા મળ્યું છે . આ લોકમેળામાં આ વિસ્તારમાં આદિવાસીઓ દ્વારા તૈયાર કરાતા દેશી આદુ , હળદર અને શેરડી જેવા વિવિધ પાકો તૈયાર થઈ જતા હોઈ ખાસ કરી શેરડી , આદુ , હળદરનું આ લોકમેળામાં ધૂમ વેચાણ થાય છે . નજીકના રાજસ્થાન અને છેક મહારાષ્ટ્ર પ્રાંતમાંથી પણ દર્શનાર્થીઓ આ લોકમેળો માણવા ઊમટી પડે છે

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

G20 "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty

G20 का पूरा नाम "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty) है, यह एक अंतरराष्ट्रीय मंच है जिसमें 19 अलग-अलग देश और यूरोपीय संघ शामिल हैं। इसका उद्देश्य वैश्विक आर्थिक स्थिरता और सहयोग को बढ़ावा देना है। G20 के सदस्यों में संयुक्त राज्य अमेरिका, चीन, जापान, जर्मनी, और अन्य मुख्य अर्थशास्त्री देश शामिल हैं। वे वार्षिक रूप से मिलकर विभिन्न आर्थिक और वित्तीय मुद्दों को चर्चा करते हैं, साथ ही अन्य वैश्विक चुनौतियों पर समय-समय पर चर्चा करते हैं। G20 का इतिहास यह है कि इसकी स्थापना 1999 में की गई थी, लेकिन इसका प्रमुख महत्व 2008 की वैश्विक आर्थिक मंदी के समय प्रमुख आर्थिक देशों के नेताओं के बीच की विशेष बैठक के रूप में बढ़ गया। इसके बाद, G20 ने विश्व आर्थिक संकट के समय आर्थिक नीतियों को समन्वयित करने का महत्वपूर्ण काम किया है और यह आगामी वर्षों में भी आर्थिक मुद्दों पर सहयोग करने का दायित्व निभाता है।

शिक्षक दिवस /teacher's Day

शिक्षक दिवस एक महत्वपूर्ण उपलब्धि है जो शिक्षा के क्षेत्र में काम करने वाले शिक्षकों को समर्पित करने के लिए मनाया जाता है। यह दिन विभिन्न देशों में विभिन्न तिथियों पर मनाया जा सकता है, लेकिन आमतौर पर भारत में 5 सितंबर को मनाया जाता है। इस दिन छात्र अपने शिक्षकों के प्रति आभार और समर्पण व्यक्त करते हैं और शिक्षकों को सम्मान देते हैं। शिक्षक दिवस शिक्षा के महत्व को जागरूक करने का भी अवसर प्रदान करता है।

सोनालिका ट्रैक्टर्स / sonalika tractor

सोनालिका ट्रैक्टर्स एक भारतीय ट्रैक्टर निर्माता कंपनी है जो भारत में ट्रैक्टर्स और कृषि मशीनरी का निर्माण करती है। यह कंपनी 1969 में स्थापित हुई थी और हरियाणा राज्य के हिसार जिले में स्थित है। सोनालिका ट्रैक्टर्स भारत के लिए मुख्य ट्रैक्टर निर्माता में से एक है और उनके ट्रैक्टर्स काफी पॉपुलर हैं, खासकर उन्होंने भारत की कृषि सेक्टर में महत्वपूर्ण भूमिका निभाई है। सोनालिका ट्रैक्टर्स ने अनेक प्रकार के मॉडल उत्पन्न किए हैं, जो विभिन्न कामकाजों और आवश्यकताओं को ध्यान में रखकर डिज़ाइन किए गए हैं। इनमें से कुछ मॉडल जो सोनालिका ने अपनी समय के दौरान उत्पन्न किए हैं, शामिल हो सकते हैं: 1. सोनालिका DI 750 III: यह ट्रैक्टर कृषि के लिए है और बड़े क्षेत्रों में काम के लिए उपयोग किया जाता है। 2. सोनालिका RX सीरीज: इस सीरीज में विभिन्न मॉडल्स हैं जो कृषि और अन्य कामकाजों के लिए उपयोगी हैं। 3. सोनालिका GT सीरीज: यह सीरीज अधिकतर वनस्पति उद्यानों में काम के लिए बनाई गई है। ध्यान दें कि ये मॉडल्स टाइम से टाइम अपग्रेड किए जाते हैं और नए मॉडल जोड़े जाते हैं, इसलिए नवीनतम जानकारी के लिए कंपनी की आधिकारिक वे