सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

मई 9, 2022 की पोस्ट दिखाई जा रही हैं

નારાયણ ગુરુ :- Narayan Guru.

નારાયણ ગુરુ :- Narayan Guru. પછાત જાતિઓ અને પીડિત જાતિઓના ઉત્કર્ષ માટે આજીવન સેવા કરનાર તથા માનવધર્મ અને માનવમાત્રની સમાનતાનો સંદેશ આપનાર નારાયણ ગુરુનો જન્મ કેરલના એમ્પર્ગ ગામમાં ( ઈ.સ. 1856 ) થયો હતો . માતા - પિતાની પવિત્રતા અને આદર્શોના સંસ્કાર નારાયણ ગુરુને વારસામાં મળ્યા . નારાયણ ગુરુએ લોકોને ‘ એક જ જ્ઞાતિ , એક જ ધર્મ અને એક જ ઈશ્વરમાં માનવાનો ' ઉપદેશ આપ્યો . તેમણે લોકોને ઊંચ - નીચના ભેદભાવ , જ્ઞાતિભેદ વગેરે નાબૂદ કરવા અનુરોધ કર્યો . નારાયણ ગુરુ કિશોરવયથી જ અધ્યાત્મવૃત્તિવાળા હતા . ઘર છોડી , સખત સાધના કરીને સમાજના નીચલા સ્તરના લોકોની સેવાના ક્ષેત્રે તેઓ સક્રિય બન્યા હતા . તેમણે તમામ લોકોને શિક્ષણ લેવા અનુરોધ કર્યો . તેઓ નિરક્ષરતાને વહેમો અને અનિષ્ટોનું મૂળ માનતા . તેમણે અસ્પૃશ્યોને ભણતા કર્યા . તેમણે સમાન હક અપાવી સામાન્ય માનવજીવન જીવતા કર્યા . તેઓ કન્યાકેળવણી માટે ખાસ જાગૃત અને પ્રયત્નશીલ હતા . તેમણે ‘ શ્રી નારાયણ ધર્મ પરિપાલન યોગમ્ ' નામની સંસ્થાની સ્થાપના ( ઈ.સ. 1903 ) કરી . તેઓ મુક્તિ માટે શિક્ષણ , એકતા માટે સંગઠન અને ગરીબી નાબૂદી તથા આર્થિક આબાદી અર્થે ઉદ્યોગોના વિકાસન

સ્વામી વિવેકાનંદ :-Swami Vivekanand

સ્વામી વિવેકાનંદ :- Swami Vivekananda ( 1863-1902 )   રામકૃષ્ણ પરમહંસના સરળ તથા પ્રબળ વ્યક્તિત્વને કારણે બંગાળના જે અનેક નવયુવાનો તેમના તરફ આકર્ષાયા હતા તેમાં સૌથી તેજસ્વી હતા કોલકાતા યુનિવર્સિટીના યુવાન ગ્રેજ્યુએટ નરેન્દ્રનાથ દત્ત જે પાછળથી સ્વામી વિવેકાનંદના નામે પ્રસિદ્ધ થયા . વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી , 1863 માં કોલકાતામાં વિશ્વનાથ દત્તને ત્યાં ભુવનેશ્વરી દેવીની કૂખે થયો હતો . તેમણે ભારતીય દર્શનની સાથે સ્ટુઅર્ટ મિલ , હરબર્ટ સ્પેંસર , શૈલી , હંગેલ અને વર્ડ્સવર્થની રચનાઓનો પણ અભ્યાસ કર્યો હતો . તેમના સમયના ધાર્મિક અને બૌદ્ધિક નેતાઓ સાથે તેમની મુલાકાત થયેલી . નવેમ્બર , 1880 માં રામકૃષ્ણ સાથે તેમની પ્રથમ મુલાકાત થઈ અને તરત જ તેઓ રામકૃષ્ણના ભક્ત બની ગયા . રામકૃષ્ણ એક જ એવી વ્યક્તિ હતા કે જેણે વિવેકાનંદના આ પ્રશ્નનો ઉત્તર આપ્યો . પ્રશ્ન હતો , “ શું આપે ઈશ્વરને જોયા છે ? ઉત્તર ‘ હા’માં આપ્યો .  સ્વામી વિવેકાનંદે ( 1891 ) કોઈની પણ સાથે લીધા વિના કહ્યા વિના ભારતની યાત્રા કરી , યાત્રામાં તેમને ભારતની ગરીબી , ભૂખમરો , દયનીય દશાનો પ્રત્યક્ષ અનુભવ થયો . બે વર્ષ સુધી તેઓ ભારતમાં જુદા જુદા ભા

સ્વામી દયાનંદ સરસ્વતી :- Swami Dayanand Saraswati.

સ્વામી દયાનંદ સરસ્વતી :- Swami Dayanand Saraswati.( 1824-1883 ) અને આર્યસમાજ  આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાતમાં મોરબી નજીક ટંકારા ગામમાં ( ઈ.સ. 1824 ) સનાતની બ્રાહ્મણ કુટુંબમાં થયો . તેમનું બાળપણનું નામ મૂળશંકર હતું . એક વખત શિવરાત્રિના પર્વ પર એક ઉંદરને શિવલિંગ ઉપરથી ખાદ્ય સામગ્રી લઈ જતાં જોઈને તેમને સ્વામી દયાનંદ સરસ્વતી લાગ્યું કે જો ભગવાન પોતાનું રક્ષણ ન કરી શકતો હોય તો તે બીજાનું રક્ષણ કેવી રીતે કરી શકે ? આગળ જતા તે સત્યની શોધ કરવા કૃતનિશ્ચયી બન્યા . મૂર્તિપૂજા અને કર્મકાંડમાં તેમને અવિશ્વાસ ઊભો થયો . તેમણે સત્યની શોધમાં ગૃહત્યાગ કર્યો . 15 વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કર્યો , સ્વામી પૂર્ણાનંદ પાસે સંન્યાસની દીક્ષા લીધી ત્યારબાદ તેઓ સ્વામી દયાનંદ તરીકે ઓળખાવા લાગ્યા . તેમણે મથુરામાં સ્વામી વિજાનંદ પાસે શિક્ષણ મેળવ્યું . તેમણે દિલ્હી અને પંજાબમાં દેશાટન કરી મુંબઈમાં આર્યસમાજની સ્થાપના કરી ( 1875 ) , તેમાં તેમણે ફક્ત દસ નિયમો અને વેદો તરફ પાછા ફરો ' જેવાં સૂત્રો આપ્યાં . જોધપુર રાજ્યની મુલાકાત વેળાએ તેમના વિરોધીઓએ ભોજનમાં કાચનો ભૂકો કે ઝેર