सीधे मुख्य सामग्री पर जाएं

સિદ્ધપુરનો મેળો

 સિદ્ધપુરનો મેળો 

ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાનું સિદ્ધપુર નગર એ સરસ્વતી નદીના કિનારે વસેલું છે . લોકમાતા કુંવારિકા સરસ્વતી નદીના કિનારે દર વર્ષે કાર્તિકી પૂનમે કાત્યોકનો મેળો ભરાય છે . કાત્યોકનો મેળો રાત્રિના સમયે રોશનીથી ઝળહળી ઊઠે છે . સરસ્વતી નદીમાં શ્રદ્ધાળુઓ તર્પણવિધિ કરી ધન્યતા અનુભવે છે . આ મેળામાં ગોઠવાતાં ઊંટબજાર , શેરડીબજાર , મનોરંજનને લગતી જુદી - જુદી ચીજોની દુકાનો , બાળકોને મનોરંજન આપતાં સાધનો , અશ્વબજાર તેમજ અલગ - અલગ દુકાનો આકર્ષણ જમાવે છે . વિશ્વપ્રસિદ્ધ માતૃગયા તીર્થ સિદ્ધપુર બિંદુ સરોવર ખાતે ભારતભરનું એકમાત્ર ભગવાન કાર્તિકેયનું મંદિર આવેલું છે , જે કારતક માસમાં સુદ અગિયારસથી પૂનમ સુધી વર્ષમાં એક જ વાર ખૂલતું હોવાથી કાત્યોકનો લોકમેળો માણવા આવતા લાખો શ્રદ્ધાળુઓ ભગવાન કાર્તિકેયનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે . સિદ્ધપુરના બિંદુ સરોવર ખાતે ઉત્તરક્રિયા , માતૃતર્પણ , દશા શ્રાદ્ધ , અસ્થિવિસર્જન , એકાદશી શ્રાદ્ધ , નારાયણ બલિ જેવાં અનુષ્ઠાનો માટે શ્રદ્ધાળુઓ આવે છે . આ મેળામાં હૈયેહૈયું દળાય એટલી લોકોની ભીડજોવા મળે છે . આ મેળામાં ઊંટ અને અશ્વોની લે - વેચ માટે અલગ બજાર ભરાય છે . આ મેળામાં શેરડીનો ખૂબ જ વેપાર થાય છે , જેથી આ મેળાને શેડિયો મેળો પણ કહેવામાં આવે છે . ઉત્તર ગુજરાતના અનુસૂચિત જાતિના લોકોમાં આ મેળો સાચા અર્થમાં સ્નેહ - સંબંધ અને સગપણનો મેળો બની રહે છે . આ મેળામાં ઘણા સામાજિક વ્યવહારોની પતાવટ પણ થતી હોય છે . સિદ્ધપુરને ગુજરાતના કાશી તરીકે ઓળખવામાં આવે છે . સિદ્ધપુર એટલે સિદ્ધભૂમિ , સિદ્ધક્ષેત્ર , સિદ્ધપુરને અરડેશ્વરના અવધૂત પૂ.બહ્મલીન દેવશંકર બાપાની ભક્તિભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે . ઐતિહાસિક રુદ્રમહાલય , પાંચ સ્વયંભૂ શિવલિંગ અને અનેક નાનાં - મોટાં મંદિર - મહાલયો એટલે સિદ્ધપુરની પરખ અને ઓળખ એટલે કાત્યોકનો લોકમેળો . આ દિવસોમાં બિંદુ સરોવર ખાતે સરામણનું આગવું મહત્ત્વ રહેલું છે . પૌરાણિક વાયકા મુજબ ચૌદસની રાત્રિએ દર કલાકે મોક્ષપીપળો , સરસ્વતી નદીના તટે , ગંગા , યમુના અને સરસ્વતીનો સંગમ થાય છે . આ વિરલ પ્રાસંગિકતા વચ્ચે લાખો ભાવિકો સિદ્ધપુર ખાતે તર્પણવિધિ માટે આવે છે . કાત્યોકના મેળામાં સ્વજનોના મોક્ષ માટે પવિત્ર સરસ્વતી નદીમાં પોતાના પૂર્વજોની યાદમાં શ્રદ્ધાળુઓ દ્વારા દીવડા તરતા મૂકવામાં આવે છે . સાથે - સાથે ધાર્મિક વિધિ કરાવી બ્રાહ્મણોને ચોર્યાસી જમાડવાનું અનેરું મહત્ત્વ રહેલું છે . કારતક સુદ દસમથી પૂનમ સુધી આ પરંપરા ચાલુ રહે છે . સિદ્ધપુરના આ કાત્યોકના મેળામાં મીઠીમધુરી રસઝરતી શેરડીનો સ્વાદ ન માણો તો આ મેળો અધૂરો ગણાય છે . મેળાની શરૂઆત થતાં જ ભરૂચ , પાલજ , ભિલોડા તેમજ કરજણથી શેરડીની ટ્રકો ઊતરે છે , જેમાં ભિલોડાની લાલ શેરડી તેમજ રાજપીપળાની પીળી શેરડી વેચાય છે .

સદ્ધપુરને ગુજરાતના કાશી તરીકે ઓળખવામાં આવે છે . સિદ્ધપુર એટલે સિદ્ધભૂમિ , સિદ્ધક્ષેત્ર , સિદ્ધપુરને અરડેશ્વરના અવધૂત પૂ . બહ્મલીન દેવશંકર બાપાની ભક્તિભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે . ઐતિહાસિક રુદ્રમહાલય , પાંચ સ્વયંભૂ શિવલિંગ અને અનેક નાનાં - મોટાં મંદિર મહાલયો એટલે સિદ્ધપુરની પરખ અને ઓળખ એટલે કાત્યોકનો લોકમેળો . આ દિવસોમાં બિંદુ સરોવર ખાતે સરામણનું આગવું મહત્ત્વ રહેલું છે .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

ગુજરાતના જિલ્લાઓ :- Districts of Gujarat

ગુજરાતના જિલ્લાઓ :- Districts of Gujarat ________________________________________________                1. કચ્છ-Kutch મુખ્ય મથક:- ભુજ તાલુકાઓ:-(10) ભૂજ, મુન્દ્રા, લખપત, અંજાર, અબડાસા, ભચાઉ, રાપર, નખત્રાણા, માંડવી, ગાંધીધામ. ક્ષેત્રફળ:-45674 ચો. કિમી. સાક્ષરતા:-70.59. જાતિ પ્રમાણ:- 908 વસ્તી:- 2092371 વસ્તી ગીચતા:- 46 પ્રતિ ચો. કિમી. મહેલો :-             મહેલ ( ભૂજ )             વિજય વિલાસ પેલેસ ( માંડવી )             શરદબાગ પેલેસ ( ભૂજ )             આયના મહેલ ( ભૂજ )  સંગ્રહાલય:-             કચ્છ મ્યુઝિયમ            ભારતીય સંસ્કૃતિ મ્યુઝિયમ            એ.એ. વજીરનું મ્યુઝિયમ             મહારાવ મદનસિંહ મ્યુઝિયમ તળાવ / સરોવર :-      ...

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...