सीधे मुख्य सामग्री पर जाएं

વરાણા નો મેળો

વરાણા નો મેળો 

ગુજરાતની ધરોહર એટલે ‘ મેળો ’ કે જ્યાં લોકો બધીયે ચિંતાઓ કોરાણે મૂકીને આનંદિવભોર બનીને એકબીજાને મળતા હોય અને હૈયામાં આધ્યાત્મિકતાની સરવાણી વહી રહી હોય છે . આવા જ ગુજરાતના ભાતીગળ મેળામાંના એક મેળા ‘ વરાણાનો મેળો ’ ’ વિશે જાણીએ . પાટણ જિલ્લાનો વઢિયાર પંથક કાઠિયાવાડની લઘુ આવૃત્તિ કહેવાય છે . સમી તાલુકાના રણની કાંધીએ વસેલા પંથકમાં “ વરાણા ” સદીઓ પુરાણા આઈ ખોડિયારના તીર્થધામની મોટા ઓળખ છે . વરાણા ખાતે પ્રતિ વર્ષ મહા સુદ આઠમે ભાતાગળ લોકમેળો યોજાય છે . આ મેળામાં ઢિયાર , ઝાલાવાડ , ચુંવાળ , રાધનપુર અને સાંતલપુર ગામના લોકો મોટી સંખ્યામાં ઊમટી પડે છે . આમ તો આ મેળો મહા સુદ બીજ - ત્રીજથી શરૂ થઈ પૂનમ સુધી ચાલુ રહે છે . સાતમથી નોમના દિવસે આ લોકમેળો પુરબહારમાં જામે છે . મેળા દરમિયાન આશરે પાંચથી સાત લાખ ભાવિકો દર્શન માટે પધારે છે . મેળામાં વિઢિયાર સહિત અન્ય પંથકના લોકજીવનની ઝાંખી જોવા મળે છે . અહીં ભાવિકો આઈશ્રી ખોડિયા ૨ ને તલ અને સાકરની બનેલી સાંનીનું નૈવેદ્ય ધરાવે છે . આઠમના દિવસે ભક્તો લાંબી કતારોમાં શિસ્તબદ્ધ રીતે ઊભા રહી માનાં દર્શન માટે ઉત્સુક બને છે . આજના આધુનિક યુગમાં વાહનોની બોલબાલા વચ્ચે ભાવિકો વિવિધ પ્રકારનાં વાહનો મારફતે માનાં દર્શને આવી રહ્યા છે , પરંતુ જ્યારે વર્ષો પહેલાં વરાણા માતાજીના મંદિરે પહોંચવું હોય ત્યારે બળદગાડામાં બેસીને જવાતું હતું . એ સમયે ધૂળિયા રસ્તાની લાંબી મુસાફરી અને કડકડતી ઠંડીથી ત્રસ્ત બનતા ભાવિકો “ ગયા વરાણે ... આવ્યા પરાણે ... ની અનુભૂતિ કરી લેતા , પણ આજે તો યાત્રાધામની સુવિધાઓ વધવાની સાથે સાથે ભક્તોને સગવડો પણ મળી રહી છે એટલે વરાણાનો લોકમેળો ભાવિકો માટે ' તરણેતર' ના મેળાની લઘુ આવૃત્તિ જેવો સ્મરણીય બની રહે છે . અહીં સમગ્ર વર્ષ દરમિયાન દર્શનાર્થે આવતા માઈભક્તો માટે વિનામૂલ્યે ભોજન પ્રસાદની સગવડ પૂરી પાડવામાં આવે છે . અહીં તલ - સાકર અને તલ - ગોળની સાંની ચડાવવાની વર્ષો જૂની પ્રથા પરંપરાગત ચાલી આવે છે . માતાજીને સવા મણ સાંની ચઢાવી તેનો પ્રસાદ ભક્તોમાં વહેંચવામાં આવે છે . મેળાની વિશેષતા મુજબ આ મેળામાં સમગ્ર વઢિયાર પંથકના વઢિયાર લોકજીવનની ગાથા જોવા મળે છે . ખરેખર આપણા વડવાઓની દેણ કહીએ તો આપણી સંસ્કૃતિ આવા લોકમેળા અને ધાર્મિક ઉત્સવોથી વણાયેલી છે . આવા ધાર્મિક ઉત્સવોથી આપણે સૌ એકબીજાના સાંનિધ્યમાં આવ્યા છીએ અને આપણાં દુઃખોને વહેંચતા થયા છીએ . કોઈકે સાચે જ કહ્યું છે કે તમે જ્યારે બહુ જ મુશ્કેલીમાં આવી જાઓ ત્યારે આવા ધાર્મિક સ્થાનના સાંનિધ્યમાં ઘડીક બેસી જાઓ તો ઘણું દુ : ખ આપમેળે હળવું થઈ જાય . આપે પણ આ વરાણાના ખોડિયાર માના મંદિરની અને મેળાની મુલાકાત લીધી ન હોય તો એક વાર અવશ્ય આવો લહાવો લેવાનું છોડતા નહીં . ન ‘ જય માતાજી ’

ખરેખર આપણા વડવાઓની દેણ કહીએ તો આપણી સંસ્કૃતિ આવા લોકમેળા અને ધાર્મિક ઉત્સવોથી વણાયેલી છે . આવા ધાર્મિક ઉત્સવોથી આપણે સૌ એકબીજાના સાંનિધ્યમાં આવ્યા છીએ અને આપણાં દુઃખોને વહેંચતા થયા છીએ . કોઈકે સાચે જ કહ્યું છે કે તમે જ્યારે બહુ જ મુશ્કેલીમાં આવી જાઓ ત્યારે આવા ધાર્મિક સ્થાનના સાંનિધ્યમાં ઘડીક બેસી જાઓ તો ઘણું દુ : ખ આપમેળે હળવું થઈ જાય .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...

25 Top ayurvedic aushadhi:

( 1 )અરીઠા :  ઝાડ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે . સર્પ વિષ , સોમલ , વચ્છનાગ , અફીણ , મોરથથં વગેરેની ઝેરી અસરને દૂર કરવા ઉપયોગી બને છે .. → તેનો ઉપયોગ માથ ધોવા , શરીર ધોવા , ઘરેણા સાફ કરવા લોકો વાપરે છે .    ( 2 ) અશ્વગંધા : ( Withania Somnifera )  છોડ થાય છે . 3 ક્ષય , નબળાઈ , ગાંઠ વગેરે રોગોમાં ઉપયોગી . → મુત્રલ ઔષધ છે . → ડાયાબીટીસ , લોહીના નીચા દબાણમાં , શક્તિવર્ધક તરીકે ઉપયોગી .  ( 3 )આદૂ : ( Zingiber Officincele )  છોડ બે ફૂટ ઊંચો થાય છે . આદૂને સૂકવી છોલીને સૂંઠ તૈયાર થાય છે . બંગાળ , ચેન્નાઈ , જમૈકાબેટ , ધ્રાંગધ્રા વગેરે સ્થળોથી સૂંઠ આવે છે . ખોરાકના પાચનમાં અજીર્ણમાં , વાયુના વિકારોમાં , અમૃતતૂલ્ય કામ છે . આહૂની ખેતી થાય છે .   ( 4 ) આંબળા : ( Embelica Officinalis )   > ઝાડ ( વૃક્ષ ) થાય છે . 4 દિવાળી ( કારતક ) માં ફળ આવે , પોષ – મહિના સુધી બજારમાં ફળ પણ મળે છે . તેને ધાત્રી પણ કહે છે . 0 ચ્યવનપ્રાશ બનાવવા ઉપયોગી છે . → ત્રિફળા ( હરડે + બહેડા + આંબળા ) માં આંબળા વપરાય છે .   ( 5 ) આમલી : ( Tamrindus Indica )  તેનું ઝાડ ( વૃક્ષ ) ...