सीधे मुख्य सामग्री पर जाएं

અનાથોની માતાનો મેળો – ખંભોળજ

અનાથોની માતાનો મેળો – ખંભોળજ

 રોમન કેથોલિક સંપ્રદાયનો આ એક ધાર્મિક મેળો છે , જે અનાથોની માતાના મેળાના નામે ઓળખાય છે . આણંદ જિલ્લાના ખંભોળજ ગામે આ મેળો લગભગ છેલ્લાં સિત્તોતેર વર્ષથી ભરાય છે . ઈસુને બાળકો ખૂબ જ પ્રિય હતાં . તેઓ એમ કહેતા કે , બાળકોને મારી પાસે આવવા દો , કેમકે સ્વર્ગનું રાજન તેઓનું છે . ઈસુની માતાનું નામ મિરયમ હતું , જે અનાથોની માતા તરીકે ખંભોળજ મુકામ સ્થાપિત છે . દર વરસે દિવાળીના દિવસે આ મેળો ભરાય છે . તે દિવસે દેવળને શણગારવામાં આવે છે તેમજ બહારથી આવતા ભક્તજનો માટે વિશાળ મંડપ બાંધવામાં આવે છે . મેળામાં ધાર્મિક ક્રિયાને વધુ મહત્ત્વ આપવામાં આવે છે . મેળાના સમય દરમ્યાન ચર્ચમાં વિધિ થાય છે , જેને માસ કહેવામાં આવે છે . ધર્મના વડા કે ધર્મગુરુઓ ચર્ચમાં ધાર્મિક વિધિ કરે છે . ભક્તજનોથી દેવળ ઊભરાય છે . આબાલવૃદ્ધ અને બાળકો પણ તેમાં સામેલ હોય છે . પ્રાર્થનાવિધિ વખતે ધર્મગુરુ ઉપદેશ આવે છે , જેને ભક્તજનો શાંતિથી સાંભળે છે , ખ્રિસ્તપ્રસાદ લે છે , અને યથાશક્તિ દાન કરે છે . ગામ ગામના લોકો નાતજાતના ભેદ સિવાય આવે છે અને માતાના આશીર્વાદ મેળવે છે . ઘણા શ્રદ્ધાળુઓ પગપાળા પણ આવે છે . કેટલાક પોતાનાં વાહનોમાં પણ આવે છે . આ રીતે ખૂબ જ ભક્તિભાવથી અને અનાથોની માતાનાં દર્શન તેમજ પોતાની માનતા પૂરી કરવા ભક્તજનો ઊમટી પડે છે . આ એક ધાર્મિક મેળો છે , જ્યાં શિસ્ત , ધાર્મિક મૂલ્યો અને શાંતિનો અનુભવ થાય છે . ખંભોળજની આસપાસનો નાનો - મોટો ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત શહેરો નિડયાદ , આણંદ , વડોદરા , ભરૂચ , સુરત , જામનગર , રાજકોટ , પોરબંદરથી કેથોલિક જનો ઉપરાંત બિનખ્રિસ્તી જનોની વિશાળ હારમાળા પોતાનાં શ્રદ્ધા અને વિશ્વાસના બળે ઊમટી પડે છે અને જીવનમાં દુઃખો , મુશ્કેલીઓ , જાત જાતની નાની - મોટીની બીમારીઓમાંથી મુક્તિ મેળવી ભાવવિભોર થઈ વિદાય થાય છે . મેળાના સ્થળે પોલીસ બંદોબસ્ત , ધાંધલ , ધમાલ , તોફાનો વગેરેનું તો નામ - નિશાન ન મળે . ચા - પાણી , નાસ્તો , જમણ , રાત્રિરોકાણ વગેરેની વ્યવસ્થા હોય જ . સ્વયંસેવકો તમામ પ્રકારની સેવાઓ માટે તત્પર હોય છે . ઝાડના છાંયડે બેસવું , આડે પડખે થવું , ગાદલાં , ખુરશીઓ , પંખા , લાઇટ , સંડાસ - બાથરૂમની ચોવીસ કલાક અવિરત સેવા માટે સેવાભાવી સેવકો હાજર હોય જ . મેળો યાને યાત્રાધામે બાધા - માનતા પરિપૂર્ણ થાય છે . આમ ખંભોળજનો મેળો એટલે જ બાળમેળો , ધાર્મિક , એકતાસભર મેળો , માનવમહેરામણનો મેળો , અનાથોની માનો મેળો પરિપૂર્ણ થાય છે , જ્યાં નડિયાદથી બસ મારફત જવાય છે , આણંદથી જવા માટે બસોની વ્યવસ્થા ઉપરાંત રિક્ષાઓ મેળાના સમય દરમ્યાન મળે છે . મેળાના સ્થળે ધાર્મિક ચીજવસ્તુઓનું વેચાણ અને નાસ્તા - પાણી માટે સ્ટોલ લાગેલા હોય છે . રોમન કેથોલિક સંપ્રદાયના ખંભોળજના મેળા ઉપરાંત વડોદરા ( નિરાધારોની માતા ) , મરિયમપુરા ( પેટલાદ ) આરોગ્ય માતાનો મેળો વગેરે મેળા ભરાય છે , જ્યાં ભક્તજનો ભક્તિભાવથી ભાગ લે છે .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...

બકસરનું યુદ્ધ

બકસરનું યુદ્ધ          અંગ્રેજોએ મિરજાફ ૨ ને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદાં જુદાં બહાનાં નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકા ૨ો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીરજાફરને ખસેડી મીર કાસીમને બંગાળનો નવાબ બનાવ્યો . કંપની માટે મીર કાસીમ તો મીર જાફર કરતાં વધુ મહત્ત્વાકાંક્ષી સાબિત થયો . તેથી મીર કાસીમનો કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસીમને ઉથલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો . મીર કાસીમ અવધના નવાબના શરણે ગયો . આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહઆલમ આવ્યો હતો . આથી , ત્રણેયે સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું .      બકસર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું ( 22 ઑક્ટોબર , 1764 ) . જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ , બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી .