सीधे मुख्य सामग्री पर जाएं

ભવનાથનો મેળો

ભવનાથનો મેળો
 જૂનાગઢ પાસે ગરવા ગિરિનારાયણની ગોદમાં ભગવાન ભવનાથ મહાદેવનું અદ્ભુત નૈગિક વનરાજી હરિયાળી ગિરિકંદરા વચ્ચે સ્વયંભૂ શિવમંદિર આવેલું છે . અનંતકાળથી મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે મહા વદ અગિયારસથી અમાવસ્યા સુધી ભવનાથ મહાદેવના સાંનિધ્યમાં ધાર્મિક - સાંસ્કૃતિક “ ભવનાથના મેળો’’નું ભવ્ય આયોજન થાય છે . આમ જ કાર્તિક સુદ અગિયારસથી પૂનમ ગિરિનારાયણ ( ગિરનાર ) ની ૩૩ કિ.મી અંતરની અતિકપરી પુણ્યનું ભાથું બાંધવા પગપાળા લીલી પરિક્રમા યોજાય છે . દેવપોઢી અગિયારસ ( દેવદિવાળી ) એ સવારે ૪ વાગ્યે શાસ્ત્રોક્ત પૂજન - અર્ચના સાથે શરૂ થતી આ પરિક્રમા ૧૦ કિ.મી.નું અંતર કાપી “ જીણાબાવાની મઢી''ના ઉતાર ( પડાવ ) એ પહોંચી ત્યાં તમામ યાત્રિકો રોકાય , પોતાનું ભોજન બનાવે અને મધ્યરાત્રિ સુધી ધૂન - ભજનનો ભવ્ય કાર્યક્રમ યોજાય છે . બીજા દિવસજ ‘ ‘ મારવેલા’’ના બનાવે કિ.મી. ૧૦ પડાવ કરી ભોજન - ભજન ને રાત્રિરોકાણ કરી ત્રીજા દિવસે પગપાળા ચાલી ૧૧ કિ.મી ‘ ‘ બોરદેવી’’ના ઉતારે રાત્રિરોકાણ કરી સવારે ભવનાથનું ૧૨ કિ.મી.ની પદયાત્રા શરૂ કરવાની . કોઈ રાત્રે થાકી જાય તે બીજા દિવસે ભવનાથ પહોંચી પોતાની યાત્રા સંપન્ન કરે છે . ગિરનાર તીર્થક્ષેત્રમાં “ પરબ વાવડી ’ ’ સંત દેવીદાસ અને અમર દેવીદાસ તેમજ “ સતાધાર આપાગીગા’’ની ધાર્મિક જગ્યામાં અષાઢ સુદ બીજ ‘ ‘ અષાઢી બીજ’’ના રોજ ધાર્મિક ભાતીગર મેળાનું આયોજન થાય છે . સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાંનિધ્યે કાર્તિકી પૂર્ણિમાનો મેળો અને પિતૃમોક્ષ સ્થળ પ્રાંચી ( પિપળા ) માં ચૈત્ર સુદ તેરસ / ચૌદસ એમ બે દિવસનો અને વેરાવળના જાલેશ્વરમાં સાગર ખેડૂતોનો રામદેવપીરનો મેળો યોજાય છે . ભવનાથ મેળામાં અગિયારસથી મહશિવરાત્રિ સુધી ભારતભરમાંથી સાધુ - સંતો અને અલૌકિક મૂર્તિઓ તેમ જ ગિરનારની ગુફાઓમાં તપ કરતા સાધુઓ અને દિગબંર( નાગા બાવા ) સાધુઓ પોતાના નામી પંચનાથ અખાડામાં પધારે છે . અને હર - હર મહાદેવના બુલંદ નારાઓ સાથે ભગવાન ભવનાથ મહાદેવની પૂજા આરતી થાય છે . ભારત ક્ષેત્રમાં ફક્ત - ભવનાથનો મેળો જ ધાર્મિક રીતે ઊજવાય છે . મેળામાં દરેક સંતોના અખડાઓ અને જ્ઞાતિની ધાર્મિક જગ્યામાં અન્ન ક્ષેત્રો દ્વારા લોકોને ફલાહાર , ભોજન , ચા , નાસ્તા જેવી સંગીન વ્યવસ્થા કરી દાતાશ્રીઓ ધન્યતા અનુભવે છે . આ તમામ જગ્યાએ આપણી સંસ્કૃતિને ઉજાગર કરતાં ભજન કીર્તન અને ધૂનની સતત રમઝટ બોલાતી રહે છે . રાત્રિ પડતાં કોઈ કોઈ જગ્યાએ લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવી અને અન્ય કલાકારોના લોકડાયરા દ્વારા ભગવાન શિવનો મહિમા લોકોને પીરસાય છે . ભવનાથના ભાતીગળ મેળામાં “ નાગા બાવા ” આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહે છે . નાગા બાવાઓ પોતાના સ્થાને ચલમોની ચુસકી લગાવી “ બમ બમ ભોલે ’ ’ જેવા ઉચ્ચા નારાઓ લગાવે છે . દેશ - વિદેશથી પધારેલા ધાર્મિક લોકો આ બાવાઓને વીંટળાઈને સતત આશીર્વારૂપી શબ્દો મેળવી ધન્ય બને છે . વર્ષોનાં વર્ષોથી ગુફાઓમાં જપ - તપ કરતા ૨૦-૨૫ ફૂટથી વધારે જટા - દાઢી ધરાવતા અતિ દિવ્ય મૂર્તિઓનાં દર્શનનો લાભ મેળવે છે . આ દિવ્ય મૂર્તિઓ પોતાની તપસ્વી શક્તિથી તલવારબાજી અન્ય ખેલકૂદની તરકીબો દ્વારા લોકોને અભિભૂત કરી દે છે . મહા વદ નોમના મહામુહૂર્તે ભગવાન ભવનાથ મહાદેવના મંદિર પર ધર્મ અને સંસ્કૃતિની ધજા ચડાવવા નાગા બાવાઓ હાથીની અંબાડી પર બેસીને જાય છે . જાતજાતનાં વાઘો - વાજિંત્રો ને અનેક જાતના શંખનાદો કરે છે . આ પુરાતન સ્થળે મુચકુંદ , ભર્તૃહરિ અને ગુરુદત્તની ગુફાઓ આવેલી છે . લોકોના ઉતારા માટે વિશાળ તંબુઓ બાંધવામાં આવે છે તેમજ સરકાર તરફથી દવા , પાણી , ઇમરજન્સી વાહનવ્યવહાર તેમજ સલામતીની સંગીન વ્યવસ્થા કરવામાં આવે છે . દરેક વિભાગના અધિકારી - કર્મચારી સતત ખડે પગે ફરજ બજાવી લોકોની સેવા કરે છે . સ્કંદપુરાણમાં ઉલ્લેખાયેલી દંતકથા મુજબ શિવ - પાર્વતી રથમાં બેસી આકાશમાં જતાં હતાં ત્યારે માતાજીનું દિવ્ય આભૂષણ ભવનાથ મંદિર પાસે પડ્યું એથી આ ક્ષેત્રને ‘ ‘ વસ્ત્ર પૂતક્ષેત્ર ’ ’ તરીકે ગણવામાં આવે છે . મહાશિવરાત્રિની રાત્રે નીકળતી નાગા બાવાની રવેડીમાં તલવારબાજી અને અંગકસરતની તરકીબો અને શંખોના અવનવા નાદથી જનમેદની શિવમય બની શિવતાંડવ કરવા લાગે છે . રવેડી ગિરનાર ક્ષેત્રના માર્ગ દામોદરકુંડ વગેરે સ્થળે પરિભ્રમણ કરી ભવનાથ મંદિરે રાત્રે ૧૨ કલાકે પહોંચતાં સાધુઓ અને દિગંબર બાવાઓ કડકડતી ઠંડીમાં હરહર મહાદેવના નારા સાથે “ મૃગીકુંડ ” માં મહાસ્નાન કરે છે . ધાર્મિક નિશ્ચિત કરેલી પરંપરા મુજબ પ્રમુખ અખાડાના સાધુઓ પ્રથમ સ્નાન કરે , ત્યાર બાદ બીજાઓ સ્નાન કરી શકે છે . દંતકથા મુજબ મૃગીકુંડમાં સ્નાન કરવાથી મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થાય છે . ભવનાથ અને ૮૪ સિદ્ધોના સ્થાનક એવા ગિરિનારાયણ ( ગિરનાર ) માં ભર્તૃહરિ , ગોપીચંદ , અશ્વત્થામા અતર્યામી રહે છે . મહાશિવરાત્રિની રાત્રે ગિરનારના મહાન તપસ્વી સિદ્ધો મૃગીકુંડમાં નહાવા પડે છે ત્યાંથી ફરી બહાર નીકળતા નથી . તે સિદ્ધિના તપના બળે પોતાના સ્થળે પહોંચે છે . આમ , જૂનાગઢ અને ગિરનારનું આધ્યાત્મિક સ્વરૂપ ભવનાથ મેળામાં તાદેશ થઈ ઝળહળી ઊઠે છે .

મહાશિવરાત્રિની રાત્રે નીકળતી નાગા બાવાની રવેડીમાં તલવારબાજી અને અંગકસરતની તરકીબો અને શંખોના અવનવા નાદથી જનમેદની શિવમય બની શિવતાંડવ કરવા લાગે છે . રવેડી ગિરનાર ક્ષેત્રના માર્ગ દામોદરકુંડ વગેરે સ્થળે પરિભ્રમણ કરી ભવનાથ મંદિરે રાત્રે ૧૨ કલાકે પહોંચતાં સાધુઓ અને દિગંબર બાવાઓ કડકડતી ઠંડીમાં હરહર મહાદેવના નારા સાથે “ મૃ ગીકુંડ’’માં મહાસ્નાન કરે છે .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...

બકસરનું યુદ્ધ

બકસરનું યુદ્ધ          અંગ્રેજોએ મિરજાફ ૨ ને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદાં જુદાં બહાનાં નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકા ૨ો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીરજાફરને ખસેડી મીર કાસીમને બંગાળનો નવાબ બનાવ્યો . કંપની માટે મીર કાસીમ તો મીર જાફર કરતાં વધુ મહત્ત્વાકાંક્ષી સાબિત થયો . તેથી મીર કાસીમનો કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસીમને ઉથલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો . મીર કાસીમ અવધના નવાબના શરણે ગયો . આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહઆલમ આવ્યો હતો . આથી , ત્રણેયે સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું .      બકસર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું ( 22 ઑક્ટોબર , 1764 ) . જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ , બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી .