सीधे मुख्य सामग्री पर जाएं

anmol samndh

બે ભાઈઓ હતા રામભાઇ અને લક્ષ્મણભાઈ. બન્ને બાજુ બાજુના ખેતરોમાં રહેતા હતા. છેલ્લા ૪૦ વર્ષોથી સાથે ખેતી કરતા, એક બીજાના સાધનો અને ઓજાર વાપરતા, પોતાના સામાન અને મજૂરોની પણ આપ લે અચકાયા વગર કરતા.
 એક બીજા સાથે આટલું સંપીને રહેતા હતા છતાં પણ એક દિવસ એક નાની ગેરસમજને કારણે બન્ને વચ્ચે ઝઘડો થયો અને તે ઝઘડાએ એક મોટું સ્વરૂપ લીધું. અંતમાં બન્નેએ એક બીજાને ના કહેવાના શબ્દો કહ્યા. તેના કારણે ઘણા અઠવાડિયા સુધી બન્ને વચ્ચે બોલવાનો પણ સંબંધ ન રહ્યો.

એક દિવસ સવારે કોઈએ રામભાઇનો દરવાજો ખટખટાવ્યો. રામભાઈએ દરવાજો ખોલ્યો. તેણે એક સુથારને પોતાના ઓજારો સાથે ઊભેલો જોયો. “મને થોડા દિવસ માટે કામની જરૂરત છે.” સુથારએ કહ્યું. “તમારી પાસે મારા લાયક કોઈ કામ છે? શું હું તમારી મદદ કરી શકું છું?”
 “હા,”  રામભાઈએ કહ્યું. “મારી પાસે તારા માટે કામ છે. ખેતરના છેડે આવેલા પાણીના નાળાની પેલી બાજુ જો. તે મારો પડોશી છે. હકીકતમાં તે મારો નાનો ભાઈ છે. ગયા અઠવાડિયે ત્યાં એક ઘાસનો મોટો કયારો હતો. બે દિવસ પહેલાં જ તેણે બુલડોઝરની મદદથી બે ખેતરની વચ્ચે તે નાળુ ખોદ્યું છે. તેણે જાણી જોઈને મને હેરાન કરવા માટે આમ કર્યું છે, પણ હું તેનાથી બે ડગલા આગળ છું. ત્યાં કોઠારમાં રાખેલા લાકડાનો ઢગલો દેખાય છે? તો મારી ઈચ્છા છે કે કે તું એક આઠ ફૂટની વાડ બનાવ. જેથી મારે તેનું ખેતર કે તેનું મોઢું જોવું ન પડે.”

સુથારે કહ્યું, “હું તમારી પરિસ્થિતિ સમજી ગયો છું. મને ખીલા અને બીજા ઓજારો બતાવી દો અને હું તમારા કહ્યા મુજબ વાડ બાંધી આપીશ.”
રામભાઈને શહેરમાં જવાનું હતું તેથી સુથારને બધો સામાન આપીને તેઓ શહેરમાં જવા રવાના થયા.
સુથારે માપ લીધું, કરવતથી લાકડા કાપ્યા અને ખીલા માર્યા. તેણે કામ પૂરું કરવા આખો દિવસ સખત મહેનત કરી. સંધ્યા સમયે જ્યારે રામભાઇ પાછા આવ્યા ત્યારે જ સુથારનું કામ પૂરું થયું. રામભાઇ સુથારનું કામ જોઇને સ્તબ્ધ થઈ ગયા. તેના પગ જમીનમાં જકડાઈ ગયા. ત્યાં વાડને બદલે પુલ હતો. એવો પુલ જે નાળાની એક બાજુથી બીજી બાજુ જતો હતો. સાથે આ સુંદર પુલની ઉપર એક બાજુથી બીજી બાજુ પકડીને ચાલવા માટે રેલીંગ પણ હતી અને તેનો પડોશી જે તેનો નાનો ભાઈ લક્ષ્મણ હતો તે પોતાના બન્ને હાથ ફેલાવીને તેની તરફ આવતો હતો. તેણે કહ્યું, “મોટાભાઈ તમે કેટલા સમજુ છો. મેં તમને આટલા બધા અપશબ્દો કહ્યા છતાં પણ તમે તેની અવગણના કરી અને પુલ બનાવ્યો.”

બન્ને ભાઈઓ પુલના બન્ને છેડે ઊભા હતા. તેઓ બન્ને પુલની વચ્ચે આવીને મળ્યા. બન્નેએ એક બીજાનો હાથ પકડી લીધો. ત્યારે તેમની નજર સુથાર પર પડી જે પોતાના ઓજારોની પેટી ખભા પર ઊંચકીને જઈ રહ્યો હતો. રામભાઈએ તેને બૂમ પાડી. ઊભો રહે, તું થોડા દિવસ માટે રોકાઈ જા. મારી પાસે તારા માટે હજી બીજું પણ કામ છે.”
સુથારે જવાબ આપ્યો, “હું જરૂર રોકાઈ જાત પણ મારે હજી ઘણા પુલ બનાવવાના છે.”

સંબંધોને તોડવા ખૂબ જ સહેલા છે, પણ તેને પાછા જોડવા ઘણા મુશ્કેલ છે. જીવનમાં પ્રાપ્ત થયેલા પ્રેમને સંભાળીને રાખવો જોઈએ. સંબંધોમાં ઉતાર ચઢાવ તો ઘણા આવશે, પણ આ અણમોલ સંબંધોને સાચવવા માટે થોડું બલિદાન આપવું પડશે. અહમ અને નફરત આપણને આંધળા બનાવી દે છે. તેથી આપણે ખોટો નિર્ણય લઈએ છીએ. આપણે આપણી અને બીજાની ખુશીનો વિચાર કરવો જોઈએ અને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે નાળુ ખોદવાને બદલે પુલ બાંધવો જોઈએ.

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

ગુજરાતના જિલ્લાઓ :- Districts of Gujarat

ગુજરાતના જિલ્લાઓ :- Districts of Gujarat ________________________________________________                1. કચ્છ-Kutch મુખ્ય મથક:- ભુજ તાલુકાઓ:-(10) ભૂજ, મુન્દ્રા, લખપત, અંજાર, અબડાસા, ભચાઉ, રાપર, નખત્રાણા, માંડવી, ગાંધીધામ. ક્ષેત્રફળ:-45674 ચો. કિમી. સાક્ષરતા:-70.59. જાતિ પ્રમાણ:- 908 વસ્તી:- 2092371 વસ્તી ગીચતા:- 46 પ્રતિ ચો. કિમી. મહેલો :-             મહેલ ( ભૂજ )             વિજય વિલાસ પેલેસ ( માંડવી )             શરદબાગ પેલેસ ( ભૂજ )             આયના મહેલ ( ભૂજ )  સંગ્રહાલય:-             કચ્છ મ્યુઝિયમ            ભારતીય સંસ્કૃતિ મ્યુઝિયમ            એ.એ. વજીરનું મ્યુઝિયમ             મહારાવ મદનસિંહ મ્યુઝિયમ તળાવ / સરોવર :-      ...

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...