सीधे मुख्य सामग्री पर जाएं

સિદ્ધરાજ જયસિંહ( ઈ.સ. 1094-1143)

>>સિદ્ધરાજ જયસિંહ ( ઈ.સ. 1094-1143 )

 >>જન્મ : પાલનપુર સિદ્ધરાજ જયસિંહ ઈ.સ. 

>>1094 માં ગાદી પર આવ્યા .
 
>>સિદ્ધરાજ જયસિંહ સોલંકી વંશનો સૌથી પ્રતાપી અને લોકપ્રિય રાજવી છે .

 >> પિતા : કર્ણદવ સોલંકી

 >>માતા : મીનળદેવી
 
>> પુત્રી : દેવળદેવી ( દેવળદેવી કાચનદેવી તરીકે પણ ઓળખાય છે જેને સિદ્ધરાજે દત્તક લીધી હતી . ) 

>>રાજ્યની ફરજો અંગે તાલીમ આપનાર : શાંતનુ મંત્રી 

>>સિદ્ધરાજ જયસિંહની સિદ્ધીઓ 

>>સોરઠ વિજય 

>>સિદ્ધરાજ જયસિંહ જ્યારે માળવા ગયેલા ત્યારે જૂનાગઠજૂનાગઠના રાજવી રા' ખેંગારે પાટણ જઈ પૂર્વનો દરવાજો તોડી નાખ્યો ઉપરાંત ત્યાં રાણકદેવી રા'ખેંગાર તેને પરણીને લઈ ગયો . 

>>આથી જયસિંહે માળવાથી પાછા ફરી અંતે રા'ખેંગારના  જનાગઢ પર આક્રમણ કર્યું . લાંબા સમય સુધી લડત ચાલી રા ખેંગાર ના ભત્રીજા દેશળ તથા વિશળ ફુટી જતા સોલંકી સેનાએ ઉપરકોટમાં પ્રવેશ કર્યો અને રાખેંગાર નો યુદ્ધમાં મૃત્યુ થયું અને રાણકદેવીને સાથે લીધા પરંતુ તે રસ્તામાં જ વઢવાણ પાસે સતી થયા . 

>>જયસિંહે સોરઠમાં દંડનાયક તરીકે સજ્જનમંત્રીની નિમણૂક કરી હતી .
 
>>સોરઠની જીત મેળવીને વિજય પ્રસ્થાન કરી ત્રૈલોક્યગંડ  બિરૂદ ધારણ કર્યું . તથા સોરઠના વિજયની યાદમાં સિદ્ધચક્રવર્તી બિરૂદ ધારણ કર્યું . 

>>સોરઠ જીત્યા બાદ જયસિંહે સોમનાથની યાત્રા કરી ઉપરાંત મીનળદેવીની આજ્ઞાથી સોમનાથનો યાત્રાવેરો નાબૂદ કરી નાખ્યો . 

>>જૂનાગઢના વિજયના લીધે વર્ષ ઈ.સ. 1114 થી સિંહ સવંત શરૂ કર્યું .

>> માળવા પરનો વિજય

 >>સિદ્ધરાજ જયસિંહ સોમનાથની યાત્રાએ ગયા ત્યારે માળવાના રાજા નરવર્માએ ગુજરાત પર ચઢાઈ કરી . પરંતુ અંતે શાંતુ ( જયસિંહના મંત્રી ) મંત્રીની સમજાવટથી તે પાછો ફર્યો . 

>>સિદ્ધરાજે પાટણ આવીને માળવા પર ચઢાઈ કરી . નરવર્માના ઉત્તરાધિકારી યશોવર્માને કેદ કર્યા તથા ધારાનગરીનો દુર્ગ કબજે કર્યો . 

>>માળવાના વિજયથી જયસિંહને અવંતીનાથનું બિરૂદ મળ્યું . 

>>માળવાના દંડક તરીકે તેમણે પોતાના મહામાત્ય દાદકના પુત્ર મહાદેવની નિમણૂક કરી . 

>>માળવાના પૂર્વ રાજવી ભોજરાજાનો ગ્રંથભંડાર પણ જયસિંહ પોતાની સાથે પાટણ લાવ્યો . અને તેના ગ્રંથ ભોજવ્યાકરણ પરથી પ્રભાવિત થઈને હેમચંદ્રાચાર્ય એ સિદ્ધહેમ શબ્દાનુશાસન ' નામે નવો વ્યાકરણનો ગ્રંથ રચ્યો . 

>>બર્બરક પર વિજય

>> બર્બરક અલૌકિક શક્તિ ધરાવતો હતો .

>> તે આવેલા શ્રીસ્થલ ( સિદ્ધપુર ) તીર્થના ઋષિઓને રંજાડતો હતો .

>> સિદ્ધરાજે તેને હરાવ્યો અને બર્બરકે તેની સેવામાં રહેવાનું સ્વીકાર્યું . 

>>બર્બરકને હરાવી સિદ્ધરાજ ‘ બર્બરક જિષ્ણુ ’ કહેવાયા . 

>>શાકભરીના ચહમાન પર વિજય 

>>શાકંભરીના ચહમાન રાજા અજયરાજ પોતાની સત્તા વિસ્તારતો હતો . 

>>અજયરાજના પુત્ર અર્ણોરાજનો જયસિંહ સામે પરાજય થયો . 

>>અંતે સિદ્ધરાજે પોતાની પુત્રી કાંચનદેવી ( જે દતક પુત્રી હતા ) ના લગ્ન અર્ણોરાજ સાથે કર્યા . અને કાંચનદેવીના પુત્ર સોમેશ્વરને પોતાની પાસે રાખી તેનો ઉછેર કર્યો .

>>સિદ્ધરાજ જયસિંહનું કળા સ્થાપત્ય 

>>સરસ્વતી નદી કિનારે રૂદ્ર મહાલયનું બાંધકામ પૂરું કરાવ્યું ( બાંધકામની શરૂઆત મૂળરાજ −1 એ કરી હતી . ) 

>>શ્રીસ્થલ હવે સિદ્ધરાજના નામથી સિદ્ધપુર તરીકે ઓળખાયું .

>> દુર્લભ સરોવર જળાશયને વિશાળ ભવ્ય જળાશય બનાવ્યું . તેના કાંઠે 1008 શિવાલય બંધાવ્યા . હવે તેનું નામ સહસ્ત્રલિંગ તળાવ તરીકે પ્રસિદ્ધ થયું .

>>ડભોઈનો કિલ્લો સિદ્ધરાજે બંધાવેલો . જેમાં ચાર દરવાજા છે . તે ચારેય દિશાઓમાં છે . જેની પૂર્વમાં હિરાભાગોળ છે .

 >>ઝીંઝુવાડાનો કિલ્લો સિદ્ધરાજે બંધાવેલ છે . તે સુરેન્દ્રનગરમાં છે . 

>>સિદ્ધરાજ જયસિંહના સમયમાં સાહિત્ય ઉત્થાન

>> હેમચંદ્રાચાર્ય એ  સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ લખ્યો તે વ્યાકરણનો ગ્રંથ હતો આ ગ્રંથ તૈયાર થતા આખા નગરમાં શ્રીકર હાથીની અંબાડી પર ફેરવવા મો આવ્યો હતો.

>>‘ શ્રીપાલ ’ તેના દરબાર નો  પ્રખ્યાત કવિ હતો . તે પ્રજ્ઞાચક્ષુ હતો . તેને સિદ્ધરાજ પોતાનો લઘુ બંધુ માનતો તથા ‘ ભાઈ ’ કહીને સંબોધન કરતો . 

>>શ્રીપાલે વૈરોચન પરાજય ' નામનો ગ્રંથ લખ્યો હતો . 

>>ઉપરાંત આ સમય દરમિયાન વાગ્ભટે – ‘ વાગ્ભટાલંકાર ’ ગ્રંથ લખ્યો હતો .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

ગુજરાતના જિલ્લાઓ :- Districts of Gujarat

ગુજરાતના જિલ્લાઓ :- Districts of Gujarat ________________________________________________                1. કચ્છ-Kutch મુખ્ય મથક:- ભુજ તાલુકાઓ:-(10) ભૂજ, મુન્દ્રા, લખપત, અંજાર, અબડાસા, ભચાઉ, રાપર, નખત્રાણા, માંડવી, ગાંધીધામ. ક્ષેત્રફળ:-45674 ચો. કિમી. સાક્ષરતા:-70.59. જાતિ પ્રમાણ:- 908 વસ્તી:- 2092371 વસ્તી ગીચતા:- 46 પ્રતિ ચો. કિમી. મહેલો :-             મહેલ ( ભૂજ )             વિજય વિલાસ પેલેસ ( માંડવી )             શરદબાગ પેલેસ ( ભૂજ )             આયના મહેલ ( ભૂજ )  સંગ્રહાલય:-             કચ્છ મ્યુઝિયમ            ભારતીય સંસ્કૃતિ મ્યુઝિયમ            એ.એ. વજીરનું મ્યુઝિયમ             મહારાવ મદનસિંહ મ્યુઝિયમ તળાવ / સરોવર :-      ...

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...