કુન્દ્રકુરિ વીરેસલિંગમ્ :- Kundrakuri Veerasalingam (( ઈ.સ. 1848-1919 )
વીરેસલિંગનો જન્મ આંધ્રપ્રદેશના રાજમુન્દ્રી જિલ્લામાં થયો હતો . તેમના પર ભારતીય અને પાશ્ચાત્ય એમ બંને સંસ્કૃતિઓની ભારે અસર હતી અને તેઓ પોતે પણ બંને સંસ્કૃતિઓ તરફ સદ્ભાવના રાખતા હતા . તેઓ એક સારા લેખક હતા અને તેમની કૃતિઓએ તેલુગુ સાહિત્યને સમૃદ્ધ કર્યું હતું .
તેઓ પ્રખર સમાજસુધારક પણ હતા . તેથી સમાજસુધારણા માટે ‘ રાજમુન્દ્રી સોશિયલ રિફૉર્મ ઍસોસિયેશન'ની સ્થાપના કરી હતી . તેમણે બાળલગ્નો અને જ્ઞાતિવાદનો વિરોધ કર્યો હતો તેમજ વિધવા પુનઃલગ્ન અને સ્ત્રીશિક્ષણ ઉપર ભાર મૂક્યો હતો . તેમણે વિધવાઓનાં પુનર્વસન તથા ભ્રષ્ટાચારના ઉન્મૂલન માટે જોરદાર ઝુંબેશ ચલાવી હતી . તેમણે નિરાધાર લોકો , સ્ત્રીઓ તથા બાળકો માટે વિદ્યાલયો , સહાયતાકેન્દ્રો વગેરે ખોલીને સમાજસુધારણાનું કાર્ય કર્યું . આ માટે રાજમુન્દ્રીમાં તેમણે ‘ હિતકારિણી સભા’ની પણ સ્થાપના કરી હતી . ત્યારબાદ દક્ષિણના આવા પ્રખર સમાજસુધારક અને રાષ્ટ્રીય આંદોલન તથા આધુનિક શિક્ષણ પદ્ધતિના પુરસ્કર્તા કુન્દકુરિ વીરેસલિંગનું અવસાન થયું .
टिप्पणियाँ
एक टिप्पणी भेजें