બકસરનું યુદ્ધ
અંગ્રેજોએ મિરજાફ ૨ ને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદાં જુદાં બહાનાં નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકા ૨ો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીરજાફરને ખસેડી મીર કાસીમને બંગાળનો નવાબ બનાવ્યો . કંપની માટે મીર કાસીમ તો મીર જાફર કરતાં વધુ મહત્ત્વાકાંક્ષી સાબિત થયો . તેથી મીર કાસીમનો કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસીમને ઉથલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો . મીર કાસીમ અવધના નવાબના શરણે ગયો . આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહઆલમ આવ્યો હતો . આથી , ત્રણેયે સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું .
બકસર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું ( 22 ઑક્ટોબર , 1764 ) . જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ , બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી .
टिप्पणियाँ
एक टिप्पणी भेजें