सीधे मुख्य सामग्री पर जाएं

Dadi Yatra

દાંડીયાત્રા : 12 માર્ચથી 6 એપ્રિલ , 1930 સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયાકિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું . મીની સા આશ્રમમાં હજારો લોકોની જનસભાને સત્યાગ્રહનો સંદેશો આપ્યો . લોકોને ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવાનો અનુરોધ કર્યો , અમદાવાદના સાબરમતી રિજન આશ્રમ ( હવે ગાંધી આશ્રમ ) થી 12 મી માર્ચ , 1930 ના રોજ વૈષ્ણવ જન તો તેને રે કહીએ , જે પીડ પરાઈ જાણે રે " ગવાયું અને ભણે નરસૈયો તેનું દર્શન કરતાં કુળ ઇકોતેર તાર્યા રે , “ સૂર સંગ્રામ કો દેખ ભાગે નહિ , દેખ ભાગે સોઈ શૂર નહિ ' એ પૂરું થતા મહાપ્રયાણ શરૂ થયું .

ગાંધીજીના નેતૃત્વ નીચે સરોજિની નાયડુ , મહાદેવભાઈ દેસાઈ સહિત દાંડીકૂચની શરૂઆત કરી . અમદાવાદથી દાંડીનું અંતર આશરે 370 કિમી છે . દાંડીયાત્રામાં અસલાલી , બારેજા , નડિયાદ , આણંદ , બોરીઆવી , રાસ , જંબુસર , ભરૂચ , સુરત , નવસારી જેવાં નાના - મોટા નગરોમાં સભાઓ ભરી લોકોને વિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે તેની સમજ આપી . ગાંધીજીએ ભાટ મુકામે ( 29 માર્ચ , 1930 ) કહ્યું “ કાગડા - કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહિ ત્યાં સુધી આશ્રમમાં પાછો નહિ કરું " આ કૂચ જે ગામોમાંથી પસાર થતી ત્યાં લોકો રસ્તાની સફાઈ કરતા , પાણી છાંટી તોરણો બાંધી શણગારતા આ યાત્રાએ ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ , અજબની શ્રદ્ધા , ચેતના અને ઐક્તા જગાવવાનું અદ્ભુત કાર્ય કર્યું . દેશભરમાં સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું . ગાંધીજી તેમના સાથીદારો સાથે 24 દિવસની પદયાત્રા બાદ દાંડી પહોંચ્યા ( 5 મી એપ્રિલ 1930 )

6 એપ્રિલ 1930 સવારે બરાબર 6:30 કલાકે દરિયાકિનારે જામેલા મીઠામાંથી મુઠ્ઠી મીઠું લઈ મીઠાનો અન્યાયી કાયદો તોડ્યો . ગાંધીજીએ કહ્યું , ‘ ‘ મૈને નમક કા કાનૂન તોડ દિયા , ’ ’ અને આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધતાં કહ્યું ‘ ‘ હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં ફૂલો લગાડું છું . ’ ’ તેવા શબ્દોથી સંબોધન કર્યું . શ્રી મહાદેવભાઈ દેસાઈ આ દાંડીક્શને ‘ ‘ મહાભિનિષ્ક્રમણ ’ સાથે સરખાવે છે . દુનિયાભરના પત્રકારો , ફોટોગ્રાફર્સે પણ આ સ્થળની મુલાકાત લઈ આંખે દેખ્યો અહેવાલ , સમાચાર પત્ર અને પુસ્તિકાઓમાં પ્રસિદ્ધ કર્યો . આમ , 12 મી માર્ચે સાબરમતી આશ્રમથી શરૂ થયેલી જગપ્રસિદ્ધ દાંડીકૂચની ભૌતિક સમાપ્તિ હતી ; પરંતુ બ્રિટિશ સલ્તનતની ઇમારતના પાયામાં લૂણો લાગવાની શરૂઆત થઈ હતી . આખા દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ . સરકારે દમનનો કોરડો વીંઝયો . લાઠીમાર , ધરપકડો , ગોળીબાર , સ્ત્રીઓ અને બાળકો પર જુલ્મો આચર્યા છતાં લડતનું જોર ઘટયું નહિ .

દાંડીકૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર , દારૂબંધી , હિન્દુ - મુસ્લિમ એકતા , અસ્પૃશ્યતા નિવારણ વગેરે અનેક રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરાયું . દાંડીયાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગ્રતિના લીધે અસહકારનાં આંદોલનો અને સત્યાગ્રહના કાર્યક્રમો દેશભરમાં શરૂ થયા . આ કાર્યક્રમોમાં સ્વદેશી આંદોલન અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર , દારૂબંધી અને દારૂનાં પીઠાં ઉપર પિકેટિંગ , મહેસૂલી સહિતના કરવેરા ન ભરવાનું ના - કર આંદોલન , અસ્પૃશ્યતા નિવારણ કાર્યક્રમો સંબંધી સત્યાગ્રહ , સભાઓ અને સરસોના કાર્યક્રમો થયા . આ જાગ્રતિ તથા આંદોલનને નબળાં પાડવા તથા કચડી નાખવા સરકાર દ્વારા લાઠીચાર્જ , કારાવાસ સહિતનાં દમનકારી પગલાં લેવાયાં . આની પ્રતિક્રિયા રૂપે દેશમાંની રેલવે , પોલીસ સ્ટેશન , પોસ્ટ ઓફિસો તથા અન્ય સરકારી ઇમારતો ઉપર તોડફોડ , હુમલા જેવા કેટલાક હિંસક બનાવો પણ બન્યા આ ઘટનાઓમાં અબ્દુલ ગફાર ખાન ' સરહદના ગાંધી'ના નેતૃત્વ હેઠળનું આંદોલન , મુંબઈ પાસે વડાલાના પીઠા ઉપર નાગરિકોનો હુમલો , દિલ્લીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે વિકેટિંગ , સુરતના ધરાસણા તથા વિરમગામ વિસ્તારમાં થયેલા મીઠાના સત્યાગ્રહો ઉપરાંત સરકારી નોકરીઓનો ત્યાગ , સરકારી શાળાઓમાંથી અભ્યાસ છોડી દેવાના કાર્યક્રમો મુખ્ય ગણાય .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...

બકસરનું યુદ્ધ

બકસરનું યુદ્ધ          અંગ્રેજોએ મિરજાફ ૨ ને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદાં જુદાં બહાનાં નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકા ૨ો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીરજાફરને ખસેડી મીર કાસીમને બંગાળનો નવાબ બનાવ્યો . કંપની માટે મીર કાસીમ તો મીર જાફર કરતાં વધુ મહત્ત્વાકાંક્ષી સાબિત થયો . તેથી મીર કાસીમનો કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસીમને ઉથલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો . મીર કાસીમ અવધના નવાબના શરણે ગયો . આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહઆલમ આવ્યો હતો . આથી , ત્રણેયે સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું .      બકસર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું ( 22 ઑક્ટોબર , 1764 ) . જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ , બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી .