सीधे मुख्य सामग्री पर जाएं

ગુજરાતની ગુફાઓ : Caves of Gujarat

ગુજરાતની ગુફાઓ : Caves of Gujarat

જૂનાગઢની ગુફાઓ : જૂનાગઢમાં ત્રણ ગુફા સમૂહ આવેલા છે . 

( 1 ) બાવાપ્યારાનો ગુફા સમૂહ :- આ ગુફા બાવાપ્યારાના મઠ પાસે આવેલ છે . આ ગુફાઓ ત્રણ હારમાં અને પરસ્પર કાટખૂણે જોડતી પથરાયેલી છે . પહેલી હારમાં ચાર , બીજી હારમાં સાત અને ત્રીજી હારમાં પાંચ ગુફાઓ મળી કુલ 16 ગુફાઓ છે . તે ઈસ્વીસનના આરંભની સદી દરમિયાન કંડારેલી હોવાની શક્યતા છે . 

( 2 ) ઉપરકોટની ગુફાઓ :- આ ગુફાઓ બે મજલામાં આવેલ છે , નીચે ઉપર જવા સોપાન શ્રેણી છે . ઉપરકોટની ગુફાઓ ઈ.સ. બીજી સદીના ઉત્તરાર્ધથી ચોથી સદીના પૂર્વાર્ધ સુધીમાં કંડારેલી હોવી જોઈએ . 

ખાપરા-કોડીયાની ગૂફાઓ:- કુંડ ઉપરની ગુફાઓ : આ ગુફાઓ મજલાવાળી હશે તેમ પ્રાપ્ત થયેલા અવશેષો પરથી કહી શકાય . ગુફાઓને નુકસાન થયેલ છે . કુલ 20 સ્તંભ આવેલ છે . આ ગુફા ઈ.સ. ત્રીજી સદીમાં કંડારેલી હોવાની શક્યતા છે . 

 ખંભાલીડા ગુફા :- રાજકોટથી 70 કિમી દૂર ગોંડલ પાસે આવેલા ખંભાલીડામાંથી આ ગુફાઓ ( ઈ.સ. 1959 માં ) શોધાઈ છે . તેમાં ત્રણ ગુફાઓ નોંધપાત્ર છે . વચ્ચેની ગુફામાં સ્તૂપયુક્ત ચૈત્યગૃહ , પ્રવેશ માર્ગોની ઉભય બાજુએ વૃક્ષને આશ્રયે ઊભેલા બૌદ્ધિસત્ત્વ અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ બીજી - ત્રીજી સદીની છે . 

તળાજા ગુફા :- શેત્રુંજી નદીના મુખપાસે ભાવનગર જિલ્લામાં તળાજાનો ડુંગર આવેલ છે . તે ‘ તાલધ્વજગિરિ ’ તીર્થધામ તરીકે પ્રખ્યાત છે . પથ્થરો કોતરીને 30 ગુફાઓની રચના કરવામાં આવી છે . આ ગુફાઓની સ્થાપત્યકલામાં ?? સામાજિક વિજ્ઞાન , ધોરણ 10 વિશાળ દરવાજો આવેલો છે . ‘ એભલમંડપ ’ ( સભાખંડ ) અને ચૈત્યગૃહ સુરક્ષિત અને શિલ્પ સ્થાપત્યની દૃષ્ટિએ ઉત્કૃષ્ટ છે . બૌદ્ધ ધર્મના સ્થાપત્યોથી આ ગુફાઓ ઈસ્વીસનની ત્રીજી સદીની છે . 

સાણાની ગુફા :- ગિર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકીયા ગામ પાસે રૂપેણ નદી ઉપર સાણાના ડુંગરો ઉપર આ ગુફાઓ આવેલી છે . સાણા ડુંગર ઉપર મધપૂડાની જેમ 62 જેટલી ગુફાઓ પથરાયેલી છે . 

 ઢાંક ગુફા :- રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ઢંકગિર આવેલો છે . ઢાંકની ગુફાઓ ચોથી સદીના પૂર્વાર્ધની હોવાનું જણાય છે . 

 ઝીંઝુરીઝર ની ગુફા :- ઢાંકની પશ્ચિમે સાતેક કિમીના અંતરે સિદસર પાસેની ઝીંઝુરીઝરની ખીણમાં કેટલીક બૌદ્ધ ગુફાઓ આવેલી છે . ઈ.સ.ની પહેલી અને બીજી સદીની હોય તેમ મનાય છે .

  કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ : કચ્છના લખપત તાલુકામાં જૂના પાટગઢ પાસેના પહાડમાં આ ગુફાઓ આવેલી છે . કુલ બે ગુફાઓ છે . ( ઈ.સ. 1967 માં ) આ ગુફાઓ કે . કા . શાસ્ત્રીએ શોધી કાઢી છે . 

કડિયાડુંગર ગુફા : ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં કડિયાડુંગરની ત્રણ ગુફાઓ આવેલી છે . એ બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો ગણાય છે . અહીં ગુફા સ્થાપત્ય બેનમૂન છે . એક જ પથ્થરમાં કંડારેલો 11 ફૂટ ઊંચો એક સિંહ સ્તંભ છે . સ્તંભના શિરો ભાગે બે શરીરવાળી અને એક મુખવાળી સિંહાકૃતિ છે .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...

બકસરનું યુદ્ધ

બકસરનું યુદ્ધ          અંગ્રેજોએ મિરજાફ ૨ ને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદાં જુદાં બહાનાં નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકા ૨ો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીરજાફરને ખસેડી મીર કાસીમને બંગાળનો નવાબ બનાવ્યો . કંપની માટે મીર કાસીમ તો મીર જાફર કરતાં વધુ મહત્ત્વાકાંક્ષી સાબિત થયો . તેથી મીર કાસીમનો કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસીમને ઉથલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો . મીર કાસીમ અવધના નવાબના શરણે ગયો . આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહઆલમ આવ્યો હતો . આથી , ત્રણેયે સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું .      બકસર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું ( 22 ઑક્ટોબર , 1764 ) . જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ , બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી .