सीधे मुख्य सामग्री पर जाएं

ગુજરાતનાં સાંસ્કૃતિક વારસાનાં સ્થળો : Cultural Heritage Sites of Gujarat

ગુજરાતનાં સાંસ્કૃતિક વારસાનાં સ્થળો : Cultural Heritage Sites of Gujarat

ગુજરાત શિલ્પ - સ્થાપત્ય કલા ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે . અહીં ગુફા સ્થાપત્યો , મંદિરો , મસ્જિદો , કિલ્લાઓ , વાવ , તોરણો એમ બહુવિધ સ્થાપત્ય ક્ષેત્રો જોવા મળે છે . હવે ગુજરાતનાં સાસ્કૃતિક વારસાનાં સ્થળોનો પરિચય મેળવીએ .

 ધોળાવીરા અને લોથલ :-Dholavira and Lothal

 ધોળાવીરા અને લોથલ બન્ને સિંધુ સભ્યતાનાં નગર હતાં . ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલ છે . ધોળાવીરા તેની આદર્શ નગર રચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે . આજથી લગભગ 5000 વર્ષ પહેલાં આ નગરમાં ઘરેણાં બનાવવાનાં તથા મણકા બનાવવાનાં કેન્દ્રો જોવા મળે છે . લોથલ અમદાવાદ - ભાવનગર હાઈવે નજીક આવેલું એક પુરાતત્ત્વીય સ્થળ છે જે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યથી ધીકતું અને સુવિધાઓથી સજજ હડપ્પીયન સંસ્કૃતિનું બંદર હતું .

 જૂનાગઢ :-Junagadh

 જૂનાગઢમાં અશોકનો શિલાલેખ , ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ ઉપરકોટ , જૈન મંદિરો , દામોદર કુંડ , અડીકડીની વાવ , જૂનો રાજમહેલ , નવઘણ કૂવો , મહાબતખાનનો મકબરો , બહાઉદીન વજીરનો મકબરો વગેરે જોવાલાયક સ્થળો છે . મહાશિવરાત્રિએ ગિરનાર તળેટીમાં ભવનાથનો મોટો મેળો ભરાય છે .


અમદાવાદ : -Ahmedabad

અમદાવાદની ઓળખ ઐતિહાસિક નગરી તરીકે કરી શકાય . અમદાવાદમાં ભદ્રનો કિલ્લો , જામા મસ્જિદ , રાણી સીપ્રીની મસ્જિદ , સરખેજનો રોજો , કાંકરિયા તળાવ , ઝુલતા મિનારા , સીદી સૈયદની જાળી , હઠીસિંહનાં દેરાં , રાણી રૂપમતીની મસ્જિદ વગેરે જોવાલાયક સ્થાપત્યો છે . સારંગપુર દરવાજા બહાર રાજપુર - ગોમતીપુરમાં આવેલા ઝુલતા મિનારા તેના કંપનના વણ ઉકલ્યા રહસ્ય માટે જાણીતા છે . અતિશય બારીક અને સુંદર વાનસ્પતિક અને ભૌમિતિક રચનાના કારણે સીદી સૈયદની જાળી પ્રખ્યાત છે . 

 પાટણ ( ઉત્તર ગુજરાત ) :- Patan (North Gujarat)

પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ , રાણીની વાવ અને સિદ્ધપુરમાં આવેલ રુદ્રમહાલય જોવાલાયક સ્થાપત્યો છે . પાટણથી 26 કિમી દૂર આવેલ સિદ્ધપુરમાં રૂદ્ર મહાલયનાં ભગ્ન અવશેષો મહેલની ભવ્યતાનો પરિચય આપે છે . ભીમદેવ પહેલાનાં  રાણી ઉદયમતિએ પ્રજા માટે પાણીની વ્યવસ્થા પૂરી કરવા વાવનું નિર્માણ કરાવ્યું જેને આજે રાણીની વાવ કહે છે . ઈ.સ. 2014 માં યુનસ્કો દ્વારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં આ વાવનો સમાવેશ થયો છે . રાણીની વાવ એ વાતની પ્રતીતિ કરાવે છે કે પ્રાચીન સમયમાં પણ જળ વ્યવસ્થાપનની કેટલી સુંદર વ્યવસ્થા હતી . પાટણમાં ઈ.સ. 1140 માં સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું . આ ઉપરાંત વડનગરમાં કિલ્લો , શર્મિષ્ઠા તળાવ અને કીર્તિતોરણ જોવાલાયક સ્થળો છે . પથ્થરના બે સ્તંભ પર કમાન જેવી રચના કરીને આ તોરણ બનાવ્યાં છે . શામળાજી મંદિર મેશ્વો નદીના કિનારે આવેલું પ્રાચીન યાત્રા સ્થળ છે . તેની સ્થાપત્ય કલા બેનમૂન છે .

ક્ષત્રપકાળ દરમિયાન ગુજરાતમાં કેટલાક સ્તૂપ અને વિહારોનું નિર્માણ થયું . એમાં જૂનાગઢ જિલ્લાના બોરદેવી તથા શામળાજી નજીકના દેવની મોરી , જૂનાગઢ ગિરનારમાં ઈટવા બૌદ્ધ સ્તૂપના અવશેષ પ્રાપ્ત થયા છે . એ ઉપરાંત બાવાપ્યારા , ઉપરકોટ , ખાપરા કોડિયા , ખંભાલિડા , તળાજા , સાણા , ઢાંક , ઝીંઝુરીઝર , કડિયા ડુંગર વગેરે સ્થળોએ ગુફા સ્થાપત્યો આવેલાં છે .

 વાવ એ પગથિયાંવાળો કૂવો છે . પગથિયાને એક , બે , ત્રણ , કે ચાર મુખ અને ત્રણ , છ નવ કે બાર કુટ ( મજલા ) હોય છે . વાવના મુખ્ય નંદા , ભદ્રા , જયા અને વિજ્યા પ્રકાર છે . 

ગાંધીનગર પાસે અડાલજની વાવ , પાટણની રાણીની વાવ , જૂનાગઢની અડી કડીની વાવ , ઉપરાંત નડિયાદ , મહેમદાબાદ , ઉમરેઠ , કપડવંજ , વઢવાણ , કલેશ્વરી ( મહીસાગર જિલ્લો ) વગેરે સ્થળોએ પણ વાવો આવેલી છે . 

ભાવનગર જિલ્લાના પાલીતાણાના શેત્રુંજય પર્વત પર અનેક જૈન દેરાસર આવેલાં છે . એમાંથી કેટલાંક દેરાંઓનુ નિર્માણ 11 મી સદીમાં થયું છે . મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ટીંબા ગામની નજીક આવેલી ટેકરીઓ પર તારંગા તીર્થ આવેલું છે . અહીં તારામાતાનું મંદિર પણ છે . ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સોમનાથ મંદિર અને દેવભૂમિ દ્વારકાનું દ્વારકાધીશ મંદિર ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવે છે . ગુજરાતના સાંસ્કૃતિક વારસાની આ યાદી હજુ પૂર્ણ નથી . આ સિવાય અન્ય સ્થળો પણ છે , એ ગુજરાતની સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ કરે છે .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...

25 Top ayurvedic aushadhi:

( 1 )અરીઠા :  ઝાડ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે . સર્પ વિષ , સોમલ , વચ્છનાગ , અફીણ , મોરથથં વગેરેની ઝેરી અસરને દૂર કરવા ઉપયોગી બને છે .. → તેનો ઉપયોગ માથ ધોવા , શરીર ધોવા , ઘરેણા સાફ કરવા લોકો વાપરે છે .    ( 2 ) અશ્વગંધા : ( Withania Somnifera )  છોડ થાય છે . 3 ક્ષય , નબળાઈ , ગાંઠ વગેરે રોગોમાં ઉપયોગી . → મુત્રલ ઔષધ છે . → ડાયાબીટીસ , લોહીના નીચા દબાણમાં , શક્તિવર્ધક તરીકે ઉપયોગી .  ( 3 )આદૂ : ( Zingiber Officincele )  છોડ બે ફૂટ ઊંચો થાય છે . આદૂને સૂકવી છોલીને સૂંઠ તૈયાર થાય છે . બંગાળ , ચેન્નાઈ , જમૈકાબેટ , ધ્રાંગધ્રા વગેરે સ્થળોથી સૂંઠ આવે છે . ખોરાકના પાચનમાં અજીર્ણમાં , વાયુના વિકારોમાં , અમૃતતૂલ્ય કામ છે . આહૂની ખેતી થાય છે .   ( 4 ) આંબળા : ( Embelica Officinalis )   > ઝાડ ( વૃક્ષ ) થાય છે . 4 દિવાળી ( કારતક ) માં ફળ આવે , પોષ – મહિના સુધી બજારમાં ફળ પણ મળે છે . તેને ધાત્રી પણ કહે છે . 0 ચ્યવનપ્રાશ બનાવવા ઉપયોગી છે . → ત્રિફળા ( હરડે + બહેડા + આંબળા ) માં આંબળા વપરાય છે .   ( 5 ) આમલી : ( Tamrindus Indica )  તેનું ઝાડ ( વૃક્ષ ) ...