सीधे मुख्य सामग्री पर जाएं

મૌર્યયુગ

મૌર્યયુગ 

ભારતના ઇતિહાસમાં મૌર્ય સામ્રાજ્યની સ્થાપનાને મહાન ઘટના ગણવામાં આવે છે . ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા આ સામ્રાજ્ય સ્થપાયું ( ઈ.સ. પૂર્વે 321 ) . મૌર્યકાલીન ઇતિહાસ જાણવાનાં અનેક સાધનો આપણને પ્રાપ્ત થયાં છે , જેમાં સૌથી મહત્ત્વપૂર્ણ અશોકના 44 જેટલા અભિલેખો છે . આ અભિલેખોની ભાષા પાલિ છે . અશોકના શૈલલેખ ભારતમાં લેખન સામગ્રીના સૌથી જૂના અવશેષો ગણાય છે . એ સમયના સિક્કાઓ પણ મળી આવ્યા છે , જે પંચમાર્ક સિક્કાઓ પછીની અવસ્થા દર્શાવે છે . ચંદ્રગુપ્ત મૌર્યનો બનાવેલ મહેલ અને તેના અવશેષો તેમજ મૂર્તિઓ પણ આ કાળનો ઇતિહાસ આપણી સમક્ષ મૂકી આપે છે .

 મૌર્યયુગીન ઇતિહાસ જાણવા માટેનાં અન્ય મહત્ત્વપૂર્ણ સાધનોમાં કૌટિલ્યના ‘ અર્થશાસ્ત્ર ' અને મૅગેસ્યનિસ દ્વારા રચિત ‘ ઇન્ડિકા’ને ગણવામાં આવે છે . અર્થશાસ્ત્ર એ મૌર્યશાસન પર લખાયેલ મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે , જેમાં શાસનના સિદ્ધાંતો , રાજ્યનું સ્વરૂપ , શાષક અને અધિકારીઓનાં કર્તવ્યો , નાગરિકોની ફરજ અને વિદેશો સાથેના સંબંધો જેવી જટિલ બાબતોને પણ સમજાવવામાં આવી છે . ચંદ્રગુપ્ત મૌર્યના રાજ દરબારમાં ગ્રીક રાજદૂત મૅગેનિસ આવ્યો હતો . તેણે ‘ ઇન્ડિકા ’ નામનો એક મહત્ત્વપૂર્ણ ગ્રંથ લખ્યો છે . આ ગ્રંથમાં માર્યોના નગર વહીવટીતંત્રની મહત્ત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે . તેણે પાટલીપુત્રના વહીવટીતંત્રનો આબેહૂબ ચિતાર આપ્યો છે , સાથે સાથે ભારતીય વર્ણવ્યવસ્થા વિશે પણ તેણે કેટલીક નોંધ કરી છે . શ્રીલંકાના દીપવંશ અને મહાવંશો જેવા બૌદ્ધગ્રંથોમાંથી પણ મૌર્ય સામ્રાજ્યનો ઇતિહાસ સાંપડે છે , તો વિશાખદત્ત જેવા મહાન નાટ્યકારે રચેલ નાટક ‘ મુદ્રારાક્ષસ ' પણ મૌર્ય સામ્રાજ્યના ઇતિહાસ પર પ્રકાશ પાથરે છે . કૌટિલ્યનું ‘ અર્થશાસ્ત્ર ’

અર્થશાસ્ત્ર’ની રચના ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ કૌટિલ્ય , જેને ‘ ચાણક્ય ' તરીકે પણ ઓળખવામાં આવે છે , તેમણે કરી હતી , અર્થશાસ્ત્ર એ મૌર્યકાલીન રાજ્યનું સ્વરૂપ , તેના સિદ્ધાંતો , રાજાના કર્તવ્ય વગેરે પર પ્રકાશ પાડતો મહાનગ્રંથ છે . ચાણક્યએ ચંદ્રગુપ્ત અને બિંદુસારના માર્ગદર્શક તરીકે રહ્યા હતા . તેમણે રાજ્યના સપ્તાંગસિદ્ધાંતની રચના કરી હતી . કર વ્યવસ્થા અને રાજકીય સ્વરૂપ પર તેમણે પોતાના વિચારો આ ગ્રંથમાં મહત્ત્વપૂર્ણ રીતે આલેખ્યા છે . જોકે આ ગ્રંથ કોઈ એક જ સમયે લખાયો હોય તેમ જણાતુ નથી . કારણ કે અર્થશાસ્ત્રમાં સમ્રાટ અશોકના સમયના અધિકારીઓનો પણ ઉલ્લેખ જોવા મળે છે . એ દર્શાવે છે કે , અર્થશાસ્ત્રના લખાણમાં પાછળથી કેટલોક ઉમેરો કરવામાં આવ્યો હતો . તેમ છતાં પ્રાચીન ભારતીય રાજ્ય વ્યવસ્થા જાણવા માટે કૌટિલ્યનું ‘ અર્થશાસ્ત્ર ' સૌથી મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક સામ ગ્રી છે.

 મૌર્યયુગના ઉદયપૂર્વેની રાજકીય પરિસ્થિતિ 
 
મગધના રાજ્યનો ઉદય , ઈરાની આક્રમણ અને મેસેડોનિયોના ( ગ્રીસ ) સિકંદરના આક્રમણની ચર્ચા કરી ગયા છીએ . સિકંદરના આક્રમણની સૌથી મોટી અસર એ થઈ કે , કૌટિલ્ય અને ચંદ્રગુપ્ત મૌર્યને પંજાબમાં થોડી ઘણી સફળતા મળી અને તેમની શક્તિમાં વધારો થયો . તેમણે એક સૈના ઊભી કરી ( ઈ.સ. પૂર્વે 321 ) નંદવંશના છેલ્લા શાસક ધનાનંદને હરાવી મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી . ચંદ્રગુપ્તને ધનાનંદની વિશાળ સેના પ્રાપ્ત થવાથી ખૂબ ઝડપથી મૌર્ય સામ્રાજ્યનો તેણે વિકાસ કર્યો . 

ચંદ્રગુપ્ત મૌર્ય ( ઈ.સ. પૂર્વે 321 થી ઈ.સ. પૂર્વે 297 ) 

મૌર્યસામ્રાજ્યની સ્થાપના ( ઈ.સ. પૂર્વે 321 ) ચંદ્રગુપ્ત મૌર્યએ કરીને ( ઈ.સ.પૂર્વે 297 સુધી ) રાજ્ય કર્યું . આ સમય દરમિયાન તેણે ઉત્તર - પશ્ચિમ ભારતથી લઈને સંપૂર્ણ ઉત્તર - ભારત અને ગુજરાત સુધીના મહાન વિજયો પ્રાપ્ત કર્યા . ચંદ્રગુપ્ત મૌર્યનું -યુદ્ધ ( ઈ.સ. પૂર્વે 305 ) ગ્રીક રાજવી સેલ્યુકસ નીકેતર સાથે થયું હતું . જેમાં સંભવતઃ ચંદ્રગુપ્ત વિજયી થયો હતો . આ યુદ્ધ બાદ બંને વચ્ચે સંધી થઈ હતી અને સેલ્યુકસની પુત્રી હેલનના વિવાહ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરવામાં આવ્યાં હતાં . આ યુદ્ધને પરિણામે ચંદ્રગુપ્તનું શાસન મધ્યએશિયા સુધી પહોંચ્યું હતું . સેલ્યુકસનો રાજદૂત મૅગેસ્થેનિસ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવ્યો હતો . આમ , ચંદ્રગુપ્તના સમયથી ભારતમાં વિદેશી સત્તાઓ સાથે સંબંધની એક નવીન પરંપરા શરૂ થઈ . તે અવસાન પામ્યા ત્યારે તેમના પુત્ર બિન્દુસારને એક મહાન સામ્રાજ્ય વારસામાં મળ્યું . જૈનપરંપરા મુજબ ચંદ્રગુપ્તે બિન્દુસારને રાજ્ય સોંપી જૈનમુનિ ભદ્રબાહુ સાથે દક્ષિણ ભારત જઈ ( ચંદ્ર ટેકરી શ્રવણ બેલગોડા ) કાયાકલેશ કર્યો . 

બિન્દુસાર ( ઈ.સ. પૂર્વે 297 થી ઈ.સ. પૂર્વે 273 )

 ચંદ્રગુપ્ત બાદ તેના જેવો જ તેમનો પ્રતાપી પુત્ર બિન્દુસાર ગાદી પર આવ્યો . હકીકતમાં ચંદ્રગુપ્ત મૌર્યના વિજયમાં તેણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી . જોકે , બિન્દુસાર વિશે ચંદ્રગુપ્ત અને અશોક જેટલી મોટા પ્રમાણમાં માહિતી સાંપડતી નથી . તેણે પણ ગ્રીક અને અન્ય તત્કાલીન વૈશ્વિક સત્તાઓ સાથે સાંસ્કૃતિક આદાન - પ્રદાનને મહત્ત્વ આપ્યું હતું . તેના સમયમાં મૌર્ય સામ્રાજ્યમાં પાંચ પ્રાંતની પાંચ રાજધાની પ્રવર્તતી હતી . અશોક ઉજ્જૈની પ્રાંતનો વડો હતો , જ્યારે તેનો મોટો પુત્ર તક્ષશિલા પ્રાંતનો વડો હતો . બિન્દુસારના સમયમાં તક્ષશિલામાં બળવો થયાના પુરાવા પ્રાપ્ત થયા છે . બિન્દુસાર આજીવક સંપ્રદાયમાં વિશ્વાસ ધરાવતો હતો . મૌર્યસામ્રાજ્યની સીમાઓ મધ્યએશિયાથી દક્ષિણ ભારત સુધી વિસ્તરી ચૂકી હતી .
 
 સમ્રાટ અશોક ( ઈ.સ. પૂર્વે 273 થી ઈ.સ. પૂર્વે 232 )
 
 બિન્દુસારના ઉત્તરાધિકારી તરીકે અશોકે શ્રેષ્ઠ શાસનતંત્ર ઊભું કર્યું . બૌદ્ધપરંપરા અનુસાર અશોકે પોતાના 99 ભાઈઓની હત્યા કરીને ગાદી પ્રાપ્ત કરી હતી . જોકે , ઇતિહાસકારો આ બાબતને માનતા નથી . અશોકના જીવનનું એક માત્ર મહત્ત્વપૂર્ણ યુદ્ધ ( ઈ.સ. પૂર્વે 261 ) કલિંગ સાથે થયું હતું . આ યુદ્ધમાં હજારોની સંખ્યામાં લોકો માર્યા ગયા , એટલા જ લોકો યુદ્ધ કેદી બનાવવામાં આવ્યા હતા . આ રક્તપાતને કારણે અશોકનું હૃદયપરિવર્તન થયું અને તેણે યુદ્ધ દ્વારા રાજ્યવિસ્તારની નીતિનો ત્યાગ કર્યો . તેણે યુદ્ધને બદલે ધર્મ દ્વારા વિજયનો માર્ગ અપનાવ્યો . સંપૂર્ણ જીવનબૌદ્ધ ધર્મના સિદ્ધાંતના પ્રચાર અને પ્રસાર માટે વ્યતિત કર્યું . અશોક બાદ તેના ઉત્તરાધિકારીઓ વિશાળ સામ્રાજ્યને સાચવી રાખવામાં અસફળ રહ્યા અને મૌર્યવંશના છેલ્લા રાજા બૃહદ્રથની હત્યા ( ઈ.સ. પૂર્વે 185 ) કરી , તેના સેનાપતિ પુષ્યમિત્ર શૃંગે સામ્રાજ્યનો નાશ કર્યો . આ રીતે ભારતનું એક મહાન સામ્રાજ્યનું પતન થયું . 
 
સમ્રાટ અશોક અને બૌદ્ધધર્મ 

ભારતના ઇતિહાસમાં અશોક મહાનતમ શાસકોની કોટીમાં અગ્રક્રમે આવે છે . તેની રાજકીય નીતિઓની તુલનાએ તેની ધાર્મિક નીતિ વિશિષ્ટ અને ઉપકારક હતી . મોટા ભાગના ઇતિહાસકારોના મતે અશોકે બૌદ્ધધર્મ અંગીકાર કર્યો હતો અને ધમ્મ દ્વારા બૌદ્ધધર્મના સિદ્ધાંતોનો પ્રચાર - પ્રસાર કર્યો હતો . જોકે , અશોકનો ધર્મ એ માનવધર્મ હતો . તે આદર્શ સામાજિક વ્યવહાર અથવા તો આચારસંહિતા સાથે સંકળાયેલો હતો . તે આવો આદર્શ સમાજ સ્થાપી પ્રજાને તે માર્ગ પર ચાલવા અનુરોધ કરતો હતો . બૌદ્ધ ધર્મનો અનુયાયી હોવા છતાં તેણે તમામ ધર્મોને સમાન મહત્ત્વ આપ્યું હતું . એટલે તે માનવધર્મનો પ્રચારક હતો , તેમ કહી શકાય . 

અશોકના શૈલલેખો પૈકી કેટલાકમાં ધમ્મની લાક્ષણિકતાઓ જોવા મળે છે . તેના શૈલલેખમાં કરુણા , દાન , સચ્ચાઈ , પવિત્રતા , સદ્વિચાર અને સારા વ્યવહારની વાતો લખાયેલી છે . ત્રીજા , ચોથા અને બારમા અભિલેખોમાં તેણે જણાવ્યું કે , લોકોએ માતા સમ્રાટ અશોક પિતા , વડીલો , બ્રાહ્મણો અને શ્રમણોનું સન્માન કરવું જોઈએ . 

રાજ્યના લોકો ધર્માનુસાર જીવન જીવે અને આચરણ કરે તે માટે ધર્મમહાપાત્ર નામના અધિકારીઓની નિમણૂક કરી હતી . તેણે જણાવ્યું છે કે , રાજા પ્રિયદર્શી તમામ સંપ્રદાયનું સન્માન કરે છે . લોકોને બૌદ્ધધર્મના આદર્શો અપનાવવાની વાત કરી છે . અન્ય શૈલલેખોમાં પ્રજાને અનુરોધ કરવામાં આવેલ છે . કે , પ્રજા ક્રોધ , ઈર્ષા , હિંસા , અત્યાચાર જેવા દૂષણોથી દૂર રહે . સમાજ કે સામાજિક સંમેલનો કે મેળાવડાઓ બંધ કરવા જોઈએ , તેમજ પશુઓની હત્યા પણ બંધ કરવી જોઈએ . તેણે તેનાં શાહી રસોડામાં થતી પશુ હિંસા લગભગ બંધ કરાવી હતી . 

પ્રજાકલ્યાણ કાર્ય માટે તેણે જણાવ્યું છે કે , રાજ્ય સારા માર્ગો , ચિકિત્સાલયો , કૂવા અને નાગરિકો માટે ધર્મશાળાઓનું નિર્માણ કરાવશે . 

અશોકનું સામ્રાજ્ય ખૂબ વિશાળ હતું . તેમાં અનેકવિધ , સાંસ્કૃતિક , સામાજિક અને ધાર્મિક માન્યતાવાળા લોકસમૂહો એકસાથે રહેતા હતા . 3/6 તેમનામાં જો મતભેદો ઊભા થાય , તો સામ્રાજ્યમાં રાજકીય ખેંચ પેદા થાય . આ પ્રકારના સંઘર્ષોના સમાધાન માટે તેની સમક્ષ બે માર્ગો હતા : ( 1 ) સૈનિકસંખ્યામાં વધારો કરવો , જેને માટે કરમાં વૃદ્ધિ કરવી . જોકે , કરવૃદ્ધિને કારણે લોકોના વિરોધનો સામનો કરવો પડે તેમ હતો ( 2 ) જુદા જુદા સાંસ્કૃતિક અને સામાજિક સમૂહના લોકો વચ્ચે પરસ્પર એકતા અને સમભાવના ઊભી કરી એક શાંતિપૂર્ણ સમાજની સ્થાપના કરવી . અશોકે આ બીજો વિકલ્પ સ્વીકાર્યો . ભારતવર્ષના ઇતિહાસમાં યુદ્ધ અને આક્રમણના સ્થાને સદ્ભાવ અને શાંતિની આવી મહાન નીતિનો તે પ્રથમ પુરસ્કર્તા હતો . 

મૌર્ય શાસનવ્યવસ્થા

 મૌર્યોએ વહીવટીતંત્રની એક શ્રેષ્ઠ પદ્ધતિ સ્થાપિત કરી . તેમના વહીવટીતંત્રનો વિચાર આપણને અર્થશાસ્ત્રમાંથી સાંપડે છે . વહીવટીતંત્રમાં રાજાની ભૂમિકા સૌથી મહત્ત્વપૂર્ણ હતી . શાસન સંબંધી સહાયતા માટે એક મંત્રી પરિષદની સ્થાપના કરવામાં આવી હતી . કરવ્યવસ્થા , કાયદો , ન્યાય , યુદ્ધ અને વિદેશી બાબતોમાં અંતિમ નિર્ણય રાજાનો રહેતો . રાજા કુશળતાપૂર્વક પ્રશાસનના અધિકારીઓ વિશે માહિતી મેળવતો . મૌર્યોનું ગુપ્તચર તંત્ર અનન્ય પ્રકારનું હતું . રાજા શિલાલેખોના માધ્યમથી પ્રજાને શાસનતંત્રની માહિતી આ અશોકના શિલાલેખમાં કહેવાયું છે કે , કોઈ પણ વ્યકિત , જરૂર હોય ત્યારે રાજાને મળી શકે છે . પ્રજા રાજાના બાળક સમાન છે અને રાજા તમામના સુખની કામના કરે છે . 
 
મંત્રીપરિષદમાં અનેક મંત્રીઓ કાર્ય કરતા હતા , તેમને અમાત્ય , મહામાત્ર અને અધ્યક્ષ તરીકે ઓળખવામાં આવતા . મૌર્યોના વહીવટીતંત્રમાં 27 જેટલાં વિભિન્ન ખાતાંઓ અને તેનાં મંત્રીઓ કે અધ્યક્ષની સૂચિ મળે છે . કૌટિલ્યનું અર્થશાસ્ત્ર આ પ્રકારની સૂચિ આપે છે . જેમકે , કૃષિવિભાગને સીતા કહેવામાં આવતું અને તેના વડાને સીતાધ્યક્ષ કહેવામાં આવતા . આ સિવાય વિદેશમંત્રાલય , ખાવિભાગ , વેપારવિભાગ અને સૈનિકવિભાગ સૌથી મહત્ત્વપૂર્ણ હતાં . કર્મચારીઓમાં કે અધિકારીઓમાં સમાહર્તાનું પદ ખૂબ જ અગત્યનું હતું . આધુનિક સમયમાં ભારતમાં કલેક્ટરનું જે કાર્ય છે , તેવું કાર્ય મૌર્ય કાળમાં સમાહર્તાને સોંપવામાં આવ્યું હતું . તે મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય કરતા અને કાયદો અને વ્યવસ્થાનું પાલન પણ કરાવતો . જિલ્લાના વહીવટીતંત્રના વડા તરીકે તે સ્થાન શોભાવતો . તેના હાથ નીચે સમગ્ર જિલ્લાનું વહીવટીતંત્ર કાર્ય કરતું .

 મૌર્ય સામ્રાજ્યમાં સેનાનું બહુ જ મોટું પ્રદાન હતું એક ગ્રીક લેખક જસ્ટીનના મત અનુસાર ચંદ્રગુપ્ત મૌર્યની સેનામાં છ લાખ જેટલું પાયદળ , 30,000 અશ્વસેના , 9000 હાથીઓની સેના અને 8000 રથસેનાનો સમાવેશ થતો હતો . જોકે આ સંખ્યા થોડી અતિશયોક્તિ પૂર્ણ છે . પરંતુ એ બાબત સ્પષ્ટ છે કે , મૌર્યો પાસે એક વિશાળ સેના હતી . મૅગેસ્થનિસે સેનાની જુદી જુદી શાખાઓનાં કાર્યોની માહિતી આપી છે . કિલ્લાની સુરક્ષા કરતા અંતપાલ નામના સેનાધ્યક્ષની વાત પણ તેણે કરી છે .
 
 મૅગેસ્થનિસે પાટલીપુત્રના વ્યવસ્થાતંત્રની મહત્ત્વપૂર્ણ માહિતી આપી છે . તેનાં મતે પાંચ - પાંચ સભ્યોની છ સમિતિઓ પાટલીપુત્રનું વહીવટીતંત્ર સંભાળતી હતી . આધુનિક સમયમાં જેને આપણે પાસપોર્ટ કહીએ છીએ , તેવું એક વિભાગ મૌર્યાના સમયમાં મુદ્રા નામે ઓળખાતો હતો . એક સમિતિ આયાત અને નિકાસ પર લેવાતા કરની માહિતી રાખતી , જ્યારે અન્ય એક જન્મ - મરણનો આંકડો તપાસતી . આમ આધુનિક વહીવટીતંત્રનાં અનેક લક્ષણો આપણને મૌર્ય વહીવટીતંત્રમાં જોવા મળે છે . 
 
મૌર્યોની ન્યાયવ્યવસ્થા પણ અત્યંત મહત્ત્વપૂર્ણ હતી . રાજા સર્વોચ્ચ ન્યાયાધીશ હતો . મૌર્યોની ન્યાયવ્યવસ્થા છેક ગ્રામ તબક્કા સુધી પહોંચી હતી . દીવાની અને ફોજદારી એમ બંને પ્રકારની અદાલતો જોવા મળે છે . ગામડામાં પંચાયત ન્યાયનું કાર્ય કરતી , ધર્મસ્થિય અને કંટકશોધન નામની બે કોર્ટો મૌર્યસામ્રાજ્યમાં જોવા મળે છે , જે ક્રમશઃ દીવાની અને ફોજદારી અદાલતો હતી . મગધની રાજધાની પાટલીપુત્ર સિવાય મૌર્યસામ્રાજ્યને ચાર વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું . ઉત્તર - પશ્ચિમ ભારતની રાજધાની તક્ષશિલા હતી . સુવર્ણગિર દક્ષિણ ભારતની રાજધાની હતી . પૂર્વભારતની રાજધાની તોસાલી હતી અને ઉજ્જયની પશ્ચિમ ભારતની રાજધાની હતી . આ ચારે ચાર વિભાગો પર મોટાભાગે રાજકુમારોને નીમવામાં આવતા . જે ‘ કુમાર ’ તરીકે ઓળખવામાં આવતા . કુમાર વિભાગના વડા તરીકે કાર્ય કરી ભવિષ્યમાં સંપૂર્ણ શાસનતંત્ર સંભાળવા લાયક બને તેવો રાજાનો આશય રહેતો . કેન્દ્રનું વહીવટીતંત્ર રાજા પોતે જ સંભાળતો . ચંદ્રગુપ્ત મૌર્યથી લઈને અશોકના સમયનું શાસનતંત્ર લગભગ એક સમાન જણાય છે . 

મૌર્યકાલીન અર્થવ્યવસ્થા 

અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર ખેતી હતો . મૌર્ય વહીવટીતંત્ર બિનઉપજાઉ ભૂમિને ઉપયોગમાં લાવવા વ્યવસ્થિત પ્રયત્નો કર્યા . તેમણે નવાં સ્થળોની શોધ પણ કરી , ખેતીમાં કામ કરવા માટે વિશાળ જનસંખ્યા ધરાવતાં ક્ષેત્રોમાંથી લોકોને નવાં ગામડાઓમાં વસાવવાનું કાર્ય કર્યું . રાજા તમામ જમીનનો માલિક હતો . સીતાધ્યક્ષ સમગ્ર કૃષિતંત્રનો વડો હતો . જોકે ખેડૂતો પોતે પણ પોતાની જમીનનાં માલિક હતા . મૌર્યો સિંચાઈના મહત્ત્વને સમજ્યા હતા . જૂનાગઢમાં ચંદ્રગુપ્ત મૌર્યએ સુદર્શન તળાવની રચના કરાવી હતી . સિંચાઈ ભૂમિવાળા ખેડૂતો પાસેથી વધારે કર લેવામાં આવતો . 

મૌર્યસામ્રાજ્યના સમયમાં વેપાર - વાણિજ્યનો ખાસ્સો વિકાસ થયો હતો . વારાણસી , મથુરા , ગાંધાર , ઉજ્જૈન , બંગાળ અને ગુજરાત વેપાર - વાણિજ્યના ઉત્તમ કોટીનાં સ્થળો હતાં . ધાતુનું ઉત્પાદન ખૂબ જ અગત્યની આર્થિક પ્રવૃત્તિ હતી . જમીનમાર્ગો અને જળમાર્ગો દ્વારા વેપારનું સંચાલન કરવામાં આવતું હતું . પાટલીપુત્ર અનેક વેપારિક માર્ગો દ્વારા સમગ્ર ભારત સાથે જોડાયેલું રહેતું , એટલું જ નહિ , બંગાળથી લઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્યએશિયાનાં બજારો સાથે પણ જોડાયેલું રહેતું . પશ્ચિમ બંગાળમાં આવેલું તામ્રલિપ્તિ અને પશ્ચિમ ભારતના ગુજરાતમાં આવેલું ભરૂચ આંતરરાષ્ટ્રીય બંદરો હતાં . ચંદ્રગુપ્ત મૌર્યએ તામ્રલિપ્તિ થઇને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્યએશિયા તરફ જતો એક વિશિષ્ટ માર્ગ બનાવ્યો હતો , જે પાછળથી શેરશાહે અને તેના બાદ 19 મી સદીમાં ડેલહાઉસીએ ફરીથી નિર્મિત કરાવ્યો હતો , તે જે આગળ જતાં Grand Trunck Road તરીકે ઓળખાયો . 

વેપારનું મહત્ત્વપૂર્ણ પાસું શિલ્પકલાનો વિકાસ હતો . વેપારીઓ અને કારીગરો સંગઠિત રીતે શ્રેણ કાર્ય કરતા . લોખંડના ઉત્પાદન પર એકાધિકાર રાખ્યો હતો . કારણ કે , લોખંડ એ ખેતી , વેપાર અને મહત્ત્વપૂર્ણ ધાતુ હતી . લોહાધ્યક્ષ નામનો ઉચ્ચ અધિકારી તેની પર નજર રાખતો હતો . 

મૌર્યકાલીન સમાજ

 બૌદ્ધ અને જૈનધર્મની સ્થાપના બાદ ધર્મ અને સમાજ ક્ષેત્રે થોડાં ઘણાં પરિવર્તનો આવ્યાં હતાં , પરંતુ તેમ છતાં મૌર્યકાલીન સમાજમાં વર્ણવ્યવસ્થા એટલી જ મજબૂત હતી . જોકે , વેપાર - વાણિજ્યના વિકાસને કારણે વૈશ્યો અને શૂદ્રોના સામાજિક સ્તરમાં સુધારો થયો હતો . શૂદ્રો હવે કૃષિ અને શિલ્પ સાથે સંકળાયાં હતાં . 
 
મૌર્ય કલા , સ્થાપત્ય અને અભિલેખો 

પ્રાચીન ભારતીય શિલ્પ અને કલાના ક્ષેત્રે મૌર્યસામ્રાજ્યનું મહત્ત્વપૂર્ણ પ્રદાન છે . મૅગેસ્થનિસે પાટલીપુત્રમાં ચંદ્રગુપ્ત મૌર્ય એક ભવ્ય મહેલમાં રહેતો હતો તેવી વાત કરી છે . જોકે , આ મહેલ કાષ્ઠનો હોવાને કારણે મોટી સંખ્યામાં અવશેષો મળતા નથી . આ કાળમાં પથ્થરની મૂર્તિઓ બનાવવાની કલા ખૂબ વિકાસ પામી હતી , જેના ઉત્તમ નમૂના રામપૂર્વા , લૌરિયાનંદનગઢ અને સારનાથના અશોકસ્તંભોમાં પ્રાપ્ત થાય છે . આપણુ રાષ્ટ્રીય ચિહ્ન જે ચાર સિંહની આકૃતિવાળું છે , તે બનારસ પાસે આવેલ સારનાથના અશોકસ્તંભમાંથી લેવામાં આવ્યું છે . આ બધા સ્તંભ ગોળાકાર અને એક જ પથ્થરમાંથી બનાવવામાં આવ્યા છે . ઉત્તરપ્રદેશમાં મિરઝાપુર પાસે આવેલ ચુનાર નામના ગામમાંથી મળી આવેલ રેતીના પથ્થરમાંથી આવા સ્તંભો બનાવવામાં આવતા અને ત્યારબાદ સમગ્ર ભારતભરમાં તેનું સ્થાપન કરવામાં આવતું . જે મૌર્યોની ઉત્કૃષ્ટ સંચાર વ્યવસ્થાનું ઉદાહરણ છે . આપણને પહાડોમાંથી મૌર્યકાલીન ગુફાઓ પ્રાપ્ત થઈ છે . એમાં સૌથી મહત્ત્વની ગુફાઓ બિહારના ગયા પાસે આવેલ બારાબરની ટેકરીઓમાં પ્રાપ્ત થઈ છે . આ ગુફાઓમાં લોમેશ ઋષિની ગુફા શ્રેષ્ઠ છે . આ સમયની પથ્થર અને માટીની મૂર્તિઓ પણ મળી આવી છે . જેના ૫૨ પૉલિશ કરવામાં આવી છે . આવી મૂર્તિઓ દિદારગંજમાંથી મળી આવેલ યક્ષ અને યક્ષિણીઓની મૂર્તિઓ મહત્ત્વપૂર્ણ છે . 

મૌર્યસામ્રાજ્યનું પતન

 મૌર્યો પાસે એક વિશાળ સેના અને મહત્ત્વપૂર્ણ શાસનતંત્ર હતું , જેણે ભારતના મોટાભાગના વિસ્તારોમાં શાસન કર્યું , પરંતુ સમ્રાટ અશોકના મૃત્યુ બાદ મૌર્યવંશ પતન તરફ આગળ વધ્યો . અશોકના મૃત્યુ બાદ સામ્રાજ્ય બે ભાગમાં વહેંચાઈ ગયું . પૂર્વ સામ્રાજ્ય રાજા દશરથના વડપણ હેઠળ જ્યારે પશ્ચિમી સામ્રાજ્ય રાજા સંપ્રતિને આધીન હતું . આપણને સ્વાભાવિક વિચાર થાય કે આટલા મહાન સામ્રાજ્યનું પતન આટલું ઝડપથી કેવી રીતે થયું ?
 
 કેટલાક ઇતિહાસકારો અશોકને મૌર્યસામ્રાજ્યના પતન માટે જવાબદાર માને છે . અશોકે બૌદ્ધધર્મના પ્રભાવમાં આવી શાંતિપ્રિય નીતિ અપનાવી સેનાને દુર્બળ બનાવી હતી . તો સાથે સાથે બૌદ્ધધર્મના ઝુકાવને કારણે બ્રાહ્મણો મૌર્યસામ્રાજ્યના વિરોધી બન્યા . કારણકે , અશોકે પશુબલી પર પ્રતિબંધ મૂક્યો હતો . જેનાથી બ્રાહ્મણોના ધાર્મિક કર્મકાંડો પર પ્રભાવ પડવાથી તેમની આર્થિક સ્થિતિ વણસી હતી . પુષ્યમિત્ર શૃંગ જે મૌર્યશાસક બૃહદ્રથનો બ્રાહ્મણ સેનાપતિ હતો , તેણે આ અંતિમ મૌર્યશાસકની હત્યા કરી શૃંગવંશની સ્થાપના કરી . કેટલાક ઇતિહાસકારો મૌર્યવંશના પતન માટે દુર્બળ ઉત્તરાધિકારી રાજાઓને દોષ આપે છે . 
 
કેટલાક ઇતિહાસકારો મૌર્ય અર્થવ્યવસ્થાને મૌર્યસામ્રાજ્યના પતનનું કારણ ગણાવે છે . મૌર્યોએ વેપાર - વાણિજ્ય પર એકાધિકાર સ્થાપી દીધો હતો , એટલુ જ નહિ , પરંતુ મૌર્યકાલીન સિક્કાઓ પણ સામાન્ય પ્રકારના જણાય છે . પ્રશાસન અને ધાર્મિક કાર્યોમાં નાણાંનો વ્યય થવાથી અર્થવ્યવસ્થા તૂટી પડી હશે . આટલા વિસ્તૃત સામ્રાજ્યમાં કેન્દ્રીય તંત્ર વંશપરંપરાગત રીતે ચાલતું હતું . અશોકની પછી આવેલા તેના ઉત્તરાધિકારીઓ પ્રાંતો અને કેન્દ્ર વચ્ચે સંતુલન બનાવી રાખવામાં અસફળ રહ્યા . 

આપણે ઉપર જોયું તેમ , અનેક કારણો મૌર્યસામ્રાજ્યના પતન માટે આપવામાં આવ્યાં છે . તેમ છતાં મૌર્ય સામ્રાજ્ય એ પ્રથમ એવું મહાન સામ્રાજ્ય હતું જેણે ભારતના ઇતિહાસને એક નવીન દિશા આપી . તેમની પાસે ઉચ્ચ કક્ષાનું વહીવટીતંત્ર અને વિશાળ સેના હતી . જેની સહાયથી તેમને ભારતના મોટાભાગ પર લગભગ 150 વર્ષ સુધી શાસન કર્યું ને દસ રાજાઓએ સાર્વભૌમ સત્તાનો ઉપયોગ કર્યો . સમ્રાટ અશોક ભારતના ઇતિહાસમાં તેની શાંતિપ્રિય નીતિને કારણે સૌથી મહાન શાસક ગણાયો . ચંદ્રગુપ્ત મૌર્ય , બિન્દુસાર અને અશોકના સમયમાં કલા અને અર્થવ્યવસ્થાનો ઉત્તમ કોટીનો વિકાસ થયો . મૌર્યોએ ભારતને એક મહાન સામ્રાજ્યની ભેટ આપી . 

વિદેશો સાથેના સંપર્કો 

ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી જ ભારતનો વિદેશો સાથે સંપર્ક શરૂ થયો . ચંદ્રગુપ્તે ગ્રીકો સાથે રાજકીય અને સાંસ્કૃતિક સંબંધોની સ્થાપના કરી . સેલ્યુસ નીકેતરની સાથે તેનું યુદ્ધ થયું . ત્યારબાદ આ ગ્રીક શાસકની પુત્રી હેલેના સાથે ચંદ્રગુપ્ત મૌર્યના વિવાહ થયા . આમ , વિદેશીનીતિનો પ્રારંભ ચંદ્રગુપ્તના લગ્નસંબંધથી શરૂ થયો . મૅગેસ્થનિસ તેના દરબારમાં રહેલો ગ્રીક એલચી હતો . બિન્દુસાર અને અશોકના સમયમાં પણ વિદેશો સાથેના સંપર્કો ચાલુ રહ્યા . ગ્રીકો બિન્દુસારને અમિત્રઘાત કહેતા , સિરાયાના શાસક સાથે બિન્દુસારને ઘનિષ્ઠ રાજકીય સંપર્કો હતા . અશોકના સમયમાં ગ્રીક , ઇજિપ્ત અને શ્રીલંકા સાથે ભારતના વિશિષ્ટ રાજકીય સાંસ્કૃતિક સંપર્કો ઊભા થયા હતા .

મૌર્યયુગનો વારસો

 ભારતના ઇતિહાસમાં મૌર્યસામ્રાજ્ય એ સૌથી પ્રથમ અને મહાન સામ્રાજ્ય હતું . વિસ્તારની દૃષ્ટિએ ભારતના ઇતિહાસમાં તેનું સ્થાન અદ્વિતીય છે . મૌર્યસામ્રાજ્યે જેટલો સામ્રાજ્ય વિસ્તાર કર્યો હતો , તેટલો સામ્રાજ્ય વિસ્તાર ભારતમાં ત્યારપછી છેક અંગ્રેજો સુધી કોઇપણ સત્તાએ કર્યો ન હતો . મૌર્યસામ્રાજ્યની સીમા દક્ષિણે કર્ણાટકથી લઈને મધ્યએશિયા સુધી પહોંચતી હતી , જે પ્રાચીન ભારતના સામ્રાજ્યમાં અજોડ કહી શકાય .
 
 મૌર્યસામ્રાજ્યે ભારતને પ્રથમ વખત વિશિષ્ટ રાજ્યવ્યવસ્થાની ભેટ આપી . મૌર્ય વહીવટીતંત્ર એ પ્રાચીનકાળનું જ નહિ સમગ્ર ભારતીય ઇતિહાસનું મહત્ત્વપૂર્ણ વહીવટીતંત્ર ગણાય છે . મૌર્ય વહીવટીતંત્ર ધર્મનિરપેક્ષ અને આધુનિક પ્રકારનું હતું . તેનું કરમાળખું પણ વિશિષ્ટ હતું . રાજા , અધિકારીઓ , પ્રાંત અને ગામ સુધી વિસ્તરેલું વહીવટીતંત્ર સુદીર્ઘ હતું . તમામની ફરજો નિયત થયેલી હતી . અશોકે શાંતિપ્રિય નીતિ માટે ધર્મમહામાત્ર નામના નવા અધિકારીઓની નિમણૂક કરી . ટૂંકમાં , મૌર્ય વહીવટીતંત્ર પ્રજા કલ્યાણનાં કાર્યો સાથે સંકળાયેલ હતું .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

G20 "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty

G20 का पूरा नाम "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty) है, यह एक अंतरराष्ट्रीय मंच है जिसमें 19 अलग-अलग देश और यूरोपीय संघ शामिल हैं। इसका उद्देश्य वैश्विक आर्थिक स्थिरता और सहयोग को बढ़ावा देना है। G20 के सदस्यों में संयुक्त राज्य अमेरिका, चीन, जापान, जर्मनी, और अन्य मुख्य अर्थशास्त्री देश शामिल हैं। वे वार्षिक रूप से मिलकर विभिन्न आर्थिक और वित्तीय मुद्दों को चर्चा करते हैं, साथ ही अन्य वैश्विक चुनौतियों पर समय-समय पर चर्चा करते हैं। G20 का इतिहास यह है कि इसकी स्थापना 1999 में की गई थी, लेकिन इसका प्रमुख महत्व 2008 की वैश्विक आर्थिक मंदी के समय प्रमुख आर्थिक देशों के नेताओं के बीच की विशेष बैठक के रूप में बढ़ गया। इसके बाद, G20 ने विश्व आर्थिक संकट के समय आर्थिक नीतियों को समन्वयित करने का महत्वपूर्ण काम किया है और यह आगामी वर्षों में भी आर्थिक मुद्दों पर सहयोग करने का दायित्व निभाता है।

शिक्षक दिवस /teacher's Day

शिक्षक दिवस एक महत्वपूर्ण उपलब्धि है जो शिक्षा के क्षेत्र में काम करने वाले शिक्षकों को समर्पित करने के लिए मनाया जाता है। यह दिन विभिन्न देशों में विभिन्न तिथियों पर मनाया जा सकता है, लेकिन आमतौर पर भारत में 5 सितंबर को मनाया जाता है। इस दिन छात्र अपने शिक्षकों के प्रति आभार और समर्पण व्यक्त करते हैं और शिक्षकों को सम्मान देते हैं। शिक्षक दिवस शिक्षा के महत्व को जागरूक करने का भी अवसर प्रदान करता है।

सोनालिका ट्रैक्टर्स / sonalika tractor

सोनालिका ट्रैक्टर्स एक भारतीय ट्रैक्टर निर्माता कंपनी है जो भारत में ट्रैक्टर्स और कृषि मशीनरी का निर्माण करती है। यह कंपनी 1969 में स्थापित हुई थी और हरियाणा राज्य के हिसार जिले में स्थित है। सोनालिका ट्रैक्टर्स भारत के लिए मुख्य ट्रैक्टर निर्माता में से एक है और उनके ट्रैक्टर्स काफी पॉपुलर हैं, खासकर उन्होंने भारत की कृषि सेक्टर में महत्वपूर्ण भूमिका निभाई है। सोनालिका ट्रैक्टर्स ने अनेक प्रकार के मॉडल उत्पन्न किए हैं, जो विभिन्न कामकाजों और आवश्यकताओं को ध्यान में रखकर डिज़ाइन किए गए हैं। इनमें से कुछ मॉडल जो सोनालिका ने अपनी समय के दौरान उत्पन्न किए हैं, शामिल हो सकते हैं: 1. सोनालिका DI 750 III: यह ट्रैक्टर कृषि के लिए है और बड़े क्षेत्रों में काम के लिए उपयोग किया जाता है। 2. सोनालिका RX सीरीज: इस सीरीज में विभिन्न मॉडल्स हैं जो कृषि और अन्य कामकाजों के लिए उपयोगी हैं। 3. सोनालिका GT सीरीज: यह सीरीज अधिकतर वनस्पति उद्यानों में काम के लिए बनाई गई है। ध्यान दें कि ये मॉडल्स टाइम से टाइम अपग्रेड किए जाते हैं और नए मॉडल जोड़े जाते हैं, इसलिए नवीनतम जानकारी के लिए कंपनी की आधिकारिक वे