सीधे मुख्य सामग्री पर जाएं

statue of unity

સ્ટેચ્યુ ઓફ યુનિટી

 ગુજરાતના નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમ પાસે નિર્માણ પામેલી શ્રી સરદાર સાહેબની સ્ટેચ્યુ ઓફ યુનિટી ’ નામની પ્રતિમાની મુખ્ય વિશેષતા એ છે કે તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે . 

» સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ 182 મીટર અથવા 597 ફૂટ છે .

 » આ પ્રતિમા 25 મીટરની ઊંચાઈની એક પીઠિકા પર બનાવવામાં આવી છે .

 સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાની વચ્ચે સરદાર સરોવર બંધથી 3.2 કિ.મી. દૂર નર્મદા નદીની મધ્યમાં સાધુબેટ પર કરવામાં આવ્યું છે . 

> આ સ્થળ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડિયા કોલોની ખાતે આવે છે . 

» સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની જાહેરાત સૌપ્રથમ 8 ઓક્ટોબર , 2010 ના રોજ થઈ હતી . 

ત્યારબાદ 31 ઓક્ટોબર , 3 ને શ્રી સરદાર પટેલની 138 મી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી રોજ શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રતિમાનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો . 

» સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ અને એના બાંધકામના પ્રચાર માટે ગુજરાત સરકાર દ્વારા ડિસેમ્બર , 2013 દરમિયાન ‘ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એક્તા ટ્રસ્ટ ' ( SVPRET ) ની રચના કરવામાં આવી હતી .

 » સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માટે પ્રારંભિક રૂ . 3,001 કરોડનો ખર્ચ થવાનો અંદાજ હતો . 

આ સ્ટેચ્યૂના નિર્માણ કાર્યનો વર્ક ઓર્ડર 27 ઓક્ટોબર , 2014 ના રોજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમતી 
આનંદીબેન પટેલે આશરે રૂ . 2,989 કરોડના ખર્ચે લાર્સન એન્ડ ટુબ્રો ( L & T ) નામની કંપનીને આપ્યો હતો .

 શ્રી સરદાર સાહેબની આ પ્રતિમાના મુખ્ય ડિઝાઈનર અથવા તો એન્જિનિયર શ્રી રામ વાનજી સુથાર નામના શિલ્પકાર હતા . 

» શ્રી રામ વી . સુથારનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો . અને તેમને વર્ષ 1999 માં પદ્મશ્રી અને 2016 માં પદ્મભૂષણ પુરસ્કાર તથા વર્ષ 2016 નો ટાગોર સાંસ્કૃતિક સમરસતા પુરસ્કાર એનાયત થયા હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના બાંધકામ માટે લગભગ 46 મહિનાનો સમય લાગ્યો હતો . 46 મહિનાના આ બાંધકામ સમય  5 વર્ષમાં આ સ્ટેચ્યૂનું નિર્માણ કરવામાં આવ્યું છે . 

આ સ્મારકના નિર્માણમાં 70 હજાર ટન સિમેન્ટ વાપરવામાં આવ્યો છે .

 આ ઉપરાંત તેમાં 18,500 ટન રેઈન્ફોર્સમેન્ટ સ્ટીલ અને 6000 ટન સ્ટ્રક્ચરલ સ્ટીલનો ઉપયોગ કરાયો છે . 

જ્યારે આ સ્ટેચ્યૂના નિર્માણમાં 1700 મેટ્રિક ટન કાંસાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે . 

આ વિશિષ્ટ સ્મારકના નિર્માણ માટે 250 ઈજનેરો અને 3700 કારીગરોએ દિવસ રાત કામ કર્યું છે . 

સ્ટીલ , કોંક્રીટથી બનેલી આ પ્રતિમા પર કાંસાનું આવરણ છે . કાંસ્ય આવરણથી આ પ્રતિમા વધુ અલૌકિક ભાસે છે . 

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાંથી આસપાસનો કુદરતી નજારો નિહાળી શકાય તે માટે આ પ્રતિમામાં 135 મીટરની ઊંચાઈએ 200 વ્યક્તિઓને સમાવતી દશ્ય ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે .

 સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં 100 થી વધુ પ્રકારના રંગબેરંગી ફૂલોથી શોભતી ફલાવર વેલીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...

બકસરનું યુદ્ધ

બકસરનું યુદ્ધ          અંગ્રેજોએ મિરજાફ ૨ ને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદાં જુદાં બહાનાં નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકા ૨ો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીરજાફરને ખસેડી મીર કાસીમને બંગાળનો નવાબ બનાવ્યો . કંપની માટે મીર કાસીમ તો મીર જાફર કરતાં વધુ મહત્ત્વાકાંક્ષી સાબિત થયો . તેથી મીર કાસીમનો કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસીમને ઉથલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો . મીર કાસીમ અવધના નવાબના શરણે ગયો . આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહઆલમ આવ્યો હતો . આથી , ત્રણેયે સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું .      બકસર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું ( 22 ઑક્ટોબર , 1764 ) . જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ , બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી .